Jivanna zarukhethi books and stories free download online pdf in Gujarati

જીવનના ઝરૂખેથી

1. સૌંદર્ય

બપોરના અઢી વાગ્યા હતા. દિવ્યા બસ સ્ટોપ પર ઊભી રહી સીટી બસ ની રાહ જોઈ રહી હતી. “જલ્દી ઘરે પહોચું, બાળકો રાહ જોતાં હશે. મારા વગર જમ્યા પણ નહીં હોય. આજે બહું મોડુ થઈ ગયું. અભી એ તો હવે ઠંડુ જમવાની આદત પાડી દીધી છે પણ બાળકો..........” સૂર્ય ના તાપથી વ્યાકુળ થઈ પોતાની સાડી ના પાલવ વડે થોડો પવન નાખી ગરમીથી રાહત મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતી દિવ્યાના મનમા વિચારોના વાયરા ધીમી ગતિએ પણ સુસવાટા દેતા હતા.

“ શું આ તે કઈ જિંદગી છે! ખાનગી શાળાઓ માં તો શિક્ષકોને નિચોવી નાખે છે. દાદા પણ શિક્ષક હતા એ તો કહેતા હતા કે અમારા જમાના માં શિક્ષકો ને માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ આખું ગામ આદર આપતું. આજના સમય માં તો ચાલો આદર ન આપે તો કઈ નહીં પણ શિક્ષકની ગણના શિક્ષકમાં તો થવી જોઈએ. શિક્ષક પર પણ સતા હોય છે એ તો હવે ખબર પડી. સંચાલકો ને મન તો જાણે શિક્ષક એટલે મશીન! અરે ! મશીન પણ વધારે ચાલુ રહે તો બંધ પડી જાય! કહેવાની સાત કલાકની નોકરી પણ સમય ની કોઈ મર્યાદા જ નહીં. ઓફિસિયલ વર્ક ઓફિસ બંધ થાય એટલે પૂરું હોય પણ અમારે તો સ્કૂલ નું કેટલું ય કામ ઘરે લઈ જવું પડે છે. વળી મિટિંગ હોય એટલે સંચાલકો અને આચાર્યો ના ભાષાણો ને કોઈ લિમિટ જ નથી હોતી. “શિક્ષક કોઈ દિવસ સમય સાથે બંધાયેલો ન હોવો જોઈએ.” “શિક્ષક તો વર્ગખંડનો રાજા છે” , “ભારત ના ભાવિનું ઘડતર શિક્ષક ના હાથ માં છે.” હ! હું પણ માનું છું કે અન્ય વ્યવસાય ની જેમ શિક્ષક પ્રોફેશનલ ના બનવો જોઈએ. પણ એ લોકો એવું કેમ નથી સમજતા કે શિક્ષક પણ એક માણસ છે! જેનો પોતાનો ઘ સંસાર છે. એમનું પણ સ્વમાન છે. આજના શિક્ષક ને તો ક્યારેક ક્લાર્ક અને પટ્ટાવાળા નું કામ પણ કરવું પડે છે. બસ માત્ર સફાઈ કામ કરવાનું બાકી છે. જો શિક્ષક વર્ગખંડનો રાજા છે તો રાજા જેવી સ્વતંત્રતા કેટલી? સંચાલકો ને મન વિદ્યાર્થીઓ ના માતા પિતા જાણે ભગવાન! કારણ કે એમની ભરેલી ફી દ્વારા જ તેઓ ના બંગલા બંધાય છે! વાતો મોટી મોટી ગુણવત્તા ની કરે પણ તેઓનું ધ્યેય વિદ્યાર્થીઓ નું ભવિષ્ય નહીં પરંતુ પોતાની તેજુરી ભરવાનું જ હોય છે. ચાલો કામનો બોજ હજુય સહન થઈ જાય પણ અપમાન? ખબર નહીં ક્યાં જઇ ને અટકશે આ શિક્ષક અને શિક્ષણ”

એટલી જ વાર માં સીટી બસ દિવ્યાની બાજુમાં આવીને ઊભી રહી. દિવ્યા બસમાં ચઢી. પોતાની જ ધૂન માં એ સીટ માં બેઠી. અચાનક તેની નજર બાજુ માં બેઠેલી આભા પર પડી.

“અરે! હાય દિવ્યા, હાવ આર યુ?” આભા હસીને બોલી. “અરે આભા! એક સેકન્ડ માટે તો મે તને ઓળખી જ નહીં. હું ફાઇન છું.તું કહે “ દિવ્યા એ હસીને જવાબ આપ્યો.”

“તું પોતે જ જોઈ લે કેવી દેખાઉ છું? અને ઓળખે ક્યાથી સ્કૂલમાં સાથે હતા આજે બે બાળકો ની માતા બની ચૂકી છું.” આભા ખૂબ જ બિનદાસી પૂર્વક વાતો કરી રહી હતી.

“સાચી વાત છે. દિવ્યા ઔપચારિકતાથી હસી. દિવ્યા આભાએ પહેરેલા લેટેસ્ટ સ્ટાઈલ ના કપડાં, તેની હેર સ્ટાઈલ, નેલ પૉલિશ કરેલા નખ, લિપ સ્ટિક, મેક અપ કરેલો ચહેરો, ઊંચી હિલ ના ચપ્પલ જોઈ રહી હતી. “જો તો કેટલો ઠાઠ છે! આ બાબત માં તો બિલકુલ બદલાઈ નથી. શું સર્વિસ કરતી હશે કે આટલો બધો સમય તેને સાજવા સવરવા નો મળી જતો હશે!!!” આમ મનમાં ને મનમાં વિચારતી દિવ્યા ફરી હસી અને પુછ્યું, “કહે શું કરે છે હવે, ક્યાં રહે છે?”

“મેરેજ પછી ઘાટલોડીયા રહું છું. એક બાબો છે અને એક બેબી છે. મારા હસબંડ સની ને પોતાનો બિઝનેસ છે. તું તો જાણે જ છે મને ભણવામાં બિલકુલ રસ ન હતો. એફ વાય માં એટિકેટી આવી પછી ભણવાનું છોડી દીધું. અને બ્યુટી પાર્લર નો કોર્સ કર્યો. અત્યારે ઘરે જ પાર્લર ચાલવું છું. જેથી કરીને બાળકો પણ સચવાય અને ઘર પણ સચવાય. વળી સર્વિસ કરીએ તો બોસ નો સમય સાચવવો પડે. અહી તો આપણે આપણાં માલિક.

આભા ની વાતો સાંભળતા દિવ્યા ને ઘરે રાહ જોતાં પોતાના બાળકો યાદ આવ્યા.

“અને તું શું કરે છે?” આભાએ પુછ્યું. “બસ ટ્વેલ્થ પછી પી.ટી.સી કર્યું. ગવર્નમેંટ જોબ મલતિ હતી પણ ગામડા માં પછી બાળકો ના ભણતર નો પ્રશ્ન ઊભો થાય. એટલે પ્રાઈવેટ સ્કૂલ માં જોબ કરું છું. મારે પણ એક બાબો અને એક બેબી છે. શાસ્ત્રીનાગર રહું છું.”

“વેરી નાઇસ તો પછી બહુ દૂર નથી. અવાજે ક્યારેક મારા પાર્લર માં. ચિંતા ના કર તારા પૈસા નહીં લઉં.” એમ કહી આભા હસી પડી.. દિવ્યા પણ હસવા લાગી.

“અચ્છા દિવ્યા એ કહે તને સેલેરી શું આપે છે? “ “આટલી સ્માર્ટ દેખાય છે પણ કોઈને સેલેરી ન પૂછાય એટલી તો સભ્યતા નથી.” દિવ્યા મનમાં વિચારતી હતી છતાં કૃત્રિમ રીતે હસી અને કહ્યું, “પાંચ હજાર રૂપિયા.” ‘ઑ કે’ આભા બોલી.

દિવ્યા ને ફરી મનમાં વિચાર આવ્યો, “જો એ સંકોચ વગર મને સેલેરી પૂછે તો હું પણ કેમ ન પૂછું? આખરે તો ક્લાસમેટ જ છે ને! આભા તારે કોઈ ફિક્સ ઇન્કમ નહીં હોય ને?”

આભાએ પોતાના એ જ બિનદાસ અંદાજ માં જવાબ આપ્યો, “ નહીં, એવરેજ પંદર વીસ હજાર તો ખરા જ અને મેરેજ અને ફેસ્ટિવલ સિઝન માં એપરોક્ષ પત્રીસ ચાલીસ હજાર નો પ્રોફિટ રહે છે.

દિવ્યા ના હૃદય પર જાણે મોટો પ્રહાર થયો! શરમ ને કારણે આભા સાથે શું વાત કરવી એ તેને સમજાયું નહીં. એટલી જ વાર માં આભાના મોબાઈલ ની રિંગ વાગી, આભા મોબાઈલ માં વાત કરતી હતી, દિવ્યા ત્રાંસી નજરે એને જ નિરખતી હતી અને વિચારતી હતી,” આ એ જ આભા છે સ્કૂલ માં હંમેશા ચોરી કરીને પાસ થતી હતી. છોકરાઓ સાથે મજાક મસ્તી, શિક્ષકો ની હાંસી ઉડાવવી એ તો એનો સ્વભાવ હતો. હંમેશા શાળામાં અનિયમિત. વળી કેટલીય વાર તો ચોરી પણ કરી હતી.

એટલી જ વાર માં ચાલો શાસ્ત્રીનગર એમ કહી કંડકટરે બેલ મારી. “ઑ કે બાય આભા એમ કહી દિવ્યા ઊભી થઈ. આભાએ મોબાઈલ માં વાત સ્ટોપ કરી પર્સમાથી પોતાનું કાર્ડ કાઢીને આપ્યું. “ મારા પાર્લર માં ચોક્કસ અવાજે એમ કહી બંને એ વિદાય લીધી.

બસમાથી નીચે ઉતરી દિવ્યા હજુ પણ બારીમાં થી આભની હેરસ્ટાઇલ, કપડાં, મેક અપ અને નેઇલ પૉલિશ જોઈ રહી હતી. હવે બસ દેખાતી ન હતી. હૃદય ની કરુણતાના શબ્દો દિવ્યા ના હોઠેથી સરી પડ્યા,

“ વાહ રે સમાજ, જે બાહ્ય સૌંદર્ય ને નિખારે છે તેને પત્રીસ હજાર અને જે આંતરિક સૌદર્ય ને નિખારે છે તેને માત્ર પાંચ હજાર!

2.અનુભવ

“એ જિંદગી ખબર ન હતી , તારો અનુભવ આવો હશે.

ક્યારેક દિલમાં દર્દ છુપાવીને હસ્યના મહોરા પહેરવા પડશે!....એ જિંદગી

ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ સત્ય ના ભાષણ ફાડીને ગાંધીવાદીઓ

વાસ્તવમાં આંતકવાદીઓ નીકળશે! ....... એ જિંદગી

સંપૂર્ણ ઘડાં તો સમાવી લેશે પાણીને પણ,

અધૂરા ઘડા આટલા છલકાશે!...... એ જિંદગી

ગમે છે જેનો સાથ સદા એ પ્રિયજનને નજરથી દૂર કરીને,

અણગમતા સાથે રસ્તો ઓળંગવો પડશે! ......... એ જિંદગી

મોતની ભીખ માંગે છે પીડિતો ઘણા કરગરીને,

પણ જેની જરૂર છે હજુ આ દુનિયાને

એને જ કુદરત આપણાથી છીનવી લશે!

એ જિંદગી ખબર ન હતી તારો અનુભવ આવો હશે!

જુલી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED