મચ્છર ગેંગ Nikunj Kantariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મચ્છર ગેંગ

                   
           28 એપ્રિલ,2019 એટલે કે મારા જીવન ની એક ઐતિહાસિક ઘટના.આ દિવસે મેં પેહલી વખત મારુ જન્મસ્થળ,મારી માતૃભૂમિ એટલે કે સુરત છોડી ને નવસારી રહેવા માટે આવ્યો.જો કે નવસારી નો પહેલો જ દિવસ મારા માટે બહુ સારો ના કહી શકાય એવો હતો.નવસારી આવ્યા ના પેહલા દિવસે બધો સામાન ગોઠવ્યા બાદ રાતે બધા જમી ને બેઠા હતા.ટીવી પણ હજુ ચાલુ થયું ન હતું.બધા શાંતિ થી બેઠા હતા.જેમ તોફાન આવવા પેહલા ની શાંતિ હોય તેવી શાંતિ છવાયેલી હતી મારા ઘરમા. કોઈક અણધારી મુસીબત આવવાની હતી અને તે હતી મચ્છરો!!

                       
                        રાત ના 11 વાગ્યા હશે.બધા ઘસઘસાટ ઊંઘતા હતા.હવે એક પછી એક મચ્છરો આવવાનું ચાલુ થયું.શરુઆત માં તો ખબર ના પડી પણ ધીમે ધીમે મચ્છરો નું ટોળું અંદર આવી રહ્યું હતું અને હાથ અને પગ પર કરડવા લાગ્યા.કાન પાસે જાણે એક સાથે ઘણી બધી મધમાખી ઓ ફરતી હોય તેવો ગણગણાટ કરે.ધીમે ધીમે બધા ની ઊંઘ ઊડી પણ “અબ પછતાયે ક્યાં હોવત જબ ‘મચ્છર’ ચુગ ગયે ખેત”.એ નવસારી ની પેહલી રાત,આખા દિવસ નો ખરા તડકા માં સમાન ફેરવવાનો થાક બધા ની આંખ માં સાફ દેખાઈ રહ્યો હતો પણ કોઈને ઊંઘ આવતી ન હતી.ત્યારે પપ્પા  મચ્છર થી બચવાનું પહેલું હથિયાર લઈ આવ્યા.”અગરબત્તી”!!!.પપ્પા એક મચ્છર મારવાની અગરબત્તી લઇ આવ્યા હતા આશરે 12 પેકેટ હતા.તમે માનશો નહિ પણ અમે લગભગ 7 પેકેટ અગરબત્તી પુરી કરી નાખી પેહલી જ રાતે.
                      અમે પેહલી અગરબત્તી સળગાવી.5 મિનિટ થઇ ત્યાં મચ્છર ધીમે ધીમે નીચે ઉડતા બંધ થાય ગયા ને નીચે ઢગલો થઇ ગયો.અમને થયું કે હાશ હોવી શાંતિ થી ઉંઘ થશે પણ એમ કઇ આ મુસીબત હલ થવાની ન હતી.થોડી વાર થઇ હશે ત્યાં વળી પાછા મચ્છર આવવાનુ ચાલુ.જોયું તો જે મચ્છર નીચે પડ્યા હતા એ બધા ગાયબ.3 -4 અગરબત્તી સળગાવ્યા પછી છેક ખબર પડી કે એ મચ્છર તો ખાલી મરવાનું નાટક કરતા હતા.હકીકત માં તો તે બધા માટે આ કલોરોફોર્મ હતું જેના થી તે બેભાન થઈ જતા હતા અને થોડી વાર પછી પાછા એનું કામ ચાલુ કરી દેતા.લગભગ સવાર ના 5 વાગ્યા સુધી અમારા માંથી કોઈ એક અગરબત્તી પકડી ને બેસતું ને બાકી ના સુઈ જતા.જેવી એક અગરબત્તી પુરી થાય કે બીજો ઉઠે ને અગરબત્તી લઈને બેસે.આવી રીતે જેમ તેમ કરી ને પેહલી રાત ગઈ.
                       બીજા દિવસે અમારા ઘરે બીજું હથિયાર આવ્યું.’મચ્છરદાની”!!.જોઈ ને હરખ તો ઘણો થયો કે હાશ હવે શાંતિ થી સુવા મળશે પરંતુ હજી આ અહીં ખતમ થવાનું નથી!!! રાત ના 11 વાગી ચુક્યા હતા,ગાદલા નંખાય ગયા હતા,મચ્છરદાની પણ લગાડાઇ ગઈ હતી.રાતે આશરે 1 વાગ્યો હશે ફરી એક વખત કાન પાસે ગણગણાટ ચાલુ થયો , કરડવાનું શરૂ થયું!!!જોયું તો મચ્છર દાની ની બાજુ માં અંદર આવવાની જગ્યા માંથી બધા મચ્છર અંદર આવી રહ્યા હતા. ફરી એક વખત થયું કે “અબ પછતાયે ક્યાં હોવત જબ ‘મચ્છર’ચુગ ગયે ખેત”.બીજી રાત પણ બહુ સારી ન કહી શકાય એવી ગઈ.ત્રીજા દિવસે મચ્છર થી બચવા ત્રીજું હથિયાર આવ્યું.”ઇલેક્ટ્રીક રેકેટ”!!
                   પેહલી બે રાત જોઈને   હવે ત્રીજા દિવસ ની રાત પડતા ની સાથે જ રેકેટ સાથે અમે મેદાન માં ઉતર્યા.સાંજ પડતા ની સાથે જ જે કોઈને મચ્છર દેખાય કે તરત જ મચ્છર રેકેટ થી શોક ટ્રીટમેન્ટ આપતા.રેકેટ થી ત્રીજી રાતે છેક ઊંઘ પુરી થઈ.પરંતુ હજી પણ આ તકલીફ પુરી થવાની ના હતી.!!
                     
                   થોડાક દિવસ થયા હશે આ વાત ને,મારા મામા નું આખું ફેમીલી અમારા ઘરે રોકાવા આવ્યુ.એમને પણ અમારી જેમ મચ્છર ગેંગ ની કોઈ જાણ ન હતી.એમને ક્યાં ખબર હતી કે દિવસ ની મજા અને રાત ની સજા.ફરી એક વાર બધા જમી ને સુઈ ગયા હતા અને રાત ના બરાબર 3 વાગ્યા હશે.હું અને મારો એક મોટો ભાઈ બીજી રૂમ માં સુતા હતા .બે માંથી એક પણ ની આંખ માં ઊંઘ નું નામોનિશાન ન હતું કેમ કે મચ્છર જ એટલા કરડી ગયા કે ઊંઘ ઊડી ગઈ. એ રાતે મને એટલું બધું લાગી આવ્યું કે મન માં થયું કે હવે મારે બ્લડ ડોનેટ જ નથી કરવું કેમ કે આ મચ્છર જ એટલું બધું પી ગયા.
            રાત ના 3 થયા હતા,ઊંઘ આવતી ન હતી,સવાર પડવાની હજુ બોવ વાર હતી.અમે બંને ભાઈ એ વિચાર્યું કે ચાલો કઇ નહી મોબાઈલ માં ગેમ રમીએ. LUDO ગેમ ડાઉનલોડ કરી અને લગભગ સવાર ના 4:30 સુધી અમે ગેમ રંમી.હવે એમ પણ કંટાળો અવાનો શરૂ થયો. હવે શું કરવું?ત્યાં મારા ભાઈ એ કીધું ટિકટોક ચાલુ થયું છે તો એક બે વિડિઓ બનાવયે.જોકે અમારી એક્ટિંગ સ્કીલ એટલી પાવરફુલ હતી કે એક પણ વિડિઓ સરખો નહોતો બન્યો અને એમનેમ 5 વાગી ગયા ને મચ્છર પણ ઓછા થઇ ગયા હતા.
           ખરેખર આ મચ્છર ગેંગ નો બોવ ત્રાસ છે.ચેન સુવા પણ નથી દેતા.આ થયું એના થોડા દિવસો બાદ એક ઘટના બની જે ફરી એક વાર એક ઐતિહાસિક ઘટના ને આકાર આપવાની હતી.
           7 મે ,2019 ની રાત,મારા પપ્પા એક ટેબલ ફેન લઇ આવેલા કે જેથી મચ્છરદાની માં અંદર ગરમી ઓછી થાય પણ ક્યાં ખબર હતી કે એના લીધે એ મચ્છરદાની માં અમારી છેલ્લી રાત હતી.રોજ ની જેમ મચ્છરદાની બંધાય ચુકી હતી.ટેબલ ફેન પણ ગોઠવાય ગયો પણ અજાણ્યે મચ્છરદાની નો એક છેડો એ ટેબલ ફેન માં અડફેટે આવી ગયો.ટેબલ ફેન એટલો ફાસ્ટ હતો કે મચ્છરદાની ના વીંટવાને લીધે તેના એક પાંખીયા નો કટકો તૂટીને સીધો મારી ઉપર લગભગ 2 ઇંચ જેટલી ઉપર થી પાસ થઈ ને દીવાલ માં ખૂંચી ગયો.તરત જ પંખો બંધ થયો ને મચ્છરદાની પણ.એ જ રાતે પપ્પા એ એલાન કરી દીધું કે હવે અહીં રહેવાય એમ નથી .ફરી પાછા સુરત.મારે તો એટલું જ જોઈતું હતું.ફટાફટ સમાન પેક થયો ને પાછા સુરત.નવસારી ની શરૂઆત સારી ન રહી પણ એન્ડીંગ હેપ્પી રહી,ફરી પાછું સુરત જો આવા મળ્યું.



નમસ્કાર મિત્રો,
હું કોઈ પ્રોફેશનલ લેખક તો નથી પણ થોડી મૌલિકતાથી આ વાર્તા લખી છે.આ સત્ય ઘટના પર આધારિત છે.સ્ટોરી ને વધુ આકર્ષિત રીતે રજૂ કરવા થોડા ફેરફાર કરેલ છે.તેથી સ્ટોરી લખવામાં કઈ ભુલો હોય તો જરૂર થી કહેજો અને તમારો અભિપ્રાય આપજો.બીજી વખત એ સુધારી ને વધુ સારી સ્ટોરી લખવાનો પ્રયત્ન કરીશ.