( આગળ જોયું કે સાહિલ સનમને દોષી સમજીને એને ખરીખોટી સંભળાવે છે સનમ પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણી મથે છે પણ બધું વ્યર્થ સાહિલની અદાલતમાં સનમ દોષી હતી. સનમ નીમી ને આગળ કઈ કહે ત્યાં જ સનમના મમ્મી સનમને બહાર બોલાવે છે હવે આગળ........)
ચાલ નીમી મમ્મી બહાર બોલાવે છે આપણે જઇયે ઉભા થતા હું બોલી ત્યાં નિમીએ મારો હાથ પકડીને મને ઉભી રાખતા પૂછ્યું " સનમ, સાહિલએ તને સાંભળી કે નહિ "
કાશ એક વાર એણે મને સાંભળી હોત
કાશ એક વાર મને સમજવાની કોશિશ કરી હોત
તો એ મારી ખામોશી વાંચી શક્યો હોત
સમજી શક્યો હોત કે હું જૂઠી નથી
કાશ.....કાશ..... એણે મને સાંભળી હોત
ના સાહિલએ મને સાંભળી ના હું કઈ બોલી,બોલતી પણ શું મારી પાસે પોતાને સાચી સાબિત કરવા માટે એક પણ સબૂત ન્હોતું અને ના કોઈ દલીલ, એની નફરતની દીવાલ એટલી ઉંચી હતી કે મારો પ્રેમ એને ના દેખાયો ,બસ આ જ મારી અને સાહિલની છેલ્લી મુલાકાત હતી.
" તો સાહિલને તે કેમ સમજાવ્યો નહિ " નીમી આતુરતા પૂર્વક બોલી
" કોને સમજાવું અને શા માટે ,આમ પણ એ ઘટના પછી સાહિલ ઓસ્ટેલિયા જતો રહ્યો હતો એવા ન્યૂઝ મને મળ્યતા " હુ રૂમનો દરવાજો ખોલતા બોલી
" સનમ શુ કરે છે ! જલ્દી આવ" મમ્મીએ ફરી બૂમ મારી
"આ વાત અહી જ પુરી કર નીમી અને ચાલ આપણે નીચે જઇયે નહિ તો મમ્મી સાવરણી લઈને ઉપર આવશે" બહાર નીકળતા હું બોલી
હું અને નીમી મારા રૂમ માંથી બહાર નીકળી ઘરના મેન હોલમાં પોહચ્યા. સોફા પર કોઈ માણસ બેસેલો હતો એની પીઠ મારા તરફ હોવાથી હું એને ચેહરો ન જોઈ શકી એટેલ હું એનો ચેહરો જોવા માટે એની સામે જઈને ઉભી રહી ગઈ. ચેહરો થોડો જાણીતો લાગતો હતો. દેખાવે પોતે સામાન્ય પણ અનોખું તેજ હતું એના ચેહરા પર એનું સ્મિત એટલું નિખાલસ કે જાણે કેટ કેટલાયનું મન મોહી લે એની આંખો મને જ જોઈ રહી હતી.
" આવ બેસ સનમ ,આમ જો તો ખરા કોણ આવ્યુ છે!"મમ્મી મારી સામે જોઈને બોલ્યા
" મેડમ ઓળખાણ પડે છે કઈ " એ જુવાન મારી સામે હસતા હસતા બોલી રહ્યો હતો
"ક્યાક જોયા હોય એવું લાગે તો છે પણ યાદ નથી આવતું તમારું નામ જણાવાની તકલીફ લેશો " એની સામે ગોઠવાતા મેં પણ સ્મિત આપતા કહ્યું
" ઓહ્હ્હ I did not know that you will forget me,જોવો ને માસી તમારો કાનો મને ભૂલી ગયો, ભૂલી ગઈ તું મારો નાસ્તો ખાઈ જતી પણ જાડી ત્યારે પણ નોતી અને હજુ પણ એવીને એવી જ છે તું, યાદ કર તારું હોમવર્ક હું કરતો"
"અરે કેવલ if i'm not wrong you are keval right " એની પાસે જતા મેં કહ્યું
કેવલ, મારા બાળપણનો મિત્ર કેવલ અમારી બાજુના ઘરમાં જ રહેતો, મારુ અને કેવલનું બાળપણ સાથે જ વીત્યું. કેવલને અસ્થમાની બીમારી હતી એટલે એ બીજા બાળકોની માફક અમારી સાથે રમી ન શકતો એને એકલું ના લાગે એ માટે હું રોજ એના ઘરે જતી અને એની સાથે વિડિઓ ગેમ રમતી. કેવલ મને કાનો કહીને બોલાવતો. કેવલ ભણવામાં બહુ જ હોશિયાર હતો માટે જ આજે સાહેબ બેંગ્લોરની મોટી કંપનીમાં software designer છે. ૧૦ ધોરણ પછી કેવલ બેંગ્લોર જતો રહ્યો પણ કોઈ કોઈ વાર એની જોડે ફોનમાં વાત થઇ જતી આજ અચાનક આમ આટલા વર્ષ પછી એને મારી સામે જોતા જાણે મારી ખુશી સાતમા આસમાને હતી.
