તાજા ખબર Shakti Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તાજા ખબર

હલો હલો, આજની તાજા ખબર!,"પરાયા પુરુષ ના પ્રેમ માં આંધળી બનેલી પત્નીએ કર્યુ એના જ પતી નું ખુન!,"પત્ની ને શોપીગ કરવાની ના પાડતા કાબુ ગુમાવનારી પત્નીએ પતી પર કર્યો જીવલેણ હુમલો!"

ચાર રસ્તા ના ટ્રાફીક સિગ્નલ પર ન્યુઝ પેપર વેચતો ગરીબ ઘર નો રાજુ ટુટેલા કપડા માં બુમો પાડી પાડી ને પેટ માટે પૈસા ભેગા કરતો હતો. એક બાઈક વાળા કાકા એને પાસે બોલાવ્યો અને કહ્યુ,"ભાઈ,તું કેમ પતી પત્ની ના ઘાતક સમાચાર જ બુમો પાડી પાડી ને સંભળાવે છે! ચુંટણી, મોંઘવારી, અન્ય ઘણી બધી ખબરો હોય છે, એ કેમ નથી સંભાળતો?"

રાજુ (હસતા હસતા):- સાહેબ, આને કહેવાય પાક્કો વેપારી! પતિ-પત્ની ની ઘાતક ખબરો કહેવાથી પતી ને જાણવાની ઈચ્છા થાય, કયાંક કાલ સવારે એના જોડે એવુ ના બને! એટલે એ એના માટે મારુ પેપર ખરીદી જ લે, બાકી તો ખબરો એમાં એ વાચવાનો જ છે ને મારા સાહેબ!

બાઈક વાળા કાકા (હસતા હસતા):- વાહ છોટુ વાહ! એક મને પણ લાવ!

રાજુ:- અરે મારા સાહેબ લ્યો લ્યો!

સાંજ ના સમય રાજુ પેપર વેચી રોડ ના ખુણે બેઠો બેઠો પૈસા ગણતો હોય છે અને બોલે છે,"અરે, વાહ રાજુ ભાઈ! આજે સારા પેસા ભેગા કરી લીધા છે! ચલો, ઘરે જઇએ હવે!"

રાજુ પગે પગે ધરે જતો હોય છે ને રસ્તા માં એના નાકે મસ્ત મજાની ખુશ્બુ આવે છે! તેની નજર ખુશ્બુ જયાંથી આવતી હોય છે એ મોંઘી હોટેલ પર પડે છે! ત્યા જમવા માટે એનો જીવ લલચાય છે ! ધીમે ધીમે તે ખુશ્બુ ની મજા લેતો લેતો હોટલ તરફ જાય છે ને અંદર પ્રવેશ કરે છે! હોટલ ની અંદર એ.સી ચાલુ,મોટા મોટા શાહુકાર ઘર ના માણસો જમતા હતા. રાજુ એક ટેબલ કે જે ખાલી હોય છે ત્યા જઈને બેસે છે. થોડીવાર રહીને એક વેઈટર ની નજર રાજુ પર પડે છે અને સીધો રાજુ પાસે જઈને અને એક જોરથી તમાચો મારી દે છે,"સાલા, ભીખારી ની ઓલાદ! તારી હોટલ માં આવવાની ઓકાત નથી, ટુટેલા કપડા પહેરી ને ભીખ માંગવા વાળા નીકડ બહાર! અહીંયા બેસીજા ભીખારી તને અહીંયા જમવાનું મળી જશે!" એટલું બોલીને વેઇટર રાજુ ને લાત મારી હોટલ ની બહાર દરવાજા પર બેસાડી દે છે!

રાજુ બીચારો નીચું મોઢું કરી દરવાજા પર બેઠો હોય છે. વેઈટર જમવાનું લઈ પેપર ડીશ માં એના પાસે ઘા કરી કહે છે,"જમી ને બીલ દઈને ભાગી જાજે અહીંયા થી!

વેઇટર બીજા અંદર બેઠેલા માણસો ના ઓર્ડર લેવામાં લાગી જાય છે સારી ટીપ મળે એના આશરે વેઈટર મીઠું બોલી બોલીને સારી સર્વિસ આપે છે ! એ વેઈટર એક ટેબલ પર બીલ આપે છે, પેલો શાહુકાર માણસ બીલ ના પૈસા અંદર રાખીને ટીપ રુપે વેઈટર ને ૧૦ રુપિયા આપી ત્યાથી ચાલ્યો જાય છે!

બહાર રાજુ જમીને બીલ ની વાટ જોતો હોય છે વેઈટર એની પાસે આવીને બીલ વાળી ફાઈલ ઘા કરીને અંદર ચાલ્યો જાય છે.રાજુ બીલ જોઈને અંદર પૈસા રાખી ઘર તરફ નીકળી જાય છે! થોડી વાર રહીને વેઈટર આવી રાજુ ની બીલ ને પૈસા વાળી ફાઈલ ખોલીને જુએ છે તો એની આંખો માંથી આસુઓની ધારા વહી જાય છે,તેની નજર રાજુ ને શોધવામાં લાગે છે પણ રાજુ મળતો નથી. આખરે તે રડી રડી ને હોટલ અંદર જઈને એક ખુણે બેસી રહે છે!

"એ બીલ જોડે એજ વેઈટર ને ટીપ રુપે રાજુએ ૨૦૦ રુપિયા રાખ્યા હતા અને હોટલ ના ફીડબેક આપવા ઉપર ના પેજ પર સર્વિસ માટે પાંચ સ્ટાર આપી રાજુએ લખ્યુ,"સાહેબ, તમારી સર્વિસ ખુબ જ સરસ હતી! મને જમવાનો આનંદ આવ્યો! તમારો ખુબ ખુબ આભાર!"


[ • કોઈપણ વ્યકિત નું મુલ્ય એના પહેરવેશ ઉપર થી કરવુ એ યોગ્ય નથી હોતુ! ક્યારેક સારા કપડાં પહેરવા વાળા મુસીબત ના સમય,"સોરી, આઈ એમ બીઝી!" કહી નીકળી જશે અને ખરાબ કપડાં કે નબળા ઘર નો વ્યકિત તમારો હાથ પકડી લેશે! માન અને સન્માન કપડાં ને નહી વ્યકિત ની સોચ, લાગણી, અને એના ઈમાન ને આપો! સાચું કહું છું, " એક યાદગાર અનુભવ બની જશે!"


 • ભાઈઓ બહેનો, વાર્તા જોડે વિચાર પસંદ આવે આ બ્રાહ્મણ ના તો નીચે એક સુંદર પ્રતિભાવ જરુર જરુર અને જરૂર થી આપી દેજો અને જો તમે "સોશિયલ મીડિયા ફ્રેન્ડવી પર્સન" હોવ તો કૃપા કરી ને મને ફોલો કરી દેજો ને યાર! "ઈજ્જત ઔર નામ કા સવાલ હૈ, મેરે દોસ્ત!"

• "હર હર મહાદેવ હર!"


          》Follow Me On Instagram!《

           Username:- Pandya_Shakti