સેકેન્ડ ચાન્સ ભાગ 5 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેકેન્ડ ચાન્સ ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું કે આશુતોષની પત્નીનુ નામ પણ અર્ચના હોવાથી વિહાન અર્ચનાને પોતાની મમ્મી સમજે છે અને તેને મમ્મી કહેવાની જીદ કરે છે. છેલ્લે બધાએ એની વાત માનવી પડે છે બીજા દિવસે અર્ચના પણ તે લોકો સાથે દમણ ફરતા જઈ સુરત જશે. હવે આગળ જોઈશું શું થાય છે. )
સવારે પ્રાચી અર્ચના ને ફોન કરીને મેઇનરોડ પર આવવાનું કહે છે. મયંક તપ સવારે વહેલા ઓફિસ ચાલ્યા ગયા હોય છે. ક્રીશ અને મયુરી એને મૂકવા આવે છે. આશુતોષ અર્ચનાનો સામાન ડીકીમાં મૂકે છે.
વિહાન : મમ્મી આપણે આગળ બેસીશુ. 
આશુતોષ : ના વિહાન તારે અને આન્ટી દાદીની બાજુ માં બેસવાનું છે. 
વિહાન : ના પપ્પા પ્લીઝ અમને આગળ બેસવા દોને.
કમળાબેન : આશુ બેસવા દેને એને આગળ.
આશુતોષ : મમ્મી તને તો ખબર છે એ આગળ કેટલું હેરાન કરે છે જરા પણ સરખો બેસતો નથી.
વિહાન : પપ્પા હું તમને હેરાન નહી કરુ હું મમ્મી સાથે જ રમીશ.
આશુતોષ : વિહાન તને એકવાર ના કીધુને ખોટી જીદ નહી કર.
વિહાન રડતો રડતો અર્ચનાને વળગી પડે છે. 
અર્ચના : ઓહો આશુતોષ તમે તો વાતે વાતે ગુસ્સો કરો છો. થોડું શાંતિથી સમજાવો તો શું જાય !
કમળાબેન : હા બેટા આમ વાતે વાતે ગુસ્સે થઈ જાય તો કેમ ચાલે. છોકરાને ફરવા લાવ્યો છે કે રડાવા ? એ બિચારો ક્યા વધારે જીદ કરે છે ખાલી તારી બાજુમાં તો બેસવાનું કહે છે. તેઓ વિહાનના આંસુ સાફ કરતા કહે છે, રડ નહી બેટા તુ મમ્મી સાથે આગળ જ બેસજે.
આશુતોષ : સારુ તમે બધા એક થઈ ગયા તો હવે મારે શું કહેવું. ચાલો બેસી જાવ આગળ.
વિહાન ખુશ થઈને અર્ચના સાથે આગળ બેસે છે. 
Qઆશુતોષ નેશનલ હાઈવે તરફ ગાડી ભગાવે છે સુભાષ પણ ગાડી એની પાછળ જ લે છે. રસ્તામાં વિહાન ઘણીવાર નાસ્તો તો ક્યારેક પાણી માગે છે. અર્ચના બિલકુલ કંટાળ્યા વિના એને નાસ્તો અને પાણી આપે કરે છે. આશુતોષ વિચારે છે કે વિહાનની જીદથી હું કેટલીવાર કંટાળી જાવ છું અને ગુસ્સે થઈ જાવ છુ. પણ અર્ચનાના ચેહરા પર એકવાર પણ ગુસ્સો દેખાયો નથી એ હસતા મોઢે એની બઘી જીદ પૂરી કરે છે. અને હું નાહકનો કાલે એની પર ગુસ્સે થઈ ગયો હતો. મારે એની માફી માંગવી જોઈએ પણ વાત કેવી રીતે શરૂ કરું.
એટલામા વિહાન પાણી પીતા પીતા અર્ચના પર પાણી ઢોળી દે છે. આશુતોષ એને ખિજવાય છે ત્યાં અર્ચના આંખના ઈશારાથી ના પાડે છે. 
આશુતોષ : I am sorry આ વિહાન તમને ખૂબ હેરાન કરે છે પણ એ mostly આવું કરતો નથી ખબરની તમારી સાથે કેમ જીદ કરે છે. 
અર્ચના : it's ok  મને કોઈ પરેશાની નથી. ઊલટાનું મને તો વિહાન સાથે બહુ મજા આવે છે એની આ તોફાન મસ્તીથી આ રસ્તો આટલી સારી રીતે કપાય છે નહી તો તમારી સાથે તો બોર થઈ જવાય.
આશુતોષ અચંબિત થઈને તેની તરફ જુએ છે. અચાનક તેને એહસાસ થાય છે કે એનાથી ખોટું બોલાય ગયું છે અને તે બંને દાતો વચ્ચે જીભ દબાવી દે છે અને આંખ મીંચીને આશુતોષને sorry કહે છે.
આશુતોષ : it's ok મને ખબર છે તમે જ નહી બીજા લોકો પણ મને બોરીંગ વ્યક્તિ સમજે છે. અને મને એનું ખોટું નથી લાગતુ કેમકે હું છું જ બોરીંગ વ્યક્તિ.
અર્ચના : ના તમે બોરીંગ વ્યક્તિ નથી પણ તમે દુનિયાથી પોતાની જાતને અલિપ્ત કરી દીધી છે. હું વિહાનની મમ્મી વિશે જાણું છું. 
આશુતોષ આશ્ચર્યથી અર્ચના તરફ જુએ છે 
અર્ચના : sorry મને પ્રાચીએ બધી વાત કરે છે. પણ મારુ માનવુ છે એક ઘટનાથી કે એક વ્યક્તિના ચાલ્યા જવાથી જીંદગી ખતમ નથી થઈ જતી. આપણે હજુ પણ જીવીએ છીએ ખાઈએ છીએ ઊઘીએ છીએ ના છૂટકે સામાજિક પ્રસંગોએ હાજરી પણ આપીએ છીએ. જો આપણે આ બઘું કરીએ છીએ તો એને હસી ખુશીથી કેમ ન કરીએ. તમારા હૃદયમાં તમારી વાઈફની યાદો હંમેશા રેહશે અને એ રહેવી જ જોઈએ. પણ એને યાદ કરતી વખતે તમારા ચેહરા પર દુઃખ ના હોવુ જોઈએ પણ એની સાથે વિતાવેલી મીઠી પળોને યાદ કરો અને ચેહરા પર મુસ્કુરાહટ સાથે એને યાદ કરો. આ જીંદગી આપણને એક જ વાર મળે છે એ આપણાં પર છે કે આપણે એને મન મારી ને જીવીએ કે દિલ ખોલીને જીવીએ. sorry હુ વધારે પડતુ બોલી ગઈ પણ હુ શુ કરુ જયાં સુધી મારા મનની વાત કહી ન દવ ત્યાં સુધી મને ચેન નથી પડતું  one's again i am really very sorry if I hurt you
આશુતોષ : it's ok મને પણ ખબર છે કે મે મમ્મી અને વિહાન  સાથે ખોટું કરી રહ્યો છું પણ હુ પણ શું કરુ ચાહવા છતા પણ અર્ચુની યાદને ભૂલાવી નથી શકતો. 
અર્ચના : પણ તમને ભૂલવાનુ કોણ કહે છે ? તમે એમને યાદ કરો પણ ખુશીથી યાદ કરો. તમારા પરિવારની ખુશીમાં યાદ કરો. સાચી વાત કહુ તો તમારી પાસે તો તમારી ખુશીનું બહાનું પણ છે. વિહાન વિહાનના સહારે તમે તમારી આવનારી જીંદગી હસીખુશીથી વિતાવી શકશો પણ કેટલાકના નસીબમાં તો આવો કોઈ સહારો પણ નથી હોતો. એમણે તો એકલા જ પોતાની જીંદગી જીવવાની હોય છે. 
કમળાબેન : તારી વાત એકદમ સાચી છે દિકરા. માફ કરજે મે તમારી વાતો સાંભળી. હું પણ આને એ જ સમજાવું છું કે જે ચાલ્યા ગયા એની સાથે આપણી જીંદગી નથી જતી . આપણે તો જીવવાનું હોય છે. તારી પર વિહાનની જીમ્મેદારી છે હુ એને કેટલી વાર સમજાવું છું કે બીજા મેરેજ કરી લે. હું જાણું છું તુ વિહાનને ઘણો પ્રેમ કરે છે પણ તારા એકલાનો પ્રેમ કાફી નથી. આ ઉંમરે તેને પિતાની સાથે એને માતાના પ્રેમ અને હૂંફની જરૂર છે. 
આશુતોષ : મમ્મી હવે તમે પાછા ચાલુ થઈ જતા તમને કેટલીવાર કહ્યું છે કે મારે બીજા મેરેજ નથી કરવા. 
કમળાબેન : પણ બેટા 
આશુતોષ : પણ બણ કઈ નહિ મારે આ વિષયમાં કોઈ પણ વાત નથી કરવી. આશુતોષ થોડા ગુસ્સામાં કહે છે. 
કમળાબેન : (મનમાં આશુતોષનુ મુડ હમણાં જ સારું થયું છે હમણાં આ વાત છેડીને એનો મૂડ ખરાબ નથી કરવો.) સારૂ બેટા હવે આ વિષયમાં હુ કઈ નહિ કહીશ. હવે  જ્યારે તું સામેથી વાત કરવા આવશે ત્યારે જ આપણે આ બાબતે ચર્ચા કરીશું બસ.
આશુતોષ : thank you mummy for understand me.
કમળાબેન : અર્ચના બેટા તારા વિશે તો કઈક જણાવ. 
અર્ચના : મારા વિશે તો શું જણાવું. મારા મેરેજ બોમ્બે થયા હતાં. પણ મારા અને મારા પતિ અને સાસુ સસરાના વિચારોમા ઘણો ફર્ક હતો. હું ભણેલી ગણેલી સ્વતંત્ર વિચારો ધરાવતી યુવતી છું જ્યારે મારા પતિ અને સાસુ પત્ની અને વહુને એની માલીકીની કોઈ વસ્તુ સમજતાં. છતાં પણ મેરેજલાઈફમા આવા નાના મોટા compromise તો કરવા પડે એમ માની હુ એમની જોહુકમી સહન કર્યા કરતી હતી. પણ કહેવાય છે ને કે પરિવારમા મતભેદ હોય તો વાંધો નહિ પણ મનભેદ ન હોવા જોઈએ. જે આજે અમારી સાથે થવા લાગી. પહેલા તો મે એ વિચારીને લેટ ગો કરતી રહી કે સમય જતાં બધું બરાબર થઈ જશે. પણ જયારે વાત મારા ચારિત્ર્ય પર આવી ત્યારે મે મારા આત્મસન્માનને મહત્વ આપી એ બનાવટી સંબંધોને તિલાંજલી આપી દીધી. 
કમળાબેન : એવું તો શું થયું કે તારે એ સંબંધ જ તોડવો પડ્યો.
અર્ચના : એ જ વર્ષોથી ચાલી આવતી સમસ્યા. દરેકને ભણેલી પત્ની જોઈએ છે. એ ભણતરનો ઉપયોગ ફક્ત પૈસા કમાવા જ થવો જોઈએ. જો પતિથી અલગ પોતાના વિચારો રજૂ કરે તો તે અભિમાની ગણાય જાય છે. મારી સાથે પણ એવું જ થયું. મેરેજ પછી મે મારા હસબન્ડની કંપની જોઈન કરી ત્યારે તે મારા સિનિયર હતા.  પહેલા તો જ્યારે મારા કામથી ખુશ થઈ મારા બોસ મારી પ્રશંસા કરતા ત્યારે તે પણ ખુશ થતા. પણ જેમ જેમ એમની સાથે મારી સરખામણી થવા લાગી ત્યારે તેમનો મેલ ઈગો હર્ટ થયો. પછી તેઓ વાતવાતમાં મને નીચી પાડવા લાગ્યા. જ્યારે પણ કોઈ મીટીંગમા મે મારો મત રજૂ કરતી ત્યારે તે કોઈ ને કોઈ બહાને તેને રિજેક્ટ કરતા. આ વાતનો એહસાસ મારા બોસને પણ થવા લાગ્યો હતો. માટે તેઓ મારો ઓપિનીયન પણ પૂછતા. મારા કામથી પ્રભાવિત થઈને તેમણે મને પ્રમોશન પણ આપ્યું. પણ મારા પતિના ચેહરા પર મારા માટે કોઈ ખુશી દેખાતી નોહતી. આમ જ પ્રમોશન મેળવતા મેળવતા હું એમની સિનિયર થઈ ગઈ. એ દિવસે અમારી વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. એમણે મારા પ્રમોશનનું કારણ મારી કાબીલીયત નહી પણ મારા બોસ સાથેના મારા આડાસંબંધને બતાવ્યું. અને એ અમારા સંબંધના અંતનુ પણ કારણ બની રહ્યું. એમણે મારા ચરિત્ર પર આક્ષેપ મૂકીને અમારા સંબંધની છેલ્લી કડીને પણ તોડી નાંખી. અને મે ડિવોર્સ આપી દીધા. અત્યારે હું મારા માતા પિતા અને ભાઈ ભાભી સાથે ખુશ છું. પરિવારનો સપોર્ટ છે હું પોતે સ્વનિર્ભર છું પછી મને શું જોઈએ. 
કમળાબેન : બેટા તારી સાથે બહું ખરાબ થયું. પણ તે રીતે અન્યાય સહન ન કરતા પોતાનો અલગ રસ્તો બનાવ્યો એ પ્રશંસાને પાત્ર છે. ખરેખર તે ધણી હિંમત બતાવી નહી તો સમાજના દરથી કેટલી યુવતીઓ પુરુષોનું આ દોઘલાપણુ સહન કરતી રહે છે. તારા આ નિર્ણયને હું દિલથી આવકારુ છુ. અને ધન્ય છે તારા માતા પિતાને કે જેમણે સમાજની પરવા ન કરતા તને સપોર્ટ કર્યો.
અર્ચના : હા એ તો છે જ પરિવારનો સપોર્ટ ન હોત તો હુ પણ આ પગલું નહી લે શકત. 
આશુતોષ મનમાં અર્ચના ખરેખર કેટલી બહાદુર છે એના જીવનમાં આટલી તકલીફો આવી છતાં એણે હિંમત નથી હારી. હંમેશા હસતી રહી છે. હું પણ હવેથી અર્ચુને યાદ કરીને હંમેશા ખુશ રહેવાની કોશિશ કરીશ.
*  *  *  *  *  
( આ સફર આશુતોષ અર્ચના અને વિહાનની જીંદગીમાં શું મોડ લાવશે તે જોઈશું આગળના ભાગમાં.)