Nasib na khel ..... books and stories free download online pdf in Gujarati

નસીબ ના ખેલ... 1

પ્રસ્તાવના----
નાની નાની શાયરીઓ અને ટૂંકી વાર્તા તેમજ મારા બાળકો ના જન્મદિવસે એમને શુભેચ્છા આપવા નાનકડી સ્પીચ આપતા આપતાં એક ધારાવાહિક લખવાનો વિચાર આવ્યો... અને આજે એની શરૂઆત પણ કરી.   આશા છે આપ સર્વ ને ખૂબ જ ગમશે અને આપનો સહકાર મળશે... 
 શબ્દો નો સાથ તો મળ્યો જ છે મને  ... હવે આપનો સાથ પણ મળી રહે એની જ રાહ જોઉં છું... 
 મારુ નામ તો પારુલ ઠક્કર છે... પણ  શાયરી  માં હું      "Yaade"   લખું છું, instagram  માં  આ નામ થી એક page પણ છે... 
આતો થઈ મારી વાત.... તો ચાલો હવે શરૂ કરીયે..... 


વાત છે આ ખૂબ જૂની.... 1970 ની....

આજે લગભગ અડધી દુનિયા ખુશી મનાવી રહી હતી નવા વર્ષ ની.. આજે 1 જાન્યુઆરી છે ને....
અને ધીરજલાલ પણ એક ખુશી સાંભળવાની રાહ જોતા હતાં.    સાત સાત વર્ષ ના લગ્નજીવન બાદ, કાઈ કેટલીયે બાધા-આખડી પછી ભગવાને એમની સામું જોયું હતું.   પગલી નો પાડનાર આવવાનો હતો.  એમની પત્ની ને દવાખાને લઈ ગયા હતા, એ પણ ત્યાં જ હતા, બસ હવે  રાહ જોતા હતા કે ક્યારે નર્સ આવી ને સમાચાર આપે...એક એક ક્ષણ હવે બહુ લાંબી લાગતી હતી.... અને ત્યાં જ તેમની આતુરતા નો અંત આવ્યો... તેમણે બાળક ના રોવાનો અવાજ સાંભળ્યો... ખૂબ હરખાઈ ગયા ધીરુભાઈ...!!!
      બાળક ના રોવાના અવાજ પર થી એમને લાગ્યું કે પુત્ર નો જન્મ થયો છે... મનોમન ઈશ્વર નો પાડ માનવા લાગ્યા... પણ ત્યાં તો નર્સે આવી ને કીધું દીકરી નો જન્મ થયો છે... હત્ તારી..... ઘડીક વાર માટે આઘાત લાગ્યો... કીધું ય ખરું કે અવાજ પર થી તો બાબો લાગે છે... જા જઈને જો સરખું...  પણ નર્સે કીધું મેં બરોબર જ જોયું છે દીકરી છે...
      તરત સ્વસ્થ થઈ ને ધીરુભાઈ એ એને 11 રૂપિયા આપ્યા.... એ જમાના માં 11 રૂપિયા બહુ મોટી રકમ ગણાતી હતી....
  સંતાન માટે ઝંખતા હતા અને આટલા વર્ષો ની રાહ જોયા બાદ ભલે દીકરી પણ પોતે બાપ તો બન્યા એ વાત ની ખુશી જ અનહદ હતી..
  ખુશી તો એમના પત્ની હંસાગૌરી ને પણ હતી,  પોતે મા બન્યા હતા...!!! સમાજમાં કોઈ હવે તેમને કાંઈ મહેણાં નહિ મારે એ વાતે એ ખુશ હતા... મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.. હા દીકરી આવી એ વાત નો થોડો રંજ જરૂર હતો.. અને વળી 1970 ની સાલ... દીકરી ને સાપ નો ભારો માનતા હતા એ વખત માં તો... 

પણ બન્ને પતિપત્ની આ ખોળા ના ખૂંદનાર ને ભરપૂર પ્રેમ આપવા આતુર હતા. ખૂબ લાડ થી તેને ઉછેરતા હતા.
 
