નસીબ ના ખેલ... 15 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... 15

         હાથ માં સારું થઈ જતા  ધરા એના ડિપ્લોમાના અભ્યાસ માં મન પરોવવા લાગી... . ધીમે ધીમે બધું સરખું થઈ રહ્યું હતું...

              હજી તો ધરા એ તેના ડિપ્લોમા નો અભ્યાસ શરૂ જ કર્યો હતો. . માંડ એક મહિનો થયો ત્યાં દિવાળી નું વેકેશન આવી ગયું... પણ આગળ જે છૂટી ગયું એ બધું ધરા એ આ વેકેશન મા શીખી લેવાનો નિર્ણય કર્યો... એક મહિના ના ટૂંકા ગાળામાં એણે એક ફ્રેન્ડ બનાવી લીધી... એનું નામ રેખા હતું... આમ તો વડોદરા ની પાસે ના ગામડામાંથી આવતી હતી એ... પણ ઘણી વાર વડોદરા માં એના મામા ના ઘરે  પણ રહેતી હતી..  અને આમ.પણ એના મમ્મી પણ દિવાળી માં એના મામા ના ઘરે આવવા ના જ હતા એટલે રેખા પણ મામા ના ઘરે જ રોકાઈ ગઈ અને ધરા ને બાકી રહેલું શીખવા પણ મળી ગયું....

         દિવાળી પછી ધીરજલાલ ના થોડા દૂર ના સગા ની દીકરી ના લગ્ન માં મુંબઇ જવાનું થયું.... આમ પણ ધરા એ મુંબઇ જોયું ન હતું... તેથી ધીરજલાલ લગ્ન ના દિવસ કરતા 4/5 દિવસ વહેલા મુંબઇ જવા નીકળ્યા... અને બધા મુંબઇ પહોંચ્યા.... સવાર માં થોડું ઘરકામ.માં મદદ કરાવીને હંસાબેન અને ધરા તૈયાર થઈ જતા અને ધીરજલાલ સાથે મુંબઇ જોવા ફરવા નીકળી જતા... મહાલક્ષ્મી મંદિર, બાબુલનાથ, ચોપાટી, ભૂલેશ્વર બજાર.... બધું જોયું... બધી જગ્યા એ ફરી ધરા...

          લગ્ન ના દિવસે ધરા આમ તો સાવ નોર્મલ જ તૈયાર થઈ હતી... કાઈ ખાસ મેકઅપ પણ નોહતો કર્યો અને લગ્ન ને અનુરૂપ ડ્રેસ જ પહેર્યો હતો.... છતાં.. વરપક્ષ માંથી ઘણાં નું ધ્યાન ધરા પર પડ્યું હતું... આમ પણ આ રીત ના પ્રસંગ માં આવતા મહેમાનો /સગા-વહાલાઓ આમ જ તો  દીકરા દીકરી  પાસ કરતા હોય છે... પોતાની ભાવિ વધુ અથવા ભાવિ જમાઈ  માટે....

         ધરા  પણ આ રીતે જ વરરાજા ના  નાના ભાઈ માટે પસંદ આવી ગઈ.... જે દીકરી ના લગ્ન માટે ગયા હતા ધીરજલાલ અને તેમનો પરિવાર.. એ દીકરીના થનાર સસરા અને સાસુ એ  એક તરફ લગ્ન ચાલી રહ્યા હતા અને બીજી તરફ ધીરજલાલ ના કાને આ વાત નાખી... દીકરી ના પિતા એટલે કે ધીરજલાલ ના સંબંધી ભાઈ એ  પણ આગ્રહ કર્યો કે માણસો સારા છે ઘર સારું છે.. વળી સંબંધે તો બે ય બહેનો છે અને ત્યાં સમાં પક્ષે બે ય સગા ભાઈ છે... ધરા ને કાઈ વાંધો નહિ આવે.. માટે ધરા માટે આ સારું જ છે તો ના ન પાડવી જોઈએ...

        પણ ધીરજલાલ આ માટે તૈયાર ન હતા... તેમણે કહ્યું એક ઘર માં બે બહેન મારે નથી આપવી... એ સારું નહિ... અને આમ પણ ધરા હજી નાની છે, ભણે છે... જો કે આ બહાના પછી પણ સામા પક્ષ વાળા સગાઈ કરી ને લગ્ન માટે રાહ જોવા પણ તૈયાર હતા... પણ ધીરાજલાલે  વિનમ્રતા થી ના પાડી... અને   પ્રસંગ પૂરો થતા વડોદરા પાછા આવ્યા....

            વડોદરા પાછા આવ્યા બાદ હવે ધીરજલાલ સમજી ગયા હતા કે ધરા હવે પરણાવવા લાયક તો થઈ જ ગઈ છે.. ધરા આમ પણ નમણી અને દેખાવડી હતી... કોઈ ને પણ ગમી જોતા જ ગમી જાય એવી હતી.. એ જમાના માં ય છોકરીઓ બ્યુટીપાર્લર માં જતી જ હતી પણ ધીરજલાલ  ધરા ને નોહતા જવા દેતા... ધીરજલાલ ના મતે કુદરતે જે અને જેટલું રૂપ  આપ્યું છે એ જ ઉત્તમ છે.. એમ કહેતા...

          જો કે હવે ધીરજલાલ પણ ધરા માટે યોગ્ય મુરતિયા ની તપાસ કરવા લાગ્યા હતા... થોડા  સગા સંબંધીઓ આ બારામાં વાત પણ કરી તેમણે...

            ધીરજલાલ ના મોટાભાઈ શાંતિલાલ ને બે દિકરી પણ હતી... એમાંથી મોટી દીકરી ના ઘરે  ધરા કરતા એકાદ મહિનો નાની દીકરી હતી   રીના.. એના પણ લગ્ન નક્કી થઈ ગયા... મુંબઇ થી આવ્યા બાદ બે ત્રણ મહિના બાદ જ  રીના ના લગ્નમાં જવાનું થયું... ત્યાં શાંતિલાલ ની નાની દીકરી પણ આવી હતી લગ્ન માં....

           એણે પણ પોતાના દિયર માટે ધરા નું માંગુ નાખ્યું... પણ એને પણ એ વખતે ધીરજલાલે  એમ જ કહ્યું કે એક ઘર માં બે બહેનો મારે નથી  આપવી...

             હવે ધરા સમજી ગઈ હતી કે એના પપ્પા હવે એના લગ્ન માટે વિચારી રહ્યા છે... જો કે ધરા ને આમ તો કાઈ પ્રોબ્લેમ ન હતો... બસ એ હજી હમણાં લગ્ન કરવા માંગતી ન હતી...  પણ એ પપ્પા ને કાંઈ કહી પણ નોહતી શકતી...  ધરા એના અભ્યાસ માં મન પરોવવા લાગી...