મારો જુજુ - ભાગ 6 Prachi Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 28

    “સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવ...

  • મમતા - ભાગ 113 - 114

    ️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૩( અચાનક મોક્ષાને શું થયું ? મંથન, મં...

  • ભાગવત રહસ્ય - 60

    ભાગવત રહસ્ય-૬૦   કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશો...

  • એક ષડયંત્ર.... - ભાગ 86

    (માનવ સિયાને ખૂબ માર્યા પછી પણ તે એકની એક વાત રટે જતાં રૂમની...

  • સંઘર્ષ - પ્રકરણ 1

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મારો જુજુ - ભાગ 6

                     



             સવારના 7 વાગેલા.રાતે મોડે સુવાને લીધે માથું થોડું ભારે હતું. ઉઠવાની બિલકુલ ઈચ્છા નહોતી પણ સૂરજનો પ્રકાશ બારી માંથી સીધો મોઢા પર આવતો હતો. અને મમ્મી નો સાદ પડ્યો. ત્યાં સુધીમાં.. "મહારાણી, ઉઠો હવે 7 વાગવા આવ્યા છે અને આમને હજી કેટલું સૂવું છે. જન્મદિવસ ના રોજ પણ."


                    મારો બર્થડે નો દિવસ હતો. અને એ પણ સેલિબ્રેશન વગર જાય એ હું નહોતી માનતી. એમાં પણ દીક્ષા જોડે હોય તો પતી જ ગયું. થોડી વાર તો ત્યાં એમ જ પડી રહી. 

  

                       ત્યાં ઘરની ડોરબેલ વાગી. મમ્મી એ દરવાજો ખોલ્યો. તો સામે દીક્ષા હતી.   એક હાથ માં ફૂલો નો બુકે ને બીજા હાથમાં ગિફ્ટ લઇ.....મમ્મીએ બૂમ પાડી." હવે તો ઉઠ, આ દિક્ષા પણ આવી." પણ એ સીધી રૂમ માં આવી. ને જોર થી કાનમાં બૂમ પાડી. હું એકદમ ઝબકી ને જાગી ગઈ... "દીક્ષા.." એમ કહેતી હું પણ એની પાછળ પડી.ને આખા રૂમ માં આમ થી તેમ દોડવા લાગી.મમ્મી પાછળ થી ઉપર આવી. ને અમારી મસ્તી જોઈને દરવાજે ઉભી ઉભી હસતી હતી....છેવટે એ ના પકડાઈ તો હું થાકી ને બેડ પર બેસી ગઈ.



                     ધીરે રહી ને એ પાસે આવી ને હાથ માં ફૂલો નો બુકે ને ગિફ્ટ પકડાવી. મેં કહ્યું "હજી કેટલી ગિફ્ટ બાકી છે".
તો એ કહે કે હજી તો શરૂઆત છે. પછી કહે "ફટાફટ રેડી થઈને નીચે આવ. હું કારમાં તારી રાહ જોવું છું.." મેં પણ વધારે વાત કરવું મુનાસીબ ના સમજતા એ કહે એમ કર્યું. ફટાફટ રેડી થઈને કારમાં ગોઠવાઈ. મેં પૂછ્યું," ક્યાં જઈએ છીએ આપણે?" તો એ કહે સરપ્રાઈઝ છે.. 


                  #################


    
                કારમાં મારુ ફેવરિટ સોન્ગ વાગતું હતું.. 'તેરા હોને લગા હું'.... જે રહી રહીને કોઈ ની યાદ અપાવતું હતુ.....
કોઈ ના માટે પ્રેમની ઊર્મિઓ જગાવતું હતું... એક પંક્તિ યાદ આવી ગઈ....







   દર દર ભટકતી મારી યાદોને તારો સહારો મળ્યો.....

  ખળખળ વહેતા ઝરણાં સમી મને તારો કિનારો મળ્યો....

  પ્રેમમાં ઘેલી રાધાને એનો શ્યામ મળ્યો.....

  જગતથી વિજોગી બનેલ જોગણને એનો જોગી મળ્યો....

  ભગવાન પાસે માંગતી ખ્વાહિશ ના ફળસ્વરૂપ તું મળ્યો...
                  


                તરત જ બેગમાંથી બુક કાઢી એમાં પંક્તિઓ લખી દીધી... "અહીંયા પણ તને એ  યાદ આવે છે. પાગલ છે તું પાગલ..." ડ્રાઇવ કરતા કરતા દીક્ષા બોલી.. સામે ફક્ત મારુ એક સ્મિત મળ્યું..... 

                ઊંઘ પુરી થઈ ના હોવાને લીધે આંખો ઘેરાવા લાગેલી. બહાર થી આવતા ઠંડા પવન ને લીધે આંખ ક્યારે મળી ગઈ ખબર જ ન પડી..

                 4 કલાક જેટલા સમય પછી મને દીક્ષા એ ઉઠાડી." કુંભકર્ણ, જ્યાં જોવે ત્યાં સુઈ જ જાય છે..."ઘરે થી સવારે 8 વાગે નીકળેલા અત્યારે સાંજ થવા આવેલી. 7 - 8 કલાક જેટલો સમય વીતી ગયેલો ઘરે થી નીકળ્યા પછી.મેં ઊંઘરેટા અવાજમાં દીક્ષા ને પૂછ્યું," આપડે ક્યાં આવ્યા છીએ તું ક્યાં લઈ આવી મને ?"તો એ કહે "આપણે તારા ફેવરિટ જગ્યા એ આવ્યા છીએ."

                  હું બોલી."પણ ક્યાં?"
                  "અરે મારી મા.. આપણે તારા કાના પાસે આવ્યા છીએ. હા... દ્વારકા..  "

                  હું સફાળી બેઠી થઈ ગઈ. 



          #######################


         દ્વારકા... મારા કાના નું ધામ..

        દ્વારકાધીશ ના મંદિર માં દર્શન  કર્યા. મોહનની મનમોહક મૂર્તિને એકીટશે નિહાળી રહી..આરતી નો સમય થયેલો..  એના માટે રોકાયા....  આરતી પછી મંદિર માંથી બહાર નીકળી એક હોટેલ પર ગયા... રૂમ રાખી ને ફ્રેશ થયા પછી બહાર નીકળ્યા... એક જગ્યા સારી ઢાબા જેવી જગ્યા એ જઇને જમ્યા...  ત્યાર પછી દરિયા કિનારે ફરવા ગયા.. 




                    રાત ઢળી ચુકેલી. રાતે દરિયાનું પાણી ચન્દ્ર ના પ્રકાશ માં રૂપેરી લાગતું હતું. સામે બસ દરિયો જ દરિયો હતો. એક રેખાએ આકાશ ને દરિયો મળતા હતા.. આકાશ ના ચાંદ તારાઓ નું પ્રતિબિંબ દરિયા ના પાણી માં પડી ને દ્રશ્યને વધારે મનમોહક ને શીતળ  બનાવતું હતું...  ઠંડો ઠંડો પવન વાતો    હતો....   

                     હું ને દીક્ષા થોડી વાર ફર્યા પછી એક સારી જગ્યા જોઈને બેઠા....ને કાલે સવારે બેટદ્વારકા જઈસુ એ  વિસે  વાતો કરવા લાગ્યા.......  થોડી વાર વાતો કર્યા પછી હોટેલ જાવા માટે ઉભા થવા જતા હતા.  ત્યાં પાછળ થી કોઈકે મારો હાથ પકડ્યો... મને લાગ્યું કોઈ ગુંડા જેવો વ્યક્તિ હશે. એટલે મેં પાછળ જોયા વગર હાથ વડે એક જોર થી મુક્કો માર્યો. આખરે કસરત કરવા નો થોડો ફાયદો તો થવો જોઈએ ને...પણ આ સુ..... પાછળ ફરી ને જોઉં તો ઉભેલા વ્યક્તિ નો ચહેરો થોડો જાણીતો લાગ્યો......



                    હા.... એ બીજું કોઈ નહીં પણ પર્લ હતો....


              " તું અહીંયા." એકદમ જોર થી હું બોલી ઉઠી...

                  પણ એને કશો જવાબ ન આપ્યો બસ નીચું જોઈ એ ઉભો રહેલો...મેં એનું મોં ઊંચું કર્યું ને જોયું તો એના નાક માંથી લોહી નીકળતું હતું.. ને હોઠ પણ મુક્કાના વાર થી સુજી ગયેલો...એની આ હાલત જોઈ મારુ મન ચિત્કારી ઉઠ્યું.  મને મારી ભૂલ સમજાઈ.. ને સોરી બોલવા લાગી એને .
"સોરી, મેં જોયું પણ નહી કે કોણ છે. મને માફ કરી દે. મેં જાણી જોઈ ને નથી કર્યું. "  " ઇટ્સ ઓકે. જાણું છું હું.." એ ધીમા અવાજે બોલ્યો...

                    મેં એને મારો રૂમાલ આપ્યો... તો એને ના પાડી.. હું પણ જિદ્દી હતી.. રૂમાલ લઇ એના નાક આગળ થી લોહી લુછવા લાગી.....એ એકીટશે મને જોઈ રહેલો.. મારી નજર પડી તો મારી સામું જોઈ ને સ્મિત કરવા લાગ્યો."ઇટ્સ ઓકે. હું ઠીક છું. હવે સારું લાગે છે." એ બોલ્યો... ત્યારબાદ મેં એને પાણી પીવા માટે બોટલ આપી. 


                 "તું અહીંયા સુ કરે છે.?" મેં પૂછ્યું.

                  દિક્ષા ને એ બંને મારી સામું જોઈ રહેલા. ને હસતા હતા.... 


                  પર્લ ને હવે સારું લાગતું હોવાથી અમે કાર આગળ આવી ઉભા રહેલા.. મેં ફરી થી થોડા ગુસ્સા સાથે એ જ સવાલ કર્યો.
                   દીક્ષા મારી પાસે આવી ને એક બ્લેક રૂમાલ મારી આંખો એ બાંધ્યો. "મને ક્યાં લઇ જાવો છો? આખરે તમારા બંને નો પ્લાન સુ છે..?"હું બોલી...
                ''  હ મારી મા. શાંતિ રાખ..5 મિનિટ રાહ જો. બધી જ ખબર પડી જશે."દીક્ષા બોલી.

                   એ મારો હાથ પકડી ને મને ભગવાન જાણે ક્યાંક લઈ જાવા લાગી..


                  થોડીવાર પછી..

               "  હવે  તું રૂમાલ છોડી આંખો ખોલી શકે છે."દીક્ષા બોલી. રૂમાલ છોડી સામે જોઉં તો....

                    આહા..... સુ નજારો હતો. દરિયા કિનારે કેન્ડલ લાઇટ ડીનર ગોઠવેલું... એની આસપાસ બસ સફેદ ને ભૂરા રંગ ના ફુગ્ગા આમ થઈ તેમ ઉડતા હતા.. વાતાવરણ મોગરાના ફૂલો ની મહેક થી રંગીન બની ગયેલું.. ને ધીમું ધીમું વાગી રહેલું સંગીત વાતાવરણ ને રોમેન્ટિક બનાવતું હતું.. ડિનર ટેબલ પર મારુ મનગમતું ડિનર સજાવીને ગોઠવેલું....હું તો બસ એક નજરે સામે ના દ્રશ્ય ને જોઈ રહી. 

                    "મોઢું બંધ કર. નહિ તો માખી જતી રહેશે અંદર."પાછળ થી પર્લ નો આવાજ આવ્યો... ત્યારે મને ભાન થયું કે આશ્ચર્ય માં મારુ મોઢું ખુલ્લું જ રહી ગયેલું. 


                    પાછળ ફરીને જોયું દીક્ષા ખબર નઇ ક્યાં ગાયબ થયી ગયેલી.. ને.... પર્લ ઘૂંટણભેર નીચે બેઠેલો ગુલાબ સાથે.


                     "ક્યાં ઇસ નાચીઝ કી એક ખ્વાહિશ કુબુલ કરેંગે. આપકી ઝીંદગી મેં આપકે ઇસ છોટે સે દિલ મેં થોડી જગહ ચાહીએ..ક્યાં મિલેગી...????"એ બોલ્યો.....



                 બધું આટલી જલ્દી બન્યું કે હું તો અસમંજસમાં પડી ગઈ.. સુ કહું ને સુ ના કહું....મેં તો એ પણ નહોતું વિચાર્યું કે આવું બનશે... એમ જ થતું હતું જેમ મેં સપનામાં જોયેલું.....હું તો વિચાર માં પડી ગઈ....  

                 " સુ વિચારે છે.પાગલ..હા બોલી દે..તારી ઈચ્છા પૂરી થઈ ને... હું હાજર છું.. આજ થી પોતાને મેં તને સોંપ્યો."
એ બોલ્યો....




મારી ઝીંદગીનો મઘમઘતો અહેસાસ છે તું.... 

મારી ઝીંદગી નો આનંદ ભર્યો ઉલ્લાસ છે તું....

હર પળ ધબકતો મારા હૃદય નો ધબકાર છે તું...

હર પળ મન માં આવતો ખ્યાલ છે તું........

મારા મુખ પરના સ્મિત નું કારણ છે તું.....

મારી કવિતા લખવા માટેનું કારણ છે તું....

છે તું ... તું જ છે.. મારુ બધું જ છે તું..... .      


     મારી જ લખેલી કવિતા જે એના માટે  લખેલી..એજ બોલી છેવટે મેં એને હા પાડી દીધી.......

      એનું ગુલાબ સ્વીકાર્યું....ને એને હું ભેટી પડી.....મારી આંખ માં આંસુ હતા.  ખુશીના.........



      આખરે બંને એક થયા................. 








                                                (ક્રમશ:)









આગળ ના ભાગમાં વાંચો....અમારા બંને ની એ સુંદર મુલાકાતો વિસે. 


  બહુ જલ્દી મળીએ નવા ભાગ સાથે......


                                     પ્રાચી પટેલ...'ચીકુ'..