Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 15 (અંતિમ ભાગ)


"તુ છે તો મૌત પણ વહાલી લાગે છે.....
તારા વગર તો જીંદગી પણ બેકાર છે.

તુ છે તો કાંટા પણ ગમવા લાગે છે....
તારા વગર તો ફુલ પણ વાગે છે.

તુ છે તો હર એક પલ હસીન લાગે છે....
તારા વગર તો એક મિનીટ પણ કઠીન લાગે છે.

તુ છે તો જ દુનિયા મને મારી લાગે છે.....
તારા વગર તો આખી દુનિયા પરાઇ લાગે છે."

( આગળના ભાગ મા આપણે જોયું કે નિરાલી ને વૈભવ કાંઈક પ્લાન બનાવે છે અને વિચારે છે કે બસ આ જ રસ્તો છે કોઈ ને પણ દુઃખી કર્યા વગર એક થવા માટે નો અને એ લોકો યે મુજબ કામ પણ કરે છે અને એ લોકો નાં પ્લાન મુજબ બધી જ વાત નિરાલી ડો. નીરવ ને કરે છે અને કહે છે જો તમે સાથ આપી શકો તો હા કહો બાકી મને વૈભવ ગમે છે અને મેરેજ તો એની સાથે જ કરીશ પણ તમને એટલે વચ્ચે રાખવા છે જેથી અમે એક પણ થઇ શકીએ અને કોઈ ના પણ ના પાડી શકે. અને ડો. નીરવ પણ હા પાડી ને પ્લાન મા જોડાય જાય છે અને એ વૈભવ નિરાલી નો જ સાથ આપે છે આ વાત પર એક ડાયલોગ ઓમ શાંતિ ઓમ નો તો બને જ બોસ " અગર તુમ કિસી કો સચ્ચે દિલ સે ચાહો તો સારી કાયનાત તુમ્હે ઉસ્સે મિલા ને મે લેગ જાતી હૈ" હવે સ્ટોરી મા આગળ........

આગળ ના ભાગ મા જોયું કે ડો. નીરવ નિરાલી ને કહે છે મારે એક વાર વૈભવ ને મળવું છે આથી નિરાલી વૈભવ અને ડો. નીરવ ને મેળવે છે

નિરાલી: ડો. નીરવ આ છે મારી દુનિયા વૈભવ અને વૈભવ આ છે ડો. નીરવ જે આપણી મદદ કરશે

વૈભવ: હેલો ડો. સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારી મદદ કરો છો.

ડો. નીરવ: ના ના દોસ્ત એમા આભાર શુ માનવાનો અમસ્તા પણ હુ તો આ બધુ નિરાલી માટે કરૂ છું તમારાં માટે તો નિરાલી કે એટલે કરવું પડે છે.

વૈભવ: ( મજાક કરતા) નિરાલી સાથે તમને પણ પ્રેમ થઇ ગયો કે શુ...?????

ડો. નીરવ: હા થઇ તો ગયો છે પણ મને જ થયો છે નિરાલી તો દોસ્ત તારી જ છે અને તારી જ રહેશે.

વૈભવ:( ઉદાસ થતા) તો તો નીરૂ હુ તારી અને ડો. નીરવ ની વચ્ચે આવી ગયો ને....????

નિરાલી: ના ના વૈભવ તુ સાચા સમય પર જ આવ્યો છે

ડો. નીરવ: વૈભવ તારી અને નિરાલી ની જ કહાની છે દોસ્ત એમા હુ તો છું જ નહીં ને હુ ખાલી તમને બન્ને ને મેળવી શકુ એટલે જ ભગવાન એ મને મોકલ્યો છે જો હવે હુ એક વાત પૂછું વૈભવ...?????

વૈભવ: હા બોલ ને એક વાત શુ પૂછવાની 10 પૂછો

ડો. નીરવ: સાચું તમે નિરાલી ને પ્રેમ કરો જ છો ને એને મુકી ને તો નહીં જાઉં ને ગયા વખત ની જેમ....?????

વૈભવ: ના ના ગયા વખતે મે બહુ મોટી ભુલ કરી હતી કે નિરાલી જેવી છોકરી ને હુ મુકી ને ગ્યો હતો પણ આ વખતે નહીં હવે તો હુ નિરાલી સાથે જ જીવવા માગું છું અને મરવું પણ એની સાથે જ છે

ડો. નીરવ:  વાહ વૈભવ ગુડ ( મજાક કરતા) પણ હા નિરાલી ને મુકી ને ગયો ને તો આવ્યુ જ છે આ વખતે તો તારું

વૈભવ: તો હવે પ્લાન નું શુ કરવું છે....????

ડો. નીરવ: નાની સગાઈ તો થઇ જ ગઇ છે મારી હવે હુ મેરેજ નું જ કહીશ નિરાલી નાં ઘરે એટલે મેરેજ મા જ આપણો પ્લાન સફળ થાશે ઓકે

નિરાલી: હા તો આજે જ ઘરે આવી ને વાત કરી જજો અને હા બને એટલાં જલદી તારીખ નક્કી કરજો નહીં તો ફફરી થી વૈભવ ભાગી ગયો તો...???

વૈભવ: તો તુ મને મારી ને પાછો લેતી આવજે

નિરાલી:( ગુસ્સો કરતા) હે...??? મતલબ તુ સાચું ભાગી જઈશ....????

વૈભવ: ના રે મારે શુ મરવાનો વિચાર છે તારા હાથે..???

નિરાલી: હા બસ એમ બીક રાખજે મારી હો ને

ડો. નીરવ: હુ કાંઈક બોલું....???

નિરાલી: હા હા કેમ નહીં બોલો ને

ડો. નીરવ: તો મેડમ આપણે ઘરે જઈએ જેથી જલદી થી જલદી વૈભવ તમને લઇ જઇ શકે

નિરાલી: હા ઓકે ચલો વૈભવ હુ જઉ છું પછી મળીએ હો ને

વૈભવ: એ હા ઓકે ધ્યાન રાખજે તારું

નિરાલી: તુ પણ ધ્યાન રાખજે

( ત્યારબાદ નિરાલી અને ડો. નીરવ ઘરે આવે છે અને મેરેજ ની તારીખ નક્કી કરે છે 20 દિવસ પછી ની આ વાત થી નિરાલી ખુશ થઇ જાય છે અને ડો. નીરવ પણ આ બન્ને ને મેળવવાની ખુશી મા ખુશ થઇ જાય છે બધાં મેરેજ ની તૈયારી મા લાગી જાય છે અને ડો. નીરવ સાથે વૈભવ પણ મેરેજ ની તૈયારી મા લાગી જાય છે અને 20 દિવસ ની જોરદાર તૈયારી પછી આખરે એ દિવસ પણ આવી જાય છે)

( આખા ગુલાબ ના સાચા ફૂલો થી માંડવો સજાવી રાખ્યો હોય છે અને ખૂબ જ મસ્ત નિરાલી ને તૈયાર કરવામાં આવી હોય છે આ બાજુ ડો. નીરવ પણ તૈયાર થાય છે અને એની જેવા જ કપડા મા એ વૈભવ ને તૈયાર કરે છે  અને એને માથે સહેરો બાંધી ને મંડપ મા મોકલે છે અને હોલ ની લોબી માથી જ ડો. નીરવ આ બન્ને ને એક થતા જોવે છે અને વૈભવ અને નિરાલી ખૂબ ખુશ હોય છે કે અખિર મા બન્ને એક થઇ જ ગયા હવે મેરેજ પતી જાય છે અને મોટા લોકો નો આશિર્વાદ લેવા જવાનું હોય તયારે નિરાલી એનાં મમ્મી પપ્પા ને વૈભવ નો ચેહરો બતાવે છે)

નિરાલી નાં પપ્પા: (શોક અને ગુસ્સા  સાથે)  મતલબ વૈભવ હતો ડો. નીરવ ક્યાં છે તો એનું શુ કર્યું તમે બન્ને એ...????

ડો. નીરવ: અંકલ હુ જ છું આ બન્ને ને એક કરવા વાળો મે જ મેરેજ કરાવ્યા છે આ લોકો નાં  બન્ને પ્રેમ કરે છે એક બીજા ને

નિરાલી નાં મમ્મી: (ગુસ્સા મા) પ્રેમ જ કરે છે તો વૈભવ મુકી ને કેમ ગયો હતો નિરાલી ને એ પુછ્યું તમે...????

વૈભવ: મમ્મી મારી ભુલ છે હુ માનું છું પણ શુ એક મોકો પણ મને નહીં આપો તમે...?????

નિરાલી: મમ્મી પપ્પા મારી માટે તો માની જાવ તમે લોકો તમે કહો છો ને એક વાર તો ભગવાન પણ માફ કરી દે એટલે જ મે વૈભવ ને માફ કરી દીધો હવે તમે પણ કરી દયો ને પ્લીઝ પ્લીઝ

નિરાલી નાં પપ્પા( નાટક કરતા) હા પણ નિરાલી આ ડો. નીરવ ને શુ સઝા આપવાની એણે આવુ કર્યું માટે...????

વૈભવ: હુ કહું પપ્પા તમે હા પાડો તો..???

નિરાલી નાં મમ્મી: હા આજે તમારી ઇચ્છા કહેવાનો સારો મોકો છે જમાઈ બોલી જ દયો તમે પણ

વૈભવ: આભાર મમ્મી પપ્પા માફ કરી દેવા માટે અને ડો. નીરવ ને નિરાલી ની પરછાઇ નિધિ સાથે બાંધી દયો એ જ ડો. નીરવ ની સઝા છે મંજુર છે ડો. નીરવ....????

ડો. નીરવ: હા જીજુ તમે કહો એમ

( નિરાલી અને વૈભવ ના મેરેજ સાથે જ નિધિ અને ડો. નીરવ ની સગાઈ કરી દેવા મા આવે છે ત્યાર બાદ નિરાલી અને વૈભવ બધાં ના આશિર્વાદ લઇ ને જીંદગી મા આગળ વધે છે અને આ બાજુ નિધિ અને ડો. નીરવ એકબિજા સાથે ખૂબ જ ખુશ હોય છે.)

                                       ( સમાપ્ત)

આ વાર્તા મા એક વાત શીખવા જેવી છે કે સાચો પ્રેમ જ હંમેશા સાથે રહે કોઈ પણ સંજોગ મા બાકી આકર્ષણ થી થયેલો પ્રેમ સમય જતા સાથ છોડી જ દે છે માટે ખાલી પોતાના પ્રેમ પર ભરોસો રાખો અને સાથ આપો નિરાલી એ કોઈ પણ સંજોગ મા વૈભવ નો સાથ ન મુક્યો આ નિરાલી ના પ્રેમ અને વિશ્વાસ ની જ જીત હતી જે એ બન્ને એક થઇ શક્યા પ્રેમ મા વિશ્વાસ સાથે શ્રધ્ધા રાખો તમારુ છે એ તમારુ જ છે કોઈ તાકાત તમને ન હરાવી શકે જો પ્રેમ અડગ હોય તો... મિત્રો માફ કરજો બહુ રાહ જોવી પડી માટે અને હા આપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં