corporate life books and stories free download online pdf in Gujarati

કોર્પોરેટ લાઈફ

"સંધ્યા તું સાંભળે છે? મારે ઓફીસ જવાનું મોડું થાય છે. જલ્દી નાસ્તો લાવને.." ડાઇનિંગ ટેબલ પરથી ઉંચા અવાજે અવિનાશ બોલ્યો.

"હા લાવી, તમે જલ્દી ઉઠતા નથી અને પછી ગરમ ગરમ નાસ્તો માંગો છો. આવું કઈ ચાલતું હોય?" સંધ્યાએ રસોડામાંથી જવાબ આપ્યો.

"સંધ્યા આજે ઓફીસ એક ક્લાઈન્ટ આવવાના છે. ખુબ જ જરૂરી મીટીંગ છે. પ્લીઝ થોડું જલ્દી કરને.."

"હા અવિનાશ, બસ જુવો આવી ગઈ. આ રહી તમારી આદુવાળી ચા અને બ્રેડ-જામ.."

"થેંક્યું સંધ્યા. તું પણ બેસી જા, આજે સાથે નાસ્તો કરી લઈએ.."

"ના અવિનાશ, હજી મારે થોડું કામ બાકી છે. તમે કરી લ્યો, હું પછી કરી લઈશ.."

"જેવી તારી મરજી.." અવિનાશએ વધુ દબાણ ન કરતા નાસ્તો કર્યો.

અવિનાશ અને સંધ્યા પતિ-પત્ની છે. બંને વચ્ચે પ્રેમ ભરપૂર છે. અવિનાશ અને સંધ્યાના લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજી ઘરમાં ઘોડિયું નથી બંધાયું. અવિનાશના પિતા સારા વકીલ છે. પણ આજકાલ હવે એ રિટાયરમેન્ટના દિવસો વિતાવી રહ્યા છે. અવિનાશના માતા એક સારા ગૃહિણી રહી ચુક્યા છે. જીવનમાં સંધ્યાના આવવાથી આ પરિવાર હર્યુંભર્યું લાગે છે. બસ ખોટ છે તો એક શેર માટીની.

અવિનાશ ઘરેથી નાસ્તો કરીને ઓફીસ જાય છે. અવિનાશ આજે જે ક્લાઈન્ટને મળવાનો હોય છે એ ખુબ જ નામચીન કંપનીના માલિક હોય છે. અવિનાશ એક મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો હોય છે. અવિનાશની કલાઇન્ટ સાથે મીટીંગ થાય છે અને પ્રોજેક્ટ કન્ફોર્મ થાય છે. અવિનાશ ખુબ જ ખુશ હોય છે. કંપની પણ અવિનાશના આ પરફોર્મન્સથી ખુશ થાય છે. આવા મોટા ક્લાઈન્ટની વેબસાઈટ બનાવવી અને મોટા બજેટના પ્રોજેક્ટની લીડને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવામાં અવિનાશ સફળ થતા કંપનીના ઑનર શર્મિલા અવિનાશને મળવા બોલાવે છે.

અવિનાશને કંપનીના ઑનર વિષે ફક્ત માહિતી હોય છે. પણ અવિનાશ ક્યારેય શર્મિલાને મળ્યો નથી. શર્મિલાનો મેઈલ જોઈ એ ૨૬માં માળે આવેલી શર્મિલાની કેબીન પાસે જાય છે. અવિનાશ દરવાજા પર નોક કરે છે.

"યસ કમ ઈન.."

અવિનાશ અંદર પ્રવેશે છે. શર્મિલા ડાર્ક ગ્રે બ્લેઝર, વાઈટ શર્ટ અને શોર્ટ્સમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. અવિનાશ પણ કંપનીનો હેન્ડસમ મેન હતો.

"પ્લીઝ સીટ મિસ્ટર અવિનાશ.."

અવિનાશ સામેની ખુરશી પર બેઠો અને બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. શર્મિલા કંપનીની ઑનર હતી પણ જીવનમાં એકલી હતી. શર્મિલાના બિન્દાસ સ્વભાવ અને ફ્રીડમવાળા જીવન જીવવાના અંદાજ માટે એનો સંસાર લગ્નના એક વર્ષમાં જ વિલીન પામ્યો. એક ડાઈવોર્સી સ્ટેટ્સ સાથે એ છેલ્લા પાંચ વર્ષથી જીવી રહી હતી. પૈસા, હોદ્દો બધું જ વ્યવસ્થિત હતું પણ એકલતા એને કોરી ખાતી હતી. અવિનાશ ને જોઈને એના મનમાં એક ખોટી નજર જન્મી. અવિનાશને એ મનોમન પસંદ કરવા લાગી.

જેમ જેમ દિવસો વીતવા લાગ્યા શર્મિલા અવિનાશની નજીક આવવાની કોશિષ કરવા લાગી. શર્મિલા જાણતી હતી કે અવિનાશ મેરિડ છે પણ એ હવે એને પામવા માટે પુરા પ્રયત્નો કરી રહી હતી. અવિનાશને આ વાતની ધીરેધીરે ભનક લાગી રહી હતી. અવિનાશ એક એમ્પલોય હોવાથી બોસની વાત માનવી પડે નહીંતર નોકરી ખતરામાં આવી જાય એ સમજી વિરોધ મનમાં જ દબાવીને રાખી દેતો.

લગભગ એકાદ મહિના પછી શર્મિલાએ અવિનાશને રોજની જેમ પોતાની કેબિનમાં બોલાવ્યો. આજે શર્મિલાની આંખોમાં એક અલગ જ કાવતરું વર્તાઈ રહ્યું હતું.

"અવિનાશ, પ્લીઝ સીટ.."

"મેમ, મારે થોડું કામ છે. જો આપને વાંધો ન હોય તો આપણે ઉભા ઉભા જ વાત કરી લઈએ?"

"અવિનાશ.. મેં કહ્યું એટલું કર.. બેસી જા"

અવિનાશ કઈ પણ વિરોધ પ્રગટ કર્યા વગર ખુરશી પર બેઠો. શર્મિલા એની પાસે આવી એની આંગળીઓ અવિનાશના ચહેરા પર ફેરવતા બોલી.

"અવિ.. મેં એક બિઝનેસ ટુર પ્લાન કરી છે. સારા ક્લાઈન્ટસ્ છે. તારે એક અઠવાડિયા માટે ત્યાં જવું પડશે.." અવિનાશ શર્મિલાની આંગળીઓના સ્પર્શથી થોડો અતડું અનુભવી રહ્યો હતો. પણ એક ડર હતો કે નોકરી જશે તો આ મેગા સીટીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે.

"મેડમ આપણે બીજા કોઈ એમ્પલોયીને ના મોકલી શકીએ?"

"ના અવિ.. મને બીજા એમ્પલોયી પર ભરોસો નથી. તારામાં ક્લાઈન્ટને કન્વિન્સ કરવાની અનોખી ખૂબી છે.." શર્મિલા થોડા મનમોહક અવાજમાં બોલી.

"હા, સારું મેમ.. હું જઈશ.." અવિનાશે ના છૂટકે હા પાડી.

અવિનાશ પાસે વિઝા ટિકિટને બધું આવી ગયુ હતું. કંપનીએ સેવનસ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા પણ કરાવી દીધી હતી. અવિનાશ સંધ્યા અને એના માતા-પિતાને કહીને નીકળ્યો કે એ યુરોપ જાય છે. એકાદ અઠવાડિયા પછી પાછો ફરશે. અવિનાશ એરપોર્ટ પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો અવિનાશના હોશ જ ઉડી ગયા. બ્લેક વનપીસ, હોટ રેડ લિપસ્ટિકમાં એકદમ સેક્સી લુકમાં શર્મિલા એનો જ વેઇટ કરી રહી હતી.

"મેમ તમે અહીં?"

"હા અવિનાશ.. એકચ્યુલી ક્લાઈન્ટએ કહ્યું કે મારે પણ તારી સાથે આવવું પડશે.."

અવિનાશ એની ચાલ સમજી રહ્યો હતો. અવિનાશ મનમાં વિચારી રહ્યો કે આને મારી સાથે આવવા જ આ પ્લાન કર્યો છે. પણ હવે કોઈ રસ્તો નથી. જોઇયે આગળ જે થશે એ જોયું જશે.

અવિનાશ અને શર્મિલા યુરોપ પહોંચ્યા. હોટેલમાં જઈને ચેકઈન કર્યું. બંનેના રૂમ અલગ હતા. અવિનાશને એ જોઇને થોડી રાહત થઇ. મોડી રાત થઇ ચુકી હતી. બંનેએ ફ્લાઈટમાં જ જમી લીધું હતું એટલે અવિનાશ ફ્રેશ થઈને પોતાના રૂમમાં આરામ કરી રહ્યો હતો. રાત્રે ૨:૦૦ વાગે અવિનાશના રૂમમાં ડોરબેલ વાગી. અવિનાશ થોડો ગભરાયો કે રાત્રે બે વાગે કોણ હશે? એને દરવાજો ખોલ્યો અને સામે જોયું તો રેડ કલરની સિલ્કી નાઇટીમાં શર્મિલા સામે ઉભી હતી.

"મેમ તમે અત્યારે?"

"અવિ.. મને નીંદર નથી આવતી, તને વાંધો ન હોય તો હું તારા રૂમમાં બેસી શકું? નીંદર આવશે પછી ચાલી જઈશ.."

"મેમ પણ.."

"પણ બણ કઈ નઈ. ચાલ રસ્તો કર મારે આવવું છે." શર્મિલા અવિનાશને પોતાના શરીરથી સ્પર્શીને અંદર આવી ગઈ. અવિનાશ અચંબિત થઇ ગયો.

અવિનાશ દરવાજો બંધ કરીને અંદર આવ્યો. અવિનાશના હાથપગ કાંપી રહ્યા હતા. શર્મિલાની આંખોમાં એક અલગ જ નશો દેખાઈ રહ્યો હતો. અવિનાશને શું કરવું અને શું ન કરવું કઈ જ સમજાતું ન હતું. શર્મિલાએ અવિનાશ સાથે સહવાસ માણવાની ઈચ્છા વ્યક્ત કરી. અવિનાશએ ગુસ્સે થઈને ના પાડી. એ જોઈ શર્મિલા ગુસ્સે થઇ અને અવિનાશને બ્લેકમેલ કરવા લાગી.

"જો અવિનાશ, હું તને ચાહું છું. હું તને નથી કહેતી કે મારી સાથે લગ્ન કર. બસ તું મારી ઈચ્છાઓ પુરી કર. મને જયારે પણ જરૂર પડે તું મને તૃપ્ત કર. હું તને પ્રોજેક્ટ મેનેજર માંથી કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દઈશ.."

"મેમ, પ્લીઝ તમે આવું ન કરો. તમે જે કંપનીના કામ કહેશો એ હું કરીશ. હું એક મેરિડ વ્યક્તિ છું હું મારી પત્ની સાથે દગો ન કરી શકું.."

"ઓકે, તો તું નહિ માને એમ ને? હવે જો હું શું કરું છું.." શર્મિલા વધારે ગુસ્સે થઇને અવિનાશને ધમકાવા લાગી.

જો અવિનાશ એની વાત ન માને તો શર્મિલા એને ઓફીસમાં બદનામ કરી દેશે. ઓફીસમાંથી એને કાઢી મુકશે અને પોલીસ કેસ કરશે કે એને શર્મિલાની ઈજ્જત લૂંટવાની કોશિષ કરી. સાથે સાથે એની પત્ની અને પરિવારને પણ નુકશાન પહોંચાડશે. અવિનાશ જાણતો હતો કે શર્મિલાના કોન્ટેક્સ વધારે હશે. લગભગ એકાદ કલાક પછી અવિનાશ મજબૂરી સમજી એની ઈચ્છા પુરી કરવા રાજી થયો. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો.

જયારે બીજા દિવસે સવાર થઇ. અવિનાશ જાગ્યો એના રૂમમાં શર્મિલા ન હતી. અવિનાશ ઝડપથી તૈયાર થઇને શર્મિલાના રૂમ પાસે ગયો પણ એ ત્યાં પણ ન મળી. નીચે હોટેલ સ્ટાફથી જાણકારી મળી કે શર્મિલા આજે સવારે ૧૦:૦૦ વાગે ચેકઆઉટ કરીને નીકળી ગઈ છે. અવિનાશએ ઘડિયાળમાં સમય જોયો બપોરનો એક વાગી રહ્યો હતો. એને શર્મિલાને ફોન કરવાની કોશિષ કરી. પણ શર્મિલાનો મોબાઇલ બંધ આવી રહ્યો હતો. અવિનાશ એ ઘણા પ્રયત્નો કર્યા પણ શર્મિલા વિષે કઈ જ જાણવા ન મળ્યું.

અવિનાશને ક્લાઈન્ટના ફોન આવ્યા લાગ્યા. એ એક પછી એક ક્લાઈન્ટને મળીને મિટિંગ્સ કરવા લાગ્યો. ટેન્શન સાથે અવિનાશએ યુરોપની આ ટુર પુરી કરી અને ઇન્ડિયા પાછો ફર્યો. અવિનાશ ઘરે પહોંચ્યો ત્યારે એના મોબાઈલમાં એક વોટ્સઅપ આવ્યો. શર્મિલાએ અવિનાશને એક વિડિયો મોકલ્યો હતો. એ રાત્રે બંને વચ્ચે જે બન્યું એ દરેક ઘટના એ વિડીયોમાં રેકોર્ડ હતી. અવિનાશનું ટેન્શન વધવા લાગ્યું. પરિસ્થિતિ પણ એવી હતી કે એ ઘરે કોઈને આ વાતની જાણ ન કરી શકે. શર્મિલા આ વિડીયોનો સહારો લઈને અવિનાશને પોતાના ઘરે બોલાવતી અને મજા માણતી. અવિનાશ આ ખાઈમાં ધકેલાઈ રહ્યો હતો. કંપનીમાં પણ અવિનાશને પ્રમોશન આપવામાં આવ્યું.

અવિનાશ આ વસ્તુથી કંટાળી એક દિવસ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. ઘરે કોઈ હતું નહીં એટલે એણે રૂમમાં પંખા પર રસ્સી બાંધી અને લટાકવાની તૈયારી કરી. સંધ્યા અને અવિનાશના માતા-પિતા બહારથી પાછા ફરી રહ્યા હતા. અવિનાશ આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો પણ એની જીગર નહોતી ચાલી રહી. એટલામાં જ ઘરની ડોરબેલ વાગી. અવિનાશએ દરવાજો ન ખોલ્યો. સંધ્યાને થયું કે કોઈ ઘરે નઈ હોય. અવિનાશ પણ કામથી બહાર ગયા હશે. સંધ્યાએ પોતાની પાસે રહેલી ઘરની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો. સંધ્યા જેવી રૂમમાં પ્રવેશી તો તેણે જોયું કે અવિનાશ લટકવાની તૈયારી કરી રહ્યા છે. સંધ્યાએ બુમાબુમ કરી નાખી. અવિનાશના પિતા ત્યાં આવીને અવિનાશને જોરથી નીચે ખેંચી લીધો અને બે થપ્પડ લગાવી દીધી. થોડીવાર કોલાહલ બાદ અવિનાશ એ ઘરમાં બધાને પોતાની પરિસ્થિતિ વિષે જાણ કરી. અવિનાશના પિતા વકીલ હતા એટલે એમને આ કેસને કઈ રીતે હેન્ડલ કરવો એનો વિચાર કર્યો. સંધ્યા અવિનાશથી નારાજ થઇ પણ એની મજબૂરી સમજીને એની સાથે જ ઉભી રહી.

અવિનાશના પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ શર્મિલા પર એની કોઈ જ અસર ન થઇ. શર્મિલાએ બ્લેકમેલ ચાલુ જ રાખ્યું. સંધ્યા મન પર પથ્થર મૂકીને પોતાના પતિને શર્મિલા પાસે જવા દેવા મજબુર બની. શર્મિલા પોતાના મોજશોખ ખાતર અવિનાશ અને એના પરિવારનું જીવન બરબાદ કરી રહી હતી. અવિનાશ નોકરી છોડવાની કોશિષ કરતો ત્યારે પણ શર્મિલા એને વિડીયોની ધમકી આપી રોકી લેતી.

લગભગ ત્રણ એક મહિના બાદ અવિનાશ સવારે ઓફિસ પહોંચ્યો. ઓફીસમાં શોકનું વાતાવરણ હતું. સમાચાર મળ્યા કે કંપનીની ઑનર શર્મિલાનું મૃત્યુ થયું છે. લોકોને પૂછતા જાણ થઇ કે શર્મિલા રાત્રે વધુ ડ્રગ્સ લઇ ચુકી હતી અને નશાની હાલતમાં એને હાર્ટઅટેક આવ્યો. અવિનાશને જાણીને દુઃખ થયું કે કંપનીની ઑનર મૃત્યુ પામી. પણ બીજી બાજુ ખુશી પણ થઇ કે હવે એને બ્લેકમેલ સહન નહિ કરવું પડે. અવિનાશ એ સાંજે ઘરે આવીને સમાચાર આપ્યા અને એના પરિવારે રાહતનો શ્વાસ લીધો.

***
સમાપ્ત
***

✍ ઈરફાન જુણેજા
(અમદાવાદ, ગુજરાત, ભારત)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED