બ્લેક આઈ પાર્ટ 14
અમર જેમ જેમ ફાઈલ વાંચતો જાય છે તેમ તેમ આઘાત અનુભવે છે . તેને જે વાંચ્યું તેના પર તેને યકીન નથી થતો . તેને જે ફાઈલ વાંચી હતી તે ખુબ સિક્રેટ હતી . તે કોઈ એજન્ટ ની વરસો ની મહેનત હતી અને હવે તે એ પણ જાણી ગયો હતો કે તે એજન્ટ કોણ છે . તેને એ એજન્ટ માટે ખરેખર ખુબ માન થતું હતું .
અમર બસંતીબાર માં જેને મળવા ગયો અને જેનો અમર ને ફોન આવ્યો હતો તે બીજું કોઈ નહીં પરંતુ ગુપ્તચર વિભાગ ના ચીફ હતા . અમર એક પોલીસ ઇન્સ્પેક્ટર ની સાથે એક સિક્રેટ એજન્ટ પણ હતો , જે વિશે ની જાણ માત્ર અમુક ગણ્યા - ગાઠીયા લોકો ને જ હતી . અમર ને જે મિશન પર મોકલવામાં આવતો તે મિશન 100 % સક્સેસફુલ થતું હતું . આથી જ ખતરનાક મિશન માટે અમર ને મોકલવાનું નકિક થયું હતું . અમર ગુપ્તચર વિભાગ નો બીજા નંબર નો બેસ્ટ એજન્ટ હતો .
અમરે જે ફાઈલ વાંચી હતી તે દુનિયા ના સૌથી ખૂંખાર સંગઠન વિશે હતી . તે સંગઠન નું નામ હતું સોમલિંગ . તેનો વડો કોણ છે તે અત્યાર સુધીમાં કોઈ જાણી શક્યું ન હતું પણ આ ફાઈલ માં તેના વિશે પણ થોડી માહિતી હતી . તેને હજુ સુધીમાં કોઈ એ જોયો ન હતો . તે તેના મોઢા પર હંમેશા જોકર નું માસ્ક લગાવીને રાખતો હતો ,આથી તેના ખાસ વ્યક્તિઓએ પણ તેનું મોઢું જોયું ન હતું . તે દુનિયામાં આતંકવાદીઓનો માસ્ટરમાઈન્ડ કહેવાતો કારણ કે તેને બનાવેલા પ્લાન આજ સુધી ક્યારેય ફ્લોપ ગયા ન હતા પણ તેને ખબર ન હતી તે હવે એવા દુશ્મન સાથે ટકરાવાનો છે જે ગમે એવી પછડાટ મળે તો પણ હાર માનતો નથી .
સોમલિંગ સંગઠને જે દેશ માં પગ મુક્યો છે તે દેશ બરબાદ થઇ ગયો છે , ત્યાંની સરકાર પડી ભાંગી અને ત્યાંની ઈકોનોમી તળિયે બેસી ગઈ . મોટા મોટા દેશો ને પણ તેમને ઝૂકવા માટે મજબુર કરી દીધા હતા ત્યાંની સરકાર તેમની વાત માની લે પછી તેઓ તે દેશ છોડીને બીજા દેશ ને ટાર્ગેટ બનાવતા . તેઓ તેમના ટાર્ગેટ દેશ ને આંતરિક અને બાહ્ય બંને રીતે નુકશાન પોહ્ચાડતા હતા .
અમરે આખી ફાઈલ વાંચી લીધી હતી . તે એ વિશે જ વિચારતો હતો કે તે એજન્ટ આ વિશે માહિતી એકઠી કરી ને ચીફે તેને વાંચવા માટે આપી જરૂર કંઈક મોટું થવાનું છે , નહિતર ચીફ આટલી જલ્દી મને આ ફાઈલ ન આપે . તે ફાઈલ વાંચીને પેન પેપર લઈને અમુક પોઇન્ટ નોટ કરવા લાગ્યો.
તેણે જે પોઇન્ટ બનાવ્યા હતા તે વાંચતા વાંચતા જ તેને લાગ્યું કે ગુંથી પણ ઉકલી જશે . થોડીવાર પછી તે એક નકશો લઈને બેઠો અને એમાં માર્ક કરવા લાગ્યો જયારે બધા માર્ક પુરા થઇ ગયા અને તેને માર્ક જોડ્યા તો તેના બધા સવાલો ના તેને જવાબ મળી ગયા હતા .
continue ......