"omg તું બેંગ્લોરથી ક્યારે આવ્યો ? ટોપો મને ઇન્ફોર્મ પણ ન કર્યું, કહ્યું હોત તો તને એરપોર્ટ પર લેવા ન આવત યાર " એના માથા પર ટાપલી મારતા હું બોલી
" અરે હું જસ્ટ હજુ આવ્યો જ છું મારી માં , અને ફોન કરીને આવ્યો હોત તો તારા આવા ભયાનક expression કેમ જોવા મળે " મને ચીડવતા કેવલ બોલ્યો
" તો આજનો પ્લાન શું છે એકલો આવ્યો કે કોઈઈઈ..... જોડે છે " હું કેવલને કોણી મારતા બોલી
" અરે ના એકલો જ છું પણ હા અહીંથી એકલો જવાનો નથી સમજી " આંખ મિચકારીને કેવલ બોલ્યો
" ઓહ્હ્હ તો જનાબ બેંગ્લોરથી સુરતમાં ફિલ્ડિંગ ભરે છે not bad not bad at all " એનો પગ ખેંચતા હું બોલી
" માસી આજ સનમ ઘરે નહીં જમે કેમ કે હું સનમને બહાર ડિનર માટે લેવા આવ્યો છું " કેવલએ મમ્મી પાસે પરવાનગી માંગી
" જેવું સારું લાગે એવું કરો ,હું ના નહીં પાડું પણ હા સમયસર સનમને ઘરે મૂકી જાજે બોવ મોડું નો કરતો " કેવલનો કાન પકડતા મમ્મી બોલ્યા
" અરે માસી સનમને કોઈ લઇ જાય તેમ નથી અને લઇ ગયો તો પણ પાછો મૂકી જશે આ ભૂતને મારી સિવાય કોઈ નો સાચવે " જોરથી હસતા કેવલ કહ્યું
" કેવલ if you don't mind હું નિમિષાને પણ જોડે લઇ લવ " મે પરવાનગી માંગતા પુછ્યુ
કારનો તરફ જતા એ બોલ્યો" why not sanam આમ પણ બિલ તો તું જ પે કરવાની છો તો મને શું પ્રોબ્લમ હોય "
હું નીમી કેવલ ઘરેથી નીકળીને હોટેલમાં જઇયે છીએ રસ્તામાં મેં કેવલ અને નીમી ને એકબીજાનો ઈન્ટ્રો કરાવ્યો
******
( આજ ઘણા સમય પછી સનમ આમ મિત્રો જોડે બહાર આવી હતી એટલે જ સનમ આજ બહુ ખુશ હતી. નીમીની ખાસિયત કહો કે હુનર એ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તરત જ હળીમળી જતી કેવલ અને નીમીને જોતા કોઈ ના કહી શકે કે બંને પેહલી વાર મળી રહ્યા હતા. સનમ ,કેવલ અને નીમી જમીને હોટેલથી ઘરે જવા નીકળે છે કેવલ સનમને તેના ઘરે ડ્રોપ કરે છે પછી કેવલ નીમીને ઘરે મુકવા માટે સનમની રજા લઈને ત્યાંથી નીકળે છે )
" ગુડ નાઈટ ગાય્સ અને હા નીમી ઘરે પોંહચીને મને એક ફોન કરી દેજે સમજી " કાર માંથી બહાર નીકળતા મેં નીમી ને કહ્યું
" ઓકે સનમ " મને see off કરતા એ બોલી
કેવલ પોતાની ગાડી સ્ટાર્ટ કરે છે થોડે દૂર પોહચતા જ નીમી એકદમથી કહે છે " stop the car , i said stop the car કેવલ "
આમ અચાનક નીમીના બોલવાથી કેવલ સીધી જ બ્રેક મારી કાર ને ઉભી રાખે છે " શું થયું નિમીષા આમ અચાનક કેમ કાર ઉભી રાખવા કહ્યું ?"
" તું સનમનો બેસ્ટ ફ્રેન્ડ છો ? સનમની ખુશી માટે તું કઈ ભી કરી શકે છ નેે ? " નીમીના અવાજમાં ચિંતા હતી.
આમ અચાનક પુછાયેલા આવા પ્રશ્નથી કેવલ ડઘાઈ ગયો "obvious there's no doubt but may i know why you are asking me this question"
" એ હું બધું કહીશ તને but i really need your help કાલે બપોરે દોઢ વાગ્યે CCD મળ ત્યાં હું તને બધું સવિસ્તાર જણાવીશ " નીમી બોલી
" તું પાગલ છો કે મગજ નામની વસ્તુ તારી પાસે નથી તું મને ઓળખે જ છે કેટલો અને હું તારી શું હેલ્પ કરી શકું " માથું ખંજવાળતા કેવલ બોલી રહ્યો હતો
" મારી ના સહી પણ સનમની તો મદદ કરીશ ને ,તારે અને મારે મળીને એક અધૂરી સ્ટોરી પુરી કરવાની છે કેમ કે કોઈ પણ વાત અને ભાણુ (જમવાનું ) ક્યાયેય અધૂરું મુકાય નહિ સમજો, તો કાલે મળ્યા અને હા સનમને આ વાતની જાણ ન થવી જોઈએ got it " ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળતા નીમી બોલી
પોતાના ઘર તરફ જતા જતા નીમી કેવલને ફરી યાદ અપાવતા કહ્યું" કાલે દોઢ વાગ્યે CCD don't forget ok bye good night see you tomorrow"
આ બાજુ કેવલ ગાડીમાં બેઠા બેઠા પોતાના નખ ચાવતા ચાવતા વિચારે છે સ્ટોરી ! અધૂરી , પણ કોની ! આ શું બોલીને ગઈ કઈ ના સમજાયુ નક્કી આના દિમાગમાં કઈ ખીચડી પાકી રહી છે.
કેવલ ત્યાંથી સીધો પોતાને ઘરે જાય છે અને આખા દિવસનો થાકેલો એ બેડ પર પડતાની સાથે જ ઊંઘી જાય છે હવે તો વાટ હતી કે કાલ ક્યારે પડે અને ક્યારે નીમી એને બધું કહે.
આ બાજુ આજ ઘણા સમય પછી સનમનું મન શાંત થયું છે એ ખુશ હતી કે એની લાઇફ ફરી સામાન્ય થઈ રહી છે પણ એને ક્યાં ખબર હતી કે આ દરિયામાં આવનારા તુફાન પેહલાની શાંતિ છે .
નિમિષાના મગજમાં શું ચાલી રહ્યું છે ?
શું કેવલ નિમિષાની મદદ કરશે ?
( શું નિમિષા કેવલને મળીને સનમ અને સાહીલની વાત કેહશે ? શું બધું જાણીને કેવલ મદદ કરવા તૈયાર થશે ? નિમીષા સનમ અને સાહિલને એક કરવા માંગે છે પણ કેવી રીતે ? વધુ આવતા અંકે )
ક્રમશ...
મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.
આભાર વ્યક્ત કરું છું એ તમામ લોકોનો જે પોતાનો કીમતી સમય કાઢીને મારી સ્ટોરી વાંચે છે ઘણા લોકોને મારી સ્ટોરી ગમી છે અને ઘણા લોકોને નથી ગમી. હુ કોઈ લેખક નથી ના તો લેખન મારી આવડત બસ એક નાની કોશિશ કરી છે કઈક લખવાની મારા વિચારો ને વ્યક્ત કરવાની આભાર ???