એક સ્વપ્ન JULI BHATT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સ્વપ્ન

એક સ્વપ્ન

સુકેતુભાઇને નાઇટડ્રેસમા જોઈ દીપીકાબેન ગુસ્સાભર્યા અવાજે બોલ્યા, “સુરજ માથા પર આવ્યો તોય હજુ નાઇટડ્રેસમા ફરો છો. ઝડપથી નાહી લો અને તૈયાર થઈ જાઓ. હમણા મહેમાન આવી જશે.” સવારના શિતળ વાતાવરણમા પણ સુકેતુભાઈના ઘરનુ વાતાવરણ ઉષ્ણ હતુ. સુકેતુભઈએ પણ ગુસ્સાથી જ જવાબ આપ્યો, “મહેમાન પહેલી વાર તો આવતા નથી! આવ્યા એવા ચાલ્યા જશે. આ અડતાલીસમા મહેમાન છે, દીપીકા. એની એ જ ભેજામારી, એ ના એ જ એમના સવાલો અને એના એ જ તારા શ્લોકના જવાબો. હુ તો કંટાળી ગયો છુ. તારા દીકરાને પરણાવવાના સ્વપ્નો હવે ભુલી જા. કોઈ તેને હા નહી પાડે.” સવાર સવારના કેવી વાતો કરે છે!” દીપીકાબેન ફરી ચિડાયા, “કોઇ તો છોકરી હશેજ જે આપણા શ્લોકના વિચારો સાથે મેચ થાય.” “કુવાના દેડકા જેવી છે તારા દીકરાની વિચારધારા. અભણ છોકરી પણ તેની સાથે પરણવાની ના પાડી દે છે.

સવારના પહેલા પહોરમા સુકેતુભાઇના આવા વાગ્બાણ પહેલી વાર નહોતા વરસતા. અઠવાડીયે, પંદર દિવસે, મહીને બન્ને પતિ પત્ની વચ્ચે આવી ચર્ચા હંમેશા થતી. અંતે સુકેતુભાઇનો ગુસ્સો શાંત થઈ જાય અને હૈયાની વરાળ ઠાલવે. “કેટકેટલા સપના જોયા હતા એકનાએક દીકરા માટે! મે તો આ ગામડાની દૂકાનમા જિંદગી પૂરી કરી નાખી પણ શ્લોકને હુ શહેરમા ભણાવવા માંગતો હતો. શહેરની ભણેલી ગણેલી છોકરી સાથે તેને પરણાવી તેને શહેરમા સેટલ કરવા માંગતો હતો. પણ.... પણ.... બધાજ અરમાનો પર પાણી ફેરવી દીધુ. એંજીનીયર બનાવવા માંગતો હતો અને બન્યો માસ્તર! અને એ પણ સુબોધિયાની નિશાળમાં સાત હજારમાં મજુરી કરે છે.” દીપીકબેને સુકેતુભાઈની તબીયતને ધ્યાનમા રાખીને તેમને શાંત પાડે, “એ ઘરે છે અડધા દાડાની નોકરી છે. તો અડધો દાડો તમારી દૂકાને બેસે છે તમારી તબીયતના કારણે. તમારુ કેટલુ ધ્યાન રાખે છે! એ વાત ક્યારેય ધ્યાનમા લેતા નથી.”

દીપીકબેને મહેમાનના સ્વાગતની બધીજ તૈયરી કરી. મહેમાન આવ્યા. સાથે છોકરી પણ આવી હતી. છોકરો શુ કરે છે? કેટલુ ભણ્યો? વગેરે સામાન્ય સવાલો સૌ કોઇ પુછે. અને શ્લોક ગર્વથી જવાબ આપે, “બી.કોમ બી.એડ છુ, એમ.કોમ કરુ છુ. ગામની ખનગી શાળમા નોકરી કરુ છુ, સાત હજાર રૂપિયા પગાર છે. અને રહેવાનુ પણ અહીજ.” દેખાવડો શ્લોક દરેક છોકરીને ગમી તો જાય પણ નોકરી અને ગામડામાં રહેવાની વાત આવે એટલે મો મરડાય. કેટલીક છોકરીઓ અને તેના માતાપિતા એવી પણ શરત મુકે, તમે શહેરમા સ્થાયી થાઓ, શહેરમા ઘર ખરીદો તો હા કહીએ. સુકેતુભાઈ સહમત થઈ જાય. ખાતરી આપે. પણ શ્લોક તરત જ ના કહી દે, “પપ્પા, હુ શહેરમા નહી અહી ગમાડામા જ રહેવા માંગુ છુ.” અને મહેમાન વળતા પાણી કરે!

આ વખતે શ્લોકે વાત થોડી વધારે લંબાવી. તેણે છોકરીના ઘરે જવાની તૈયારી બતાવી. પછીના અઠવાડિયે સુકેતુભાઇ, દીપીકાબેન અને શ્લોક છોકરીવાળાના ઘરે જશે. પછી આગળ વાત ચાલશે. એમ નક્કી થયુ અને પછી એ પ્રમાણે જ થયુ. નાના શહેરના નાના ઘરમા રહેતી એ છોકરીને જ્યારે શ્લોકે પુછ્યુ, “કેટલુ ભણ્યા છો?” તો છોકરીએ જવાબ આપ્યો, “ડિપ્લોમા ઇન ડિઝાઈનિંગ કર્યુ છે.” શ્લોક જાણતો હોવા છતા તેણે કહ્યુ, “મારી હા છે. તમારો શુ વિચાર છે?” છોકરીએ કહ્યુ, “હા તો મારી પણ છે પણ મારી કેટલીક શરતો છે.” “કઈ શરતો?” શ્લોકે પુછ્યુ. છોકરીએ કહ્યુ, શહેરની કંપનીઓમા ઘણી સારી નોકરી મળી શકે છે. તમે શહેરમા નોકરી શોધો. શહેરમા સ્થાયી થાઓ. અને શહેરમા ઘર ખરીદો. તમારા પપ્પા પાસે પૈસાની સગવડ ન હોય તો મારા પપ્પા મદદ કરશે.” શ્લોક શાંતિથી સાંભળતો હતો. તેણે આગળ પુછ્યુ, “પછી?” બીજુ હુ ક્યારેય સાડી નહી પહેરુ અને તમારા મમ્મી પપ્પા આપણી સાથે નહી રહે.”

“આપણે પરણી નથી ગયા.” હમેશા શાંત સ્વભાવે વાત કરનાર શ્લોકની આંખો લાલ થઈ ગઈ. દીપીકાબેન ઊભા થઈ અંદર ગયા, “શ્લોક, શુ થયુ બેટા?” શ્લોક તરત જ બહાર નીકળ્યો અને ઘરે જવા કહ્યુ. વધારે ચર્ચાઓમા સમય વેડફવા કરતા ઘરે જઈને વાતચીત કરવી બધાને યોગ્ય લાગી.

“આ છેલ્લુ માંગુ હતુ. હવે આપણી નાત કે સગાસંબંધીમા કોઈ છોકરી જોવાની બાકી રહી નથી. દીપીકા, તુ આખી જિંદગી ઘરડા પતિ અને વાંઢા દીકરાના ઢસરડા કરે રાખજે.” સુકેતુભાઈ નિસાસો નાખતા નાખતા અંદર જવા લાગ્યા.

“પપ્પા, એ છોકરી પોતાના પિતાના પૈસાના જોરે મને એક પ્રકારે ઘરજમાઈ બનાવી હંમેશ માટે તમારાથી અને મારી મમ્મીથી દૂર કરવા માંગતી હતી. શ્લોકે સુક્તુભાઈને ફરી બેઠકખંડમા બેસાડી સમજાવવાનો પ્રયત્ન કર્યો. “તો શુ થયુ, બેટા.” દીપીકાબેન વચ્ચે બોલ્યા, “દૂર રહેવાથી દિલ થોડા દૂર થાય! આજકાલની દરેક છોકરીઓની આ જ અપેક્ષા હોય છે. શહેરમા રહેવુ, સ્વતંત્ર જીવન જીવવુ, જિન્સ ટીશર્ટ પહેરવા વગેરે. બેટા, સમયની માંગને સ્વીકારી લે. નહિતર કુંવારો રહી જઈશ...”

“શુ હુ અંદર આવી શકુ છુ?” સુબોધભાઈએ દરવાજો ખખડાવતા કહ્યુ. સુકેતુભાઈના રૂમ તરફ જતા પગ પાછા બેઠકખંડ તરફ વળ્યા. માનસિક અને શારીરિક બન્ને રીતે નિર્બળ બનેલા સુકેતુભાઈએ ઉદાસ સ્વરે કહ્યુ, “આવ સુબોધ, હવે તુ તારી નિશાળમાથી આને કાઢી મુક તો સારુ.” સુબોધભાઈએ હસીને પુછ્યુ, “એવુ કેમ કહે છે, સુકેતુ?” “તુ તો બધુજ જાણે જાણે છે. તારાથી ક્યા કઈ છૂપાયુ છે! આમ અજાણ્યો ન બન.” સુકેતુભાઈએ કહ્યુ. સુબોધભાઈ ફરી હસ્યા. “હા હુ જાણુ છુ. બધુજ જાણુ છુ. અને એવુ પણ જાણુ છુ જે તુ નથી જાણતો. અને આજે એ જ તને જણાવવા આવ્યો છુ.” “આ શુ જાણુ જાણુ નો કક્કો લગાવ્યો છે? આ તારી નિશાળ નથી.” સુકેતુભાઇ મિત્રના હકથી ગુસ્સે થઈ બોલ્યા.

“કાકા, હજુ વાર છે.” શ્લોક વચ્ચે બોલ્યો. “ના બેટા, હવે સમય આવી ગયો છે. જો હવે નહી જણાવુ તો આ તારો બાપ કોઈક દિવસ તારી ચિંતામા હ્યદયરોગના હુમલાથી પરલોક સિધાવી જશે.” “કાકા, એવુ ના બોલો.” શ્લોક ફરી વચ્ચે બોલ્યો. “ બેટા, આપણો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે.” “શુ વાત કરો છો કાકા!” સુબોધભાઈ ની વાત સાંભળી શ્લોક ખુશખુશાલ થઈ ગયો.

અરે, શુ ખિચડી પાકી રહી છે, મને કઈક જણાવશો? સુકેતુભાઈએ આતુરતાપૂર્વક પુછ્યુ. “હા, સુકેતુ અને દીપીકાભાભી ધ્યાનથી સાંભળો. આજથી પાંચ વર્ષ પહેલા શ્લોકે જ્યારે બી.કોમ બીએડ પૂરુ કર્યુ ત્યારે તે મારી પાસે આવ્યો હતો. તેણે મને કહ્યુ, “કાકા, તમે નિવૃત શિક્ષક છો. ગામમા ખાનગી શાળા ચલાવો છો. માટે તમારી પાસે એક પ્રસ્તાવ લઈને આવ્યો છુ. પપ્પા મારી વાતને નહી સમજી શકે. પપ્પા મને એંજિનિયર બનાવી શહેરમા સ્થિર કરવા માંગતા હતા. પણ મારા સપના કઈક અલગ જ દિશામા દોડે છે. માટે જ મે સાયંસને બદલે કોમર્સ લઈ બી.એડ કર્યુ. જો બધાજ આવી રીતે ભણી ભણીને શહેરમા સ્થિર થશે તો ગામડઓના બાળકોનુ શુ? મારા વતનનુ શુ? જ્યા હુ મોટો થયો, જે માટીમા રમીને હુ ઊછર્યો એને હવે હુ છોડી દઉ? કાકા, મારા પપ્પાએ દિવસ રાત મહેનત કરીને મને ભણાવ્યો. પણ હુ ગામના એ વિદ્યાર્થીઓને પણ ભણાવવા માંગુ છુ જે શહેરમા જઈ શકે તેમ નથી.” મને શ્લોકની વાતમા રસ પડ્યો અને આશ્ચર્ય પણ થયુ. “પણ એ કેવી રીતે શક્ય બને?” મે પુછ્યુ. શ્લોકે કહ્યુ, મે બી.એડ કર્યુ છે શૈક્ષણિક લાઈનનો અનુભવ લઈશ. સાથે સાથે આગળ અભ્યાસ પણ કરીશ. મેનેજમેંટ બહુ સારી રીતે જાણુ છુ. તમારી શાળામા દર વર્ષે એક એક ધોરણની માન્યતા માંગશુ. પછી કોલેજ માટે પણ અપિલ કરશુ. કાકા, આ કોઈ વાત હુ પૈસા કમાવા માટે નથી કરતો. મારુ તો એ પણ સ્વપ્ન છે કે આપણા ગામમા એક અદ્યતન સુવિધા વાળી હોસ્પિટલ પણ હોય! ગામડામા જો લોકોને શૈક્ષણિક અને આરોગ્યની શ્રેષ્ઠ સગવડ મળી રહે તો શહેરમા જવાની જરૂર જ ન રહે!” હુ મારી જાતને ભાગ્યશાળી માનવા લગ્યો કે આટલા ઊમદા કાર્ય માટે શ્લોક મારી પાસે આવ્યો. મે તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. છેલ્લા પાંચ વર્ષથી અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ.” સુબોધભાઈએ ચશ્મા કાઢી ભીંજાયેલી આંખ લુછતા વાત આગળ ચલાવી., “તને ન કહેવાનુ કારણ એકજ, તુ ના પાડે તો! સુકેતુ તને સાંભળીને આશ્ચર્ય થશે કે એંજીનીયરીંગ કરવા તારા શ્લોકને શહેરમા મોકલવા માંગતો હતોને પણ ટુંક સમયમા શહેરના બાળકો આપણા ગામમા ઉચ્ચ અભ્યાસ માટે આવશે. જેનો ડાયરેક્ટર હશે. 'શ્લોક સુકેતુ શાહ'.....”

સુકેતુભાઈ અને દીપીકાબેનેની આંખો પહોળી થઈ ગઈ. હંમેશા સાવ નકામો, નિરુત્સાહી, આળસુ, માથે પડેલો જેવા વાગ્બાણથી સંબોધતા સુકેતુભાઈ શ્લોક સામે જોઇ સ્તબ્ધ થઈ ગયા.

શ્લોક હંમેશ મુજબ વિનમ્રભાવે હસવા લાગ્યો. “પપ્પા, તમે મને શહેરમા મોકલવા માંગતા હતા પણ હુ તો શહેરને જ આપણા ગામડામા લઈ આવવા માંગતો હતો.

સુબોધભાઈએ વાતમા ઉમેરો કર્યો, “બેટા, મા ની ખોટના કારણે મારે મારી દીકરી મંત્રાને તેની માસી પાસે અમેરિકા મોકલવી પડી. હવે જો તુ હા કહે તો અમેરિકા પણ આપણા ગામમા જ આવવા તૈયાર છે.”

સૌ હસી પડ્યા.

અધૂરુ સ્વપ્ન

“રોળાઈ રહ્યુ છે એક સ્વપ્ન નજરની સામે,

લાચાર છુ હુ સંજોગની સામે.

ધાર્યુ હતુ શુ અને થયુ શુ!

માંગ્યુ હતુ શુ અને મળ્યુ શુ!

વાંચ્યા હતા ખુબ અનુભવના પુસ્તકો,

નવો જ પ્રશ્ન પુછે છે જિંદગી કસોટીના નામે.

વર્ષો વિત્યા હતા આ વર્ષની વાટમા,

સંગાથે લાવ્યુ હતાશા લલાટમા,

કોને ખબર એ કુદરત!

મારી કોશિશ અધૂરી કે તારી કૃપા,

છોડ્યુ એક અધૂરુ સ્વપ્ન ભાગ્યના ભરોસે.

રોળાઈ રહ્યુ છે એક સ્વપ્ન........”

જુલી