always help others books and stories free download online pdf in Gujarati

ઓલ્વેસ હેલ્પ અધર...

                       માર્ગી અને તેનો ચાર વર્ષનો છોકરો ભાગ્ય આજે બજારમાં ગયા હતાં. બજારમાં ગયા હોય અને ભાગ્ય શેરડી નો રસ ના માંગે એવું બને જ નહીં. ભાગ્ય ને શેરડી ના રસનો કોઈ એવી ઈચ્છા નથી હોતી પીવાની. પણ શેરડી ના રસમાં રહેલા બરફ માં જ વધારે મજા છે એને. માર્ગી ને ભાગ્ય લગભગ ત્યાંજ રસ પીવા જાય. તો શેરડી વાળા કાકા ને પણ ખબર કે ભાગ્ય બરફ ખાવા જ આવે છે. તો રસ પીધા પછી થોડો બરફ આપતાં ખાવા. અને ભાગ્ય ખુશ થઈને thank you કહેતો. 


                      ભાગ્ય ત્યાં બેસીને તેની મમ્મી જોડે વાતો કરતો કરતો શાંતિથી રસ પીતો. અને અલગ અલગ વાતો કરે. એટલામાં ત્યાં એક દાદા આવે છે રસ પીવા. દાદા એ રસ બનાવવાનું કહ્યું અને કાકા બનાવા પણ લાગ્યા. રસ આવવામાં વાર હતી. તો દાદા ભાગ્ય અને માર્ગી ની વાતો સાંભળતા હતાં. ને ચહેરા પર એક મુસ્કાન હતી. બસ ભાગ્યની સામે એક જ નજરે જોઈ રહેલા, ભાગ્યની વાતો નો આનંદ લેતા, ભાગ્યની નાની નાની શરારતો નિહારી રહ્યા હતાં. 


                   શેરડી નો રસ તૈયાર થઇ ગયો હતો . કાકાએ દાદાને પૂછ્યું કે, 'નાનો આપું કે મોટો ગ્લાસ? ' દાદા એ જવાબ માં કહ્યું કે, 'ભાઈ મોટો ગ્લાસ જ આપજે, પણ એ ગ્લાસનાં બે કરી ને આપજે. મારા હાથ ની પકડ નથી. ' અને કાકા એ જેમ દાદા એ કહ્યું એ જ રીતે બે ગ્લાસ કરીને એક ગ્લાસ હાથમાં પકડાયો. પણ દાદા ના હાથ દ્રુજવા લાગ્યો. અને અડધો ફરેલો ગ્લાસ માંથી પણ રસ છલકાવા લાગ્યો. એ દેખીને કાકા એ તરત જ દાદાના હાથમાંથી ગ્લાસ લઇ લીધો અને કહેવાય લાગ્યા કે, ' તમારાથી ગ્લાસ જ પકડાતો નથી તો કેમ આવ્યા? નથી પીવો તમારે રસ. જતા રહો અહીંથી. ' અને દાદા કઈ પણ બોલ્યા વગર તેમના મુખ પર હાસ્ય સાથે ચાલ્યા નીકળ્યા. 


                   આ બધી જ ઘટના ભાગ્ય ને માર્ગી દેખી રહ્યા હતાં. માર્ગી મનમાં ને મનમાં તે દાદાને રસ પીવો હતો છતાં ના પી શક્ય તેનું ખૂબ જ દુઃખ અનુભવી રહી હતી. પણ એટલામાં જ ભાગ્ય બોલ્યો, ' મમ્મી કેમ દાદા એ રસ મંગાવ્યા પછી પણ ના પીધો? ' માર્ગી એ ભાગ્યને સમજાવતા કહ્યું કે, ' બેટા ! દાદાનો હાથ ધ્રૂજતો હતો તો દાદા ગ્લાસ જ ના પકડી શક્યા એટલે ના પીધો. '


                  કહેવાય છે ને કે બાળક ભગવાનનું રૂપ હોય છે. અને તમે જેવું શીખવો છો એવું શીખે છે. અને જેવું દેખે તેવું વર્તન કરે. માર્ગીના સમજાય પછી તરત જ ભાગ્ય બોલ્યો, 'મમ્મી તે મને શીખવ્યું હતું ને કે Always Help Other તો કેમ કોઈએ દાદાની મદદ na કરી. ચાલ, આપણે કરીએ દાદાની મદદ. તેમને પીવડાવીએ રસ. '


                આટલું સાંભળતા જ માર્ગી ભાગ્યને ત્યાં બેસાડીને તરત જ એ દાદા ની પાછળ ગઈ. અને દાદાને લઈને પણ આવી. દાદાને ત્યાં બેસાડ્યા. અને એક મોટો ગ્લાસ શેરડી નો રસ બનાવડાવીને, ગ્લાસની અંદર સ્ટ્રોંગ નાખી ને, માર્ગી એ એ ગ્લાસ હાથમાં પકડ્યો અને સ્ટ્રોંગ વડે દાદા ને શેરડી નો રસ પીવડાવ્યો. દાદા એ દેખી ને ખૂબ જ ખુશ થઇ ગયા. 

                 દાદા શેરડી નો રસ પીતા પીતા તેમની આંખોમાંથી પાણી આવી ગયું. અને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા. અને કહ્યું કે, ' જો બધા જ માતા-પિતા તેમના બાળકને આવી જ શિખામણ આપે ને તો રસ્તા માં એકલા ચાલત દરેક બુઝુર્ગ ને કોઈનો ડર ના લાગે. તે જે તારા બાળક ને શીખવાડ્યું એ આજે જો કામમાં આવ્યુ. બસ આવા સારા જ વિચારોનું સિંચન કરજે એના હ્રદયમાં. મારા આશીર્વાદ તમારી સાથે છે. '


                આટલું સાંભળતા જ માર્ગી ના આંખ માંથી પણ પાણી આવી જાય છે. અને તેના પુત્ર પર ખૂબ જ નાઝ થાય છે. ને મનમાં જ બોલે છે કે, 'મારા ગયા જન્મના કર્મો સારા હશે જેથી મને ભાગ્ય જેવો દીકરો મળ્યો. ' અને ભાગ્ય ને શાબાશી આપીને મનમાં ને મનમાં જ હરખાય છે. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED