આર્યરિધ્ધી - ૧૩ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૧૩

આગળના ભાગમાં જોયું કે મૈત્રી અને વિપુલ બંને વિપુલ ના ભાઈ નિમેશ ના ઘરે આવે છે. મૈત્રી વિપુલ વિશે બધી વાતો એક પછી એક જાણી ને હેરાન થઈ જાય છે. બીજા દિવસે મૈત્રી નિમેશ ની પત્ની મીના સાથે નાસ્તો બનાવે છે. નાસ્તો કરી લીધા પછી મૈત્રી રિધ્ધી ને જગાડવા માટે જતી હોય છે ત્યારે તે વિપુલ અને નિમેશ ને એકબીજા સાથે વાતો કરતાં સાંભળી ગઈ. હવે આગળ..

મૈત્રી તરત જ વિપુલ ની પાછળ થી આવી અને વિપુલ ને સીધું જ પૂછી લીધું કે તમે કયા કામ ની વાત કરી રહ્યા છો. અને ક્યાં જઈ રહ્યા છો.

નિમેશ કઈક બોલવા જતો હોય ત્યાં જ વિપુલે તેને બોલતાં અટકાવી દીધો અને નિમેશ ને ઘર ની બહાર જવા માટે ઈશારો કરી દીધો અને પછી પોતે બોલ્યો કે હવે થી અહીં રહેવાનું નું છે તો કોઈ કામ કરવું પડશે ને પોતાનો ખર્ચો કાઢવા માટે. 

અને એના પહેલા આ જગ્યા પર કોઈ શોધી ના શકે એ માટે રેસિડેન્ટિઅલ આઇડેન્ટિટી કાર્ડ માં નામ બદલવું પડશે. એટલે હું નિમેશ સાથે એના લોયર ફ્રેન્ડ પાસે જઈ રહ્યો છું.  આમ કહીને વિપુલ તરત જ ઘરમાં થી નીકળી ગયો.

ઘર ની સામે રસ્તા પર નિમેશ તેની કાર લઈને ઉભો હતો એટલે વિપુલ તરત જ કાર માં બેસી ગયો. વિપુલ અને નિમેશ ના નીકળી ગયા પછી મૈત્રી એ  રિધ્ધી ના રૂમ માં જઈ ને રિધ્ધી અને પાર્થ ને જગાડી ને તૈયાર કર્યા.

 પછી રિધ્ધી અને પાર્થ ને રમવાનું કહી ને મૈત્રી મીના ની સાથે જમવાનું બનાવવા માં મદદ કરવા માટે કિચન માં આવી. થોડી વાર પછી વિપુલ અને નિમેશ પાછા આવી ગયા.

વિપુલ અને નિમેશ ઘરમાં આવ્યા એટલે તરત મૈત્રી એ પૂછ્યું કે તમારું કામ પૂર્ણ થઈ ગયું. વિપુલે હા પાડી અને મૈત્રી ને તેનું આઇડેન્ટિટી કાર્ડ આપ્યું. મૈત્રી ને લાગતું હતું કે વિપુલે તેનું અને પોતાનું બન્ને નું નામ બદલાવી દીધું હશે.

પણ જ્યારે મૈત્રી એ જયારે આઇડેન્ટિટી કાર્ડ જોયું તો તેનું નામ બદલ્યું ન હતું પણ તેના નામ ની પાછળ વિપુલ નું નામ એકલું જ બદલાઈ ગયું હતું. હવે વિપુલ નું નામ સંજય હતું.

મૈત્રી નું હવે આખું નામ મૈત્રી સંજય પટેલ હતું. મૈત્રી એ આઇડેન્ટિટી કાર્ડ જોયા પછી વિપુલ ની સામે જોયું તો વિપુલ મૈત્રી ની પ્રશ્નાર્થ નજર સમજી ગયો. 

તે બોલ્યો કે કોઈ આપણ ને શોધવા માટે પ્રયત્ન કરશે તો એ મને શોધશે કારણ કે આઈબી ના રેકોર્ડસ માં ફક્ત મારું નામ હતું અને મેં એમાં થી તારું નામ હટાવી દીધું હતું. એટલે તારું નામ બદલવા ની કોઈ જરૂર નથી.

આમ વિપુલે ટુંકમાં તેની વાત પૂર્ણ કરી દીધી ત્યાં જ મીના એ મૈત્રી ને બોલાવી. એટલે મૈત્રી કિચન માં જઇ ને જમવાનું સર્વ કરવા લાગી. એટલે વિપુલ અને નિમેશ જમવા બેઠા પણ કંઈ જ બોલ્યા વિના જમીને ઉભા થઇ ગયા.

અને ફરીથી બીજે ક્યાંક જવા માટે નીકળી ગયા. મૈત્રી જ્યાર થી અહીં આવી હતી ત્યાર થી તેને કઈક અજીબ લાગી રહ્યું હતું. અહીં આવ્યા પછી વિપુલ નું વર્તન પણ બદલાઈ ગયું હતું.

પણ અહીં મીના નો સ્વભાવ અને તેની સરળતા મૈત્રી ને રાહતનો અનુભવ કરાવી રહ્યા હતા. વિપુલ અને નિમેશ અડધો કલાક પછી પણ પાછા આવ્યા નહીં એટલે મૈત્રી એ પાર્થ અને રિધ્ધી ને બોલાવી ને ખવડાવી ને પાછા તેમના રૂમ માં મોકલી દીધા.

અને મૈત્રી પાછી તેના બેડરૂમ માં આવી રુમ ની બાલ્કની પાસે ની ખુરશી માં બેસી ગઈ. અત્યારે તેની અંદર રહેલું દુઃખ આંસુ બની ને બહાર આવી રહ્યું હતું.

અત્યારે તેને આવેલા ગુસ્સા નો પણ કોઈ પાર ન હતો. જે કઈ પણ બન્યું તેના જવાબદાર વર્ધમાન છે એવું મૈત્રી ને લાગી રહ્યું હતું. તે માનતી હતી કે જો વર્ધમાને FBI ને જોઈન કર્યું ન હોત તો આ કઈ પણ બન્યું ન હોત.

ત્યાં રૂમ ના દરવાજા પર કોઇએ ટકોરા માર્યા. મૈત્રી એ આંખો સાફ કરી ને દરવાજો ખોલ્યો તો મીના સામે ઉભી હતી. મીના બોલી કે તમે ગઈ કાલે આવ્યા પછી ઘરની બહાર નીકળ્યા નથી. તો તમે મારી સાથે શોપિંગ કરવા ચાલો.

મીના વાત સાંભળી ને તેની સાથે જવાનું મૈત્રી નું મન ન હતું પણ તે ના પાડી શકે તેમ ન હતી એટલે તેણે કહ્યું કે તે પોતે રિધ્ધી અને પાર્થ ને એકલા મૂકીને જઇ શકે તેમ ન નથી. 

મૈત્રી ની વાત સાંભળી ને મીના એ હસીને કહ્યું કે તેમને એકલા મુકવા ની જરૂર નથી. તેઓ આપણી સાથે જ આવે છે. મેં તેમને તૈયાર કરી ને કાર માં બેસવા માટે કહી દીધું છે અને તેઓ તમારી રાહ જોઈ રહ્યા છે.

મીના વાત સાંભળી લીધા પછી મૈત્રી પાસે બીજો કોઇ રસ્તો ન હતો એટલે તે મીના ની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. એટલે તેઓ મીના ની કાર માં નીકળી ગયા. કાર મીના દ્રાઈવ કરી રહી હતી.  દસ મિનિટ પછી તેઓ એક મોલ માં પહોંચી ગયા.

મોલ માં થોડી વાર ફર્યા પછી તેઓ ટોય શોપ માં ગયા અને ત્યાં થી પાર્થ માટે થોડા ટોઇઝ ખરીદ્યા પછી ત્યાં થી ગેમિંગ શોપમાં ગયા.

મૈત્રી અને મીના જયારે ફરી મોલ માં રહ્યા હતા ત્યારે તેઓ એ બાબત થી અજાણ હતા કોઈ તેમના પર નજર રાખી રહ્યું છે.

વિપુલ અને નિમેશ ક્યાં ગયા હતા ? મૈત્રી અને મીના પર કોણ નજર રાખી રહ્યું હતું ? શું મૈત્રી નો જીવ જોખમમાં હતો ? જાણવા માટે વાંચતાં રહો આર્યરિધ્ધી..