ભગવાન નુ વિજ્ઞાન Nikunj Kantariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભગવાન નુ વિજ્ઞાન

ભગવાન વિશે આમ તો ઘણુ બધુ આપણા ધર્મ ગ્રંથો મા લખવામા અને કેહવામા આવ્યુ છે.પરંતુ શુ આપણે જેને ભગવાન માનીએ છીએ કે સમજીએ છીએ એ શુ ખરેખર ભગવાન જ છે? આપણા પુરાણો મા ઘણી બધી એવી કથાઓ છે જેમા ભગવાન ને એક શક્તિશાળી મનુષ્ય કે પ્રાણી સ્વરુપે દર્શાવવામા આવ્યા છે.પરંતુ શુ ભગવાન એવા જ સ્વરુપે હોય છે?

આપણો નાનપણ થી ઉછેર જ એવી રીતે થયો છે કે આપણે બધા એવુ વિચાર્યે છીએ કે ભગવાન ઘણા બધા છે અને લોકો એમા જ ગુંચવાયેલા છે કે હુ તો શિવ નો ભક્ત છુ તુ શેનો ભક્ત છે? ક્રિશ્ચિઅન નો ? અરે ના ના એ તો એટલા સારા ભગવાન નથી જેટલા ભગવાન શિવ છે. એમા પણ લોકો ની લડાઇ થાય છે.એમને પુછીશુ કે કેમ તો કેહશે કે આતો વધારે સારા ભગવાન છે. ભગવાન ને પણ પારખે અને ગુણ આપે કે આ ભગવાન ના દસ માથી આઠ ગુણ , નવ ગુણ , દસ ગુણ અને બધાને દસ માંથી દસ ગુણ વાળા ભગવાન જ જોઇએ.

જો તમે કોઇ પણ શાસ્ત્ર વાંચશો કે જે ખરેખર વાસ્તવિક શાસ્ત્ર છે કોઇ પણ ધર્મ નુ તો , તેને ધ્યાન થી વાંચશો , ધ્યાન થી નિરીક્ષણ કરશો તો એમા તમને બિલ્કુલ ક્લિયર બતાવવામા આવશે કે કોઇ પણ સ્વરૂપ મા ભગવાન એક જ છે.

કોઈ પણ વ્યક્તિ કહે કે હિન્દુ ધર્મ માં આટલા બધા ભગવાન ની તમે પૂજા કરો છો તો એને ચતુરાઈ થી જવાબ આપી શકાય કે હિન્દુ ધર્મ માં અલગ અલગ સ્વરૂપે એક જ ભગવાન ની પૂજા થાય છે.જ્યારે એવી કોઈ જગ્યા છે જ નહિ કે જ્યાં ભગવાન ન હોય તો ગમે ત્યાં બેસી ને પૂજા કરો , ગમે તે સ્વરૂપે પૂજા કરો , જો આ સમજી ને પૂજા કરો તો કોઈ વાંધો જ નથી પરંતુ જો આ વગર સમજયે કરો તો બેવકૂફી થી વધુ કંઈ નથી.

આપણે આપણી ભગવાન ની વ્યાખ્યા ને જ સરખી કરવી રહી. ધનવાન એટલે કે જેની પાસે ધન હોય કે જે ધન નો માલિક હોય, ગુણવાન એટલે કે જેનામા સારા ગુણ હોય ,ભાગ્યવાન એટલે કે જેની પાસે સારું ભાગ્ય છે. એવી જ રીતે ભગવાન એટલે કે ભગ એટલે કે સંપતિ, સંપત્તિ એટલે ફક્ત એ નહિ કે જે આપણે સમજીએ છીએ ડોલર કે રૂપિયા,પરંતુ આ આખું સર્જન, આખું બ્રહ્માંડ, એનો માલિક એટલે ભગવાન.

આમાં પણ લોકો એવી રીતે વિચારવા લાગ્યા કે ભગવાન એટલે આપણા થી અલગ કોઈક શક્તિ કે વ્યક્તિ હશે.પરંતુ કોઈપણ શાસ્ત્ર,વેદ,ઉપનિષદ ને તમે ધ્યાન થી વાંચશો તો તમને જણાશે કે ભગવાન એ તમારા હૃદય નું પણ હૃદય છે.પાણી ના ઉદાહરણ થી વધુ સારી રીતે સમજી શકાશે કે સમુદ્ર નો ભગવાન કોણ? પાણી. જો સમુદ્ર માંથી પાણી ને કાઢી લેવામાં આવે તો સમુદ્ર ક્યાં છે? એવી જ રીતે સમુદ્ર ની લહેર નો ભગવાન કોણ? પાણી. લહેર માંથી પાણી ને કાઢી લઈએ તો લહેર ક્યાં છે? તો શું એ લહેર અને પાણી બને અલગ અલગ છે? નહિ. એવી જ રીતે તમને સમજાશે કે ભગવાન એટલે જે કણ કણ માં છે.જે બધી જ જગ્યા એ છે. એ ભલે આ દુનિયા માં હોય કે બીજી ગમે તે દુનિયા માં હોય.જો આ દુનિયા હોય તો આપણાં જેવી બીજી દુનિયા પણ કેમ ન હોય?

એટલે કે ભગવાન એટલે કે જે બધી જ જગ્યા એ છે. એ તમારા થી દુર નથી.એક ખૂબ જ મોટી ગેરસમજ વર્ષો થી લોકો કરતા આવે છે એના માટે જો તમે ભગવદગીતા ને ધ્યાન થી વાંચશો , વેદ-ઉપનિષદો નું અધ્યયન કરશો તો જણાશે કે લોકો એક ખૂબ જ મોટી ભૂલ કરતા આવી રહ્યા છે જેનું તે ફળ ભોગવી રહ્યા છે.લોકો પૂછે છે કે ભગવાન ક્યાં છે? લહેર પાણી થી કેટલી દૂર છે? જેટલી લહેર પાણી થી દુર છે એટલા જ ભગવાન આપણા થી દુર છે. એક ઘરેણા ને એવુ લાગે છે કે એ બીજા બધા ઘરેણાઓ થી વધારે કિમતી અને સુંદર છે અથવા તો એમ લાગે છે કે હુ બીજા બધાથી એકદમ તુચ્છ છુ પરંતુ એ બધા જ ઘરેણાઓનો સ્ત્રોત છે શુ? સોનુ. અને એ બધા ઘરેણાઓ ને બનાવનાર કોણ? માણસ. એના થી પણ એક લેવલ આગળ જઇએ તો એ માણસ નો સ્ત્રોત શુ? એ સોનુ અને માણસ બન્નેનો સ્ત્રોત એક છે જે વિજ્ઞાન પણ કહે છે અને અધ્યાત્મ પણ. જેને વિજ્ઞાન અણુ અને પરમાણુ કહે છે.આપણે બધા જ કઈક અણુ અને પરમાણુઓ ના બનેલા છીએ.પરંતુ અહિયા વિજ્ઞાન અટકી જાય છે કે હવે તે અણુ અને પરમાણુ ઓ નો સ્ત્રોત શુ? અને અહિયા અધ્યાત્મ કામ લાગે છે.

ધીરે ધીરે સમજાશે કે આપણે ભગવાન માં જ છીએ,આપણે ભગવાન થી જ છીએ અને ધીરે ધીરે સમજવાનું છે કે આપણે જ ભગવાન છીએ.આને અહંકાર ની દ્રષ્ટિએ ન જોતા એવી રીતે જોઇએ કે ભગવદગીતા મા શ્રી ક્રુષ્ણ વિભૂતિયોગ મા કહે છે કે વેદો મા સામવેદ હુ છુ,દેવો મા ઇંદ્ર હુ છુ, ઇંદ્રિયો મા મન હુ છુ તો અહિયા જે “હુ” ની વાત કરવામા આવી છે તે કોઇ અહંકારીક રીતે નહિ પણ એ રીતે સમજવાનુ છે કે તેઓ કયા “હુ” ની વાત કરે છે? એ “હુ” કે જે એમનો “હુ” અને આપણો,સમસ્ત સૃષ્ટિનો ”હુ” અલગ અલગ નથી એક જ છે.