બ્રાહ્મણ - મહાનતા થી પતન ની પરીકાષ્ઠા સુધી Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રાહ્મણ - મહાનતા થી પતન ની પરીકાષ્ઠા સુધી

હું બ્રાહ્મણ પુત્ર છું તેથી બ્રાહ્મણ ઇતિહાસ પર લખવાનું ઘણા સમય થી વિચારતો હતો આજે સમય અને યોગ બંને મળ્યા તેથી તમારી સમક્ષ મારી "અનુભવ ની કલમે" દ્વારા રજુ કરું છું! નાનપણ થી ઇતિહાસ ની વાતોમાં રુચી રહી છે જેમા પ્રમુખ રુચિ બ્રાહ્મણ ઇતિહાસ અને ક્ષત્રિય ઇતિહાસ જાણવાની રહી છે. મારા મત પ્રમાણે,"પોતાના ધર્મ પર ગર્વ કરવો સારી બાબત કહી શકાય પરંતુ અન્ય ધર્મ જોડે તુલના કરી પોતાના ધર્મ પર ગર્વ કરવો એ મુર્ખતા છે!"મારા માતા ગાયત્રી ઉપાસક છે અને ધર નું વાતાવરણ પણ પહેલે થી ધાર્મીક ભક્તિ ભાવ માં રહેવાવાળુ કુટુંબ રહ્યુ છે જેથી મારા સંસ્કારો અને આત્મા માં ધર્મ અને આધ્યાત્મ ઉતરેલ છે અને હું પરમપિતા પરમેશ્વર મહાદેવનો ઉપાસક છું. હવે બચપન માં મને એ સવાલ જરુર ઉઠતો કે આખરે બ્રાહ્મણ એટલે કોણ? સમાજ માં એમને આટલું ઉચ્ચ માન કેમ?  આમ જોઈએ તો રુપ રંગ, અને મગજ થી બ્રાહ્મણો બાકી મનુષ્યો જેવા જ હતા તો પછી એમને આટલું સામાજીક સન્માન કેમ? હાલ ની બ્રાહ્મણ સમાજ ની દશા જોઇ મને અત્યંત દુઃખ થાય છે. આમ હવે ના સમય માં જોઇએ તો બ્રાહ્મણો ને ગાળો આપવી એક ફેશન બની ગઈ છે! એનું કારણ માનવું જ પડે કે જરુર ઇતિહાસ ના જરુર કોઈ કાળ માં  બ્રાહ્મણોએ જરુર એવું કર્યુ હશે કે જેથી એમને સમાજ માં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયુ!

બ્રાહ્મણ ઉત્પતિ ની બે વાર્તાઓ મે વાંચેલી છે! એક બ્રહ્માજી ના નવ પુત્રો હતા અને એમની જ સંતાનો આગળ ચાલીને બ્રાહ્મણ કહેવાયા! બીજી કથા એ છે કે સપ્તઋષિયોએ સૌ પ્રથમ બ્રહ્મનું સાક્ષાત્કાર કર્યુ હતું એટલે એમના સંતતિ આગળ જઇને બ્રાહ્મણ કહેવાયા! અત્યાર સુધીમાં મે જેટલો બ્રાહ્મણ ઇતિહાસ વાંચ્યો છે એમ એમ મને બ્રાહ્મણ સન્માન ની સમજણ આવી છે!

હવે આપણે જો ભારતીય ઇતિહાસ ને વૈદિક કાળ થી શરૂ કરીએ તો ત્યાર થી આજ સુધી ૫૦૦૦ વર્ષ કે પછી તેથી વધુ ના ઇતિહાસ માં ધર્મ, ઇતિહાસ, અધ્યાત્મ, સંગીત, રાજનીતિ થી લઈને યુદ્ધ કૌશલ્ય અને આધ્યાત્મિક પ્રતિરોધ સુધી હર એક બાજું બ્રાહ્મણ નુ યોગદાન રહ્યુ છે! હવે વૈદિક કાળ માં  જઇએ તો બ્રાહ્મણ નું મુખ્ય કામ હતું આશ્રમો ની સ્થાપના કરવી, શસ્ત્ર અને શાસ્ત્ર નું શિક્ષણ આપવું.( આજ સુધી માણસો એજ વિચારે છે કે બ્રાહ્મણ ફક્ત પુસ્તકોનું જ્ઞાન દેતા હતા પરંતુ એ સમય આશ્રમો માં બ્રાહ્મણ અને રાજપુત્રો ને શસ્ત્ર યુદ્ધ  કૌશલ્ય ની સાથે સાથે શિક્ષણ પણ આપવામાં આવતું હતું. ( મહાભારત માં શ્રી દ્રોણાચાર્યજી અને પરશુરામજી મહારાજ એનું ઉદાહરણ છે.)

વિચારવાની બાબત એ છે કે રાજ કુમારો ૨૫ વર્ષ સુધી ગુરુકુળ માં રહીને શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા શીખતા. પરંતું શિક્ષા દેવાના બદલા માં બ્રાહ્મણને આજીવિકા માટે ભિક્ષા વ્રુતિ પર જ નિર્ભર રહેવું પડતું હતું. આ સામાજિક વ્યવસ્થા ઉભું કરવાનું કારણ એ હતુ કે શિક્ષણ વ્યવસાય ના બને અને શિક્ષક લોભી અને લાલચી ના બનીને હરએક ને સમાન શિક્ષા આપે!

વૈદિકકાળ માં બ્રાહ્મણો ની ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા નું ઉપનિષદ વાંચીને અને સમજી ને જાણી શકાય છે! માનવ ઇતિહાસ માં આટલું ઉચ્ચ કોટી નુ આધ્યાત્મિક બૌદ્ધિક ક્ષમતા નું ઉદાહરણ બીજે કયાંય નથી! અંગ્રેજોની આઝાદી થી પહેલાં ના થોડાક અપવાદોને છોડીને સમગ્ર ઇતિહાસ બ્રાહ્મણો દ્વારા જ લખવામાં આવ્યો છે. એમ જ ચિકિત્સા વિજ્ઞાન માં આજ થી હજારો વર્ષ પહેલા ભારતમાં કેટલાય જટિલ ઓપરેશન પણ કરવામાં આવતાં જેને આજ પણ ચિકિત્સા વિજ્ઞાન કહેવામાં આવે છે.


સંગીતમાં તન્ના પાંડે (તાનસેન) અને બૈજુ બાવરા (બૈજનાથ ચતુર્વેદી)અમર નામ છે! પણ સંગીત ની ઉત્પતિ સામવેદ થી થઈ હતી પણ એનો યશ બ્રાહ્મણો ને જાય છે! ભારત પર વિદેશી આક્રમણનો જુનો ઈતિહાસ રહ્યો છે. એક શક્તિ શાળી ભારત ના નિર્માણ અને વિદેશી નો સામનો કરવા માટે ચાણક્ય-પુષ્પમિત્રા થી લઈને માધવાચાર્ય વિદ્યારળ્યા સુધી અને એના બાદ મુગલકાળ માં પણ અન્ય સંતોએ હિન્દુઓ ધર્મ સાથે જોડાઈ રહે તે માટે મહત્વ નું યોગદાન આપ્યુ અને વાત બ્રિટીશ રાજ ના અંગ્રેજો વિરુદ્ધના સંઘર્ષમાં પણ જોવા મળે છે.

પરંતુ જરુરી નથી કે બધુ જ આટલું સુંદર અને ભવ્ય હતુ જેટલું દેખાય છે. તમે કોઈપણ વ્યકિત, વર્ગ કે સમાજ કેટલો પણ આદર્શવાદી બનાવો,"લોભ,લાલચ,મોહ અને સ્વાર્થ" થી ઉપર ઉઠવું અશક્ય છે અને એ જ ઉતર વૈદિક કાળ ના બ્રાહ્મણો જોડે થયું. પુરાણો માં ભૃગુ ની શિવ ના ગણો દ્વારા દાઢી મુંછ ઉખાડીને અપમાનિત કરવાનું લખ્યુ છે કારણ કે ભૃગુએ સતાધારી અને ધનવાન દક્ષ નો સાથ આપ્યો હતો. એ જ પ્રકારે મહાભારત માં દ્રોણાચાર્ય નું ધન ની લાલચ માં રાજગુરુ બનવું અને કોઈક વિદ્યાઓને ચોરીછુપીથી ફકત અશ્વસ્થામા ને જ્ઞાન દેવુ એનું ઉદાહરણ છે.

આજ વાત છે કે ઉંચાઈ પર બેઠેલા વ્યકિતનું ચારીત્ર્ય મહાન હોવું જોઈએ નહિતર એમનો અને સમાજ બન્ને નું પતન થાય છે અને સમાજને પણ આદર્શવાદી અને ત્યાગી પુરૂષ થી અપેક્ષા ના રાખીને એમને યોગ્ય સન્માન દેવુ જોઈએ નહિતર સમાજ માટે ત્યાગ કરવાવાળી વ્યકિત વિદ્રોહી અને લાલચી બની જાય છે.

ભારતીય સમાજ માં  આ ભુલ આદર્શવાદ ના શિખર પર બેઠેલા બ્રાહ્મણોએ માં લાલચ અને ભૌતિક સુખો નો મોહ અને એનાથી અપેક્ષા રાખીને આવનાર દિન અપમાનિત કરવાવાળા સમાજને લીધે સામાજીક પછડાત આવી.(રાજા નહુષ દ્વારા સપ્તઋષિયો ની પાલકી ઉપાડવાથી લઈને જમદાગ્ની - રાવણ - વૃતાસુરની હત્યા અને ચાણક્ય ને અપમાનિત કરીને રાજ ભવન માંથી બહાર કાઢી દેવા વાળી ધટનાઓ અને એવી ઘણી બધી ઘટનાઓ એનું ઉદાહરણ છે.)આ પછડાત આમ ઉતર વૈદિક કાળ થી લઇને મોર્યવંશ સુધી ઓછી હતી પરંતુ બૌદ્ધ ધર્મ ના વધતા પ્રભાવ ના કારણે કઠોર સામાજીક નિયમો વધવા લાગ્યા અને સાથે સાથે નીચલી જાતીયો પર અત્યાચારો ની પ્રેરણા પણ ઉતરોતર વધવા લાગી અને મુગલકાળમાં વધુ વિકૃત થઈ ગયું.

અંગ્રેજો ના શાસનકાળ ને ભલે વિશ્વ ગાળો આપે પણ આફ્રીકા ના જાનવર રૂપી મનુષ્યોને માણસ બનાવાથી લઈને ભારતના સદિયો થી પીડિત વર્ગ માં ચેતના ના જાગૃત કરવાનું કામ એમણે કર્યુ અને ત્યાર થી જ બ્રાહ્મણ ના સામાજીક શ્રેષ્ઠતા ના અહેસાસ ને ખત્મ કરવાની પ્રભાવી પહેલ પણ થઈ. આઝાદી બાદ લગાતાર અનવરત (માસ પ્રોપગેન્ડા) થી એવો પ્રચાર થયો કે આ દેશ ની જે પણ સમસ્યા આદિકાળ થી અત્યાર સુધી થઈ તે બ્રાહ્મણો ની દેન છે.

સતત ચાલતા રહેલ દુષ્પ્રચારો થી પોતાનો ઇતિહાસ સાથે બ્રાહ્મણોએ પોતાના આત્મસન્માન અને મર્યાદા પણ સમગ્ર રીતે ખોઈ દિધી. આમે પણ બ્રાહ્મણ કોઈ શારીરિક રચના કે અસાધારણ તીક્ષ્ણ બુદ્ધિ ને કારણે નહી પરંતુ ત્યાગ અને સમાજ પ્રતિ સમર્પણ ના કારણે સન્માનીય હતા. આધુનિક ભારત માં આધુનિક પરિસ્થતિયો માં વૈદિક બ્રાહ્મણો ના સંસ્કાર અને સન્માન સમગ્ર રીતે લુપ્ત થઈ ગયા છે. હા, અને જાતિય નામને કારણે નોકરી અને અન્ય સરકારી સુવિધાઓ માં જે ભેદભાવનો સામનો કરવો પડે છે એ અલગ! હવે, સમય જણાવશે કે બ્રાહ્મણ સમાજ આગળ ના સમય ચાલીને કેવું રુપ લે છે!

હું બ્રહ્મ પુત્ર હોઈ દરેક બ્રાહ્મણ ભાઈઓ-બહેનો ને હાથ જોડી પ્રાર્થના કરું છું કે ભલે આ આધુનિક ભારત મા આપણે રહીએ પણ આપણે આપણી મર્યાદા, સંસ્કારો, પ્રભુભક્તિ બધુ જ ભુલી જઈએ છીએ કમ સે કમ આપણા ગૌરવપૂર્ણ ઇતિહાસ અને મહાન સંતો, મહંતો પર ગર્વ કરી આપણો ધર્મ તો બજાવી શકીએ ને આખરે આપણે ખુન તો એમનુ જ કહેવાઈ એને! બસ, આપણા ધર્મ ને જાણવી રાખવો એજ આપણી ફરજ છે. સારા સંસ્કારો નું સિંચન કરો તમારા બાળકો મા, એમને વેદો નું પ્રભુ ભક્તિ નુ જ્ઞાન આપો અને હા, જનોઈ ને અચુક ધારણ કરાવો તમારા બાળકને અને સાથો સાથ એનુ મહત્વ અને પ્રભુના નિત્ય પુજા પાઠ કરાવતા શિખવાડો! બ્રાહ્મણ સમાજ રુપી ઘર આધુનિક સમય માં ચાર સ્થંભ પર રહેશે તો આપણું માન જણવાશે:- "સત્ય-પ્રેમ-કરૂણા-ભક્તિ



[• મિત્રો, મારા વિચારો પસંદ આવે તો જરુર થી આપનો એક અમુલ્ય પ્રતિભાવ આપી દેજો નીચે અને તમારા વિચાર પણ રજુ કરજો.

 • ભાઈઓ-બહેનો આપ મને અચુક "Instagram" પર ફોલો કરજો! તમે વાંચન પ્રેમી ભાઈઓ-બહેનો છો તો અમે છીએ નહિતર અમે કાંઈ નથી. 

 • આપ સૌનો વાંચવા માટે અને સપોર્ટ કરવા બદલ હ્રદય થી આભાર વ્યકત કરું છું.]


                    |હર હર મહાદેવ હર|


           》Follow Me On Instagram《

            Username:- Pandya_Shakti