Jivan na zarukhethi - Sangemarmar books and stories free download online pdf in Gujarati

જીવન ના ઝરુખેથી - સંગેમરમર

સંગેમરમર

ન્યુયોર્કના કેફેમાં વૈભવે તેની ફ્રેન્ડ ડેન્સી સાથે કોફીની હજુ પહેલી જ ચૂસકી મારી ત્યાં ટેબલ પર પડેલા તેના આઇફોનમાં વોટ્સ અપ મેસેજનો રિંગ ટોન વાગ્યો. વૈભવે મેસેજ વાચ્યો, “vaibhav, I am in love.” વાંચતાની સાથે જ વૈભવ નાચી ઉઠ્યો. પોતાના આનંદની લહેરોને જાહેર સ્થળની મર્યાદામાં રોકી પણ ન શક્યો. અને yes, yes, finally my friend fell in love.” યસ, યસ બંધ મુઠ્ઠી એ હાથ ખેચીને બોલતા, આનંદિત થતાં વૈભવના આ ઉત્સાહને ડેન્સી સમજી ન શકી. “Hey vaibhav, what happened? Why are you so excited?” “Finally my best friend fell in love, Densy.”

વૈભવે યુનિવર્સિટીમાં ટોપ કર્યું હોય કે રાજા મહારાજઑના ઘરમાં પુત્ર જન્મનો આનંદ હોય એવો આનંદ દર્શાવતા જવાબ આપ્યો.

“fell in love? it’s common. What’s strange about it? ડેન્સી એ આશ્ચર્ય સાથે ફરી પૂછ્યું.

“Densy, it may be common for you. But not for my friend. You won’t understand. Because you don’t know my friend, Vedant.

વૈભવના હોઠ પર ‘વેદાંત’ નામ આવતા જ તેનો ચહેરો રોમાંચિત થઈ ઉઠ્યો. “oh, his name is Vedant!” ડેન્સી એ કહ્યું. “Yes, my best friend, vedant. I miss him. And I am sure right now he must be missing me a lot.” વાત કરતાં કરતાં વૈભવ પોતાના જિગરી દોસ્ત વેદાંત ના વિચારોમાં ખોવાઈ ગયો.

વેદાંત અને વૈભવ શાળામાં હતા ત્યારથી ખાસ મિત્રો હતા. વૈભવના પપ્પા જે કંપનીમાં નોકરી કરતાં હતા, વેદાંત ના પપ્પા એ જ કંપનીના માલિક હતા. પણ દૌલત ની ભેદરેખા બંને મિત્રોની મિત્રતામાં ક્યારેય બાધારૂપ બની ન હતી. વેદાંત સ્વભાવે શાંત, ભણવામાં અવ્વલ અને વાંચનનો શોખીન હતો. શાળામાં કે કોલેજમાં કોઈને પણ વેદાંતનું કામ હોય લાયબ્રેરી માં જ તપાસ કરે. વેદાંત ત્યાં જ હોય. જ્યારે વૈભવ વાતોડિયો, ભણવામાં સામાન્ય અને આનંદી સ્વભાવનો હતો. દરેક સાથે સરળતાથી ભળી જાય. જે રીતે દૌલતની ભેદરેખા બંનેની મિત્રતા આડે ન આવી એ રીતે સ્વભાવની ભેદરેખા પણ બંને મિત્રોની મિત્રતા માં બાધારૂપ ન બની.

કોલેજ દરમિયાન વૈભવને ઘણી છોકરીઓ સાથે મિત્રતા હતી. પણ વેદાંતને ક્યારેય કોઈ પણ છોકરીઓ કે છોકરીઓ સાથે મિત્રતામાં માં રસ નહીં. અલબત, સુંદર અને દેખાવડો વેદાંત ઘણી છોકરીઓને ગમતો હતો. વૈભવ મારફત પ્રપોઝ પણ મોકલે પણ વેદાંત ક્યારેય કોઈને દાદ આપતો ન જ નહીં. પછી તો મિત્રોએ લાયબ્રેરીને જ તેની પ્રેમિકા માની લીધી હતી. કોઈ પૂછે, ‘વેદાંત ક્યાં છે?’ તો જવાબ મળે, ‘બેઠો હશે તેની પ્રેમિકા ના અગોશમાં.’ અને સૌ હસી પડે.

બંને મિત્રોએ સાથે બી.બી.એ પૂરું કર્યું. વૈભવના પિતાની તબિયત બગડતાં તેમને નોકરી છોડવી પડી. વૈભવ આગળનો અભ્યાસ છોડી વેદાંતના પપ્પાની જ કંપનીમાં નોકરીએ જોડાયો. વેદાંતના પપ્પાએ પણ સહકાર આપ્યો અને સાથે સાથે એક્સટર્નલ અભ્યાસ ચાલુ રાખવા સૂચવ્યું.

વેદાંત હજુ આગળ એમ.બી.એ કરવા માંગતો હતો. અભ્યાસ પૂરો કરી નવા વિચારો અને નવી ટેકનિક સાથે પપ્પાના બિઝનેસમાં જોડાવા માંગતો હતો. અને પિતાની કંપનીને વિશ્વમાં પ્રસિધ્ધ કરવાના સપના સેવતો હતો.

કંપનીના એક અગત્યના પ્રોજેકટ માટે કોઈ વિશ્વાસુ અને મહેનતુ માણસને છ મહિના માટે ન્યુયોર્ક મોકલવાની જરૂર પડી. વેદાંતના પિતાને વૈભવ આ કામ માટે પરફેક્ટ લાગ્યો. વૈભવ સહમત થયો. વૈભવની ફ્લાઇટ ન્યુયોર્ક તરફ ઊડી અને વેદાંત ફરી ક્લાસ અને લાયબ્રેરીના ચક્રમાં વ્યસ્ત થયો. એવામાં અચાનક વેદાંતનો મેસેજ, ‘I am in love.’ આવવો એ ખરેખર અકલ્પનિય હતું.

વૈભવે તરત જ વેદાંતને ફોન કર્યો, hello બોલતા જ “congratulation my sweet heart, finally you fell in love! મન થાય છે અત્યારે જ ઉડીને તારી પાસે આવી જાઉં, તને ભેટી પડું, તને ચૂમી લઉં. પણ શું કરું! તારી sweet heart નું નામ શું છે? કયા રહે છે? ક્યાં મળ્યા? કેવી રીતે મુલાકાત થઈ? પહેલો પ્રપોઝ કોણે કર્યો? તે નહીં જ કર્યો હોય. પછી શું થયું? બંને ક્યાં મળો છો? કોઈ ગિફ્ટ આપી? અરે! યા......ર.... મૂંગો મૂંગો શું સાંભળે છે! કઈક બોલ. હું તારી પ્રેમ કહાની સાંભળવા ઉત્સુક છું”

વેદાંતે પોતાના નિત્ય શાંત સ્વભાવ પ્રમાણે જવાબ આપ્યો, “શાંતિ.....શાંતિ..” “હે! શાંતિ નામ છે?” વૈભવે પુછ્યું. “ના તું શાંત થા અને મારી વાત સંભાળ. મે તને મેઈલ કર્યો છે. તું વાંચી લેજે. કાલે તને બીજો મેઈલ કરીશ. ઓકે, હવે ફોન મૂકું છું.” બાય, કહી વેદાંતે ફોન કટ કર્યો.

વૈભવે મેઈલ ખોલ્યો. “સફેદ સલવાર કમિઝ પર દુપટ્ટો પણ સફેદ રંગનો જ પહેર્યો હતો. એની કાયા પણ કામણગારી સફેદ દૂધ જેવી હતી. ઈશ્વરે કંડારેલી, સાદગીથી સજાવેલી સંગેમરમરની મુર્તિ જેવી એ દેખાતી હતી. પહેલી વાર જ્યારે એ ‘may I come in sir ‘ કહી ક્લાસમાં પ્રવેશી ત્યારે પહેલી જ નજરે એ મારા દિલમાં વસી ગઈ. વૈભવ, પહેલી વાર મે આટલી સુંદરતા જોઈ. પહેલી વાર મને કોઈ છોકરીને એકીટશે જોઈ રહેવાનુ મન થયું. હું શા માટે એના ચહેરા પરથી નજર હટાવી ન શક્યો? એ ન સમજી શક્યો. પ્રોફેસરના પૂછવાથી જ્યારે તેણે મીરા નામ બતાવ્યુ, ત્યારે એની સાદગીનો હું બાવરો બન્યા વગર ન રહી શક્યો. આજ પહેલા મે ક્યારેય આવો અનુભવ કર્યો નથી. મેવાડની મીરા ક્રુષ્ણ પ્રેમમાં બાવરી હતી. પણ આ ગુજ્જુ વેદાંત મીરાના પ્રેમમાં બાવરો બની ગયો. ‘I love her, I want to marry her”

વૈભવ સમજી ગયો કે ભાઈસાહેબ માત્ર દિવાસ્વપ્ન માં રાચે છે. પ્રપોઝ કરવાની હજુ હિમ્મત કરી નથી. “પ્રપોઝ કર અને વાત આગળ ચલાવ.” વૈભવે મેસેજ કર્યો.

બે દિવસ વૈભવ કામમાં વ્યસ્ત રહ્યો. ન ફોન કરી શક્યો કે ન મેસેજ. પણ ફુરસદ મળતા જ તેણે વેદાંતને ફોન કર્યો, હાય ડિયર, વાત આગળ વધી? પ્રપોઝ કર્યું?

વેદાંતે ઉત્સુકતાથી થી જવાબ આપ્યો, તે હજુ મારો મેઈલ વાંચ્યો નથી? જલ્દી વાંચ એ મને જવાબ આપ.” ઓકે. કહી કહી વૈભવે ફોન મૂક્યો અને ફરી મેઈલ ખોલ્યો,

“આછા ગુલાબી સલવાર કમીઝ પર સફેદ રંગમાં ગુલાબી ઝાંય વાળા દુપટ્ટા માં એ ખીલેલા ગુલાબ જેવી દેખાતી હતી. હું દરરોજના સમય કરતાં વહેલો કોલેજ પહોચી ગયો હતો. મારે દિલની વાત તેને કહી જ દેવી હતી. રેશમી વાળની લટને તેના કપાળ પરથી હટાવી શાંત ડગલે જ્યારે તે ચાલી આવી રહી હતી ત્યારે મને લાગ્યું જાણે ચમનમા થી ખુદ ગુલાબ મારી પાસે આવી રહ્યું છે! એક જ ક્ષણમાં તે મારી બાજુમાથી પસાર થઈ ગઈ. પણ સુગંધ છોડતી ગઈ. મને તેની પાછળ જવાનું મન થયું. એ જ ક્ષણે તેને ‘આઈ લવ યુ’ કહી દેવાનું મન થયું. પણ ન તો હું હિમ્મત કરી શક્યો કે ન મને એ યોગ્ય લાગ્યું. લેકચર પૂરો થયા બાદ ફરી તે મારી બાજુમાથી પસાર થઈ. પોતાની સુંદર સ્માઇલ સાથે ‘હાય’ કરી ક્ષણમાં ચાલી ગઈ. હું જોતો રહી ગયો. વૈભવ હવે હું શું કરું?

વૈભવે તરત જ વેદાંતને ફોન કર્યો, “યા......ર.... કયા જમાનામા જીવે છે તું? આ 4G નો સમય છે બધુ કેટલી સ્પીડમાં થાય છે! અને તું હજુ દેવદાસ બનતો ફરે છે. વેદાંત આમને આમ કલ્પનાઓમાં રાચતો રહીશ તો ટૂંક સમયમાં તેના લગ્નની કંકોત્રી તારા ઘરે આવશે. તું બસ જોતો રહેજે અને મને મેઈલ કરતો રહેજે. અરે યાર જા મીરાને મળ. તેનો પરિચય મેળવ અને પ્રપોઝ કર.

વેદાંતે હિમ્મત કરી થોડી વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. ઔપચારિક વાતો કરી સરનામું તો જાણ્યું પણ મુખ્ય વાત કહેવાની હિમ્મત ન ચાલી.

સવાર સાંજ, દિવસ રાત, ઘર બહાર વેદાંતને દરેક સ્થળે અને દરેક ક્ષણે મીરા ના જ વિચારો આવતા હતા. આખરે એક દિવસ મીરા ના ઘર તરફ જતાં એના પગને રોકી ન શક્યો. મીરા જે સોસાયટી માં રહેતી હતી. એ સોસાયટી માં બ્લોક નંબર શોધતો જ હતો. ત્યાં એક ઘરના દરવાજામાથી મીરા જ બહાર આવી.

વેદાંતે ફરી એક મેઈલ વૈભવને કર્યો. તેણે લખ્યું, “આખરે તેના ઘર તરફ જતાં મારા પગને ન રોકી શક્યો.”

“फिर रहा था उनकी गलिमे मै मारा मारा

अचानक से वो ही सामने आई

बन गया जन्नत सा नजारा।”

વૈભવ, જેટલો હું મીરા ની સાદગી નો દીવાનો હતો, એટલો જ હું મીરા ને સોળે શણગારે સજેલી જોવા માટે ઉત્સુક હતો. રત્ન મોતી જડિત હાર, કંગન, પાયલ નો શણગાર જ્યારે તેણે સજયો હશે ત્યારે દેવોની અપ્સરા પણ તેની સામે ફિક્કી લાગશે! એવી હું કલ્પના કરતો હતો ત્યાં મીરા નું ધ્યાન મારા પર પડતાં તરત બોલી ઉઠી. “અરે! વદાંત, તમે અહી ક્યાથી? “ એક્ચ્યુલી મારા પપ્પાના ફ્રેન્ડ આ સોસાયટી માં રહે છે એમનું કામ હતું એટલે હું આવ્યો હતો.” વૈભવ, હું કદાચ પહેલી વાર આ રીતે જૂઠું બોલ્યો.” “અહી સૂધી આવ્યા છો તો ઘરે આવોને! મીરાએ કહ્યું એટલે મે વધારે આગ્રહ ન કરાવ્યો. પણ ખુબજ ખચકાટ સાથે અંદર પ્રવેશ્યો. તેણે બેસવાનું કહ્યું હું બેઠકરૂમના સોફા પર બેઠો. ઘરમાં બીજા કોઈ સભ્યો દેખાતા ન હતા. મીરાએ કયું, “હું તમારા માટે કોફી બનાવી લાઉ.” મે ના કહી પણ તેણે જીદ કરી. હું તેના બેઠકખંડને નિરખતો હતો. ત્યાં થોડી જ વારમાં મીરા બે કપ કોફી લઈને બહાર આવી. એક કપ મને આપ્યો અને એક કપ તેણે પોતે લીધો. અને મારી સામેના સોફામાં બેઠી. “તમે તો આ સોસાયટી જોયેલી હશેને!” મીરાએ વાત શરૂ કરી. “ના પહેલી જ વાર આવ્યો.” મે પણ સહજતાથી જવાબ આપ્યો. મારામાં હિમ્મત વધી રહી હતી. “કેવી લાગી સોસાયટી અને મારૂ ઘર? બસ એક મહિના પહેલા જ અમે અહી રહેવા આવ્યા. ખુબજ શાંત એરિયા છે. અહી બહુ શાંતિ લાગે છે. તમે કોફી પૂરી કરો પછી હું તમને મારૂ ઘર બતાવું.” મીરા બોલતી જતી હતી અને હું સાંભળતો હતો. કોફીના એક એક ઘૂંટ સાથે હું એના ભોળપણ અને નિખાલસતાને પીતો હતો. કોફી પૂરી થઈ. અમે ઊભા થયા. બેઠકખંડની દીવાલ પર સુંદર પેઇનટીંગ નું શો પીસ હતું. મારી નજર તેના પર ગઈ એટલે તરત મીરાએ કહ્યું, મારા પપ્પા એ અજમેરથી લાવ્યા હતા. એમને પેઇન્ટિંગ નો ખુબજ શોખ છે. હું કઈ રીતે તેને સમજાવું કે હું તો માત્ર તેની જ સુંદરતા ને નિહાળતો હતો. ફૂલદાની, પડદા, સોફાસેટની વાત કરતાં કરતાં મીરાએ ફરી દીવાલ તરફ આંગળી ચીંધી. મારી આંખો ફાટી રહી, હું શૂન્ય મનસ્ક બની ગયો જ્યારે મીરાએ કહ્યું,

“એ ચંદનનો હાર ચડાવેલો જે ફોટો છે તે મારા સ્વર્ગવાસી પતિ કિશનનો છે.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED