Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક નવલકથા પોલિટીકલ થ્રિલર દ્રશ્ય -35

દ્રશ્ય: - 35

- યુવતિ બન્ને પાસે આવી. અધિવેશ અને અવનિ તેને ઓળખી ન શક્યા. યુવતિ અવનિની પાસે આવી. અવનિ તેને જોઈ રહી. સાઠીકડા જેવી યુવતિએ ટ્યુબ ટોપ અને હોટપેન્ટ પહેર્યું હતું, યુવતિએ પોતાના ખભે લટકાવેલ બગલથેલામાંથી એક ચાવી કાઢી અને અવનિના હાથમાં આપી. કબાટ તરફ ઈશારો કરીને કબાટ ખોલવાનો નિર્દેશ આપ્યો. અવનિ કબાટ પાસે જઈને કબાટના લોકમાં ચાવી ભરાવી, લોક ખુલી ગયો. એ સાથે જ અધિવેશ અને પેલી છોકરી અવનિ પાસે આવી ગયા. એ છોકરીએ અવનિને પાછળ હટવાનું કહીને કબાટનો દરવાજો ખોલીને તેમાંથી એક ફાઈલ અને બે ડીવીડી લઈને અધિવેશને આપ્યા. અધિવેશ તેને જોઈ પ્રશ્નાર્થ ભાવે જોઈ રહ્યો. એ યુવતિએ અવનિના ચહેરા તરફ જોયું ત્યાપે અવનિના ચહેરા પર પણ પ્રશ્નાર્થ હતો. યુવતીએ દરવાજા સામે સ્થિત ડિવીડી તરફ ઈશારો કરીને અધિવેશને ડીવિડી આપતા બોલી, “આ ડીવીડી પ્લે કરો.” અધિવેશ એ ડીવિડી લઈને ડીવિડી પ્લેયરમાં નાખીને પ્લેયર ચાલુ કર્યુ. ત્રણેય ટીવી આગળ ઊભા રહી ગયાં.

- સાંજના સમયમાં નવિનભાઇ પટેલ સભાખંડમાં લટાર મારી રહ્યા હતા, તેઓ ચિંતિત અને કોઈની અધિરાઈથી રાહ જોતા ખંડમાં લટાર મારી રહ્યા હતા. તેમના ચહેરા પર ઉદ્વેગ સ્પષ્ટ દેખાય આવતો હતો, અચાનક એક માણસ આવ્યો, તેણે કાંઇ કહ્યું પણ નવિનભાઇએ માથું હલાવીને નનૈયો ભણીને રવાના કર્યો. માણસ ગયાંની થોડી જ વારમાં એક યુવતિ આવી. યુવતિને જોતાં જ નવિનભાઇ ગુસ્સે ભરાઈ ગયા. બન્ને વચ્ચે બોલાચાલી થવા લાગી, યુવતિ નવિનભાઈ સાથે હાથાપાઈ કરવા લાગી અને નવિનભાઈએ તેને ધક્કો માર્યો, તેના કારણે યુવતિ પડી, હજુ તો તે ઊભી થાય એ પહેલાં બહારથી સભાખંડમાં અભિનવ આવ્યો. નવિનભાઇને ઉશ્કેરવા લાગ્યો, બન્ને વચ્ચે ઝપાઝપી થઇ. યુવતિ ત્યાં ઊભી રહી. તેણીની સામે જ અભિનવે ખિસ્સામાથી ચાકુ કાઢ્યું અને નવિનભાઇના પેટમાં ઘા પર ઘા મારવા લાગ્યો. આ દરમ્યાન યુવતિએ મોબાઇલથી પોલીસને જાણ કરી દિધી. અચાનક કોઇના આવવાનો અવાજ સંભળાતા અભિનવે તેના હાથમાં ચાકુ ધરીને ભાગી ગયો. તે કોઈ આવે એ પહેલા નવિનભાઈની નજીક જઈને ચાકુના બે વધુ ઘા કરતા નવિનભાઈના પ્રાણ ઊડી ગયા. એ જ ક્ષણે યુવરાજ આ દ્રશ્ય જોઈ ગયો. યુવતિના નામ રાડ પાડીને યુવતિ પાસે આવ્યો. યુવતિ સાથે તેની બોલાચાલી થઈ. યુવતિ યુવરાજના પગે પડી અને યુવરાજે તેને ભગાડી દીધી. યુવરાજ નવિનભાઈ પાસે જઈને ચાકુ કાઢવા ગયો એ જ સમયે પહેલા નિત્યા અને પછી અભિનવ આવીને યુવરાજ સાથે ઝગડવા લાગ્યા. તે જ સમયે પોલીસ આવીને યુવરાજની ધરપકડ કરી ગઈ. ડિવીડી બંધ થઈ અને અધિવેશ-અવનિ અજાણી યુવતિ તરફ જોઈ રહ્યા. “રાધિકા?”

“ના, લજ્જા ભોજાણી! અભિનવે યુવરાજને ફસાવવા માટે મને રાધિકા બનાવીને મોકલી હતી. આ સમયે યુવરાજ પાસે કાકલુદી કરીને આ આરોપ તેમને માથે ઢોળ્યો હતો. ત્યારબાદ લાવણ્યાએ મારું અપહરણ કરીને આ નેક કામ માટે સુરક્ષિત રાખી હતી.”

“પણ લાવણ્યાએ અમારી પાસે આવીને આ વાત કેમ ન કહી?” અવનિ બોલી ઊઠી.

“કારણકે તેમને શ્રીમાન અનંતરાય મહેતા રોકી રાખી હતી. લાવણ્યા અભિનવ સાથે રહીને તેના બધાં રહસ્યો શ્રીમાન અનંત માટે એકઠ્ઠા કરી રહી હતી.”

“પપ્પા માટે?” અવનિ સ્તબ્ધ થઈ ગઈ. લજ્જા સમજી ગઈ એટલે ચુપ રહી.

“હવે તમે સમય બગાડ્યા વગર આ વીડોઓ જુઓ.” લજ્જાએ બીજી ડિવીડી પ્લેયરમાં નાખી. ત્રણેય સામે એક પછી એક દ્રશ્ય શરૂ થઈ ગયું. એક હાઈવે પર એક સફેદ લાલ સાયરનવાળી સરકારી એમ્બેસેડંર આગળ જઈ રહી હતી. પાછળ જે કાર આવી રહી હતી તે કારમાં બેકસીટમાં કોઈ વીડીયો રેકોર્ડીંગ કરી રહ્યું હતું. બેકગ્રાઉન્ડમાં હાલના મુખ્યમંત્રી પુરૂષોત્તમ રાવળનો નિર્દેશ કરતો અવાજ આવી રહ્યો હતો. જે કારની પાછળની સીટમાં રેકોર્ડ કરનાર અને કેવિન બ્રોડની વચ્ચે બેઠેલા હતા. ડ્રાઈવર બનેલા નરૂભાની પાસે શ્રીમાન ધનરાજ ગજેરા અને નવિન પટેલ બેઠા હતા. બન્ને કાર પૂરી ઝડપમાં હોવા છતાં આગળની એમ્બેસેંડરથી વ્યવસ્થિત અંતર જાળવીને તેમની કાર ચાલી રહી હતી. રસ્તો સુમસામ અને વૃક્ષોથી આછ્યાદિત હતો. બપોરનો સમય હતો. ખાસ્સા સમયથી બન્ને કાર ચાલી રહી હતી. થોડા સમય પછી આગળની એમ્બેસેંડર એક મોટેલ આગળ રોકાઇ અને કારમાંથી એકલા પુર્વ મુખ્યમંત્રી દેવરાજ રાવળ ઉતર્યાં. તે જોઈને પુરૂષોત્તમના મોઢેથી ગાળ નીકળી ગઈ. તે સાથે અન્ય ચાર અને પાંચમો અજાણ્યો વ્યક્તિ દેવરાજની ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા. પુરૂષોત્તમ રાવળ હાથમાં રીવોલ્વર રમાડી રહ્યા હતા. દેવરાજ રાવળ તે મોટેલમાં ખાસ્સો સમય રોકાયા બાદ ફરીથી કારમાં ચલાવવા લાગ્યા. જોકે આ કારમાંથી કોઈ બહાર ન નીકળ્યું. દેવરાજ જેટલો સમય રોકાયો તેટલો સમય તેની આસપાસ ટોળું જામેલું રહ્યું, ફરીથી બન્ને કાર વચ્ચે અંતર રહે એમ પાછળની કાર ચાલી. થોડા સમય બાદ પુરૂષોત્તમે કાર અટકાવી. એ સમયે છઠ્ઠા વ્યક્તિએ કેમેરો કેવિન બ્રોડને આપ્યો ત્યારે કેમેરા સામે તે વ્યક્તિનો ચહેરો સામે આવ્યો એ વ્યક્તિ હમીર મીરનવાઝ હતો જેને લજ્જા-અવનિ કે અધિવેશ ઓળખી ન શક્યા. પહેલા પુરૂષોત્તમ ત્યારબાદ હમીર બહાર આવ્યો અને પુરૂષોત્તમ તેના સ્થાને ગોઠવાયો અને હમીર પુરૂષોત્તમના સ્થાને! ત્યાંસુધીમાં આગળની કાર ખાસ્સી દુર ચાલી ગઈ હોવાને કારણે નરૂભાએ કારનું એક્સ્લેટર દબાવ્યું. થોડા સમયમાં જ બન્ને કાર વચ્ચે અંતર ખાસ્સુ ઘટી ગયુ એ જ સમયે રીવોલ્વર રમાડતા પુરૂષોત્તમે દરવાજાનો કાચ ઉતારીને રીવોલ્વર બહાર કાઢી, પાછળની કાર એ કારથી ડાબી તરફ આવી અને પુરૂષોત્તમે એમ્બેસેંડરના પાછળના વ્હિલ પર નિશાન તાક્યુ.

- ગોળી વાગતા જ કારનું સંતુલન ખોરવાયું, વ્હિલ પર દબાણ વધતાં કારનો પાછળનો હિસ્સો ઉછળ્યો અને કાર હવામાં ફંગોળાઈને નજીકના ખેતરના સેઢાને તોડીને ઊંધે કાંધ પટકાઇ. ખેતરમાં પટકાઈ એ સાથે જ કાર બ્લાસ્ટ થઇ. ત્યાં સુધીમાં આ કાર અટકી અને દુરથી આ નજારો જોઇને કારમાં બેઠેલા તમાત વ્યક્તિઓ ઝુમી ઉઠ્યા. છ-એ-છ વ્યક્તિ એકબીજાને અભિનંદન આપવા લાગ્યા. કેમેરા સૌની તરફ ફરતો રહ્યો. પુરૂષોત્તમ રાવળે તો નવિન પટેલ પાસે દુરબીન માંગીને વારંવાર કારમાંથી કોઈ બહાર નથી નીકળ્યુ તેની ખાતરી કરતા રહ્યા. જોકે કાર વધુ સમય ન અટકી અને કેમેરા પણ અચાનક બંધ થઈ ગયો. અધિવેશ આ જોઇને ઘૂંટણે જ બેસી ગયો, એની આંખોમાં દરિયો વહેવા લાગ્યો. અવનિ તેની પાસે આવીને તેને સંભાળવા લાગી. અધિવેશ તેની છાતિ પર માથુ રાખીને રડવા લાગ્યો. લજ્જાના ચહેરા પર કોઈ ભાવ ઉપસ્યા નહીં.

- “હેલો, બચ્ચાપાર્ટી, ચાલો હવે તમારી પાર્ટી પુરી.” અચાનક માણસોના કાફલા સાથે અભિનવ આવી ચડ્યો માણસો ઓરડમાં ચારેતરફ ફેલાઈ ગયા. ત્રણેય તેને જોઇને સ્તબ્ધ થઇ ગયાં. અભિનવે સૌથી પહેલાં તો ડીવિડી પ્લેયર જ ઉડાવી દીધું, “અને તું ટ્યુબ આઈટમ! હવે મળજે આવતા ભવે!” બોલવા સાથે જ લજ્જા તરફ ગન તાકીને લજ્જાના પ્રાણ હરી લીધા. એ જોઈને અધિવેશ-અવનિ ગભરાઈ ગયા અને તે બન્ને કાંઇ બોલે એ પહેલાં અભિનવ તેમને જોઈને, “લઇ જાવ બન્નેને, અંકલના હત્યારા સાથે આ લોકોને પર ઉપર મોકલી દેવા છે.” બન્નેને બંધક બનાવીને અભિનવ લઈ ગયો.

####

- “આખરે તે મારા કેવિનને મારી જ નાખ્યો, એક પછી એક મારા તમામ સાથીઓ મારાથી દુર થઇ ગયાં અને હવે તમે બધાનો વારો! એકવાર તમે તમામ લોકોને હટાવીને મારા અભિનવને ગુજરાતનો મુખ્યમંત્રી બનાવીને મારે શાંતિથી જીવવું છે.” મુખ્યમંત્રી બંગલોમાં યુવરાજ સિવાય રાવળ પરીવારના ત્રણ, શાહ પરીવારના ત્રણ, મહેતા પરીવારના ત્રણ, ઇફ્તિખાર જાફરીના પરીવારના બુખારા પોળના ઢગલાબંધ લોકોને મુખ્યમંત્રી બંગલોએ લાવીને બંધક બનાવી રાખ્યા હતાં, બધાને ખુરશી સાથે બાંધીને ગોળાકારે ગોઠવેલા હતાં વચ્ચે મુખ્યમંત્રી રાવળ પોતાની સુવર્ણ ખુરશીમાં આરૂઢ થઇને સૌ પર નજર રાખી રહ્યાં હતાં, ઊભા થઇને શ્રીમાન અનંતરાય મહેતા પાસે ગયાં.

“ખ્યાલી પુલાવ રાંધવાથી પેટ નથી ભરાતું, પૂરૂષોત્તમ રાવળ, ન તો તું ક્યારેય આ પદ માટે લાયક હતો કે ન તો તારો દિકરો આ પદ માટે લાયક છે. તમે બન્ને માત્ર ઐયાશી કરવા માટે જ સત્તા મેળવવા ઇચ્છો છો, નહીંતર તારી ઔકાત શું છે?” શ્રીમાન મહેતા ભારોભાર નફરત સાથે બોલ્યાં, પણ મુખ્યમંત્રી રાવળને ન ગમ્યું હોય તેમ શ્રીમાન મહેતા પાસે જઇને લાફો ઝીંકી દિધો.

“પુરૂષોત્તમ,” દિવ્યરાજ રાવળ બોલી ઉઠ્યાં, “બંધક બનાવીને શું કાયરની માફક શું મારે છે?”

“એ ડોસા..” મુખ્યમંત્રી રાવળ શ્રીમાન મહેતાને છોડીને કાકા પાસે આવ્યાં, “તું તો બોલતો જ નહીં, ચુપ જ રહે, આ બધું તારા કારણે થયું છે, સત્તર વર્ષ પહેલાં પણ તારા કારણે જ થયું હતું ને આજે પણ જે થશે એ તારા કારણે જ થશે, તે દેવરાજને અમારા માથે થોપી દિધો હતો, માત્રને માત્ર એટલાં માટે કે એ તારી મારા કરતાં પણ વધારે નજીક હતો, આજે પણ તે એ જ કર્યું, યુવરાજને અભિનવના ભોગે પક્ષનો પ્રમુખ બનાવી દિધો, એ પણ ડિબેટનું ટર્કટ રચીને, પુરી દુનિયાને મૂર્ખ બનાવીને. જો તે દેવરાજને મુખ્યમંત્રી ન બનાવ્યો હોત તો આજે આ દિવસ જ ન આવત.”

“પુરુષોતમ રાવળ, માન્યું કે કાકાની દેવરાજની પસંદગી કરવામાં ભૂલ હતી, પણ મારા યુવરાજે તો તમને કહ્યું જ હતું ને કે એ પ્રમુખ નથી બનવા ઇચ્છતો, ત્યારે તમે જ એને પ્રમુખ બનાવ્યો હતો તો પછી મારા દિકરાંનો શો વાંક? શા માટે અભિનવે તેને નવિનભાઇની હત્યાના ખોટા કેસ માં સંડોવી દિધો?” દેવિકાબહેને દલીલમાં ઝંપલાવ્યું.

“કારણકે તારો દિકરો આ દુનિયાનો સૌથી (ગાળ) માણસ છે.” ત્યાં અભિનવ પુરૂષોત્તમ સાથે ઊભીને બોલી ઊઠ્યો.

“અભિનવ, જીભ સંભાળીને વાત કર.” દિવ્યરાજદાદા બોલી ઉઠ્યા, અભિનવ તેની પાસે આવીને ઊભો રહી ગયો. દિવ્યરાજદાદાને લાફો ઝીકી દિધો.

“અભિનવ.” અધિવેશ ચિલ્લાઇ ઉઠ્યો, “આવી ગયોને તારી ઔકાત પર, તારો બાપ તને મુખ્યમંત્રી બનાવવાના સપનાંમાં રાચી રહ્યો છે, પણ તું માણસ બનવાને પણ લાયક નથી, અરે તારા કરતાં તો જગંલી જાનવર સારા કમસેકમ જંગલમાં રહીને તો જગંલી તો કહેવાય.”

“અધિવેશ,” અભિનવ અધિવેશ પાસે જઈને અધિવેશના શર્ટનો કોલર પકડીને બોલ્યો, “ક્યાં છે તારો ભાઇ? તમને બચાવવા અહીં આવતો કેમ નથી? બહુ મોટાભાઇ-મોટાભાઇ કરે છેને? તો ક્યાં છે તારો મોટાભાઇ? (ગાળ) પુછડું ભરાવીને ક્યાં બેઠો છે?”

“અભિનવ, તે તો શરમ-મર્યાદા બધું જ પાર કરી દિધું, લાગે છે હવે તારો તારા બાપની સાથે અંતિમ સમય આવી ગયો છે..” તસ્લિમાખાલા બોલી ઉઠ્યાં.

“એ ડોશી,” મુખ્યમંત્રી રાવળ તસ્લિમાખાલા પાસે ગયો, “તારે તો આ બધાથી દુર-દુર સુધી કોઇ સંબંધ નહોતો તોયે તે બીજાનાં સળગતાં ઘરમાં કુદીને પોતાના પરીવારની જીંદગી બરબાદ કરી નાખી, તારો શોહરની આ જીંદગી તો જેલમાં જ ગઇ, તારી દીકરી તો મારા દીકરાનાં પ્રેમમાં હતી, જેથી તે જાહોજહાલી ભોગવી શકે, પૈસાની પથારીમાં આળોટી શકે, કારણકે તે તો ભુખમરો જ આપ્યો હતો, તોપણ તું ન સુધરી, આજકાલના આવતા છોકરાને વકીલ બનાવી દિધો, તને શું લાગે છે એ છોકરો મને જેલમાં મોકલશે, મોટા-મોટા વકીલના સરનામા ભુંસાય ગયાં, પણ મારો વાળ વાંકો ન કરી શક્યાં. આ છોકરો શું કરી લેવાનો?” મુખ્યમંત્રી રાવળ અભિમાનમાં રાંચતા બોલ્યા.

“મુખ્યમંત્રી સાહેબ, આટલું અભિમાન ન કરો, ચાર જણાં ખભો આપવા પણ નહીં આવે, તમારી નનામી કાઢવાના સમયે.” ત્યાં ખુશાલ પટેલ આવ્યાં. મુખ્યમંત્રી રાવળ તેને જોઇને હસ્યા, ખુશાલભાઇ પાસે ગયાં.

“ખુશાલ પટેલ, મારી બીજી સૌથી મોટી ભુલ એ હતી કે મેં તને સામાન્ય જ આલેખ્યો, તને અને તારા પ્રેસને જીવિત રાખ્યું જેનું પરીણામ આજે મેં ટીવી પર જોયું, તારા કારણે સ્વામી સત્યાનંદ..”

“હમીર મીરનવાઝ.. પુરૂષોત્તમ રાવળ, એ સત્યાનંદ નહીં, હમીર મીરનવાઝ હતો, બહુરૂપિયો હતો, તારા ઇશારે ભોળા ભક્તોને ફંસાવતો હતો, તેની હકિકત આજે નહીં તો કાલે દુનિયા સામે આવવાની જ હતી, કારણકે તે એવા કર્મો જો કર્યા છે. પુરૂષોત્તમ તું એવો દાવાનળ છો કે જે પોતે તો સળગે જ પણ સાથે-સાથે પાસે રહેનાર બધાને ભશ્મિભુત કરી નાખે.”

“બકવાસ બંધ કર, અભિ, પકડ આ (ગાળ)ને,” પુરૂષોત્તમ રાવળ રઘવાયા થયા હતા, અભિનવ ખુશાલને પકડવા ગયો.

“પુરૂષોત્તમ રાવળ, મને પછી પકડજો, પહેલાં ટીવીનો રીમોટ પકડો. આજે હમીરે અને તે અમને સારી એવી સત્યની ઊંચાઈ અપાવી છે, એકવાર પોતાને ટીવી પર તો જોઇ લે.” ખુશાલભાઇના ચહેરે જરાંપણ ડર નહોતો, પુરૂષોત્તમ રાવળે અભિનવને ઇશારો કર્યો, અભિનવે સભાખંડના ડાબી બાજુની દિવાલ તરફ જઇને ટીવી ચાલુ કરી. ખબર ગુજરાત સમાચાર મહત્વના સમાચાર આપી રહી હતી, દેવરાજ રાવળના જીવનની અંતિમ ક્ષણોનો વિડીયો જારી કરી રહ્યા હતા. પહેલાં જે અધિવેશ-અવનિએ જોયો હતો એ વિડીયો, પુરૂષોત્તમ રાવળ તો સ્તબ્ધ થઇ જ ગયો સાથે-સાથે અભિનવ પણ સ્તબ્ધ થઇ ગયો. પુરો વિડીયો દેખાડ્યો હતો.

“આ શું છે? મેં તો એ જ સમયે DVD ફોડી નાખી હતી.” અભિનવ લુલ્લો બચાવ કરતો બોલ્યો.

“આ તારી અણાઆવડત અને પુરૂષોત્તમ રાવળના નસીબ છે, પપ્પુ,” ખુશાલભાઇ હસ્યા, જોકે અન્ય લોકો ફિટકાર વરસાવવા લાગ્યાં. પુરૂષોત્તમ રાવળ પર,

“પૂરૂષોત્તમ, તે મારા દેવરાજને મારી નાખ્યો..” દિવ્યરાજ બળાપો કર્યો.

“એકવાર મને છોડ, પુરૂષોત્તમ તને અહીં જ પુરો કરી નાખીશ, તે મારા ભાઇને મારી નાખ્યો..”

“અરે આ તો કાયર બાપ-દીકરા છે, હજ્જારો લોકોને માર્યા પછી પણ સત્તર-સત્તર વર્ષ સુધી રાજ કર્યે ગયાં...” એકપછી એક લોકો બોલતા ગયાં, આ બધુ જોઇને અભિનવ ખુશાલભાઇ પાછળ જઇને એમના કપાળે ગન તાકી દિધી.

“ચુપ હવે એક શબ્દ બોલ્યા છે તો આ જીવનો જશે.” અભિનવે સૌને ધમકાવ્યાં, બધા અચાનક શાંત થઇ ગયાં, “ડેડ હવે બોલો, શું કરવાનું છે આપણે? હું તો કહું છું કે...”

“તું તો ચુપ જ રહે, જે થાય છે તે તારા કારણે જ થાય છે, મને વિચારવા દે..” પુરૂષોત્તમ તાડુક્યા, પછી એક કોલ કર્યો, “હાં, તું જેલમાથી નિકળી ગયો?” સામેથી જવાબ આવ્યો, “જલ્દીથી સચિવાલયના હેલિપેડ આવ. ત્યાં કમાટીને બોલ કે મારા માટે ચાર્ટર પ્લેન તૈયાર રાખે. અમે હમણાં નિકળવાના છે.” મુખ્યમંત્રી રાવળે નિર્દેશ આપીને કોલ કાપ કર્યો, પાછો અવાજ વધી ગયો, “અબે ચુપ,”

“ડેડ, જ્યાં સુધી યુવરાજ ન મળે, ત્યાં સુધી હું ક્યાય નહીં જાઉ, આજે મારે યુવરાજને ખત્મ કરી દેવો છે.” અભિનવે જીદ્દ કરી. પુરૂષોત્તમ તેની પાસે આવ્યા.

“ગાંડાવેળા ન કર. જો આપણે જ નહીં રહિએ તો યુવરાજને ક્યાથી મારીશ? આ ગધેડાએ જે જુગાડ કર્યો છે તેની અસર અત્યારે શહેરમાં વર્તાવા લાગી હશે, મારા વિરોધીઓ અહીં આવવા નિકળી પડ્યા હશે, લોકોને જવાબ આપવાનો આ સમય નથી એટલે યુવરાજને મારવા માટે અનેક તકો મળશે, પણ અત્યારે આપણું નિકળવું જરૂરી છે.” પુરૂષોત્તમ દીકરાને સમજાવવા લાગ્યા,

“આમપણ તારી પાસે શું અપેક્ષા રખાય? અભિ કાયર લોકો તો હંમેશા પાછલા દરવાજે ભાગેને...” અધિવેશ ફરી અભિનવ ઉશ્કેરવા ગયો, અભિનવ તેની સામે ગન તાકી દિધી, હોહા મચી ગઇ. અભિનવ હવે કોઇનું સાભળ્યા વગર અધિ પર ગોળી ચલાવવા માટે ટ્રીગર દબાવવાનો જ હતો બધાનો શ્વાસ થંભી ગયો, તોપણ અધિવેશ ડરતો નહોતો. તે ટ્રીગર દબાવે એ સાથે જ તેના હાથ સાથે દાંડીયો અથડાયો, ગન વગર ફૂટ્યે દવામાં ફંગોળાઈને અધિવેશના ખોળામાં જઈ પડી. સૌએ જોયું તો દરવાજા પર યુવરાજ ઊભો હતો, પણ તે એકલો નહોતો, સાથે યશનિલ-તમન્ના-માધવ અને પોલીસ હતી. મુખ્યમંત્રી અને અભિવનના ચહેરા ઊતરી ગયા.

“આ નિહત્થે લોકોને મારીને તું પોતાને મર્દ સાબિત કરવા ઇચ્છે છે, અરે, તારા જેવો કાયર મેં ક્યાય નથી જોયો. નવિનકાકાને મારીને મને ફસાવ્યો? અરે, તે કહ્યું હોત તો એ જ ક્ષણે પ્રમુખપદ છોડી દીધું હોત. ભીખ આપવામાં મને કોઈ વાંધો ન હતો. પણ તમને તો અંગ્રેજ અંકલ સાથે મળીને કાવતરા જ રચવા હતા. પુરૂષોત્તમ રાવળ, મારા બાપને મારીને તને એમ લાગ્યું કે તું સર્વેસર્વા થઇ જઇશ? આ જો સત્તર-સત્તર વર્ષ પછી પણ મળીને જ રહ્યાં, આ લોકોને તે એકઠ્ઠા કરીને સાબિત કરી દિધું કે તું કેટલો પાંગળો-નબળો છે.”

“એએએએ...” યુવરાજ બોલ્યે જાય એ પહેલાં અભિનવ તેના પર તુટી પડવાનો હતો કે વચ્ચે પોલીસ આવી તેને પકડી લીધો, “છોડી દો મને, જો કાલે તમારી નોકરી સલામત રાખવી હોય તો...”

“હવે તે તારાં કે મારા કાબુમાં નથી, હરામખોર!” પુરૂષોત્તમ રાવળ યુવરાજ અને અભિનવ વચ્ચે આવીને બોલી ઉઠ્યા, “તારી એક ભૂલે મારી સત્તર વર્ષની મહેનત ધૂળમાં મેળવી નાખી.”

“પુરૂષોત્તમ રાવળ, કોમીરમખાણોના તમામ કેસોમાં તમારી સંડોવણીના તમામ પુરાવાઓ અમારી પાસે છે. મહામહિમ રાજ્યપાલશ્રીએ તમારી ધરપકડ કરવા માટે આદેશ આપ્યા છે, તમને મુંખ્યમંત્રીપદથી બરતરફ કરવામાં આવે છે. આ ઉપરાંત પુર્વ મુખ્યમંત્રીની હત્યા માટે સુનિયોજીત કાવતરું-ઢોંગી સત્યાનંદ સાથે સાંઠગાંઠ એ તમામ કેસમાં તમને મુખ્ય આરોપી તરીકે પુરવાર થવા બદલ ધરપકડ કરવામાં આવે છે.” ડીજીપીએ પુરૂષોત્તમ રાવળ પરના આરોપો ગણાવીને ધરપકડ કરાવી. જમાદાર તેના હાથમાં હાથકડી પહેરાવે એ પહેલા જ અભિનવે પાસે પડેલી ગન હાથમાં લઈને સૌથી પહેલા દિવ્યરાજદાદાની છાતી પર નિશાન તાકીને દિવ્યરાજદાદાને ગોળી મારી. હજુ કોઈ વિચારે અને પ્રતિભાવ આપે એ પહેલા ખુશાલ પટેલ તરફ ગોળી છોડી. એ બન્ને ત્યાં જ ઢળી પડ્યા. ત્રીજી ગોળી યુવરાજ તરફ ગોળી તાકે એ પહેલા જમાદાર તેના પર ટૂટી પડ્યા.

“દાદા...” યુવરાજ દિવ્યરાજ પાસે પહોંચ્યો અને માધવે બધાને છોડતો ગયો તેમ સૌ દાદાની પાસે પહોચંતાં ગયાં. દિવ્યરાજ અંતિમ શ્વાસો ગણી રહ્યા હતા.

“વાહ અભિનવ વાહ! જીવનમાં પહેલીવાર ઢંગનું કામ કર્યુ.” પુરૂષોત્તમે અભિનવને બિરદાવ્યો એ સાથએ જ અનંતરાય ખુરશીથી છુટ્ટીને પુરૂષોત્તમ પાસે જઈને લાફાવાળી કરવા લાગ્યા, “અનંતરાય!” જોકે પુરૂષોત્તમ ક્રોધમાં બોલે એ સાથે જ અનંતરાય હસવા લાગ્યા.

“લઈ જાવ બાપ-દિકરાને!” અનંતરાય આદેશાત્મક રીતે બોલ્યા. બધાં દિવ્યરાજ પાસે પહોંચી ગયા. દિવ્યરાજે યુવરાજના ખોળે માથું મુકીને બોલ્યા, “મારા યુવરાજ, મારા અંતિમ શબ્દો લખી રાખજો, મેં તારામાં અધિનાયકના ગુણ જોયા છે, તું સાચા અર્થમાં અધિનાયક બની શકે તેમ છો, મારી છેલ્લી ઇચ્છા છે કે જ્યાં સુધી લોકશાહી સાચા અર્થમાં ન સ્થપાય, લોકોમાં શાંતિ-ભાઇચારો-સહિષ્ણુતા-વિશ્વાસ ન સ્થપાય, જ્યાંસુધી કાયદા-ન્યાયનું શાસન સ્થપાય, જ્યાંસુધી લોકોને સાચા અર્થમાં અધિનાયક ન મળે ત્યાં સુધી મારા અસ્થિઓને વિસર્જીત ન કરવામાં આવે.... જય-જય ગરવી ગુજરાત...” અને દિવ્યરાજ રાવળે અંતિમ શ્વાસ લીધાં... યુવરાજ-અધિવેશ-માધવ સૌ કલ્પાંત કરવા લાગ્યા. અનંતરાય પર ધ્રુશકે-ધ્રુસકે રડવા લાગ્યા.

“કાકા, તમને શેનું રડવું આવી રહ્યું છે? તમારે તો ખુશ થવું જોઈએ કે હવે તમારા વેપાર વચ્ચે કોઈ એટલે કોઈ નહીં આવે.” યુવરાજ બોલી ઊઠ્યો. સૌ સ્તબ્ધ થઈ ગયાં.

“યુવરાજ, કાકાના જવાનો વસવસો અમને પણ છે, બેટા! પણ તારી આ વાત મારી સમજની બહાર છે. અનંતભાઈ તો સત્તર વર્ષથી તારાં પપ્પાનો વિરહ સહી રહ્યા છે.” અનંતરાય તો અવાક્ હતા જ પણ દેવિકા બોલી ઉઠ્યા.

“મને ખબર હતી કે મારી વાતનો વિશ્વાસ કોઈને નહીં આવે.” યુવરાજે અધિવેશને દાદાનું માથુ ખોળે લેવા ઇશારો કર્યો. અધિવેશ રડતા-રડતા યુવરાજની પાસે આવીને દાદાને પોતાના ખોળે લીધાં. યુવરાજ ઊભો થયો અને અનંતરાય પાસે ગયો. અનંતરાય યુવરાજના ચહેરા પર આક્રોશ જોઈ રહ્યા હત, શ્રીમાન અનંતરાય મહેતા, અવનિ ઇન્ડસ્ટ્રીના માલિક. મારા પપ્પાના મિત્રથી વિશેષ અને ભાઈ. સત્તર-સત્તર વર્ષ અમારાથી દુર રહ્યા છતાં કોમી રમખાણોના બધા કેસ ચાલે એના પર નજર રાખી. પ્રતિક ગજ્જરને આર્થિક મદદ કરીને તસ્લિમાખાલાને કેસ લડાવવા માટે તમામ પ્રયાસ કરી લીધા. લાવણ્યા ઠાકરને મુખ્યમંત્રી હાઉસ મોકલી. ત્યાંની જાસુસી કરાવી, લજ્જા દ્વારા અધિવેશ પાસે પપ્પાના હત્યારાઓનો વીડિયો મોકલાવ્યો. કેવિન બ્રોડની હત્યા કરાવી. મને છોડાવવા માટે પણ તમે મહેનત કરી તો પછી કાળુભાઈ આહિરને કેમ મદદ ન કરી?”

“યુવરાજ, તું શું બોલી રહ્યો છે એ કોઈ સમજી નથી શક્તુ. સ્પષ્ટ બોલ.” માધવ બોલી ઊઠ્યો. જોકે અનંતરાયનો ચહેરો પડી ગયો. યુવરાજ એ જોઈ રહ્યો. અવનિ પણ અનંતરાય પાસે આવી.

“પપ્પા આ શું છે?” અવનિ બોલી ઊઠી.

“માધવભાઇ, મારા પપ્પા અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી દેવરાજ રાવળનું મોત પુરૂષોત્તમ રાવળ અને એના સાગરિતો દ્વારા નહીં પણ તેમના જ પરમમિત્ર ગણાતા શ્રીમાન અનંતરાય મહેતાએ કર્યુ છે.” યુવરાજે ધડાકો કર્યો, સૌ સ્તબ્ધ થઇ ગયાં, અનંતરાય તો પથ્થરની માફક ઊભા રહી ગયા.

“આ તમે શું બોલી રહ્યા છો, યુવરાજભાઇ, જ્યારે દેવરાજકાકાનો હત્યારો પકડાઇ ગયો છે તો તમે મારા પપ્પાને શા માટે આરોપી બનાવી રહ્યા છો?” અવનિ બોલી ઊઠી, “યુવરાજભાઇ તમારી પાસે સાબિતી તો હશેને?”

“હાં, મારી પાસે છે સાબિતી” યુવરાજ મક્કમ રીતે બોલીને બંગલાની બહાર ગયો સૌની સ્તબ્ધતા વચ્ચે એક વ્હિલચેરમાં વૃદ્ધ વ્યક્તિને લઈ આવ્યો. ત્યાં સુધીમાં એમ્બ્યુલેન્સ આવી ગઈ અને રાવળ-મહેતા પરીવાર સહિત સૌને એમ્બ્યુલેન્સ સાથે ગયા. યુવરાજ સાથે ડીજીપીસાહેબ પાછા આવ્યા.

“ડીજીપીસાહેબ, આ કાળુભાઇ આહિર, મારા પપ્પાની કાર જે ખેતરમાં બ્લાસ્ત થઇ હતી તે ખેતરના માલિક હતાં. અત્યારે એ ખેતર તેમનો દીકરા સંભાળે છે. જ્યારે મારા પપ્પાની કાર બ્લાસ્ટ થઈ ત્યારે તેઓ હાજર હતા. તે ઘટના પછી તેમને લકવો મારી ગયો હતો અને તેઓ કોમામાં સરી પડ્યા હતા. આજે જેલથી ભાગ્યા પછી અલ્પેશ દિવેટીયા પાસે મારી નિર્દોષતાની સાબિતી લેવા ગયો ત્યારે પોલીસ આવતા હું ભાગીને મારી ધર્મબહેન નિત્યાને મળ્યા ગયો હતો. ત્યાં નિત્યા તો ન મળી પણ આ કાળુભાઈના પુત્ર મળ્યા જેમણે મને જણાવ્યુ કે દાદા તેમને સત્તર વર્ષથી ભરણપોષણનો ખર્ચો આપી રહ્યા હતા. મેં કાળુભાઈને મળવાની આજીજી કરી ત્યારે તેઓ મને કાળુભાઈ પાસે લઈ ગયા. કાળૂભાઈને કશું જ યાદ નથી માત્રને માત્ર એક કાળો કોટવાળો માણસ એક બ્લાસ્ટ થયેલ કારમાં રહેલ વ્યક્તિને ગોળી મારી રહ્યો છે. જ્યારે મેં આ વીડીયોમાં હાજર તમામ વ્યક્તિઓના ફોટો ત્યારે તેઓ કોઈને ઓળખી ન શક્યા ત્યારે મેં અનંતરાયનો ફોટો દેખાડ્યો ત્યારે એમને આચકો લાગ્યો. તેઓ અનંતરાય મહેતાને ઓળખી જ ગયા. તેઓ બોલતા પણ થયા. તેમણે મને ત્યારની ઘટના પહેલેથી કહી સંભળાવી.” યુવરાજે સંઘળી વાત કરી આપી.

“અનંતરાય મહેતા, આ વૃદ્ધ વ્યક્તિ દ્વારા સભાન અવસ્થામાં અમને જૂબાની આપી છે કે બ્લાસ્ટ થયા પછી તમે સૌની નજર ચુકવીને કાર પાસે આવ્યા હતા, દેવરાજ રાવળે તમને પોતાને બહાર લાવવા આજીજી કરી ત્યારે તમે તેમના પર ગોળી ધરબી દીધી. અમે તેમની જુબાની માન્ય રાખી છે. તમારી દેવરાજ રાવળની હત્યાના સાતમા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવે છે. હવે કહેશો કે તમે શા માટે દેવરજની હત્યા કરી છે?” ડીજીપીસાહેબે અનંતરાયના હાથમાં હાથકડી પહેરાવી. અવનિ અને અનિતાબહેન સ્તબ્ધ થઈ રહ્યા.

“આ મારા જીવનનું દરરોજ આવતું દુ:સ્વપ્ન હતું. આજ સુધી હું ઊંઘ પૂરી કરી શક્યો નથી. પણ મને આવા સ્વપ્ન શા માટે આવી રહ્યા હતા એ ક્યારેય કળી નહોતો શક્યો. મમ્મી-દાદાને પૂછી જોયું પણ કોઈ જવાબ નહોતો. કોમીરમખાણ માટે માત્ર મારાં પપ્પાને દોષિત ઠેરવવામાં આવી રહ્યા હતા પણ જેમણે કોમી રમખાણ કરાવ્યા હોય એ જ એ આગમાં હોમાઈ ગયા પછી પણ એ આગની ઝ્વાર હજુ સૌને દજાડતી હતી. મહેતા પરીવાર સાથે કોઈ સંબંધ ન રહ્યો. કોઈ કોમીરમખાણની વાત કરવા તૈયાર ન હતું, સત્તર વર્ષ પછી પણ અનેક પ્રશ્નો ઉકેલ વગરના હતા. તસ્લિમાખાલાને મળી ન શક્યો. ત્યારે અભિનવે મને ફસાવ્યો અને મારો ભેટો ઝાફરીચાચા સાથે ભેટો થયો. આજે પપ્પાના હત્યારા પણ ઝડપાઈ ગયા.” યુવરાજ બોલી ઊઠ્યો.

“બોલો, શ્રીમાન મહેતા, તમે આ ગુનો કબુલો છો? શામાટે કર્યુ તમે?” ડીજીપીએ કડક સ્વરે પૂછ્યુ.

“યુવરાજ બિલકુલ સાચું કહી રહ્યો છે. મેં જ મારા જીગરજાન દોસ્ત દેવરાજ રાવળની હત્યા કરી છે. મને શું કૂબુદ્ધિ સુજી કે મેં તેને મારી નાખ્યો.” અનંતરાયે સ્વિકાર કરતા ગયા તેમ અવનિ-અનિતા અવાક્ રહી ગયાં, “જીમ્મી કુક જ્યારે દાણચોરીમાં પકડાયો ત્યારે દિવમાં ખ્રિસ્તીઓએ કેવિનના કહેવાથી જીમ્મીને છોડવવા માટે આદોલન કર્યું, કેવિને તેમને મનાવવા માટે પુરા કૌભાડની તપાસની માગણી કરાવી ત્યારે મેં દેવરાજને ચેતવ્યો. કારણકે તેણે મારી લોન માફ કરાવી હતી. આ માટે કરોડો રૂપિયાની લાંચ અપાઇ હતી અને બદલામાં મેં અનેક સરકારી યોજનાઓમાં પૈસા રોક્યા હતા. જીમ્મી પકડાતા નરૂભાએ અમારી સાંઠગાંઠ ખુલી પાડતી અનેક સીડીઓ બહાર પાડી હતી. સીડી જાહેર થતા દેવરાજે તપાસના આદેશ કર્યાં. આ કારણે અમારી વચ્ચે મોટો ઝઘડો થઇ ચુક્યો હતો. ત્યારબાદ કોમીરમખાણ થયું, દેવરાજ પોતાનું બલિદાન આપવા તૈયાર થઇ ગયો. તેની વિરૂધના તમામ આરોપો સ્વીકારતો ગયો, એક દિવસ તેણે મને કહ્યુ કે એ વડોદરા જઇને મોટો ધડાકો કરવાનો છે, તું મારી ચાલ, બધા મનભેદ દુર કરી દઇશું. મને પાક્કી બાતમી મળી કે દેવરાજ પુરૂષોત્તમ રાવળની કોમી રમખાણોમાં સાંઠગાંઠ અને પોતાની મારી સાથેની સાંઠગાંઠ ખુલ્લી પાડવાનો હતો. દેવરાજ લગભગ બપોરે બાર વાગ્યે વડોદરા પહોંચાવાનો હતોં. હું મારા પરીવાર સાથે વડોદરા જવા નવ વાગ્યે ઘરેથી નિકળ્યો. દેવિકાબહેન અને દિવ્યરાજકાકા તો વડોદરા પહેલેથી પહોંચી ગયાં હતાં, પણ અમે આણંદથી થોડે જ દુર પહોંચ્યા ત્યારે મેં અગત્યની મિટીંગનું બહાનું કરીને મા-દીકરીને અલગ કારથી રવાના કર્યા. ડ્રાઈવરને પણ મોકલી દઈને ત્યારે એક નિર્જન સ્થળે દેવરાજની એમ્બેસેંડરને ખેતરમાં ભડકે બળતી જોઈ. ત્યાં જઈને દેવરાજને બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોયો ત્યારે મારાં હ્રદયમાં રાવણ બેસી ગયો અને દેવરાજ બહાર નીકળવા આજીજી કરતો રહ્યો અને મેં તેની છાતી પર ગોળીઓ વરસાવી. વધુ એક બ્લાસ્ટ સાથે કાર ભડકે બળી ગઈ...” બોલતા-બોલતા અનંતરાયના ગળે ડુમો આવી ગયો. જમાદારે તેમના હાથમાં હાથકડી પહેરાવીને લઈ જઈ રહ્યા હતા ત્યાં જ અવનિ બોલી.

“અનંતરાય મહેતા.” અવનિએ પોતાના બાપનું નામ લીધુ, “તમે પપ્પા કહેવાને લાયક નથી રહ્યા, મેં તમને મારા આદર્શ માન્યા હતા. દરેક દીકરીને માટે તેનો બાપ આદર્શ જ હોય છે. તમારી પાસે મેં વેપારના, જીવનના, દુનિયાને સમજવાના પાઠ શિખ્યા, દુનિયાને જોવાનો દ્રષ્ટીકોણ શિખી. તમે કોઇથી ડર્યા વગર જે રીતે નિર્ણય લેતા એ મારા માટે પાઠ જ બની રહ્યો. મારા માટે તમે જીવતી જાગતી યુનિર્વસિટી હતા, એક માણસ સત્તાનો લાભ લીધા વગર આટલી ઉંચાઇએ કઇ રીતે પહોચ્યો એ મારા મિત્રોને કહેતાં-કહેતા હું થાકતી નહોતી અને તમે જ આ કોમીરમખાણના સૌથી મોટા ગુનેગાર નીકળ્યાં? આજથી મારા માટે તમે મરી ગયા છો, આજથી હું તમારી દીકરી નહીં અને તમે મારા બાપ નહીં. નથી થાવું મારે તમારો વારસદાર, ન તો તમારા વેપારની કે ન તો તમારા ગુનાઓની. ભલે આ કાયદો તમને કદાચ નિર્દોષ છોડી દે તો પણ મારી નજરોમાં તમે ગુનેગાર જ રહેવાના. નફરત છે તમારાં પર.” બોલતાં-બોલતાં અવનિ રડતી ત્યાંથી ચાલી ગઈ. અનિતાબહેન તેણીને રોકવા ગયાં.

“અનિતા, તેણીને રોક નહીં, એ મારાથી ખુબ દુર ચાલી ગઇ છે આ જ ક્ષણનો મને સૌથી વધારે ડર હતો. કાયદો મને સજા આપે કે ન આપે પણ આ સૌથી મોટી મારા કર્મોની સજા મળી ગઇ, જે મારે આજીવન ભોગવવની છે. ચાલો ડીજીપીસાહેબ,” શ્રીમાન અનંતરાય મહેતાને આખરે તેણી દીકરીએ જ ભાંગી નાખ્યો, ડીજીપીસાહેબ તેને લઇ ગયા, માધવ સાથે અનિતાબહેન અવનિને શોધવા ગયાં, યુવરાજ હોસ્પિટલ તરફ દોડ્યો.

####

- 1990થી 2014 સુધીના તમામ એવા કેસ જેમાં સરકારની સીધી યા પરોક્ષ ભૂમિકા હોય તેવા પચાસ ત્થા પૂર્વ મુખ્યમંત્રી દેવરાજ રાવળ હત્યા કેસ-નવિન પટેલ હત્યા કેસ-જીઆઈડીસી હત્યા કેસ-યુવરાજ રાવળ પર હત્યા કરવાને ઇરાદે કરાયેલો હુમલો અને કોમીરમખાણોના તમામ સત્યાવીસ કેસો ફરીથી ખોલાયા. નામદાર સર્વોચ્ચ અદાલતે તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ) ગઠીત કરાવી, જેમણે એક વર્ષ સુધી સઘન તપાસ કરી મજબુત પુરાવાઓ એકઠ્ઠા કરીને નામદાર સર્વોચ્ચ અદાલતને રીપોર્ટ સોપ્યો. તમામ કેસોની સુનાવણી માટે ખાસ ફાસ્ટટ્રેક ન્યાયાલયની રચના કરી જેમાં સતત છ મહિના સુધી સુનાવણી ચાલી. અંતે 2016ના મધ્યે નામદાર સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો, જે આવનારા સમયમાં શકવર્તિ ચુકાદો બની રહેવાનો હતો. જોકે કોમીરમખાણોના કેસ સિવાયના ચાર મહત્વના કેસ નો ચુકાદો પહેલાં આવી ગયો હતો.

- “પુર્વ ગૃહમંત્રી મૃતક નવિન પટેલની સુનિયોજીત કાવતરાં સાથે હત્યા કરવામા આવી છે, એ ફરીયાદી પક્ષ સાબિત કરવામાં સફળ રહી છે. યુવરાજ રાવળને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. આ ગુના બદલ અને સહઆરોપી રાધિકા ઉર્ફે લજ્જા ભોજાણીની હત્યા બદલ અભિનવન અંતિમ શ્વાસ સુધી ફાંસીએ લટકાવવામાં આવે છે. સાથે મુખ્યમંત્રી બંગલોમાં આચરેલા હત્યાંકાંડમાં ગુના સાબિત થતાં અભિનવને આરોપી સાબિત કરવામા આવે છે. અલ્પેશ દિવેટીયાને તાજનો સાક્ષી તરીકે જુબાની આપવા બદલ નિર્દોષ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત યુવરાજ રાવળ પર જીવલેણ હૂમલો અને હત્યાનું કાવતંરુ કરવા બદલ અભિનવન આરોપી સાબિત કરવામાં આવે છે.

- ‘છત્રાલ જીઆઈડીસીની બંધ ફેક્ટરીમાં નિત્યા રાવળનું અપહરણ કરીને તેમની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવા બદલ 1 મૃતક વિક્કી રાવળ, 2, રૂક્મિન પટેલ, 3, મૃતક નકુળ માણેકમાથી રૂક્મિન પટેલને આજીવન કારાવાસની સજા કરવામાં આવે છે. આ સાથે માધવ ગાયકવાડ અને અવનિ મહેતા વિરુદ્ધ કોઇપણ પ્રકારની સાબિતીઓ મળતી ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.” કોમી રમખાણોના કેસ સિવાયના ચાર કેસના ચુકાદા બાદ કોમીરમખાણોના કેસ પર મુખ્ય ચુકાદો 2016ના વેકેશન બાદ ખુલતી બેન્ચે આખરી અને અંતિમ ચુકાદો આપ્યો.

- “આ અદાલત ગુજરાતમાં 1990થી 2014 સુધીના તમામ કેસ જેમાં ગુજરાત સરકારની સીધી યા પરોક્ષ સંડોવણી હોય તેવા કેસ જેમકે કોમીરમખાણ- નકલી એન્કાઉન્ટર-સદોષ હત્યા-ધાક-ધમકી-વ્યક્તિગત કે સામાજિક વેમનસ્ય ઊભી કરતી શંકાસ્પદ પગલાઓ-ગુનાઓ પર ચુકાદો આપી રહી છે. કોમીરમખાણ એ માનવ દ્વારા આચરેલો સૌથી ધુણાષ્પદ સુનિયોજીત હત્યાકાંડ છે. કોમીરમખાણ હમેંશા પુર્વઆયોજીત ગુનાહિત કાવતરુ જ હોય છે. તે ક્યારેય માફ ન કરી શકાય તેવો ગુન્હો જ રહેવાનો, આ માટે કોઇપણ આરોપીઓને મૃત્યુદંડ પણ ઓછુ પડે. કોમીરમખાણ એ વ્યક્તિગત જ નહીં સામાજીક-ધાર્મિક-ન્યાયિક-આર્થિક-ઐતિહાસિક આવનારી તમામ પેઢીઓને વ્રજઘાત સમાન કાંડ છે. આ કોમીરમખાણો માનવના મૂળભૂત હક્કો અને અધિકારોનું હનન કરે છે. યુદ્ધ કે પ્રલય બાદ જે વિનાશ ફેલાય છે અને જે રીતે પરમાણુ યુદ્ધ ખતરનાક અને માનવજીવનને તબાહ કરનારુ છે એ જ રીતે કોમીરમખાણ વગર પરમાણુ બોમ્બ ફેક્યા વગરનો આચરેલો વિનાશ છે. ધર્મ એ માનવની સૌથી નાજુક બાબત છે, આપણે કોઇને પણ શું ખાવું-પીવું-શું ઓઢવું-શું ન ઓઢવું-ક્યો ધર્મ-સંપ્રદાય આચરવો-કોને સાથે જીવવું-આર્થિક નિર્વાહ કરવો એવી કોઇપણ વ્યક્તિગત બાબત પર હસ્તક્ષેપ ન કરી શકીએ. એ તેમને આપેલા હક્ક અને અધિકારોનું હનન બરાબર છે, ન્યાયાલય પણ કોઇપર દબાણ ન આણી શકે, જ્યારે 1995-1997 દરમ્યાન થયેલા કોમીરમખાણ એ પુર્વનિયોજીત કાવતરુ છે, 1, પુરૂષોત્તમ રાવળે 2, મૃતક કેવિનબ્રોડ 3, ધનરાજ ગજેરા, 4, મૃતક નરૂભા માણકે, 5, હમીર મીરનવાઝ, 6, હરીસિંહ ઠાકોર, 7, મૃતક મંગળ સોની, 8, મૃતક જીમ્મી કુક, 9, પ્રોસીક્યુટર અનિલ શહેરા, 10, વકીલ સમીર સવાણી અને 11, મૃતક નવિન પટેલ સાથે મળીને કોમીરમખાણોનું સુનિયોજીત કાવતરુ ઘડીને ગુજરાતભરમાં નરસંહાર સર્જ્યોં, 20000થી વધુ લોકોનો નરસંહાર કરાવ્યો, પુરાવાઓને પોતાને ઘરે ગેરકાયદે છુપાવ્યાં, અનેક લોકોને ચુપ રહેવા માટે લાંચ આપી, આ સાથે સત્તા પર આરૂઢ થઇને પોતાને મળતા અધિકારોનો ગુનાહિત ઉપયોગ કરીને કોમીરમખાણોના સત્યને દબાવી રાખવાનો પ્રયત્ન કર્યો. આ તમામમાંથી ધનરાજ ગજેરા પોતાનો ગુનો કબુલીને કોમીરમખાણોના આરોપી વિરુદ્ધ સાક્ષી આપવા તૈયાર થયા હોવાથી અદાલત ધનરાજ ગજેરાને હળવી સજા થાય તેવો નિર્દેશ કરે છે. પુરૂષોત્તમ રાવળને મુખ્ય સુત્રધાર તરીકે સાબિત કરતાં પુરાવાઓના આધારે અને તેમણે તમામ ગુનાઓ સ્વીકારી લીધા હોવાના કારણે અંતિમ શ્વાસ સુધી ફાંસીએ લટકાવવામાં આવે છે. હમીર મીરનવાઝ હિન્દુ ધર્મગુરુ બનીને અનેક લોકોને સાથે છેતરપીડી કરવી, અનેક નિર્દોષ યુવતિઓને આશ્રમમાં ગોંધી રાખીને તેમની સાથે દુષ્કર્મ આચરવું, ગેરકાયદે યુવતિઓને આશ્રમમાં ગોંધી રાખવી, કોમીરમખાણોમાં પુરૂષોત્તમ રાવળ સાથે ગુનાહિત સહકાર આપવો, ગેરકાયદે ઘાતક હથિયારો આશ્રમમાં રાખવા, સરકારી જમીન પર ગેરકાયદે જમીન સંપાદન કરવું, રાજ્યમાં ભય અને હિંસાનો માહોલ સર્જવું, ગેરકાયદે અનેક કૈફી દ્રવ્યોની હેરફેર કરવી, અનેક ગેરકાયદે વસ્તુઓની દાણચોરી કરવી, વગેરે અનેક ગુનાઓ બદલ વિવિધ કલમોને આધારે તેમને સજા કરવામાં આવશે. હરીસિંહ ઠાકોર-અનિલ શહેરા-સમીર સવાણીને કોમીરમખાણોમાં પુરૂષોત્તમ રાવળની ગુનાહિત સહકાર કરવ બદલ આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવે છે.

- પુર્વ મુખ્યમંત્રી દેવરાજ રાવળ વિરુદ્ધ લાગેલા તમામ આરોપો રદ્દ કરવામાં આવે છે, સત્તર-સત્તર વર્ષ નિર્દોષ હોવા છતાં આજીવન કારાવાસ સજા કાપી રહેલા ઇફ્તિખાર જાફરીને કોઇપણ ગુના વગર આજીવન કારાવાસ સજા આપવા બદલ આ અદાલત તેમની માફી માંગી રહી છે, છતાં એમણે ગેરકાયદે ઘાતક હથીયારો ઘરમાં રાખવા બદલ જે સજા કરવામાં આવી હતી એ તેમણે પુરી કરી હોવાથી તેમને આઝાદ કરવામાં આવે છે. પુર્વ મુખ્યમંત્રીની સુનિયોજીત કાવતરાં સાથે હત્યા કરવામા આવી હતી, જેમાં 1, પુરૂષોત્તમ રાવળ, 2, અનંતરાય મહેતાને મુખ્ય આરોપી સાબિત કરતાં પુરાવા એકઠ્ઠા થયા છે. સાક્ષી કાળુભાઇ આહિર ત્થા તાજના સાક્ષી બનેલા ધનરાજ ગજેરાની જુબાનીના આધારે અને બન્નેએ પોતાના ગુનાઓ સ્વીકારી લીધા હોવાથી બન્નેને મૃત્યુ સુધી કારાવાસની સજા સંભળાવવામાં આવે છે. સાથે હમીર મીરનવાઝ- પ્રોસીક્યુટર અનિલ શહેરા-વકીલ સમીર સવાણીને ગુનાહિત સહકાર આપવા બદલ આજીવન કારાવાસ સજા કરવામાં આવે છે. લાવણ્યા ઠાકરને અદાલત નિર્દોષ જાહેર કરવામાં આવે છે, તેણીની વિરુદ્ધ કોઇ પુરાવા સાબિત થતાં નથી.” નામદાર સર્વોચ્ચ અદાલતના અંતિમ ચુકાદા સાથે કોમીરમખાણોનાં લાંબા પ્રકરણનો અંત આવ્યો.

####

- “અરે, હું તને લોયર્સ ચોઇસમાં શોધતી હતી, તું અહીં શું કરે છે?” ગાંધી બ્રિજ પાસેના સાબરમતી વૉકવે પાર્ક પર દુરથી માધવને બાકડો પર જોઇને નજીક આવતી સાગરીકા બોલતી આવી, માધવ બાકડો પર પદ્માસનમાં આંખો બંધ કરીને બેઠો હતો. સાગારીકા નજીક આવીને હસી પડી, “અરે, આ શું વકિલાત છોડીને યોગી બની જવાનો ઇરાદો છે કે શું?”

“એવું જ સમજી લે, કારણકે વકિલાત તો મેં છોડી દિધી.” માધવ શાંતિથી આંખો ખોલતો બોલ્યો.

“શું?” સાગા પાસે બેસતી બોલી ઉઠી, “પણ શા માટે? જ્યારે ખરેખર તારી વકિલાત જામવાની હતી, કેસ લડાવવા માટે તારી ચેમ્બરમાં લાઇન લાગવાની હતી ત્યારે જ તે વકિલાંત છોડી દીધી. મને ખબર છે કે તું પ્રામાણિક વકીલ છો, પણ કમસેકમ ગરીબ લોકોનો તો વિચાર કરવો જોઇએને, યાર.”

‘સાગારીકા, ખરેખર કહું તો હું ક્યારેય વકિલાંત કરવા ઇચ્છતો જ નહોતો. આ તો સંજોગો એવા સર્જાયા કે મારે વકિલાંત કરવી પડી, જ્યારે મારે તો કંઇક બીજું જ કરવું હતું, અને અત્યારે જ કરવું છે. આમપણ કોમીરમખાણોનો કેસ લડ્યાં પછી મારું મગજ સાવ ખર્ચાય ગયું હતું, એ મગજને ચાર્જ કરવા બ્રેક લેવો હતો પણ હવે..”

“તને કળવો મુશ્કેલ છે, પૂરી રીતે અકળ, પહેલા દિવસથી જ. જોકે સાચું કહું તો કોમીરમખાણોના કેસ સાથે આ વાર્તાનો અંત આવ્યો. મતલબ કે નવા દિવસથી નવી શરૂઆત. જોકે યુવરાજભાઇ હવે શું કરવાના છે એ જોવું રસપ્રદ રહેશે. અદાલતના આદેશના કારણે છેલ્લા દોઢ વર્ષથી વિધાનસભા સુષુપ્ત અવસ્થામાં હતી. હવે ચુંટણી યોજાયા પછી રાજ્યની ગાડી પાટા પર આવશે. માધવ, છેલ્લાં દોઢ વર્ષમાં જાણે જડમૂળથી પરીવર્તન થઇ ગયું, નિત્યા હવે સાજી-માજી થઇ ગઇ, હવે તેણી ફેશન ડીઝાઈનર બનીને નવિનકાકાના સ્વપ્ન પૂરા કરવા પર જોર આપી રહી છે. પપ્પાના ગયાં પછી સાગરભાઇએ મિડિયાહાઉસ સંભાળી લીધું, અવનિ-અધિવેશ પણ પોતાનું કરીયર બનાવવામાં લાગ્યા છે. મને અવનિનું દુખ પણ છે અને તેણીના માટે ગર્વ પણ થાય છે. એક તો શ્રીમાન અનંતરાય મહેતા સાથે એક ઝાટકે સંબંધ કાપી નાખ્યો, આ તો ભારે હિમ્મતનું કામ છે. હું તો મારા પરીવાર.. ખાસ કરીને મમ્મી-પપ્પાની વિરુદ્ધ જવાનું વિચારી જ ન શકું. અવનિએ તેના પપ્પાનો તમામ ઉદ્યોગ વેચીને નોકરી કરશે. કેરીયર બનાવશે.’ સાગરીકા એક બાદ એક લોકોને યાદ કરતી બોલ્યે જતી હતી.

“મને તો એ બન્નેએ જાણે પોતાની જાગિર કરી લીધો, કોઇપણ કામ હોય કે તરંત જ મને બોલાવે. સારા સમાચાર હોય કે ખરાબ, કોઇપણ સમસ્યા હોય કે આનંદની વાત. માધવ સૌથી પહેલા. ખરેખરે બન્ને સાથે એવી પ્રીત બંધાય ગઇ છે કે તેમના વગરનું જીવન તો કલ્પના કરવું અશક્ય છે મારા માટે.” માધવ અવનિ-અધિવેશને વિશે બોલી ઉઠ્યો.

“કલ્પના કરવાની જ જરુર જ શું છે? તું ક્યાં જવાનો છે?”

“જવું તો પડશે. હું તો કહું છું કે તારે પણ મારી સાથે આવવાનું છે.” માધવે સાગરીકાનો હાથ પકડીને અધિકારીક રીતે બોલ્યો, સાગરીકાના હોઠ પુછવા માટે ફફડી રહ્યાં હતાં કે “વગર પુછ્યે આવીશ? મારા પર વિશ્વાસ છે?” માધવે પડકાર ફેક્યો. સાગારીકા પહેલા તો માધવને જોઇ રહી પણ પછી હળવેકથી માધવની નજીક જતી-જતી માધવના હોઠ તેના હોઠને સ્પર્શે એટલું અંતર રહી ગયું. માધવના ચહેરાને બન્ને હાથ વડે પકડીને આંખો બધ કરીને બન્ને હોઠોનું અતર શુન્ય કરી દીધું. એક પ્રગાઢ ચુંબન ચાલ્યું. શ્વાસોચ્છ્વાસ વધી ગયા અને માધવના હાથ સાગરીકાની પીઠ પર ફેલાયા અને સાગરીકાના હાથ માધવાન ગળાની પેલે પાર થઈને વિટરાઈ ગયા. માધવને તેનો જવાબ મળી ગયો હતો તો સાગરીકાને સ્વપ્નનો રાજકુમાર મળી ગયો હતો.

- અસ્તુ.