I M Bear books and stories free download online pdf in Gujarati

I M Bear

"જો તમે કાંઇ જોખમ નથી લેતા તો,
તમે જીવન માં કાંઈજ હાંસલ નથી કરી શકતા!"


           ના ના, મિત્રો! આ વાક્ય મેં નથી લખ્યુ. આ વાક્ય એવી વ્યકતિએ લખ્યુ છે જેને કદાચ તમે ટીવી પર જોઈ હશે. પરિસ્થિતીઓ ભલે ગમે તેટલી જોખમ ભરી કેમ ના હોય. તપતા રણ હોય કે પછી બર્ફીલા પર્વતો, ગાઢ અને ખતરનાક જંગલો હોય કે પછી હોય સમુદ્રી તોફાનો એનો સામનો કરીને એમાંથી બહાર નીકળવા વાળો વ્યક્તિ છે ડિસ્કવરી ચેનલ પર આવતા શો "મેન વેસ. વાઇલ્ડ" નો "બેર ગ્રીલ્સ!"

         મિત્રો, આપણે બેર ગ્રીલ્સ ભાઈ ને ટીવી પર ખતરનાક આફતો સામે લડતા અને એમાથી બહાર આવતાં જોયો હશે! પણ આજે મારે તમને એના જીવન વિશે કહેવું છે કે જે એના શો પર આવતા એડવેન્ચરસ જેવુ જ છે!

        બેર ગ્રીલ્સ નો જન્મ 7 જુન, 1974 ના નોર્થ આયર્લેન્ડ માં થયો હતો. બેર ગ્રીલ્સ નું સાચુ નામ છે,"એડવર્ડ માઇકલ બેર ગ્રીલ્સ!" એમના બહેન એમને "બેર" કહી બોલાવતાં એથી એમણે બેર નામ થી જ પોતાની ઓળખ બનાવી! બેર ને બચપનથી જ સહાસ થી ભરેલા એડવેન્ચરસ નો શોખ હતો! એમણે નાની ઉંમરે જ "સ્કાય ડાઇવીંગ" શીખી લીધી હતી. બેર ને કરાટે માં "બ્લેક બેલ્ટ" મળી ચુક્યુ છે. તેની ડાઇ હાર્ડ  ઈચ્છા "માઉન્ટ એવરેસ્ટ" સર કરવાની હતી. તેઆએ હાઇસ્કુલનો અભ્યાસ કર્યો બાદ ભારત દેશ ની આર્મી માં જોઈન થઈ ને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઇચ્છા દર્શાવી! પરંતુ રાજકારણી કારણોસર બેર આવું કરી ના શક્યા. ત્યાર બાદ તેમણે બ્રીટનની ખુફિયા એજન્સી "MI5 (Military Intelligence, Section 5)" ને જોઈન કરવાનો નિર્ણય લીધો. પણ "MI5  (Military  Intelli- gence, Section 5)" ને જોઈન કરવા માટે "જર્મન અને સ્પેનીશ" ભાષા નું આવડવું જરૂરી હતુ જે બેર ને આવડતી નહોતી! તેણે ભાષા શીખવા માટે "યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઇગ્લેન્ડ" માં  સ્પેનીશ અને જર્મન શીખવાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાર ના સમય મા જ બેરે એના મિત્રો જોડે બ્રીટીશ આર્મી જોઈન કરવા માટે ટેસ્ટ આપ્યા. એ ખતરનાક અને મુશ્કેલી થી ભરેલા ટેસ્ટ માં એના મિત્રો માથી ફક્ત બેર પાસ થયા! સાલ 1994 માં બેર ને બ્રીટીશ આર્મી ની 21 SAS રેજીમેન્ટ માં સમાવેશ કરવામાં આવ્યા. બેરે સેના માં પોતાની આગવી તકનીક, બહાદુરી અને ગજબ ની સ્કીલસ થી પ્રખ્યાત બની ગયા. બેર બીજા આર્મી મેન થી હંમેશ સારુ પરફોર્મન્સ આપતા. પણ...મનુષ્ય જીવન નો ક્રમ છે કે,"સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા કરે!" એવુજ થયું એમની જોડે!

          1996 માં જામ્બિયા માં એક મિશન દરમ્યાન ફ્રી કોલ પેરાશુટીંગ કરતી વખતે 4900 મીટર ની ઉંચાઇ પર થી પેરાશુટ રીલીઝ કરવા સમય તેઓ નું પેરાશુટ સંપુર્ણ રિલીઝ ના થઈ શક્યુ! જેથી તેઓ હવા માં ગોળ ગોળ ફરતા ફરતા પીઠ ના બળે જમીન પર પટકાયા! બેર ની રીઢ ના હાડકા ત્રણ જગ્યા પરથી ટુટયા! આ દુર્ઘટના થી બેર ને આર્મી છોડવી પડી. ડોકટરે કહ્યુ કે,"બેર હવે ક્યારેય પણ ચાલી નહી શકે!"


"દુનિયા ની સૌથી મોટી યાત્રા માટે,
એક પગલું ભરવું ખુબ જ આવશ્યક હોય છે!"


                                                 -બેર ગ્રીલ્સ

           આવી ગજબની વિચારધારા ધરાવતા બેરે હાર ના માની! તેમણે એમના રૂમ મા "માઉન્ટ એવરેસ્ટ" નુ પોસ્ટર લગાવ્યું અને આવી ગંભીર ઈજા ઓ વચ્ચે પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બાળપણ ના સપનાં ને સાકાર કરવાનાં આયોજન માં લાગી ગયા! આખરે કેટલાંય મહીનાના પ્રશિક્ષણ અને ઇલાજ થી તેઓ ફરીથી ચાલવા લાગ્યા. મિત્રો,18 મહીના પછી બહાદુરી ભર્યો ઇતિહાસ સર્જી બેરે 16 મે, 1998 માં "માઉન્ટ એવરેસ્ટ" સર કરી બતાવ્યો!

           બેરે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા દરમ્યાન એમના પગ પર ઇજાઓ થઇ! આવા ખતરનાક એડવેન્ચરસ માં એમણે જે ભુલો કરી એ ભુલો અન્ય કોઈ ના કરે અને લોકો આવા સમયે જીવિત રહી સરવાઇવ કરી શકે એના માટે લોકો ને ટીપ્સ અને સ્કીલસ શીખવાડવા માટે બેરે "મેન વેસ. વાઇલ્ડ" શો શુરુ કર્યો. જેના થી તેઓને અદ્ભુત ઓળખ મળી!

         બેરે "મેન વેસ. વાઇલ્ડ" શો દ્વાર પેરાશુટ થી ઉંચાઇ પરથી કુદવુ, ગાઢ જંગલમાં ખુંખાર જાનવરો થી બચી ને જંગલમાં રહેવું, જીવતા રહેવા માટે કીડા-જાનવરો જે આહાર મળે તે ખાવો ( હું બ્રાહ્મણ છું એટલે મારા ધર્મ ને લઇને નોનવેજ ને અડવુ પણ હું પાપ માનું છું પણ અહીયા લખવું જરુરી હતું એટલે લખ્યુ છે જેના માટે ક્ષમા!"), ડીહાઇડ્રેશન થી બચાવ પોતાનું મુત્ર પીવું, હાથી ના મળ માથી પાણી નીકળી ને પીવું. આપણા જેવા વ્યક્તિઆને જોઈને સૂગ ચડે એવા કારનામાઓ બેર કરે અને ગમે તેવી મુશ્કેલી માં મૂકાય તો પણ એનો સામનો કરી જીવતો બહાર આવી દેખાડે! આપણે એને સ્ટંટ સમજીએ છીએ. પણ બેર કહે છે કે,"આ જીવન બચાવા માટે ની સ્કીલસ છે, જેનો ઉપયોગ આવી અણધારી આફતો માં કરવામાં ના આવે તો જીવ જઇ શકે!"

            બેરે હિમાલય થી જોડાયેલો એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ તોડી નથી શક્યુ! 2007 માં હિમાલય ની ઉપર થી પૈરાજેટ પેરામોટર દ્વારા 4400 મીટરની ઊંચાઈ થી ઉડતાં 9000 મીટરની ઊંચાઈ પર 0 થી -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી બેર પહોંચ્યા! બેર ના પરાક્રમ ચાલુ જ રહ્યા. 2008 માં એન્ટાર્ટિકા માં વિશ્વ ની સૌથી ઉંચી અને ખતરનાક પર્વત ની ટોચ પર જઈને દેખાડયુ, અને સાબીત કરી દીધું કે,"I M Possible And I M Bear!" બેરે તેમા થયેલ કમાણી દાન કરી દિધી હતી!

          મિત્રો, આ હતી "બાયોગ્રાફી ઓફ બેર ગ્રીલ્સ!" બેર ના શો "મેન વેસ. વાઇલ્ડ" માં અમેરિકી પ્રેસીડેન્ટ "બરાક ઓબામા" પણ આવી ચુક્યા છે!


"હું નીડર નથી, મને પણ ડર લાગે છે! પરંતુ,
મે શીખ્યુ છે કે ડર ભાવનાઓને પ્રેરણા આપે છે!"


                                                 -બેર ગ્રીલ્સ

        આ બેર ની આત્મકથા દ્વારા હું  તમને કહેવા માગું છું કે જીવન માં ગમે તેટલી ખતરનાક અને મુશ્કેલી થી ભરપુર સમય કેમ ના આવે પણ બેર જેવી આત્મશક્તિ અને દ્રઢ મનોબળ રાખી એ સમય થી લડીને એક ઇતિહાસ સર્જી દેજો! તમે એકલા છો એવું ના સમજો. તમારી સાથે સાહસ છે, હિંમત છે, મનોબળ છે અને સૌથી અદ્ભુત ઇશ્વર છે. સો,ફાઇટ કરો અને તમારી વાટ જોતા તમારા સક્સેસ ને પામી લ્યો! "I M Possible" ને વ્હોટસ એપ ના સ્ટેટસ પુરતું મર્યાદિત નહી પણ સત્ય જીવન માં સાર્થક કરીને દેખાડો તો લોકો પોતે "તમારી સક્સેસ" ને એમનું વ્હોટસ એપ સ્ટેટસ બનાવી ને રાખવા લાગશે!


© લેખન - શક્તિ અનુપમભાઈ હરસુખલાલ પંડયા



[• મિત્રો, કેવી લાગે છે મારી રચનાઓ? ચોક્કસ થી આપનો અભિપ્રાય આપજો!

• મને ફોલો કરજો, રચના ને શેર કરો અને આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનુ ભુલજો નહી!

• મોજ થી જીવન જીવો ને ભગવાન નું નામ લઇ તમે તમારા લક્શ્યાંક પર પહોચી જજો બેર જેવી હિંમત અને બહાદુરી રાખીને!]


ॐ નમઃ શિવાય
હર હર મહાદેવ હર


       


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED