પાગલ ની વ્યાખ્યા

             પાગલ, આમ તો કોઈ પાગલ હોતું જ નથી આપણે એને પાગલની નજર થી જોઈએ છીએ એટલે આપણને એ પાગલ દેખાય છે.

             હમણાં શેરીમાં એક નવી છોકરી રહેવા આવેલી આમ તો નોર્મલ પણ એ વારેવારે વાતે વાતે હસતી હોય, હસાવતી હોય. મેં મારા બેસ્તફ્રેન્ડ ધ્રુવ ને એના વિશે કહ્યું યાર ધ્રુવ હમણાં હું મારી છત પર ગયો હતો. પંખીઓના કુંડા ભરવા ત્યાં મેં પેલી સામેવાળી છત પર સુરભી ને જોઈ એ બહુ જ હસતી હતી યાર.. 
            ધ્રુવે કહ્યું યાર વીર, એ નોર્મલ છોકરી નથી. ગાંડી છે મને તો એ લોકો જ્યારે આવ્યા ને હું એમને ત્યાં સામાન ઉતારવા ગયો ત્યારે જ ખબર પડી ગઈ હતી. અમે લોકો કામ કરતા હતા ને એ ખૂણામાં સીડીના દાદરે બેસીને હસતી હતી. મને ત્યારે જ ખબર પડી ગઈ કે યાર આના આંટા ઢીલા છે.
            એ એને એકવાર મળ્યો અને એકવાર એને હસતી જોઈને એને એના પર પાગલ નું લેબલ મારી દીધું. ખરેખર એ નોર્મલ હતી. હસવું એ એનો સ્વભાવ હતો. એ મેં પાછળ થી નોંધ્યું.

             આપણે બધા આપણી જાતને નોર્મલ માણસ સમજીએ છીએ. નોર્મલ માણસ કેવો..? તો  આ નોર્મલ માણસ ની આપણે સૌ એ પોતપોતાના મનમાં એક ડેફીનેશન એક વ્યાખ્યા સેટ કરી લીધી છે કે નોર્મલ માણસ આવો જ હોવો જોઈએ, આમ જ કરવો જોઈએ, એણે આવા જ કપડાં પહેરવા જોઈએ. વ્યવસ્થિત વર્તન કરતો હોવો જોઈએ. અને એ ડેફીનેશન પ્રમાણે ન ચાલનારા લોકો એને અબનોર્મલ દેખાય છે. પાગલ દેખાય છે. 
             હું નોર્મલ લોકોએ સેટ કરેલી આવી  ડેફીનેશન મુજબ જરાય નથી ચાલતો અને મને એવું લાગે છે કે મારે ચાલવું પણ ના જોઈએ.  કેમ કે જો હું એમની જેમ એમની ડેફીનેશન મુજબ વરતતો થઈ જઈશ તો હું મારી પોતાની ઇમેજ ગુમાવી બેસીશ. દરેક માણસ ની એક પોતાની ઇમેજ હોય છે. મારી પણ છે. 

           મને યાદ છે કે સ્કૂલ થી લઈને કોલેજમાં મને અમુક લોકો પાગલ જ સમજતા, 
           એક વખત અમારી કોલેજના જ એક છોકરાએ પૂછ્યું કે તારું ગામ કયું..?
            મેં હસીને કહ્યું કે મારું કોઈ ગામ જ નથી હું પ્રોપર રાજકોટનો જ છું.                 ત્યારે એણે મારા એ જવાબ પર પુરા ક્લાસની વચ્ચે કોમેન્ટ કરેલી કે 
            આમ, પણ ગાંડા ને ગામ ના હોય. 
            મને થોડુંક ખોટું લાગ્યું પણ તેમ છતાં હુબ એમની સાથે હસ્યો. એ મને ગાંડો સાબિત કરવા હમેશા મથતા રહેતા ને ત્યારે એ સમયે હસીને મેં એમની વાત સાબિત કરી બતાવી.
            અત્યારે હાલ, હું જ્યાં રહું છું ત્યાં પણ અમુક લોકો મને પાગલ જ સમજે છે. કેમ તો હું એમની જેવો છું જ નહીં અલગ છું અને હમેશા અલગ જ વર્તુ છું. જ્યારે મજા પડે ત્યારે નર્સરી ના બાળકની જેમ હસી લવ છું. ક્યારેક છત પર એકલા એમની જેમ ઠેકડા પણ મારી લવ છું. અને મારી આ બચકાની હરકતો જ મને વારંવાર પાગલ પ્રુફ કરે છે.એટલે જ લોકો મને શાયદ પાગલ કહેતા હશે પણ મને અના થી કોઈ જ ફેર નથી પડતો. લોકો શુ કહે છે કે લોકો શુ કહેશે એના થી મને પહેલે થી કોઈ ફેર પડ્યો નથી.અને ક્યારેય પડશે નહીં.

            અને કોઈ પાગલ છે તો પણ આપણે એને એ દ્રષ્ટિએ શુ કામ જોઈએ છે.શુ કામ આપણે એમ વિચારીએ છીએ કે એ તો ગાંડો છે એને ક્યાં વતાવતો. ખરેખર તો માણસ છે એનામાં પણ તમારી જેમ હદય ધબકે છે. એ પણ તમારી જેમ જ જીવે છે. તમે જો એને એક માણસની દ્રષ્ટિએ જોઈને એની સાથે વાત કરવાની કોશિશ કરશો તો એ તમારી સાથે વાત કરશે જ. 
                           - પરેશ મકવાણા
મો. 7383155936

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jadeja Rajdeepsinh 3 માસ પહેલા

Saroj Bhagat 3 માસ પહેલા

Anil Gaykawad 3 માસ પહેલા

Ajay Raval 4 માસ પહેલા

Swati Kothari 4 માસ પહેલા