“માયરા”
એક સત્યઘટના પર આધારિત રહસ્યમય વાર્તા
ભાગ – ૧
મૌલિક ઝવેરી
માયરા ગોળાકાર મોટા અરીસાની સામે પોતાના રેશમી વાળ નિહાળી રહી છે ત્યાં જ પાછળથી, કોઈના પ્રવેશવાનો આભાસ માયરા ને થાય છે. રૂમમાં એના સિવાય બીજું તો કોઈ હોય ના શકે એવો વિચાર આવે છે, મનમાં થોડાક ડર સાથે, રૂમની બહાર કોરીડોર તરફ જવા પગ ઉપાડે છે, ધીમે ધીમે વ્યાકુળ ચહેરા અને ભયભીત મન સાથે દરવાજા તરફ જાય છે. રૂમના દરવાજા સુધી પહોચે છે, દરવાજો પહેલેથી ખુલ્લો જ હોય છે, દરવાજા પર પોતાનો જમણો હાથ રાખી બહાર કોણ હશે એ જોવા માટે મોઢું બહાર કાઢે છે, પણ ત્યાં કોઈ દેખાતું નથી.... એટલે એ દરવાજાની બીજી તરફ જોવે છે.....(બાવ....).....અવાજ કાઢી મયંક માયરા ને બીવડાવે છે.
(Shit સાલ્લો હરામી આવી રીતે ડરાવશે મેં તો વિચાર્યું પણ ના હતું.)
માયરા એકદમ ડરી જાય છે, ડરમાં ને ડરમાં ખુબ જ જોસથી ચીસ પાડી ઉઠે છે અને રૂમની અંદર દોડી જાય છે , એક મીનીટમાં તો પરસેવે રેબજેબ થઇ જાય છે. મયંક માયરાને આમ ડરેલી જોઇને જોર જોરથી હસવા લાગે છે. માયરા પાસે આગળ જઈ, હગ કરી, માયરાને પાછળથી પકડી, ઉઠાવી લે છે. માયરા મયંકને જોઇને થોડીક રાહત અનુભવે છે, હા એ વાત અલગ છે કે મનમાં મયંકને ઘણી બધી ગાળો આપી દે છે.
મયંક: (માયરાને પાછળથી પકડી ઉઠાવી એક - બે નાના ગોળ ચક્કર લગાવે છે અને માયરાના રેશમી વાળ પાછળ છુપાયેલા નાજુક કાન પાસે જઈ ધીમેથી કહે છે) હેપ્પી અનીવર્સરી માય લવ...
માયરા: (એકદમ ગુસ્સામાં) મયંક......તું નીકળ અયાથી, મારી જાન નીકળી જાત હમણાં જ... અહહ.. આવી રીતે કરાતું હશે કઈ...! અને એક મિનીટ........તું આજે પણ હવે છેટ આવે છે? આજે પણ તને કામ સુજે છે?
મયંક: આઈ લવ યુ સ્વીટી... (માયરાના ખભ્ભા પર પોતાના બંને હાથ રાખી, માયરાને મનાવતા)
માયરા: મયંક.... આઈ સ્વેર, જો હવે મને આવી રીતે ડરાવી છે ને..... તો તને મારી નાખીશ... મારા હાથ પગ હજુ ધ્રુજે છે જો આ...
મયંક: ઓહ સો સોરી માય જાન. મને થયું કે તને થોડીક હેરાન કરું. (માયરાના હાથ પકડે છે અને બંને હથેળી ખોલી વ્હાલ વરસાવા હથેળી પર ચુંબન કરે છે.)
માયરા: (પોતાના હાથ મયંકના હાથ માંથી ખેચી, મયંકથી દુર જઈને) થોડીક? બસ થોડીક જ? અને તું ક્યારે હેરાન નથી કરતો મને? પૂરે પૂરી હેરાન કરે છે.
મયંક: આઈ લવ યુ. (માયરાની નજીક જઈ પાછળથી પકડી વ્હાલ વરસાવે છે.)
માયરા: હા કૈક ખીજાઓ એટલે ‘આઈ લવ યુ’ કેવાનું ચાલુ થઇ જાય. નહિ? બહુ શાણો છો તું મયંક.
મયંક: આઈ લવ યુ.
માયરા: તને છે ને એક થપ્પડ મારીશ. (મયંક તરફ ફરીને)
મયંક: આઈ લવ યુ. (માયરાના કપાળથી કપાળ અડાવી)
માયરા: (મયંકને ધીરેથી ધક્કો મારી) સાચે મારીશ હો હું, તું એમ ના સમજ જે કે હું નહિ મારું તને.
મયંક: આઈ લવ યુ.
માયરા: થપ્પડ નહિ. તને તો છે ને તારું જ બેટ મારીશ. ઉભો રે તું. (એમ કહી મયંકનું બેટ લેવા માટે જાય છે.)
(મયંક માયરાનો હાથ પકડીને પોતાની તરફ માયરાને ખેચે છે, બંને જણા એટલા નજીક આવે છે કે બંનેની વચ્ચે હવાની અવર-જવરનું પ્રમાણ માપવામાં આવે તો એ નહીવત આવશે, એના રેશમી વાળની લટ કાન પાછળ સરકાવી, લાલ થઇ ચુકેલા બંને ગાલ પર હાથ રાખી, આંખમાં આંખ મીલાવી હળવાશથી ખુબ જ પ્રેમ પૂર્વક આઈ લવ યુ કહે છે. બને જણા અમુક ક્ષણો માટે એકબીજામાં ખોવાય જાય છે.)
(અમુક ક્ષણો બાદ)
મયંક: હજી તો તે શણગાર પણ નથી કર્યો અને તું આટલી બ્યુટીફૂલ લાગે છે. પાર્ટીમાં તો બધા આજે તને જોતાં જ રહી જશે.
માયરા: (શરમાયને આંખો નમાવી દે છે અને પોતાનું માથું હળવાશથી મયંકની છાતી પર નમાવે છે.)
(મયંક કેટલો નસીબદાર છે એને માયરા જેવી પત્ની મળી, આટલી સુંદર, નાજુક, પ્રેમાળ અને ઉપરથી પત્ની હોવા છતાં સમજદાર પણ.)
(અમુક ક્ષણો બાદ)
મયંક: તો પાર્ટીની તૈયારી થઇ ગઈ? (મયંક ધીમેથી પૂછે છે, માયરા હજુ મયંકની છાતી પર આરામ અનુભવે છે.)
માયરા: યસ માય લવીંગ હસબન્ડ... બધી જ તૈયારી થઇ ગઈ. (અડધી નિદ્રામાં, આરામમાં હોય એ રીતે જવાબ આપે છે.)
મયંક: (માયરાનું મોઢું પોતાના સામે લાવી) માયરા, હું આજે તને ખુબ જ ખુશ કરી દેવા માગું છું, દુનીયાની બધી જ વસ્તુઓ, જીંદગીની બધી જ ખુશી આપવા માગું છું. હું માત્ર તને ખુશ જોવા માગું છું. (માયરા ખુબ જ ખુશી અનુભવે છે, એ કઈ જવાબ નથી આપી શકતી, ફક્ત મયંકની ખુશી, એનો પ્રેમ જોઇને મયંકને પ્રેમભર્યું આલીંગન કરી લે છે.)
(મયંક માયરાને પોતાના બંને હાથ વડે ઉઠાવે છે, સામે પડેલા લાકડાના ડ્રેસિંગ ટેબલ પર પોતાનો એક પગ રાખે છે, માયરાને ધીમેથી ખોળામાં બેસાડે છે, માયરા શરમાય છે, આંખો બંધ કરી દે છે, મયંક પોતાના બંને હાથ માયરાના નાજુક ગાલ પર રાખે છે, પોતાના હોઠ માયરાના હોઠો પર મૂકી દે છે.)
(આજે મયંક અને માયરાના લગ્નની ત્રીજી એનીવર્સરી છે અને એ જ ખુશનુમા પ્રસંગે મયંકે એક શાનદાર-જાનદાર-દમદાર પાર્ટીનું, પોતાના બંગલો પર, આયોજન કરેલું છે, જેમાં એના બધા મિત્રો, સગા વ્હાલાઓ અને શહેરના અમુક જાણીતા, પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેવાના છે.)
(મયંકના બંગલો પર)
(ચારેય બાજુ લાલ, પીળી, લીલી, ગુલાબી કલરફૂલ, લબુક-જબુક લાઈટસ થાય છે, પાર્ટી વાળું ધમાકેદાર લાઉડ મ્યુઝીક વાગે છે, પાર્ટીમાં ૨૫-૨૫ લોકો અલગ-અલગ ગ્રુપમાં એકબીજા સાથે વાતો કરતા ઉભા હોય છે, બધાનાં હાથમાં ઠંડા-પીણાથી ભરેલો કાચનો ગ્લાસ છે, ૩-૪ બ્લેક એન્ડ વ્હાઈટ કપડામાં ઠંડાપીણાથી ભરેલી ટ્રે લઇ ફરતા વેઈટરસ બધાને વિનમ્રતાથી ઠંડુ આપે છે.)
(આકાશ, રાધિકા, અદિત, ઉપાસના અને મંથન, મયંક અને માયરાના મિત્રો, પાર્ટીમાં પ્રવેશે છે. વેઈટર એમને ઠંડુ ઓફર કરે છે. બધા ઠંડુ પીએ છે.)
આકાશ: . . . વાવ, રાધિકા, પાર્ટી તો ખુબ જ શાનદાર છે. લાઈટ્સ, ડેકોરેશન, લાઉડ મ્યુઝીક . . . અમેઝિંગ.
રાધિકા: હા યાર. . . ખુબ જ સરસ પાર્ટી છે અને એમાય સ્પેસીયલી મને આ કોલ્ડડ્રીંક ખુબ જ પસંદ આવી. . . .ઓરેન્જ સોડા બ્લેક ફ્લેવર. આકાશ, આપણે પણ આપણા લગ્નની પાર્ટી આવી જ રાખીશું, શાનદાર. (ચારેય બાજુ પાર્ટીનો માહોલ અને ઠંડુ નિહાળતાં)
(આકાશ અને રાધિકા બંને લવ બર્ડ્સ છે.)
અદિત: મને પણ પાર્ટીમાં બોલાવશો ને! (રાધિકા અને આકાશની તરફ જોઇને પૂછે છે.)
રાધિકા: તને શું કામ? (અદિત પર ગુસ્સો દર્શાવીને)
મંથન: રિલેક્સ ગાયઝ...કાલ્મ ડાઉન. આપણે બધા અહિયાં મયંક અને માયરાની પાર્ટી એન્જોય કરવા આવ્યા છીએ. (અદિત, આકાશ અને રાધિકાને અનુલક્ષીને કહે છે.)
આકાશ: (માહોલ નોરમલ બનાવવા, બીજી વાતની શરૂઆત કરે છે.) મને તો લાગે છે મયંકભાઈ, માયરા સાથે એન્જોય કરવામાં, પોતે બધાને આટલી જોરદાર પાર્ટી આપી છે એ પણ ભૂલી ગયો હશે. (બધા હશે છે...)
(મયંક અને માયરાની લાઉડ મ્યુઝીક સાથે એન્ટ્રી થાય છે. સફેદ અને ઓરેન્જ ચમકતી લાઈટસ, બંને તરફ ઉડતી ઉડતી આવે છે, મયંક ઓરેન્જ કલરની મહારાજા શેરવાની, લાઈટ ક્રીમ કલરની ચોયણી, હાથ પર રાડોની સિલ્વર કાંડા ઘડિયાળ અને બ્રાઉન કલરની મોજણીમાં હેન્ડસમ હંક લાગે છે, માયરાએ ઓરેન્જ કરલ પાર્ટી વેર ડ્રેસ, ડાબા હાથની ત્રીજી આંગળીએ ડાયમંડ મઢેલી ડીઝાઈનીંગ વીટી, સિલ્વર ચમકતા લાંબા ઇઅર રીંગ, એડી વાળા ઓરેન્જ ફેન્સી સેન્ડલ તથા માથાની હેર સ્ટાઈલથી લઈને, નેઈલપોલિશ સુધીની બધી નાની મોટી વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખ્યું છે, જાણે આકાશમાંથી કોઈ સુંદરતા પ્રસરાવતી પરી આવી હોય જેને જોવા માટે બધા જ સામાજિક પ્રાણીઓ પોતાના બધા જ કામ પડતા મૂકી દે એટલી સુંદર લાગે છે.)
(ક્રમશ...)