નાનપણ માં આપણે ચકા અને ચકી ની વાર્તા ... કે એક હતો ચકો ને એક હતી ચકી... ચકા એ લીધો ચોખા નો દાણો ને ચકી એ લીધો મગ નો દાણો બે એ બનાવી ખીચડી... આ વાર્તા આપણે આપણે આપણા દાદા-દાદી પાસે અથવા મમ્મી પપ્પા પાસે થી સાંભળતા આવ્યા... પણ મેં આ વાર્તા માં થોડુંક update કરી ને કહેવાનું વિચાર્યું છે...તો ચાલો માણીયે એ વાર્તા... અત્યારે તો technology નો યુગ એટલે વિચારો કે ચકા ને ચકી પાસે iphone છે... facebook through બેય friends બને છે..
ચકી:-બસ જો ઉડવાનું શીખું છું....તું?
ચકો:-બસ જો જમી ને જાડવે બેઠો છું.થોડો આરામ કરી લવ.
ચકી:-bbye...ચાલ પછી વાત કરું..take care..
બીજા દિવસ ની સવાર... ચકો જોવે છે ઉઠી ને કે ચકી online છે એટલે સીધો ચકી ને મેસજ કરે છે..
ચકો:-મજા મજા.. સવાર સવાર માં તું online હોઈ તો બીજું શું જોઈ..
ચકી:-oh really... જોજે ક્યાંક પ્રેમ ના થઇ જાય..
ચકો:- ના ના એમાં પ્રેમ શુ થાય... friends છીએ આપણે..
(આ પહેલો એહસાસ હતો જ્યારે ચકા ની પ્રેમ માં એન્ટ્રી થઈ)
થોડા દિવસ વીત્યા... ચકા ચકી વાત કરતા કરતા બેય એક બીજાને નજીક આવે છે....
ચકો:- એય ચકી.. મારે તને કંઈક કહેવું છે!!!
(ચકી સમજી ગઈ કે ચકા રાજા ને શુ કહેવું છે..એટલે તો પણ ચકાને પૂછ્યું)
ચકી કે મારે ભી એજ કહેવું તું...હું ભી તને પ્રેમ કરું છું..
આ ચકો ચકી એક બીજાના પ્રેમ માં પડે છે ... અને હવે એક ડિનર નો પ્લાન કરે છે...
હવે તો ચકો ચકી whatsapp ma પણ contact કરી લીધો એટલે ફોન ભી કરે એક બીજાને...
ચકો:--(ફોન પર ચકી ને).. આજે ડીનર date કરી તો...
ચકી :-- (smile થી) ચાલ જરૂર .... પણ કકઈ હોટેલ માં...
ચકો:- હોટલ માં નહીં ગાંડી... મારા ઘરે રાખી તો....
ચકી:- ચોક્કસ... પણ મેનુ માં શુ બનાવશું...?
ચકો:-(મુંજાતા)... તું કે??
ચકી:-(આળસ થી)..online મંગાવી લે ને...
ચકો:- ના ચકી... મોંઘુ પડશે ને મજા પણ નહીં આવે.. બીજી વખત online મંગાવીશું... આપણે સાંજે બજારે જય ને સમાન લઈ આવશુ...
આમ ક્યુ મેનુ બનાવું એ નકકી કરતા ચકા ચકી ને ખિચડી બવ ભાવતી એટલે એને ખીચડી નો પ્રોગ્રામ રાખ્યો .... ખીચડી ઓન first ડીનર ડેટ.... સાંજે ચકો ચકી બજાર માં જય ને ખીચડી નો સમાન લઈ આવ્યા ... બધો સમાન ચકા એ પોતાના ખંભે ઉપાડ્યો હતો કેમ કે તે નોહતો ઈચ્છતો કે ચકી ને કોઈ તકલીફ ન પડે.. પ્રેમ ફકત માણસ ને જ નહીં પક્ષીઓ ને પણ ઘેલો કરી નાખે છે....
રાત્રે ચકી એ ચૂલો માંડી ને ખીચડી બનાવા મૂકી... બન્યું એવું કે જોશ માં જોશ માં સમાન તો ઉપડી તો લીધો પણ ઘરે આવ્યો ત્યાં તો ખભો દુખવા લાગ્યો... અને પગ પણ.... એટલે ચકા એ ચકી ને કીધું નહિ... પણ બન્યું એવું કે ખીચડી બનાવ માટે પાણી હતું એ વપરાય ગયું અને ચકી એ કીધું હું પાણી ભરી આવું... તું ખીચડી નું ધ્યાન રાખજે... પણ આ તો ચકો હતો ધ્યાન તો પોતાના પેટ નું રાખ્યું એટલે ખિચડી ખાય ગયો અને હાથ પાગે પાટા બાંધી ને સુઈ ગયો... ત્યાં ચકી આવી ને બધું અસ્ત વ્યસ્ત હતું... એટલે ચકી એ પૂછ્યું...
ચકી:- ચકા શું થયું...? સમાન કેમ અસ્ત વ્યસ્ત છે?
ચકો:-અરે એ પહેલી ખિસકોલી આવી હતી એને ખીચડી
જોઈ અને તૂટી પડી અને આપણી બધી ખિચડી ખાય ગઈ.
ચકી:-(ગુસ્સામાં)તારે રોકાય નહિ એને?
ચકો:-મેં રોકવાનો પ્રયાસ કર્યો પણ એને એની પૂંછડી થી મને ધક્કો મારી દીધો...
ચકી:- તો હવે મારે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવી જોઈ...
ચકો:- (ગભરાઈ ને) રહેવા દે આપણે ખીચડી બીજી બનાવી લઇશું...
ચકી:--ના .... પેહલા આપણે ન્યાય મળે પછી નવી ખીચડી...
ચકી બીજે એ દિવસે નજીક ના પોલીસ સ્ટેશનમાં PSI કૂતરાં ભાઈ ભાઉ પાસે ફરિયાદ નોંધાવી... એટલે પછી એ ખિસકોલી ને પકડી લાવ્યા અને ચકો ચકી પણ હાજર હતા ...
કૂતરાં ભાઈ:-બોલ ખિસકોલી તે કેમ ચકા ની ખીચડી ખાધી..
ખિસકોલી:- અરે સાહેબ મેં તેની ખીચડી ખાધી પણ નથી ... અને આ બે ને મેં ક્યારેય જોયા નથી... હું તો હજી એ જગ્યા એ નવી છું.. કાલે જ શિફ્ટ થઈ છું...
ચકો:- ના સાહેબ એ ખોટુ બોલે છે.
ચકી:- હા સાહેબ આ જોવો ચકા ના હાથ પગ પર પાટા છે એટલે ઝગડો મોટો હતો એવુ લાગે છે...
ખિસકોલી:- ચલો હું સાબિત કરી દવ કે મેં નથી ખાધી ખીચડી.
ખિસકોલી:-- અમને બેય ને ઊંધે માથે લટકવો... જેને ખાધી હશે એના મોઢા માંથી નીકળી જશે...
એટલે ચકો આ વાત સંભળી ને પગ નીચે થી જમીન ખસી ગઈ... એને સમજાઈ એ પેહલા તો બાંધી દીધો અને ઊંધો લટકાવી દીધો... 5 મિનિટ માં ચકા ના મો માંથી ખીચડી પડી...
ચકી ને વિશ્વાસ ના આવ્યો કે.. ખીચડી ચકા એ ખાધી....ચકા અને ખિસકોલી મેં નીચે ઉતારવામાં આવ્યા.. ચકા એ પણ કબુલ્યું કે તેને જ ખાધી ખીચડી.... એને બધા પાસે થી માફી માંગી... એને પછી સત્ય કીધું કે મારે પગ અને ખભો દુઃખવાના કારણે ભૂખ લાગી હતી અને દુખાવો પણ હતો એ મેં ચકી ને ના કીધું મારા પ્રેમ ના લીધે... સોરી ખિસકોલી બેન.....
ચકી:-(બધા ની સામે) હું તને સજા આપીશ..
પોલિસ:-(ચકી ને) જવા દો ને.. એને ગુનો કબૂલ કર્યો એ મોટી વાત છે...
ચકી:- ના પોલીસ ભાઈ આ ભવિષ્ય માં કોઈ ભુલ ના કરે તે માટે સજા આપીશ...
ચકી ની સજા
ચકા જો તારે અમારા બધા માટે ટોપિયુ ભરી ને ખીચડી બનાવની છે એટલે એ બધું તારે જ કરવાનું છે... હું કોઈ મદદ નહીં કરું....
ચકા એ પણ સજા કબુલ્યું... અને બીજે જ દિવસે મોટો પ્રોગ્રામ બનાવ્યો તેમાં પોલીસ કૂતરા ભાઈ ભાઉ , ખિસકોલી ની ફેમિલી .... ચકો.. ચકી એમ 6 લોકો એ મજા કરી..... ખીચડી પણ સ્વાદિષ્ટ બની હતી ....
ચકા ને બોધ મળી ગયો... કે પોતાના હિત માટે બીજાને હેરાન ના કરવા જોઈ... અને પોતાની ભૂલ માટે કોઈને પણ હેરાન ના કરવા જોઈ...
ચકો ચકી પછી થી એક બીજાના થઈ ગયા... ને પોતાનું સુખી જીવન જીવવા લાગ્યા
..