2 Minit books and stories free download online pdf in Gujarati

2 મિનિટ

આમ તો જિંદગી ની હર ક્ષણ મહત્વની હોય છે પણ અમુક ક્ષણ એવી હોય કે તમારે ત્યાં સમય આપવો જ પડે.... 2 મિનિટ એક એવો શબ્દ છે જે રોજિંદા જીવન માં ખૂબ વપરાય છે... જેમ કે કોઇ એ બોલાવ્યા તો આપણે કઇ 2 મિનિટ માં આવું, 2મિનિટ..... વગેરે વગેરે. .. પણ એ બે મિનીટ જ્યારે જિંદગી ની અગત્ય ની 2 મિનિટ બની જાય ત્યારે આપણે ખબર પડે કે એ 2 મિનિટ નહિ જિંદગી છે...

કહાની છે મુંબઈ માં રહેતા એક વિદ્યાર્થી ની જેનું નામ બંટી છે..

આજ તો બંટી માટે બવજ ખાસ દિવસ હતો કેમ કે આજે તેનો જન્મ દિવસ હતો અને સાથે સાથે ગઈ કાલે 11માં ધોરણ ની પરીક્ષા પણ પુરી થઈ ગઈ હતી એટલે કંઈક અલગ જ હતો એ દિવસ અને વેકેશન પણ ... બંટી આજે સવારે વેલો ઉઠી ગયો  હતો અને સવાર થી જ ફોન અને મેસેજ આવા મંડ્યા જન્મદિવસ ની શુભેચ્છા ના, આશીર્વાદ ના ... જન્મ દિવસ હોય ત્યારે ઘણી બધી ભેટ મળે એવા માં બંટી ના પપ્પા નો સારો એવો બિઝનેસ હતો એટલે એ તેને bike આપી ભેટ માં ..એટલે બંટી તો ખુશ ખુશ હતો મોઢા પર સ્મિત છલકાતું હતું કે ના છલકે પપ્પા એ bike ભેટ માં આપી હતી.... સાથે સાથે ઘણી બધી ભેટ મળેલી .... પણ bike એ ખાસ માં ખાસ ભેટ હતી.. કારણ કે bike , sports bike હતી એ ભી yamaha ની FZ... એટલે stylish અને લૂક ભી સારો હતો.... જે બંટી થોડા આળસુ સ્વાભાવ નો હતો એ આજે જોશ થી ભરેલો હતો અને એટલો જોશ હતો કે  થોડો હોશ ખોવાઈ એનો ભય ઉભો થયો એવું લાગી રહ્યું હતું... કારણ કે બંટી ને જ્યારે કોઈ કામ માટે બોલાવતું તયારે એ 2 મિનિટ !!2 મિનિટ કહી ને ટાળતો.. આજે તો હર ક્ષણ એ મોજ મસ્તી માં હતો મિત્રો અને પરિવાર સાથે... સાંજે પાર્ટી હતી એટલે બધા હોટલ માં જમવાનું હતું ... એટલે પરિવાર ના સભ્યો અને બંટી ના મિત્રો ત્યાં ભેગા થયા હતા... પાર્ટી પુરી થઈ એટલે બંટી પોતાની bike લઈ ને મિત્રો સાથે ફરવા ગયો... બંટી એકલો હતો bike પર.... અને બંટી સાથે જોખમ પણ હતું ... driving license નોહતું , હેલ્મેટ પહેર્યો નોહતો, અને જવાની નું જોશ પણ હતું... એટલે જોશ સાથે હોશ ખોઈ બેશે એવું લાગી રહ્યું હતું...મિત્રો સમજુ હતા એટલે થોડો સમજાવ્યો કે હેલ્મેટ પહેરી લે પણ બંટી ના જ માન્યો..

પાછો બંટી ગાડી થોડી સ્પીડ માં પણ ચલાવતો હતો ... હોટલ થી નીકળ્યા પછી પહેલું ટ્રાફિક સિગ્નલ આવ્યું ત્યારે ત્યાં રેડ લાઈટ હતી અને સ્ટોપ લખ્યું હતું પણ બંટી તો જોશ માં હતો એટલે ત્યાં ઉભો ના રહ્યો સ્પીડ માં ગાડી ચલાવી... થોડે દુર પાછું સિગ્નલ રેડ જ હતું પણ બંટી ક્યાં રોકવાનો હતી ગાડી ....દોસ્તો એ પણ કીધું થોભવાનું પણ બંટી નું જોશ દોસ્તી ના હોશ સામે જીતતું જતું હતું... એટલે બીજું રેડ સિગ્નલ ક્રોસ કર્યું... બે રેડ સિગ્નલ ક્રોસ કરતા બંટી નું જોશ વધતું ગયું... હવે દોસ્તો એ પણ કહેવાનું બંધ કરી દીધું હતું...
 

લાલ કલર જોતા જેમ પ્રાણીઓ જોશ મા આવી જાય એમ બંટી જોશ માં આવી ગયો હતો... ત્યાં થોડે દુર ફરી ટ્રાફિક સિગ્નલ આવ્યું આ વખતે બંટી ના દોસ્તો રસ્તા ની side માં ઉભા રહી ગયા કેમ એ બંટી ના દોસ્તો હોશ માં હતા ને બંટી જોશ માં... બંટી એ પૂછ્યું કેમ ઉભા રહ્યા એટલે દોસ્તો એ કીધું કે તું બવજ સ્પીડ માં ચલાવે છે એટલે અમે હવે તારી સાથે નહી આવી .... તું જા એકલો... અને ત્યાં એક બોર્ડ હતું ત્યાં હિન્દી માં લખ્યું હતું " कायदे में रहोगे तो फायदे में रहोगे" પણ બંટી નો જોશ કાયદા ના ફાયદા ને સમજી ના શક્યો.. એને પાછું રેડ સિગ્નલ ક્રોસ કરવાની ગમત સુજી... એટલે એને bike ની સ્પીડ ભી વધારી.. સ્પીડ 20, 40,60, 80km ની ગતિ થી વધતી ગઈ .... રેડ લાઈટ પર 2મિનિટ લખેલુ આવ્યું એટલે ત્યાં 2મિનિટ પછી ગ્રીન સિગ્નલ થવાનું હતું... બંટી ને પણ 2મિનિટ થોભી જવાનો પણ વિચાર ના આવ્યો... જે છોકરો 2મિનિટ કહી ને આળસ કરતો હતો એ આજે 2 મિનિટ પણ ના થોભતા જોશ માં જિંદગી જોખમ માં મૂકી રહ્યો હતો... 4 રસ્તા પર 3જું રેડ સિગ્નલ ક્રોસ કરતા side માંથી કાર આવી ને બંટી લગભગ 90km ની સ્પીડ પર bike કાર સાથે એવી જોરદાર ટક્કર થી કે  bike ટકરતા જ ટુકડે ટુકડા થઈ ગયા અને બંટી તો 10-15 ફૂટ ઊંચે ઉડયો જેમ ક્રિકેટ માં દડો ઊંચો જાય એમ... અને પટકાતા જ બંટી નું પ્રાણ પખેરુ ઉડી ગયું... જે છોકરો 2 મિનિટ કહી ને time લંબાવતો આજે એને 2 મિનિટ માટે આજે સિગ્નલ પર થોભવાનો સમય ના મળ્યો... જોશ જીતી ગયું હોશ હારી ગયું... જિંદગી હારી ને મોત જીતી ગયું હતું....  આ ખબર બંટી ના પરિવાર ને ખબર પડતાં તેમના પગ નીચે થી જમીન ખસી ગઈ... પણ હવે શું થાય.. બંટી પાછો થોડો આવાનો હતો.. બંટી તો મરી ગયો પણ દુનિયા ના તમામ માતા પિતા માટે એક સંદેશ છોડતો ગયો... કે તમે તમારા સંતાન ને તેના જન્મદિવસ પર કોઈ ભી ભેટ આપો તો તેને કઈ રીતે ઉપયોગ કરવો એની ભી તાલીમ આપો નહિતર જે પરિણામ બંટી નું આવ્યું એ પરિણામ આવતા વાર નહિ લાગે....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED