દુનિયાની ૫મી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત છતાં વૈશ્વિક બ્રાન્ડ્સનું ગુલામ, ભારત

 

 

 

 

“દુનિયાની ૫મી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત છતાં વૈશ્વિક બ્રાન્ડ્સનું ગુલામ, ભારત”

 

મૌલિક ઝવેરી

 

 

 

 

 

·         ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ૨૦૧૬-૧૭, ૨.૫૯ લાખ કરોડ ડોલર.

·         ભારત અમીર પણ ભારતીય ગરીબ!

·         ભારતની જટિલ મુશ્કેલીઓ જે અર્થતંત્રને આગળ વધતા અવરોધે છે.

·         વૈશ્વિક બ્રાન્ડ્સનું ગુલામ, ભારત!

 

ગર્વ અનુભવાય એવી વાત. વર્લ્ડ બેંકના આકડા અનુસાર, ફ્રાન્સને પાછળ મુકીને ભારત ૭.૩૬%ના વિકાસ દર સાથે વિશ્વમાં સાતમાં ક્રમેથી હવે વિશ્વનું છઠું મોટું અર્થતંત્ર બની ગયું છે. એક વખત જોરદાર તાળીઓ વાગવી જોઈએ આ માટે. ભારતનું હાલનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ૨.૫૯ લાખ કરોડ ડોલર છે. થોડાક સમય પહેલા, (World Bank) વર્લ્ડ બેન્કના આકડા મુજબ, ભારત વિશ્વનું ૬.૭% ના દરે ઝડપી વિકાસ કરતુ વિશ્વનું પહેલા નંબરનું અર્થતંત્ર બન્યું હતું, હાલમાં ફરી ચીન ૬.૯% ના દરે પ્રથમ નંબરે છે. હવે ભવિષ્યની વાત કરીએ તો વડાપ્રધાન મોદીજી ના કહ્યા મુજબ ૨૦૧૮-૧૯ માં ૭.૭૯% ના દરે વિકાસ કરવાની ભારત તૈયારીમાં છે.

 

વિશ્વની સરખામણીએ જોઈએ તો વિશ્વની મોટી અર્થવ્યવસ્થામાં પ્રથમ ક્રમે (U.S.A.) યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ૧૯.૩૯ લાખ કરોડ ડોલર જી.ડી.પી., બીજા ક્રમે (CHINA) ચીન ૧૨.૨૪ લાખ કરોડ ડોલર જી.ડી.પી., ત્રીજા ક્રમે (JAPAN) જાપાન ૪.૮૭ લાખ કરોડ ડોલર જી.ડી.પી., ચોથા ક્રમે (GERMANY) જર્મની ૩.૬૮ લાખ કરોડ ડોલર જી.ડી.પી., પાંચમાં ક્રમે (U.K.) યુનાયટેડ કિંગડમ ૨.૬૨ લાખ કરોડ ડોલર જી.ડી.પી. અને એના પછી છઠા ક્રમે (INDIA) ભારત ૨.૫૯ લાખ કરોડ ડોલર જી.ડી.પી. છે.

 

અહિયાં સમજવાની વાત પણ કહી દઉં, (US DOLLAR) ડોલર એક વૈશ્વિક ચલણ છે એટલે કે વિશ્વના દરેક દેશમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ચાલતું એક સામાન્ય ચલણ અને અમેરિકા સામે અઢળક ઉધાર (ડેટ) પડેલું છે આ પરીસ્થીએ અમેરિકા પ્રથમ નંબરે છે, વિશ્વના મોટા અર્થશાસ્ત્રીઓ મુજબ અમેરિકા આર્થિક ભયજનક પરિસ્થીતીએ છે પણ જે એક અલગ વિષય છે. વળી ઘણા સ્કોલર્સ, વિચારકો અને અર્થશાશ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા આવતા વર્ષો દરમિયાનનું સૌથી મજબુત અર્થતંત્ર ધરાવતું દેશ બનશે. (Deloitte Insights) મેગેઝીન મુજબ અમેરિકા ૨૦૧૮માં મંદી નો સામનો કરશે.

 

વર્લ્ડ બેંકના આકડા પ્રમાણે એક વાત તો સાફ છે કે કોલોનિયલ માસ્ટરસ, અંગ્રેજોને (યુ.કે.) આપણે ટુક સમયમાં જ પાછળ મુકીને પાંચમાં ક્રમે આવી જશું અને ફક્ત કુલ ઘરેલું પેદાશની દ્રષ્ટીએ (જી.ડી.પી. મુજબ) જોતાં થોડાક વર્ષોમાં જ વિકસિત રાષ્ટ્ર પણ બની જશું. ખરેખર! પણ ભારતની માથાદીઠ આવક (Per Capita Income) ઓછી રહેતા, એ સાચો વિકાસ કહી નહિ શકાય. વર્ષોથી જેણે ભારત પર રાજ કર્યું, ભારતને આર્થિક, માનસિક અને શૈક્ષણિક રીતે લુંટી ફરીથી ઉભું ના થઇ શકે એવી પરિસ્થિતિમાં મૂકી દીધું, એનાથી આગળ વધવાની ખુશી કૈક અલગ જ હોય ને, કે નહિ!

 

ભારતના મુખ્ય, મૂળભૂત અને જટિલ પ્રશ્નો આઝાદી ના આટલા વર્ષો પછી પણ હજી ઉભા જ છે. જેમ કે,

·         વસ્તી વિસ્ફોટ, સતત વસ્તી વધારો જેનાથી ગરીબી અને બેકારી જન્મે છે, એ બંનેના કારણે ઉદભવતી ઓછી આવક તથા આવકની અસામાન વહેચણી, અવાકની અસામાન વહેચણી ના કારણે લોકોની ઓછી ખરીદ શક્તિ એટલે કે લોકો વધારે પ્રમાણમાં વસ્તુ કે સેવા ખરીદી નથી શકતા કેમ કે આવકનું પ્રમાણ ઓછું છે અને જેની પાસે આવક છે એ વર્ગ વસ્તીની દ્રષ્ટીએ બહુ ઓછો છે અને જેના કારણે ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે. આ બધી મુશ્કેલીઓ, આ બધા પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા છે અને એક જટિલ ચક્ર બનાવે છે જેમાંથી બહાર નીકળવું ખુબ મુશ્કેલી ભર્યું છે, માટે જ તો હજી સુધી નીકળી નથી શક્યા.

 

·         એમાય ભારતની શિક્ષણ વ્યવસ્થા એટલી બધી સરસ છે? ? ? કે બધા જ લોકો આપણે ત્યાં ઉદ્યોગપતિઓ, સ્કોલર્સ અને મોટા મોટા સી.ઈ.ઓ. જ પેદા થાય છે? ? ? ક્લાર્ક બનવા માટે પણ ગ્રેજ્યુએટને ટ્રેનીંગ આપવી પડે છે. કેમ કે અહિયાં બધાને એક સરખું શિક્ષણ આપવામાં આવે છે, પછી તે વિદ્યાર્થીમાં કયું લક્ષણ સારું છે, કઈ ટેવ સારી છે, એ જોવામાં આવતું નથી. ઉદાહરણ, સચિનને ટેનીસ રમવાનું અને જેઠાલાલે પણ ટેનીસ જ રમવાનું. સચિનને ટેનીસ ના ગમતું હોય અને જેઠાલાલ ને ટેનીસ ગમતું હોય પણ એને એક્ટિંગ જ કરવી હોય છતાં પણ ટેનીસ જ રમવાનું, આ છે આપણી શિક્ષણ પદ્ધતિ, વળી તમે એમ તો નહિ જ કહી શકો કે મને ટેનીસ રમવામાં જરા પણ રસ નથી, કેમ કે નહીતર તો માસ્તર તમને ખીજાશે, માર મારશે, વાલી ને બોલાવામાં આવશે, શાળા માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે, પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે, આખું વર્ષ એ વિદ્યાર્થી પર અત્યાચાર કરવામાં આવશે, કેવી ગર્વની વાત છે! આમાં ઈલોન મસ્ક શું પેદા થાય?

 

·         ૨.૫૯ લાખ કરોડ ડોલર કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ધરાવતા ભારત દેશની માથાદીઠ આવક માત્ર ૧૯૬૪ ડોલર છે, તમને શું લાગે છે વધુ છે? સારું કહેવાય? ચાલો જોઈએ. જે વિશ્વની સરખામણીએ ખુબ જ ઓછી છે અને એક ચિંતાનો વિષય પણ કહેવાય. (ચીનની માથાદીઠ આવક ૮૮૨૭ ડોલર છે અને અમેરિકાની માથાદીઠ આવક ૫૩,૧૨૮ ડોલર છે) ચીનની ઓછી માથાદીઠ આવક જોઇને ચીની સરકાર ૨૦૪૯ (૧૯૪૯માં ચીનની શરૂઆત થઇ, માઓ એરા, ૨૦૪૯માં ચીનને ૧૦૦ વર્ષ પુરા થશે) સુધીમાં માથાદીઠ આવકના વધારા સાથેનું અર્થતંત્ર બનવાની તૈયારીમાં છે. આપણે પણ દેશ માં આવું કરીએ નહિ તો કઈ નહિ પણ વિચારી તો શકીએ જ. ક્યારેક વિચાર્યું હશે તો કરવાનું મન થઇ શકે.

 

 

·         ભારતની માથાદીઠ આવક ઓછી હોવાના કારણે, ભારતીય અર્થતંત્ર ભલે ધમાકેદાર આગળ વધે પણ ૧૩૦ કરોડ જનતાની ખરીદ શક્તિ વધતી નથી કેમ કે આવકની અસામાન વહેચણીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનો આર્થિક વિકાસ થતો નથી. માટે જ ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બનતો જાય છે.

 

બીઝનેસ સ્ટાન્દર્દ મુજબ ૨૦૧૮ સુધીમાં વિશ્વની ટોપ ૨૦, વીસ, ડીજીટલ કંપનીઓમાં ભારત ક્યાય નથી. ૨૧મિ સદી ડીજીટલ સદી છે. આપણે તો મફત જીઓ વાપરવા મળે એટલે બસ, ભૂરો ખુશ. ભારત એક ગ્રાહક દેશ જ બનીને રહી જશે જ્યાં સુધી આપણા માણસોની માનસિકતા નહિ બદલાય. વિશ્વના ટોપ પાંચ ઈન્ટરનેટ લીડરની વાત કરીએ તો, એપલ, અમેઝોન, ગુગલ (અલ્ફાબેટ), માઈક્રોસોફ્ટ, ફેસબુક છે આમાં ભારતીય બ્રાંડ એકેય નથી. અને આપણે આ વિષય ની ચિંતા પણ નથી. જો વિશ્વમાં બધી ડીજીટલ  કપનીઓ, બધી બ્રાંડ વિદેશી રહેશે તો ભારતનો વિકાસ તો નહિ થાય પણ ભારત ફરીથી આ વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા ગુલામ બની જશે.

 

૨૧મી સદીમાં ગુલામી સરહદીય નહિ પણ વ્યાપારી હશે. આપણે દિવસમાં હજારો વસ્તુઓ અને સેવાઓ, પ્રોડક્ટ્સ, વાપરીએ છીએ પણ વિશ્લેષણ કરીએ તો ખ્યાલ આવે કે એમાંથી વધુ પડતી વસ્તુઓ અમેરિકા, ચીન, કોરિયા અને જાપાનની બનાવેલી હશે. એપલ, સેમસંગ, માઈક્રોસોફ્ટ, એલ.જી., ડેલ, ઓપો, મોટોરોલા, સેન્સુઈ, સોની, વિવો, હોન્ડા, ગુગલ, અમેઝોન, ઈ-બે, નેત્ફ્લીક્સ, અલીબાબા, સુઝુકી, હુન્ડાઈ, સેવરોલેટ, સ્કોડા, ઓડી, બી.એમ.ડબલ્યુ, તોશીબા, અસુસ, આમાંથી ઘણી બધી બ્રાન્ડ્સ આપણે રોજ વાપરીએ છીએ, આપણે ઉપભોગ તો કરીએ છીએ પણ એનાથી ભારતને અથવા ભારતીય અર્થતંત્રને કઈ મળતું નથી એ ભૂલી જઈ છીએ. ભારતે પણ ભારતમાં આવી વૈશ્વિક બ્રાન્ડની વસ્તુઓ બનાવવી પડશે, તો વિકસિત રાષ્ટ્ર બની શકાશે.

 

તો તમને શું લાગે છે ભારત એક વિકસિત દેશ બનવા જઈ રહ્યું છે? હા, આવતા ૫૦-૬૦ વર્ષોમાં બની જશે. પિક્ચર તો અભી શુરુ હુઆ હે, મેરે દોસ્તો, હજુ તો ઘણું કામ કરવાનું ભારતે બાકી છે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Akshay kotadiya 6 માસ પહેલા

Verified icon

kvlshah 6 માસ પહેલા

Verified icon

Ankur Bhardiya 8 માસ પહેલા

Verified icon

Himanshu Patel 10 માસ પહેલા

Verified icon

Swati B. Solanki 10 માસ પહેલા