Black eye - 13 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ પાર્ટ - 13

બ્લેક આઈ પાર્ટ 13

અમર ને ફોન આવતા જ તે એ માટેની તૈયારી કરવા લાગ્યો . સાંજે તે ડ્યૂટી પુરી કરીને ઘરે ગયો ત્યારે તેના મમ્મી -પપ્પા અને દ્રષ્ટિ તેની રાહ જોઈને બેઠા હતા . અમર ના આવ્યા બાદ બધા સાથે જમવા બેઠા અને થોડીવાર વાતો કરીને બધા સુવા ચાલ્યા ગયા . અમર જાગતો જ હતો , તે બધા ની સુવાની રાહ જોઈને બેઠો હતો . જયારે તેને ખાતરી થઇ કે બધા સુઈ ગયા છે ત્યારે તે બેડ પરથી નીચે ઉતર્યો , તેનો રૂમ અંદર થી સરખો બંધ છે કે નહીં તે ચેક કર્યું , ત્યારબાદ બેડ ની બાજુ માં મુકેલી એન્ટિક ટીપોય ને ખસેડી . તે ટીપોય એવી રીતે બનાવેલી હતી કે તેની પાછળ ના ભાગમાં એક હોલ હોય અને દીવાલ માં જે એક રાઉન્ડ જેવું કંઈક હતું તે આ ટીપોય ના હોલ માં બરાબર બંધ બેસી જાય . ટીપોય ને આગળ હટાવવી હોય તો તેના આગળ ના પાયામાં પાછળ એક નાનકડી ખીંચી જેવું હતું જેની ઉપર બે વાર વજન આવે તો તે ટીપોય આગળ આવી જતી .

ટીપોય ના આગળ આવતા જ પાછળ નું રાઉન્ડ દેખાણું . અમર તેની ઉપર પોતાની ટચલી આંગળી રાખી તો એક લોક ખુલી ગયું , પાછળ એવું જ બીજું લોક હતું પણ તે પાસવર્ડ પ્રોટેક્ટ હતું . અમરે તેમાં પાસવર્ડ નાખ્યો તો તે લોક ખુલ્યો તો ત્યાંની દીવાલ થોડી ખસકી ને એક નાનો દરવાજો દેખાણો . અમર તે દરવાજામાં ચાલ્યો ગયો અને જયારે બહાર નીકળ્યો ત્યારે તે તેના ઘર થી આગળ એક સુમસામ રસ્તો હતો ત્યાં હતો .

તે ત્યાંથી સીધો જ બસંતીબાર માં ગયો . તે એક પોલીસ ઇન્સ્પેક્ટર હોવા છતાં અત્યારે તેને કોઈ ઓળખી શકે એ વાતમાં માલ જ ન હતો કેમ કે તેણે એક ગુંડા ટાઈપ ની વેશભૂષા ધારણ કરી હતી . મૂછ , દાઢી , લગાવેલા હતા , ઉપર યેલો કલર નો ફુલડાવાળો શર્ટ અને નીચે ગ્રીન કલર નું પેન્ટ . અત્યારે જો તેના ઓળખીતા પણ જોઈ જાય તો ઓળખી શકે તેમ ન હતા .

અમર બાર માં અંદર જાય છે ત્યાં જે ખૂણા નું ટેબલ હોય ત્યાં જઈને બેસી જાય . બાર માં મહેફિલ પુરી રીતે જામેલી હોય છે . શોરશરાબો પણ ઘણો હોય છે . તેવામાં અમર નો ઓર્ડર લેવા વેઈટર આવે છે . અમર તેને લાર્જ વિહસ્કી નો ઓર્ડર આપે છે .

અમર બેઠો હોય છે તેના બાજુના ટેબલ પર એક વ્યક્તિ આવી ને બેસે છે . તેનો વેશ પણ અમર જેવો હોય છે . તે એક વોડકા નો ઓર્ડર આપે છે . થોડીવાર માં બંને નો ઓર્ડર આવી જાય છે . તે વ્યક્તિ વોડકા નો નાનો શિપ લે છે , થોડીવાર ત્યાં બેસી મ્યુઝિક એન્જોય કરીને ચાલતો થાય છે . જતા જતા અમર ના ટેબલ પર એક કવર સરકાવતો જાય છે . અમર ચુપકે થી કવર લઈને શર્ટ માં અંદર મૂકી દે છે . તે પણ થોડીવાર પછી બિલ ચૂકવીને ચાલતો થાય છે .

હકીકત એવી હોય છે કે અમર પોલીસ સ્ટેશને હતો ત્યારે જે ફોન આવેલો તે આ વ્યક્તિ નો જ હતો . તેણે જ અમર ને અહીં મળવા બોલાવ્યો હતો .
અમર તે કવર લઈને પાછો તે જ સુમસામ રસ્તે થઈને ઘર ના પાછળ ના ભાગમાં પોહચે છે . લોક ખોલીને અંદર જાય છે અને પાછો રૂમ જેવો હતો તેવો ગોઠવી દે છે . રૂમ માં લાઈટ કરીને કવર ખોલે છે તો તેમાં રેડ કલર ની ફાઈલ હોય છે . તે વાંચવા લાગે છે , ફાઈલ વાંચતા વાંચતા તેની આંખ ની ભમર સંકોચાતી જાય અને છેલ્લું પેઝ વાંચતા અને ત્યાં લગાવેલો ફોટો જોતા જ તેને ખુબ આઘાત લાગે છે .

continue ............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED