C.A કરવું છે Amit vadgama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

C.A કરવું છે

નોટબંધી પછી દેશમાં CA ની માંગ વધી ગઈ. એટલે મગન ને પણ 12માં ધોરણ માં હતો એટલે CA કરવા ની ઈચ્છા થઈ.. પણ એને ખબર નહી કે CA કરવું કેટલું અઘરું છે... કોઈ એ કીધું મગન એના કરતાં લોઢા ના ચણા ચાવી લેવાય પણ CAના થવાય... પણ મગન તો મન નો મક્કમ માણસ CA કરવું એટલે કરવું.. બાપા પાસે જઈ ને રજુઆત કરી કે મારે CA કરવું છે... બાપા કહે કે બેટા પેહલા 12મું પાસ કરી લે એટલે પેહલા એ તો હું નિરાંત થી તો શ્વાસ લઈ શકું.. પછી CA ની વાત કરજે .... મગન તો ભાઈ હવા માં વિચારવા મંડ્યો કે CA કરીશ દેશ નોંધ લે એવી રીતે કરીશ... પણ દેશ નોંધ લે એવી મેહનત કારવી પડે ને..પણ મગન એ ખબર નહીં કે મેહનત કેટલી કરવી પડે... CA પેહલા એક પડકાર હતો 12મું પાસ કરવાનું.. મગન જાણતો હતો કે જો મેં 12મું પાસ ના કર્યું તો બાપા આપણું બારમું કરી નાખશે.. એટલે મગન એ ચાલુ કર્યું વાંચવાનું અભિયાન અને ચાલુ કર્યું  ''મિશન બારમું''... મન માં એક જ વિચાર કે બાપા નોંધ લે એવી મેહનત કરવી એટલે મગન is on the way... બાપા ને પણ વિચાર આવે આપનો મગન 12મું કરી લે એટલે નિરાંત હો ...મગન ની મેહનત અને બાપા ને tension કેમ કે બારમું હતું પણ એ ખબર નહોતી પડતી કે મગન નું 12મું હતું કે બાપા નું ..... હવે મગન ની ગાડી મેહનત પાટે ચડી ને મેહનત ચાલુ કરી ... ઊંધે માથે થઈ ને વાંચે... બાપા સીધા સુવે તો પણ  ટેન્શન .... પરીક્ષા નો સમય પણ નજીક આવતો જાય એમ એમ મગન ઊંધે માથે થતો જાય... બાપા ને રૂમ માં Ac હોવા છતાં પરસેવો વડે ... પરીક્ષાઓ આવી મગન પેપર આપે ને રાજી થઈ ને ઘેર આવે એટલે બાપા ને થોડી રાહત થવા માંડી.. કેમ કે ખબર હતી કે એટલો રાજી ક્યારે નો થાય એટલે આ વખતે રાજી છે તો પરીક્ષા તો સારી જ ગઈ હશે પરિણામ આવે એટલી વાર..પરીક્ષાઓ પૂરી થઈ એટલે મગન હવે ધીમે ધીમે ઊંધે માથે થી સીધે માથે થઈ ગયો કારણ કે પરીક્ષાઓ પુરી થઈ ને .... હવે પરિણામ 2 મહિના પછી આવાનું હતું એટલે મગન તો મામા ના ઘેર , માસી ના ઘરે, ફઈ ના ઘેર, જલસા કરે ... 2 મહિના ક્યાં નીકળી ગયા મગન ને પણ ખબર ના પડી ... પરિણામ આવાનું હતું એટલે પાછો ઘેર આવી ગયો ....એ દિવસ પણ આવ્યો મગન નું પરિણામ આવી ગયું હતું મગન ના બાપા અને આખું ગામ ઉત્સુક હતું પરિણામ સંભાળવા કે શું આવ્યું... બારમું પાસ થશે કે બારમું થશે એ ગામ વિચારતું હતું.... એટલે જેમ opertaion theatre માંથી ડૉકટર બહાર આવે ને જેમ સગાંવહાલાં ઉભા થઇ જાય કે ડૉક્ટર શુ કહેશે એમ ગામ આખું ઉભું થઈ કે મગન શુ બોલશે... અને ભાઈ મગને જે જવાબ આપ્યો એ જવાબ સાંભળી ને ગામ ઉત્સાહિત થઈ ગયું... મગન  પરીક્ષા માં 50% આવ્યા હતા... બાપા ને તો 33% ની આશા નોહતી 50% આવી ગયા... એટલે ગામ એ પૂછ્યું કે હવે આગળ શું કરવાનું એટલે મગન ના બાપા એ જવાબ આપ્યો મારો છોકરો CA કરશે...એટલે તરત જ મગન એ જવાબ આપ્યો હા હવે CA નિરાંતે થશે... બાપા પાછા મુંજાણા નિરાંતે એટલે... મગન રૂમ માં જઇ Ac ચાલુ કર્યું એને CA કરવા લાગ્યો... એ જોઈ બાપા જોતા જ રહી ગયા કેમ કે છોકરો  હવે CA કરતો તો.....બાપા મનોમન વિચારતા હતા કે દીકરા ની ઇચ્છા પૂરી થઈ.. હવે CA કરે છે...CA--Complete Aaram....???
----આભાર
......આપનો પ્રિય...
----અમિત વડગામા ''અટલ''
..