ધ અનટોલ્ડ સુપર સ્ટ્રેન્થ Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ અનટોલ્ડ સુપર સ્ટ્રેન્થ

"સાહેબ, ઓ મારા સાહેબ ! મારી પાસેથી કંઈક નાસ્તો ખરીદો ને, આજે એક પણ રૂપિયાનો ધંધો કર્યો નથી." મુંબઈ શહેરના એક ગાર્ડનની બેન્ચ પર બેઠેલા યુવકને નાસ્તાની ફેરી કરતા કાકા કંઈક તેની પાસે ખરીદવા આગ્રહ કરી રહ્યા હતાં.

ઉદાસ, કમજોર અને દુઃખી જણાતો યુવાન કાકા તરફ જોઈને બોલે છે," સારુ ! તમને જે ઠીક લાગે તે આપી દ્યો."

કાકા :- મારા ભગવાન તમને જે જોઈએ તે આપુ, તમે ક્યો શું ખાશો ?

યુવકે કાકા ને થોડે ગુસ્સે થઈને કહ્યુ,"પહેલા તો તમે છે ને મને "ભગવાન",સાહેબ" એવુંં કહેવાનું છોડો અને આ લ્યો ૮૦ રૂપિયા અને સામે જે પેલા નાના નાના ફુગ્ગા વહેંચતા છોકરાઓ દેખાય છે, એમને જે નાસ્તો જોઈએ તે આપી આવો ! વધે એ પૈસા તમે રાખી લેજો."

ખુશી ને લહેર કાકા ના મુખ પર આવી અને યુવક ને જતા જતા કહેતા ગયા,"ભગવાન તમારુ ભલું કરે !"

કાકાનું એ વાક્ય સાંભળી ને જાણે કાકાએ રમુજ કરી હોય તેમ યુવક થોડો હસીને મનમાં બોલ્યો, હંમ....ભગવાન !"

યુવક બેન્ચ પરથી ઊભો થઈને એક મોટા ઝાડ નીચે છાંયામાં આડો પડી ને પાછા આ દુનિયાના વિચારોમાં ખોવાઈ જાય છે. સાંજનો સમય થાય છે તે યુવક ઊભો થઈને આળસ મરડીને ગાર્ડનમાંથી બહાર આવી પગે પગે ચાલવા માડે છે તેનુ શરીર જરુર ચાલતું હતુંં પણ એના વિચારો તો બીજે જ ફરતા હતાં ! કલાક બાદ તે મુંબઈ ની એક ચાલનાં નાનકડા ઘર માં પ્રવેશ કરે છે અને અંદર થી એક વૃદ્ધ માં નો અવાજ આવે છે," આવી ગયો મારો દીકરો ? ચાલ જમવા બેસી જા !

યુવક કાંઈ બોલ્યા વગર ચુપ ચાપ હાથ પગ ધોઈને જમવા બેસે છે !

કોણ છે તે યુવક ? તેની ભગવાનથી શું ફરીયાદો છે ? અને તે એવા તે કયા ઊંડા વિચારોમાં ખોવાયો છે ?

તે યુવાનનું નામ હોય છે 'પ્રતિક ત્રિવેદી' અને પેલા વૃદ્ધ ડોશી માં પ્રતિકના માતા તારા બેન ! પ્રતિકના પિતા નું ૨ વર્ષ પહેલા હ્રદય રોગના હુમલાથી અવસાન થતા તેઓ મુંબઈ આવી રોજગારી અર્થે વસ્યા હતાં. પરંતું પ્રતિક છેલ્લા ૨ વર્ષથી મહાનગરીમાં સંઘર્ષ જ કરી રહ્યો હતો. તેને એજ વિચારો આવતા કે "કોઈક મુંબઈ ૪૦ રૂપિયા લઈને આવે છે ૪૦ કરોડ સુધી પહોચે છે, કોઈક ઘરે થી એકલા મુંબઈ નીકળી આવે છે અને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય સ્થાપે છે !" એને તો બસ આજ વિચારો આવતા કે આપણે જયારે બીજા વિષે આવું વિચારી એ ત્યારે લાગે એના નસીબથી થયું હશે મહેનત કરી હશે, પણ જયારે આ વાત આપણા પર લાગુ કરીયે ત્યારે સાલુ એવુંં લાગે ચારે બાજુ બાવળીયા જ છે ! પ્રતિક ને એ નહોતું સમજાતું કે આ જીવન માં સફળ થવા નું રહસ્ય છે શું? મહેનત તો મજુરે કરે છે પણ એ લોકો કેમ ત્યાંના ત્યાં જ છે ? અને જો બુદ્ધિ માં તકાત હોત તો અકબર ની જગ્યા પર રાજા બિરબલ ના હોત ? પ્રતિક નું મગજ સરખું ધોટાણે ચડયું હતુંં !

બીજે દિવસે સવારે....

"પ્રતિક, ઓ મારા દીકરા, ઊઠી જા ! આઠ વાગે છે કામ પર નથી જવાનું ?" તારા બા બોલ્યા!

પ્રતિક:- "હા, ભલે ઊઠું છું ! તમે ચાય બનાવો."

"હા, સારુ !" બા બોલ્યા !

પ્રતિક સ્નાન આદી પરવારી ને બા ને પગે લાગી ચા - નાસ્તો કરી ને જતો જ હોય છે ત્યા બા બોલે છે," જય શ્રી કૃષ્ણ નહી બોલે હજુ પણ ? શું કરવા ભગવાનથી મોઢું ફેરવે છે ? યાદ રાખ દીકરા ! ઈશ્વરથી જ શરૂઆત છે ને ઈશ્વરથી જ અંત !

પ્રતિક:- એવું ? ત્યારે મને ઈશ્વર વગર નો અંત મંજુર છે પણ હું તારા ભગવાન આગળ કદીએ નહીં નમું !

પ્રતિક ગુસ્સા સાથે ઘરથી બહાર નીકળી કામ પર ચાલ્યો જાય છે.

પ્રતિક જયાં નોકરી કરતો હોય છે ત્યા પહોચી ને કામે લાગી જાય છે. પ્રતિક નું કામ દવાની ફેક્ટરીમાં દવાઓને પેક કરવાનું હોય છે.

બપોર નો સમય થયો હોય છે. પ્રતિક અને તેનો મિત્ર હર્ષ બન્ને સાથે ભોજન કરવા બેસે છે અને હર્ષ પ્રતિક નુ નિરાશ મોઢું જોઈ સવાલ કરે છે," ભાઈ, આવું ને આવું કેટલા દિવસ સુધી રહેશે ? જે જીવન મળ્યુ છે હશી ખુશીથી જીવને યાર !

પ્રતિક :- તુંં જીવ ને યાર ! તને કોઈએ ના પાડી છે ? બાકી મને મફત નું જ્ઞાન ના આપીશ. આવી જિંદગી જીવીને ક્યા આપણે સુવર્ણ અક્ષરે ઈતિહાસમાં નામ લખાવું છે. મારે આવી લાઈફ જ નથી જોઈતી ! મારી બા લગ્ન કરીને આવી છે ત્યાર થી કોઈ સુખ જોયું નથી ! અરે...ભાઈ બીજા સુખ તો ગ્યા તેલ લેવા ! મારી બા એ એક સાડી નવી લઈને નથી પહેરી ! કયાં ખુશ રહેવાની ઠોકે છે તુંં ?

હર્ષ :- યાર તું છે ને એક કામ કર ! યુટયુબ પર મોટીવેશનલ સ્પીકર ના વિડીયો....

હર્ષ વાત પુરી કરે એના પહેલા જ પ્રતિક વાત અટકાવતા બોલ્યો," અરે રે'વા દે ને ભાઈ...મોટીવેશનલ સ્પીકર સાલા એક નંબર ના હોંશિયાર હોય છે, મોટી મોટી વાતુંં ઠોકી ને મોટા મોટા પૈસા પોતાના ખીસ્સા માં ભરે છે અને પેલા લોકો જે એને સાંભણવા જાય છે ને તેઓનો જુસ્સો સોડા બોટલ જેવો હોય છે. જયા સુધી સ્પીચ સાંભળતા હશે ને ત્યાં સુધી પોતાની જાતને દેશની મોટી હસ્તી હમજી ને ના જાણે કેટલાય સપના જોઈ નાખશે અને સાલા પાછા એવું પણ કહેશે " હું કંઈક કરીશ !" અને કલાક રહીને જો ઘેર થી એમ કીધું કે "આ મહીને પૈસા જરાક વધુ આપજે ઘર નો ખર્ચ વધી ગયો છે!" ત્યા તો એ લોકો આગ બબુલા થઈને પેલા ની મોટીવેશનલ સ્પીચ ભૂલીને કહેશે," હું એકલો કેટલું કરુ ? નથી પૈસા મારી પાસે ! જે માણસ દુનિયા બદલાવા નીકળ્યો હતો તે બિચારો બે પૈસા શું ઘેર આપવાના કીધા એમા બધી સ્પીચ ભૂલીને "જૈસે થે વૈસે!" પછી આવા લોકો શું કરે ખબર છે?

"ઉત્સાહ પૂર્વક હર્ષ બોલ્યો", શું ?

પ્રતિક :- સીધો જાય ભગવાન નાં મંદિરે અને કવર તો એવુંં કરે જાણે કોઈ એનું મધદરિયે ખાંડ નું જહાજ ડૂબી ગયું હોય ! " ભગવાન", શું કરવા તુંં કાંઈ ચમત્કાર નથી કરતો ? હે ભગવાન, કંઈક કર હું તારા હાથ જોડુ છું ! મને લોટરી લગાવી દે હુ તારા મંદિરે દર સોમવારે ચોખ્ખા દૂધ નો અભિષેક કરીશ!" બિચારો એનો ભગવાને બોળો ક્યાંથી સાંભળે ? અને જો એનો ભગવાન પણ સાંભળી જાય ને તો એવું જ બોલે,"તુંં નીચે પણ કામ નો નથી અને તારા જેવા ની ઉપર પણ જરુર નથી, તુંં ત્યા જ રહે અને ભીખ માગ્યા કર !" અને આ સ્પીચ આપવા વાળા બોલે છે ને ધ્યેય ઊંચા રાખો મંઝિલ મળશે ! સાલું શું કયાંથી ધ્યેય ઉચ્ચા રાખે ? બોલ મારો ધ્યેય પી.એમ બનવાનુ છે, બની જઈશ ? મહાભારત માં અર્જુન ને ખાલી માછલી ની આંખ દેખાતી હતી અને મને તો માછલી તો શું ઝાડ ની જગ્યા પર બાવળીયા દેખાય છે. પણ કોણ દુનિયા ને સમજાવે કે પેલો અર્જુન હતો, હું અર્જુન નથી ! બસ મોટી દુનિયા માં એક નાનકડું ધર ચલાવનારો એક માણસ છું !

હર્ષ:- એ ભાઈ ભલે ભલે ! હવે ચાલ કામે લાગીયે...મારા ભાઈ !

આળસ મરડીને પ્રતિક બોલ્યો," હા ચાલ ભાઈ ચાલ !

સમય - સાજે ૭:૦૦ કલાક

ફેક્ટરીમાંથી રજા પડતા સૌ થાક્યા પાકયા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે ! હર્ષ પ્રતિક ને ફેક્ટરીમાંથી ભહાર આવતા પ્રતિક ના ખભે હાથ રાખીને બોલે છે," ચાલ પ્રતિક આજે હું તને બહાર જમવા લઈ જાવું ! એ પેલા મારાજ ની હોટલ પર, મસ્ત ઘી વાળા પરોઠા, રીંગણ નો ઓળો, ધી-ગોળ, અને મસ્ત તડકતી ફડકતી ડપકા વાળી કઢી અને ઘી થી લથબથ ખીચડી ખાઈને પેલા ગાર્ડન માં ગપ્પા મારીશું થોડીવાર ! ચાલ...ભાઈ !

પ્રતિક:- ના ભાઈ ! ઘેર બા એ જમવાનું બનાવી રાખ્યુ હશે પછી કયારેક વાત !

હર્ષ :- ઓ..એવું છે, વાંધો નહી, રવિવારે રાખીયે ! હાલ ભાઈ...મળીએ કાલે !

પ્રતિક:- સારુ !

હર્ષ ઘરે જવા નીકળી જાય છે અને પ્રતિક રોજ ની જેમ પેલા ગાર્ડનમાં જઈને ટીફીન નો બેગ સાઈડ પર રાખીને બાંકડા પર આરામ કરવા લાગે છે !

થોડીવાર બાદ....

એરે ઓ દીકરા...દીકરા,ઊઠ ! એક મહાત્મા પ્રતિક ને પીઠ પર હાથ અડાડીને ઊઠાડી રહ્યા છે !

આંખ મચોડીને પ્રતિક પેલા મહાત્મા તરફ જોઈને કહે છે,"શું છે બાપા ?

મહાત્મા :- દીકરા,"હું છેલ્લા પાંચ વ્યક્તિ પાસે અન્ન માગીને આવ્યો છું પણ મને કોઈએ અન્ન આપ્યું નથી હવે તું છેલ્લો છો અગર તુંં જો ના કહીશ તો મને ભૂખ્યું સૂવું પડશે !

પ્રતિક :- એવુંં કેમ ?

મહાત્મા :- હું એક સિદ્ધ યોગી છું કયારેક હિમાલય તો કયારેક જંગલો માં, મારો નિયમ છે હું ભિક્ષા દિવસ માં માત્ર ૬ વ્યક્તિ પાસે માગું અગર મળે તો ઠીક નહીંતર હું ભૂખ્યો જ સઈ જવું !

પ્રતિક ને મહાત્મા પર દયા આવી અને કહ્યુ :- ઠીક છે બાપા ! ચાલો પાસે જ એક મારાજનો ઢાબો છે ત્યાં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન જમાડું !

પ્રતિક અને મહાત્મા બન્ને ઢાબા પર જાય છે અને પ્રતિક મહાત્મા માટે ભોજન મંગાવે છે ! મહાત્મા પ્રાર્થના કરીને ભોજન ગ્રહણ કરે છે એને જમી ને પ્રતિક પર ખુશ થઈને બોલે છે,"દીકરા ! આ કળયુગ માં કોઈ પાસે દયા રહી નથી પણ તે મને ભાવ ભેર અન્ન નું દાન કર્યુ. આ લે દીકરા ! આ અંગુઠી તુંં તારા જમણા હાથ પર પહેરી લે, તારુ ભાગ્ય ખુલી જશે.

પ્રતિક :- ના ના બાપા ! હું આ બધા માં માનતો નથી એટલે રહેવા દ્યો !

મહાત્મા હસતાં હસતાં બોલ્યા," કેમ તને તારા બા માટે સાડી નથી લેવી ? તને મોટું માણસ નથી બનવું ? તારી બા ને દુનિયાની હર એક ખુશી નથી આપવી ?

મહાત્મા ના મોઢે આટલું સાંભળતા જ પ્રતિક આશ્ચર્ય ચકિત થઈ ગયો અને મહાત્મા ના પગે પડીને કહે છે," કોણ છો તમે ? તમને મારા મન ની વાતો કેવી રીતે ખબર પડી ?

મહાત્મા :- મેં તને કહ્યુ ને હું સિદ્ધ યોગી છું મને બધીજ ખબર છે ! હવે સવાલો ના કરીને આ અંગુઠી પહેરી લે !

પ્રતિક અંગુઠી પહેરી ને મહાત્મા ને પૂછે છે,"બાપા મને કેવી રીતે ખબર પડશે કે મારે શરૂઆત કેમ કરવી ?

"ઘ્યેય લઈને નીકળેલા ક્યારે સફળ થતા નથી એટલે તું જે કાર્ય કરે છે તે નિ:સ્વાર્થ ભાવે કર્યા રાખ બાકી જે કાર્ય કરવું હશે તે આ અંગુઠી પોતે કરશે." મહાત્મા બોલ્યા !

પ્રતિક :- હા બાપા ! તમે અહીં જ ઊભા રહેજો, હું જમવાના પૈસા આપી ને આવું !

પ્રતિક જેવો જમવાના પૈસા આપી મહાત્મા પાસે આવે છે કે મહાત્મા ત્યાં હોતા નથી. પ્રતિક આસ પાસ બધી બાજુ જુવે છે પણ મહાત્મા કયાય મળતા નથી ! પ્રતિક ને કાંય જ સમજાતું નથી અને વિચારો કરતો કરતો અને અંગુઠી ને જોતો જોતો ઘર તરફ નીકળી જાય છે.

ઘરે જઈને હાથ પગ ધોઈને જમ્યા વગર સુવા ચાલ્યો જાય છે !

"કેમ દીકરા...તબિયત તો ઠીક છે ને ? જમ્યો કેમ નહી ?" બા પ્રતિક ને કહે છે!

"મારી તબિયત એકદમ ઠીક છે પણ બા મને ભૂખ નથી. તમે ચિંતા ના કરશો સૂઈ જાવો !" પ્રતિકે બા ને જવાબ આપ્યો!

બા :- "હા..ભલે ભલે ! દીકરા !"

બા સુવા જતા રહ્યા અને પ્રતિક અંગુઠી વિષે વિચારતો વિચારતો ભર નિદ્રા માં કયારે સુઈ ગયો એને ખબર જ ના રહી !

સવાર પડતા જ પ્રતિક જાતે જ ઊઠી ગયો અને સ્નાન આદી પરવારી ને બા ને પગે લાગતો જ હોય છે ત્યા બા બોલે છે," શું વાત છે દીકરા, આજે વહેલો ઊઠી ને તૈયાર પણ થઈ ગયો ?

"એરે કશું નહી બા ! એમજ આંખ ઊગડી ગઈ તો પોતે ઊઠાઈ ગયું અને તૈયાર થઈ ગયો !" પ્રતિકે બા ને કહ્યુ.

બા :- " સારુ સારુ દીકરા! ભગવાન તને સુખી રાખે. "

"ભલે બા હું જાઉં." એટલું કહીને પ્રતિક કામ પર જવા પુરા જોશ થી અને પરફુલિત થઈને નીકળી ગયો.

ફેકટરી પર પહોંચતા જ પ્રતિક ની નજર હર્ષ પર પડી અને પ્રતિકે જોર થી હર્ષ ને બૂમ પાડી," હર્ષ ભાઈ ! કેમ છો મજા માં ને ?"

હર્ષ આશ્ચર્યજનક રીતે પ્રતિક ને જોવા લાગ્યો અને પ્રતિક ને પુછયુ ," ભાઈ તારી તબિયત તો ઠીક છે ને ?

પ્રતિક :- હા, એકદમ ! પણ શું થયું ?

"રોજે મુરજાયેલું ફૂલ આજે ખીલી કેમ બેઠું ?" હર્ષ બોલ્યો.

પ્રતિક હસીને," યાર ખુશ થંઉ તો ઉપાધિ, નિરાશ થંઉ તો ઉપાધિ....શું કરું બોલ ?

"અરે અરે...ભાઈ ! મારા કહેવાનો એ મતલબ નહોતા ! છોડ...બસ તને ખુશ જોઈને મજા આવી! ચલ હવે કામે." હર્ષ ખુશ થતો થતો કહેવા લાગ્યો

પ્રતિક," હા દોસ્ત ! ચાલો !

પ્રતિક ફરીયાદો, દુઃખ પીડા ભૂલીને પોતાનું કામ કરવા લાગયો. આમ ને આમ એક મહિનો નીકળી ગયો હતો.

એક દિવસ પ્રતિક કામ પરથી પોતાના ધેર જઈ રહ્યો હતો. ત્યાં રસ્તા પર કોલેજ બહાર ૩ - ૪ યુવાન મિત્રો વાતો કરી રહ્યા હતાં કે,"યાર આપણી કોલેજ બઘી રીતે સારી છે પણ આસપાસ ક્યાય સારો નાસ્તો નથી મળતો. નાસ્તો કરવા માટે આપણે છેક ચાર રસ્તે જવું પડે છે !"

"હા,ભાઈ ! સાચી વાત છે. આપણી કોલેજ ની બાજુ મા જો સારો નાસ્તો મળી જાય તો તો મજા પડી જાય...જેને કહેવાય ને કે લાઈફ ઈઝ સેટ !" બીજો દોસ્ત બોલ્યો.

બસ પછી શું હતુંં, આ વાત પ્રતિક ના કાને પડી અને પ્રતિકે નાસ્તાની લારી કોલેજ પાસે લગાડવાનું નક્કી કર્યું. પ્રતિકે તેના મિત્ર હર્ષ ને પણ વાત કરી જેમા હર્ષ નો સાથ મળ્યો. પ્રતિકે બા ને પણ વાત કરી દિધી કે, "હવે થી તે ફેક્ટરી માં નાઈટ શિફ્ટ કરશે અને દિવસે કોલેજ પાસે નાસ્તાની લારી કાઢશે !"

બા બોલ્યા," પણ દીકરા આરામ કયારે કરીશ ?"

"તમે ચિંતા ના કરો વચ્ચે મને ૩ કલાક નો સમય મળશે તે દરમિયાન હું આરામ કરી લઈશ ! તમે મને ફક્ત નાસ્તા માં શું બનાવું ? એટલુ કહો !" પ્રતિક આત્મવિશ્વાસથી બોલ્યો !

બા વિચારી ને બોલ્યા," જો દીકરા આપણે રહ્યા ગુજરાતી માણસો એટલે તુંં ખમણ - ઢોકળા, થેપલા - છુંદો, અને પૌવાનું ચાલુ કર ! ભગવાન જરુર તને સફળતા આપશે !

પ્રતિક :- "સારું બા મને તમે શીખવાડી દેજો એકવાર એટલે હું પછી પોતે બનાવી લઈશ!"

"સારુ દીકરા ! સુખી રે !" બાએ આશીર્વાદ આપીને પ્રતિક ને બોલ્યા.

પ્રતિક અને હર્ષ થોડા પૈસા ભેગા કરીને લારી અને કાચો સામાન લઈને નાસ્તા ની લારી ની શરૂઆત કરી, જેનું નામ રાખ્યુ " આશીર્વાદ નાસ્તા સેન્ટર !"

ધીમે ધીમે યુવાનો ને પ્રતિક ના બા નો બનાવેલો નાસ્તો સૌના દાઢે લાગવા લાગ્યો ! પ્રતિક નાસ્તો બનાવે અને હર્ષ પૈસા ની લેવડ - દેવડ કરે ! "દિવસે નાસ્તો અને રાત્રે ફેક્ટરી માં કામ" આમ ને આમ દિવસો નીકળવા લાગ્યા.

થોડાક મહિનાઓ બાદ પ્રતિક અને હર્ષ ને નાસ્તા ના ધંધામાં જોરદાર સફળતાઓ મળવા લાગી, દૂરદૂરથી કોલેજના યુવકો જ નહિ પણ અન્ય વ્યક્તિઓ પણ પ્રતિક ના થેપલા અને ખમણનો સ્વાદ લેવા આવવા લાગ્યા. હવે તો પ્રતિક ને પાર્ટી ઓર્ડર પણ મળવા લાગ્યા હતાં. હર્ષ અને પ્રતિકે ફેક્ટરી માં કામ છોડી ને ફક્ત ધંધા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ. પ્રતિકનો વિશ્વાસ, હર્ષ નો સાથ અને બા ના હાથ નો જાદું... રંગ લાવ્યો ! ૨ -૩ વર્ષ બાદ પ્રતિકે અને હર્ષ પોતાની કમાણીમાંથી ગુજરાતી હોટેલ શરૂ કરી, તેનું પણ નામ રાખ્યુ," હોટલ આશીર્વાદ - ગુજરાત નો સ્વાદ !" હોટલ નો સ્વાદ પણ માણસોએ વખાણયો, હોટલ ઉપર તો રજા ના દિવસો માં પણ વેઈટીગ માં વારો આવતો.

૪ વર્ષ બાદ...

પ્રતિક તેના બા સાથે મુંબઈ ના રીચ વિસ્તાર ના ફ્લેટ માં રહેવા લાગ્યો હતો, હર્ષ ની પણ સ્થિતી બહુજ સારી થઈ ગઈ હતી.

પરંતું પ્રતિક આજે પણ તેજ કોલેજ ની લારી ઊપર વગર અભિમાને નાસ્તો બનાવતો હતો અને હર્ષ હોટલ ચલાવતો હતો. જે માણસ નો કાલે કોઈ ભાવ નહોતું પૂછતું આજે એ માણસ ની નીચે ૧૦ જેટલા માણસો કામ કરતા હતાં. જેની માં પાસે પહેરવા પુરતી સાડી નહોતી તે આજ સુંદર ઘર મા સુંદર સાડી પહેરીને સોફા ઉપર બેસીને ભગવાનનું નામ લેતા હતાં ! પ્રતિક પાસે આજે પોતાની ૩ હોટેલ, ૨ કાર, ૩ ફ્લેટ અને સાત પેઢી ખાય એટલી બેન્ક બેલેન્સ ! ટોચ ઉપર પહોંચી ગયા બાદ પણ પ્રતિકમાં અભિમાન નહોતુંં આવ્યુ. આજે પણ તે કેટલાય અનાથ, ગરીબ ને ભરપેટ જમાડતો હતો, અનાથ આશ્રમના બાળકોની શાળાના ખર્ચ પોતે આપતો હતો, પોતાના કર્મચારીઓને આગળ વધવા પ્રેરણા આપતો, અને જુસ્સા વાળા જુવાનો કે જેમને કંઈક કરવુ છે એવા યુવાનોને ધંધો ચાલુ કરવા માટે પૈસા પણ આપતો હતો કારણે કે એ જાણતો હતો દુનિયા ભાષણ આપવાથી નહી પણ કોઈનો હાથ પકડવાથી બદલાશે !

શું આ હતો અંગુઠીનો પ્રતાપ કે પછી હતી પ્રતિકની મહેનત ? મહાશક્તિ વિષે જાણવા તમને આગળ તો વાચવું જ પડશે તો વાંચો આગળ...

એક દિવસ પ્રતિક ને અંગુઠી જોઈને વિચાર આવ્યો કે," પેલા મહાત્મા તો તેને મળશે નહી પણ તેઓ ભગવાનના ભક્ત જેવા હતાં તો તેમનો આભાર હું મંદિરે જઈને જ માની આવું !"

પ્રતિક બીજે દિવસે સવારે ઊઠીને મંદિરે જવા નીકળી પડયો ! કેવું દ્રશ્ય હશે કે જેણે એના પોતાના જીવન દરમિયાન મંદિરનું પગથિયું નહોતુંં ચડ્યુ તે આજ ભગવાન ના દરબાર માં હાથ જોડીને ઊભો હતો અને મન માં બોલી રહ્યો હતો," હે સિદ્ધ યોગી ! તમે ક્યા છો હું નથી જાણતો પણ આજે હું અહીં તમારો આભાર પ્રગટ કરવા આવ્યો છું પેલા મહાત્મા થકી મારુ જીવન બદલાયુ આજે મારી પાસે હર એક વસ્તું છે જેની પાછળ દુનિયા ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ભાગતી હોય છે, હવે મને જીવનમાં કંઈજ જોઈતું નથી ! મારા જેવા બીજા માણસો ને સુખી કરજો અને મારા હાથે નિઃસહાયની સેવા થતી રહી તેવી સિદ્ધ યોગીને પ્રાર્થના !" એટલુ બોલીને જેવી પ્રતિકે આખ ખોલી કે તરત જ શિવલીંગ ઉપર પેલા સિદ્ધ યોગીનું સ્વરૂપ પ્રતિક ને દેખાયુ !

પ્રતિક દંડવત પ્રણામ કરીને જોર જોર થી રડતા રડતા કહેવા લાગ્યો," હે સિદ્ધ યોગી કૃપા કરી ને મને કહો તમે કોણ છો ?

સામે થી અવાજ આવ્યો, "હું તો એજ છું જેને તુંં માનતો નહોતો !

પ્રતિક :- હા, હું તમને નહોતો માનતો પણ પેલા સિદ્ધ યોગી કોણ હતાં !

"એ સિદ્ધ યોગી એટલે હું જ, મારો વાસ સૃષ્ટિ ના કણ કણ માં છે !" સામે થી જવાબ મળ્યો.

આશ્ચર્યજનક રીતે પ્રતિકે પ્રશ્ન કર્યો,"પણ હું તો કયાં તમારા માં માનતો જ હતો કે તમે મને તમે પેલી અંગુઠી આપી ને મને એક સફળ વ્યક્તિ બનાવ્યો ?

પ્રભુ સામે થી સુંદર હાસ્ય સાથે જવાબ આપે છે," દીકરા એ અંગુઠી તો સામાન્ય અંગુઠી જ હતી ! મેં કોઈ ચમત્કાર નથી કર્યો!

પ્રતિક હબકાતા હબકાતા પુછે છે," શું...શું પ..ર..ભુ! એ..મમ કેવી...રી...તે....બને...એ અંગુઠી થકી....તો...મ...ને સફળતા મળી ! તો પછી ત...મે.... કેમ એમ ક...હો... છો ?

પ્રભુ :- પુત્ર તારી અંદર સત્કર્મો હતાં પણ તને આ દુનિયા થી, તારા થી, તારા જન્મ થી, ફરીયાદ હતી પણ વિશ્વાસ નહોતો ! તને મેં અંગુઠી આપી, તને અંગુઠી પર વિશ્વાસ હતો કે આ અંગુઠી મને સફળ બનાવશે. પહેલા તારી પાસે ફક્ત ફરિયાદો હતી પણ તેવા કર્મ નહોતા જેવું તને જીવન જોઈતુંં હતુંં. આ અંગુઠી પહેર્યા પછી તું દુનિયા ને ફક્ત સફળતાની દ્રષ્ટીથી જોવા લાગ્યો ! ફરિયાદની જગ્યા પર તારો અંગુઠી પર વિશ્વાસ પુરાણો, ને એ વિશ્વાસ એટલે હું ! દુનિયા જીતવા માટે દુનિયા ને જીતવી જરુર નથી પરંતું દુનિયાથી જીતવા માટે ખુદ ને જીતવો જરુરી છે ! તે તારી જાત ને જીતી એટલે તો તે આજે દુનિયા જીતી !

"ધન્ય છો પ્રભુ આપ ધન્ય છો ! પરંતું પ્રભુ તારા મંદિરે હજારો ભક્ત આવે છે જે તારા મા વિશ્વાસ રાખે છે એની મદદે ન જઈને તમે મારી જ કેમ મદદ કરી ! મને એ નથી સમજાતું ?" પ્રતિકે આશ્ચર્ય થી જવાબ માંગ્યો !

પ્રભુ :- "જયારે કોઈ મનુષ્ય ભગવાન ના કામ કરવા લાગે છે ત્યારે તેના કામ ભગવાન ને પોતે કરવા પડે છે.."

પ્રતિક :- કેવા કામ પ્રભુ ?

પ્રભુ :- તે એક સમય બગીચા માં પેલા ફેરીયાની અને નાનાકડા ભૂલકાઓ પર દયા ખાઈને એમની મદદ કરી હતી ! તમારી પાસે એવા કર્મ હોવા જોઈએ કે જે તમે ભૂતકાળ માં કરેલા હજારો પાપ ને ધોઈને તમારા પુણ્ય ને વધારી નાખે ! તુંં મારી પાસે નહોતો આવતો પણ તારા મા દયા હતી જે મને ખુબ જ વ્હાલી છે ! તારા એ કર્મો થકી મને તારી મદદે આવું પડયું ! દીકરા...આ કળયુગી દુનિયામાં કોઈ ચમત્કાર નથી પણ મનુષ્ય પોતે એક ચમત્કાર છે ! પરંતુંં મનુષ્ય પોતનો ચમત્કાર ભૂલી ને જે છે નહી એ ચમત્કાર પાછળ દોડે છે ! આ સમગ્ર દુનિયા, બ્રહ્માંડ કર્મો રૂપી મૂડી ને લેવડ દેવડ પર ચાલે છે હું મુડી ને સંગ્રહ કરતી બેન્ક છું જેમાં અમીર, ગરીબ, ભિક્ષુક, સંત, મહંત, નેતા, સર્વ ના કર્મો રૂપી ખાતા છે, જેના જેવા કર્મો એવુંં વ્યાજ અને જો કર્મો રુપો મુડી માઈનસ માં જ જાય તો તેની પેઢી દર પેઢી ને તે ચૂકવવું જ રહ્યું ! પરંતું મનુષ્ય બધુ જ ભૂલી ને મોહ રૂપી પૈસા, સ્ત્રી, મિલ્કત, જમીન, આલીશાન ઘર તરફ દોડી રહ્યો છે ! મારી પાસે આવીને મને યાદ કરો એવુંં હું નથી કહેતો પણ સત્કર્મ રૂપી મુડી તેમજ વિશ્વાસ, દયા, જીવ દયા તેમજ નિ:સ્વાર્થતા રૂપી ઘરેણા જે પહેરે છે એના જીવન ની ચિંતા મારે કરવી પડે છે ! જેમ કે તુંં...આજે આસમાન ની ઉંચાઈ પર પહોચી ને પણ તારા મા દયા ઓછી થવાના બદલે દિવસે ને દિવસે વધે છે અને તુંં મારા મંદિરે આજે માંગવા નહી પણ મારો આભાર વ્યક્ત કરવા આવ્યો, કોઈ વ્યક્તિ મારી પાસે આજે માંગવા નહી પણ મારો આભાર પ્રગટ કરવા આવી. એવી વ્યક્તિ ની હું મદદ ના કરું એવું કયારે ના બને !

પ્રતિક :- "તદ્દન સત્ય! ધન્ય છો આપ !"

પ્રભુ :- "પુત્ર, તને પેલો બાળક દેખાય છે જેને એના પપ્પા સ્કુટર ચલાવતા શીખવાડી રહ્યા છે ?

"હા, પ્રભુ ! પ્રતિક આશ્ચર્ય ચકિત થઈ જવાબ આપ્યો.

પ્રભુ :- "એ બાળક સ્કુટર શીખી રહ્યો છે એ એનું જુનુન છે, એ સ્કુટર ચલાવતા પડશે નહી કારણ કે એના પિતા પાછળ બેઠા છે એ એનો વિશ્વાસ છે, એ સ્કુટર ચલાવતા શીખી જશે એ તેની સફળતા હશે પરંતું જયારે એ ઝડપભેર સ્કુટર ચલાવતા પડી જશે, એ તેનુ અભિમાન હશે ! મારા મંદિરે રોજે અસંખ્ય ભકતો આવે છે. મારી પાસે પ્રાર્થના કરે છે અને કહે છે," ભગવાન ! મારા લગ્ન થાય, મારી પાસે અઢણક રૂપિયા આવે, મારા ઘેર દીકરો આવે, હું આ બનુ, હું માટો નેતા બનું....! ફક્ત અને ફક્ત માગવું ! એને પાછા વળી એમ કહે કે ભગવાન પાસે જઈશ અને પ્રસાદી ચડાવીશ અને માન્તા માનીશ એટલે થઈ જશે ! કોઈ સત્ય જાણે જ ક્યાં છે ? અને મોટા મોટા ભાષણ આપવાવાળા મુળ જ્ઞાન જાણતા જ નથી. હવે જો પેલો વ્યક્તિ આવી રહ્યો છે તે આવીને કહેશે,"હે ભગવાન...જો મારા લગ્ન મારી પ્રેમિકા સાથે થશે અને જો હું ધનવાશ બનીશ તો તારા મંદિરે અમે બંને આવીને ૧૧૦૦ રૂપિયા નો પ્રસાદ ચડાવશું અને જમણવાર કરશું!" બોલ...મારે શું કરવું ? અને જો મેં તેનું કામ ના કર્યુ તો તે બીજા ને કહેશે,"યાર, આ દુનિયા માં મારુ કોઈ છે જે નહી ! કેટલી મહેનત કરી પણ કાઈ થતું જ નથી, ભગવાને ફક્ત અમીરો નો છે ! મારી પ્રેમિકા ના લગ્ન પણ બીજે થઈ ગયા, હવે હું જીવીને શું કરુ ?"

હસતાં...હસતાં પ્રતિક બોલ્યો," સત્ય કહ્યુ પ્રભુ ! પણ હેં ભગવન્ , તો આ દુનિયા માં જે લોકો સપના જોવે છે, પ્રેમ કરે છે એના સપના કેમ પુરા થતા નથી અને કેમ તે સમગ્ર જીવન બરબાદ કરી નાખે છે ? તમારા દરબાર માં આવ્યા નું તમને યાદ કરવાનું....કાઈ જ ફળ નહી ? અને જેનું જીવન માં કોઈ જ નથી, જે લોકો સત્ય ના પંથ પર ચાલ્યા છે અને જેને દુનિયાએ ઠુકરાવ્યો છે તેઓ તમારા પાસે નહી આવે તો કયાં જશે....છેલ્લી આશ તો તમે જ હશો ને ?

પરમાત્મા મઘુર હાસ્ય સાથે બોલે છે," તારી વાત એકદમ સત્ય...હાર્યા ની છેલ્લી આશ હું જ છુ ! હવે તને સમજાવુ," તુંં એક વિશાળ રણ માં ફસાઈ ગયો છો, તને ખુબ જ તરસ લાગી છે પણ ચારે તરફ ગરમ રેતી જ રેતી છે અને એ સમય તારી નજર એક પાણી ના ઘડા પર પડે અને ઠીક એની પાસે સોના ના ઘરેણા ભરેલો થેલો હોય ! તો બન્ને માંથી સૌથી પહેલા તુંં કઈ ઈચ્છા પુરી કરીશ ?

પ્રતિક સહજ રીતે જવાબ આપે છે," પહેલા પાણી ની તરસ જ પુરી કરુ ને !"

પ્રભુ :- સત્ય ! પણ આજ નો માણસ એનાથી વિપરિત કરી રહ્યો છે એને લાગી છે તરસ પાણીને પણ મહત્વ આપી રહ્યો છે સોના ભરેલા થેલા ને ! તેને જોઈએ તો બધું છે પણ સત્ય થી પરિચિત થયા વિના. હવે એવા માં શું થશે...એ પાણી મુકીને સોના ને મહત્વ આપે તો ? તેનું મૃત્યુ અર્થાત જીવન ને બરબાદી તરફ લઈ જવું ! આજે જે વ્યક્તિ મારી પાસે આવે છે અને માગે છે તેના હર એક સ્વપ્ન સત્ય ત્યારે જ થાય જ્યા સુધી તે તેના મુલ્ય ને તેના સ્વપ્ન ના મુલ્ય થી એક ઘણી ઉપર ના લઈ જાય !

પ્રતિક :- હું સમજ્યો નહી, પરમપિતા !

પ્રભુ મધુર હાસ્ય સાથે," તુંં બજાર માં ૧૦૦૦ રૂપિયા લઈને નીકળે છે અને તારી નજર એક સુંદર મોંધા વસ્ત્રો પર પડે છે અને તુંં તે દુકાન માં જઈને ૧૦૦૦ રૂપિયા આપીને કહે છે,"મને તે વસ્ત્રો આપો !" પરંતું દુકાનદાર કહે છે,"સાહેબ,એ તો ૧૫,૦૦૦ ના છે, તમને ૧૦૦૦ માં સારા કપડા આપું ?" બોલ, હવે તુંં એક હજાર માં એ કપડા લઈ શકે ? તુંં પેલા ૧૫૦૦૦ ના વસ્ત્રો લેવા શું કરીશ?

પ્રતિક :- "હું થોડો સમય લઈને પૈસા ભેગા કરીશ અને એક દિવસ તે કપડા લઈ આવીશ !"

પ્રભ :- હા, સત્ય ! બસ એવું જ મનુષ્ય ની ઈચ્છાઓ જોડે છે તે તેની પાછળ દોડે છે જેની કીંમત ઉચ્ચી છે જેનો સીધો સંબંધ સત્કર્મ થી છે ! હવે તે જ મનુષ્ય બાદ માં પસ્તાય છે તે પોતાના કર્મા દ્રારા ખુદ નું મુલ્ય વધારવાના બદલે મારા પર આશ લગાવી ને આખરે મને જ દોષ આપે છે. એ કહે છે મને," તુંં આપ તો હું કંઈક કરુ ! અને હું તો એજ કહું છુ,"તારી પાસે જે કંઈ પણ છે તેનાથી તુંં શરૂઆત કર, મારા પર વિશ્વાસ રાખી કર્મો નું તુંફાન લાવ તો હું તેને તે ધાર્યુ નહી હોય તેવું આપીશ ! જે સ્વપ્નો જોવો છો એના મુલ્ય થી વિશેષ થાવ કર્મો દ્વારા એ સ્વપ્ન તમારા પાસે હશે ! જેમ તે કર્યુ દીકરા," તે કર્મો ના તુંફાન દ્વારા તારા જીવન ને ઉપર લઈ ગયો અને એ હદ પર પહોચ્યા બાદ પણ તે તારા સત્કર્મ ચાલું રાખ્યા! તેં કયારે મારા મંદિરે આવી મને ફરિયાદ ના કરી અને જ્યારે મારા મંદિરે આવ્યો તો પણ મારો આભાર વ્યસ્ત કરવા !"

પ્રતિક બોલે છે," પ્રભુ, " આપ સત્કર્મ અને નિસ્વાર્થ ભક્તિ કરનાર મનુષ્ય ની રક્ષા કરો છો તેની મહાશક્તિ બનો છો ?

ઈશ્વર,"આ સત્ય છે, પ્રતિક તુંં ક્યારેક જોજે અમુક વ્યક્તિ નો પ્રભાવ એટલો હોય છે કે તે ગમે તે સ્થળ પર જાય તેને માન જ મળે છે તેના દુશ્મનો પણ એનો વાળ વાંકો કરી શક્તા નથી ! તેઓ તેના સત્કર્મ અને છુપી નિસ્વાર્થ ભક્તિ થકી મુજ મહાશક્તિ ને પામે છે પછી તેઓને કોઈનો ખોફ રહેતો નથી ! એક નિસ્વાર્થ ભક્તિ, કરેલું સ્વાર્થ હીન દાન, અંગત જીવન અને અતુંટ વિશ્વાસ ! આ ચાર સત્કર્મો ક્યારેય પણ કોઈ આગળ જાહેર ના કરવા ! જે જાહેર કરે છે તે તેવું સમજે છે તેનું મુલ્ય જગત આગળ વધી રહ્યુ છે. પરંતું તેવું હોતુંં નથી તે આ ચાર જાહેર કરીને પોતાનું મુલ્ય ઘટાડે છે જે આખરે પ્રભાવ હીન રહે છે. આવા સત્કર્મ પાણી ને જેમ તેના જીવન માંથી વહી જાય છે.અને જે આ રહસ્ય સમજી ને જીવી રહ્યા છે તેવા મનુષ્ય સાથે હું "મહાશક્તિ" બનીને તેની સાથે ફરું છું ! મનુષ્ય ની અંદર બે શક્તિઓ છે એક "દેવ શક્તિ" એટલે હું અને બીજી છે "આસુરી" એટલે કુકર્મો (રાક્ષસી વૃતી). હવે, મનુષ્ય પોતે નક્કી કરે કે "તેને શું બનવું !"

પ્રતિક બન્ને હાથ જોડી ને પ્રભુ ને નત મસ્તક થઈ પ્રભુ ને એના મુળરુપ ના દર્શન આપવા માટે પ્રાર્થના કરે છે અને પ્રભુ એના મુળરુપ માં આવી ને પ્રતિક ને દર્શન આપે છે ! અને બોલે છે," હું મહાશક્તિ છું, આ સમગ્ર બ્રહ્માંડ નો નિર્માતા અને પ્રલય બન્ને મારા હાથ માં છે, હું જ શરૂઆત અને હુ જ અંત છું, હું જ જન્મ અને હું જ મૃત્યુ છું, એ હુ જ છુ જે દયા, સત્કર્મ, સત્ય, અને નિસ્વાર્થ પુર્વક ભક્તિ કરનાર ના મનુષ્ય ની પાછળ રક્ષક બની ને ફરે છે, આ બ્રહ્માંડ માં મહાશક્તિ ફરી રહી છે જેને તમારી પ્રતીક્ષા છે એ ત્યા સીધુ તમારી પાસે નહી આવે જ્યા સુધી તમે સત્કર્મ, પોતા પર અને મહાશક્તિ (ઈશ્વર) પર અતુંટ વિશ્વાસ નહી કરો ! સત્કર્મ અને નિરંતર પ્રયાસ, બીજા ની જગ્યાએ પોતા અને પ્રભુ પર વિશ્વાસ બસ આજ છે મહાશક્તિ પામવાનો અને મહાન બનવાનો રાઝ !

પ્રભુ આટલું કહીને અદ્રશ્ય થઈ જાય છે અને પ્રતિક મહાશક્તિ પામી ને તેના પથ પર નિરંતર ચાલીને અમુલ્ય જ્ઞાન બીજા ને આપતો જાય છે અને સત્કર્મ તેમજ નિ:સ્વાર્થ પૂર્વક પ્રભુની નિત્ય ભક્તિ કરતો જાય છે !