 સમય ને જતા વાર પણ ક્યાં લાગે છે ?? દીકરી થોડી મોટી થઈ.. 3 વર્ષ ની થઈ ગઈ હતી... ધીરજલાલ એ એનું નામ ધરા રાખ્યું હતું... ખૂબ જ રમતિયાળ અને ચંચળ હતી ધરા.... 

   ધરા 3 વર્ષ ની થઈ અને  હંસાગૌરી ને ફરી સારા દિવસો રહ્યા.... દંપતી ની ખુશી નો પાર ન હતો... આ વખતે તો દીકરો જ આવશે એવી આશા હતી.
 
પણ........ આ ખુશી જાજું ન ટકી, હંસાગૌરી ને કસુવાવડ થઈ ગઈ... ઘરે જ.... !!!     દવાખાને બતાવવા ગયા... અને  એક બીજો ઝટકો પણ મળ્યો કે હવે પછી હંસાગૌરી ને સારા દિવસો નહિ રહે.... સારા દિવસો પાછા રહે એ માટે એક ઓપરેશન કરાવવું પડશે.... 

ધીરુભાઈ ની પરિસ્થિતિ એ વખતે એટલી બધી સારી ન હતી... તેથી ઓપરેશન  કરાવી શકે એમ ન હતા, પણ આ બધા માં ધરા નો કોઈ વાંક ન હતો એ તો આ કાઈ વાત જાણતી પણ ન હતી કે સમજી શકે એવી એની ઉંમર પણ ન હતી... છતાં હંસાગૌરી ના મન માં એ વાત આવી ગઈ કે આ બધુ ધરા ના કારણે જ થયું છે... મન માં ને મન માં તે ધરા ને આની દોષી માનતા હતા.

ધીરુભાઈ જેટલો પ્રેમ ધરા ને આપતા હતા એટલો પ્રેમ હંસાગૌરી નોહતા આપી શકતા.... પણ સાવ નોહતા કરતા એવું ય  નહોતું.. પણ એમનો સ્વભાવ થોડો કડક થઈ ગયો ધરા પ્રત્યે...
 
આ બનાવ બન્યો ત્યારે ધીરુભાઈ જૂનાગઢ રહેતા હતા... અને એમના મોટાભાઈ શાંતિલાલ વડોદરા રહે...  શાંતિલાલ આમ તો થોડાક પેટમેલાં (કપટી સ્વભાવ) 
એમણે ધીરુભાઈ ને પોતાના ધંધા માં રાખીશ કહી ને વડોદરામાં બોલાવી લીધા....
 
 જૂનાગઢ માં રહેતા આમ પણ પરિસ્થિતિ થોડી તંગ હતી એટલે ધીરુભાઈ પણ તૈયાર થઈ ગયા વડોદરા જવા.... અને બધા આવી ગયા   વડોદરા..  

વડોદરા  આવ્યા તો ખરા પણ અહીં એમનું પોતાનું કોઈ ઘર ન હતું એટલે મોટા ભાઈ  શાંતિલાલ ના ઘરે જ રહેવાનું હતું...  પણ મોટા ભાભી ને પસંદ ન હતું .. છતાં કમને રાખ્યા, મોટા ભાઈ એ પોતાના  ધંધા માં સાથે રાખ્યા... પણ એમને મૂળ તો ધીરુભાઈ પાસે જે દાગીના હતાં એમાં જ રસ હતો ..

થોડો સમય બધું બરોબર ચાલ્યું... પછી શાંતિલાલે પોતાનો રંગ બતાવ્યો... અને ભાઈ પાસે દાગીના ની માંગણી કરી, પણ એ દાગીના હકીકત માં તો હંસાગૌરી ના હતા.... એટલે ધીરુભાઈએ ના પાડી આપવા ની.... આ વાત થી શાંતિલાલ નો અહંમ ઘવાયો... એમણે ધીરુભાઈ ને લાફો માર્યો અને દુકાન માંથી ચાલ્યા જવાનું કહી દીધું અને ઘરમાંથી પણ નીકળી જવાનો ઓર્ડર આપી દીધો... 

ધીરુભાઈ બિચારા બેઘર થઈ ગયા.....

( ક્રમશ: )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED