તો હવે આપડે આવતા સેસનમાં મળીશું... ત્યાં સુધી તમે અત્યાર સુધીનું ફરીથી વાંચજો અને કંઈપણ ક્વેરી હોય તો મને વોટ્સેપ કરજો. આવજો. સી યુ ઇન ધ નેક્ષ્ટ સેસન.
________________________________________________________________________________________________________________________
અંક ૧ - તને ગોતવી તો ગોતવી ક્યાં?
શર્ટ પર પહેરેલી ટાઈ ઢીલી કરી, શર્ટની સ્લીવ્સ અડધા હાથ સુધી વાળી, માથાના વાળ સરખાં કરી બાજુમાં પડેલી પાણીની બોટલમાંથી પાણી પી, સામે ચેર પર હું બેઠો. સતત ૫ કલાક ટ્રેનીંગ આપી, બોલ્યા બાદ અનુભવાતી લાગણી એ સંતોષ અને થાકના મિશ્રણમાં હતી. સંતોષ એટલા માટે કેમ કે આ મારું મનગમતું કામ છે અને થાક એટલા માટે કે હું પણ માણસ છું. પણ આ થાકમાં પણ એક પ્રકારનો જુસ્સો હતો. એક આલગ જ શાંતિ હતી. પરમ સત્વનો ભાવ.
પાણીનો ગ્લાસ સામે ટેબલ પર રાખી, બાજુમાં મારા સેલફોન તરફ મેં જોયું. લોક ઓન કરતા જ, ૮-૧૦ નોટીફીકેશન હતા, એમાય ૧-૨ નવરી કંપનીના મેસેજ, એક રીમાન્ડર, બીજા વોટ્સેપ ગ્રુપ મેસેજીસ અને જેના પર મેં સૌથી પહેલા ક્લિક કર્યું એ.....
આકાંશા એ તમારી પ્રોફાઈલ લાઇક કરી છે. ઇટ્સ અ મેચ. કોન્ગ્રેચુલેસન.
મારા જેવા ગુજરાતી, મીડીયમથી એટલે કે, માં પાસે ભણેલાં અને પછી ઈંગ્લીશ બોલતા શીખેલા, પાન ખાઈ પદમશી થયેલા, એક સામાન્ય ગુજરાતી છોકરા માટે આ બહુ મોટી વાત છે હો ભાઈ. ખુશીની વાતતો હતી, પણ સામે પ્રશ્ન એ હતો કે, છોકરી એ લાઇક તો કરી આપડી પ્રોફાઈલ, પણ આગળ હવે શું કરવું? મેસેજ કરવો કે નહિ? ફેસબુક પર એને ગોતવાનો પ્રયાસ કરું તો? અરે... પણ મેસેજ કેમ કરીશ, મરી પાસે એના નંબર ક્યાં છે? ફેસબુક જ એક ઓપ્સન છે હવે તો... પણ એમાં આકાંશા મળી નહિ તો??? ઓહો... આ તો મેચ થઈને પણ લોચો. જ્યાં સુધી આપડી પ્રોફાઈલ કોઈ લાઇક નતું કરતું ત્યાં સુધી એમ થાતું કે સાલી કોઈ લાઇક નથી કરતી, હવે કરી તો પણ પ્રશ્નો ઉભા જ છે. "જિંદગી સાલી રોજ નવા સવાલો આપે છે, જેના જવાબ આપતા આપતા જ સમય આવી જાય છે."
જયારે કોઈ કામ ના આવે ત્યારે ગુગલ અને ફેસબુક જ કામ આવે. સાચે જ હો, આ યાદ રાખજો.:)
જાદુઈ આધુનિક પેટી એટલે કે 'લેપટોપ' ખોલી, ફેસબુક ઓપન કરી સર્ચબાર પર આકાંશા શાહ લખ્યું - મને ખબર છે આ વાંચીને તમે પણ આવી કોશિશ કરશો એટલે અહિયાં મેં કાલ્પનિક નામનો ઉલ્લેખ કર્યો છે. ઝુકર્બર્ગે એટલે કે ફેસ્બુકે એકી સાથે આકાંશા શાહનો વરસાદ કર્યો, ઢગલો થઇ ગયો આકાંશાનો, પણ આમાં એને ક્યાં ગોતવી? ફોટો જોયો હતો મેચિંગ પ્રોફાઈલ પર, પણ આમાંનો એકેય ફોટો મેચ થતો ન હતો- ખાલી મિત્ર બનાવા તો આપડે ગયા ન હતા એટલે બીજી કોઈ આકાંશાને તો રીક્વેસ્ટ મોકલાઈ નહિ ને!
૨૫ મિનીટ સુધી ફેસબુકના મેદાનમાં દોડાદોડી કરી એટલે કે ગોતવાનું કામ ચાલુ રાખ્યું, જે જડપથી હું દોડતો હતો એ જોઇને, મારા ધ્વની યંત્રએ કહી દીધું મને જમવાનું આપો- એટલે કે મોબાઈલની બેટરી પૂરી, આમ પણ પછી હું પ્રોફાઈલ ગોતી ગોતીને થાકી ગયોં એટલે મેં સેલફોન ચાર્જ પર મુક્યો. ઓફિસમાં આરામથી બેઠો, બધા કલીગ્સને હાઈ-હેલ્લો કહી હું બાલ્કની પાસે, બહાર ખુલ્લી હવામાં જતો હતો. ત્યાં જ અચાનકથી હું દોડીને ફરી મેદાનમાં આવ્યો એટલેકે ટ્રેનીંગ રૂપમાં આવ્યો, ચાર્જ પર રાખેલો મારો સેલફોન ફટાફટ ઓપન કર્યો- મને એ યાદ આવ્યું હતું કે ફેસબુક ચેક કરવું ઈનફ નથી, હવેના જમાનામાં તો ઇન્સ્તાગ્રામ ચેક કરવું જોઈએ, એટલે ઇન્સ્તાગ્રામમાં એને સર્ચ કરવા હું પવેલિયનથી પાછો મેદાનમાં આવ્યો..........અહિયાં હસજો હો, હસવા જેવું છે આ..... સાચું કહું તો એ પણ ગુગલી બોલ પડ્યો અને હું સીધો ક્લીન બોલ્ડ, ત્યાં પણ હું જે આકાંશા શાહ ને ગોતતો હતો એ મને મળી નહિ. સેલફોન ચાર્જ પર મૂકી- બેટ હાથમાં પકડી, રૂમની બહાર નીકળ્યો- પવેલિયન તરફ પાછો આવી ગયો.
અંક ૧.
નમસ્કાર. વાચવા બદલ આભાર.
વધારે અંક ૨ - જોડાયેલા રહો.