એક મોટા જંગલ માં બધા પશુ , પક્ષીઓ અને પ્રાણીઓ સુખી થી રહેતા હતા... બધા પોત પોતાની રીતે શાંતિ અને આનંદમય જીવન જીવી રહ્યા હતા... એક દિવસ થોડાક લોકો જંગલ માં આવી ને પોતાની જરૂરિયાત મુજબ લાકડા કાપ્યા અને ફળ લઇ ને ચાલ્યા ગયા.. એમાં એક ઝાડ પર ચકલી નો માળો હતો એ ઝાડ પણ કપાયું અને એમાં રહેલા ઈંડા ને પણ નુકસાન પહુચ્યું બિજી તરફ ફળના ઝાડ માં પણ મોટું નુકસાન એ લોકો એ પહોચાડ્યું હતું એટલે વાંદરાઓ ને પણ ભોજન માટે નુકસાન થયું... સાથે નાના મોટા જીવ જંતુ ને પણ ઘણું નુકસાન થયું... આ વાત જંગલ માં ફેલાવા લાગી... એટલે ચકલી એ પોતાની વાત વાંદરા ને કહી... સામે વાંદરા એ પણ પોતાની વ્યથા ચકલી એ કહી... સાથે બીજા પ્રાણી જેમ કે હાથી , શિયાળ , સસલા ને પણ પોતાના વ્યથા જણાવી... એટલે બુદ્ધિશાળી શિયાળ એ એક ઉપાય બતાવ્યો ... શિયાળ એ કીધું કે તમે આ વાત જંગલ ના રાજા સિંહ ને જણાવો. અમે તમારી સાથે છીએ... એટલે બધા પ્રાણીઓ અને પક્ષીઓ ચકલી અને વાંદરા સાથે સિંહ પાસે ગયા... વાંદરા એ કહ્યું... મહરાજ આજે જંગલ માં 3-4 લોકો આવી ને અમારા ઘર ને નુકસાન કરી ને ચાલ્યા ગયા છે.... ચકલી એ પણ કીધું કે મહારાજ મારા ઈંડા અને મારા માળા ને પણ નુકશાન પહુચ્યું છે... હવે તમે જ અમારી મદદ કરો... અમારે હવે શું કરવું જોઈએ.. સિંહ એ કીધું કે આપણે સાંજે એક મિટિંગ રાખી એમાં જે નક્કી થશે એ મુજબ આપણે પગલાં લેશુ... બધા પશુ પક્ષીઓ સહમત થયા... આખા જંગલ માં સમાચાર આપી દેવાયા કે સાંજે મિટિંગ માં હજાર રહેવું.... સાંજ પડી જંગલ ના તમામ પશુ પક્ષીઓ જીવ જંતુઓ જેમ કે કીડી, મંકોડા, સાપ વગેરે ના મુખ્ય ત્યાં મિટિંગ માં પહોંચ્યા...
એ ચકલી ને વાંદરો પણ ત્યાં હાજર રહયા....
સિંહ એ કીધુ કે આપણાા જંગલ માં જે કાંઈ
પણ નુકસાન થયું એના માંટે શુ પગલાં લેેેવા... એટલે સૌથી પેેેેહલા કીડી એ કહ્યું, મહારાજ બધા એ જંગલ ની સુરક્ષા માં યોગદાન દેવું જોઈએ... કોઈ એકલા થઈ જંગલની
રક્ષા નહી થાય.... આજે થોડું નુકસાન પહોંચ્યું છે બની શકે કાલ મોટું નુંકસાન કરી નેે જાય... એટલા માંટે આપણે એક બીજાને મદદ કરી ને આ જંગલ ની રક્ષા કરીશું...સિંહ એ પૂૂછ્યું કે એ કેવી રીતે શક્ય છે?? એટલેે શિયાળ એ કીધું કે જ્યાંરે પણ જંગલ માં ખતરો લાગે તો બધા પક્ષીઓ પ્રાણીઓ ને જણાવશે બધા જનતુંઓ પણ આપણો સાથ આપશે..... આ વાત સાથે બધા પ્રાણઓ પક્ષીઓ અને તામમ જંંતુંઓ સહમત થયા...એટલે બધા ચેેેતી ને રહેવા લાગ્યા... પણ બન્યું ફરી પાછા એ લોકો જંગલ માં લાકડા માંટે આવ્યા પણ આ વખતે બધા જ રક્ષા માટે તૈયર હતા... એટલે સૌથી પહેલા કીડી મકોડા ના ટોળા એ લોકો તરફ જઈ ચડ્યા તેમને કરડવા લાગ્યા ત્યાં સુુધી માં પેેહલી ચકલી એ જંગલ માં ખબર પહુચાડી દિધી..... બધા ખતરા તરફ દોડી ગયા... એટલે પેહલા લોકો પ્રાણીઓ ના ટોળા ને આવતા ડરી ને ભાગી ગયા.... આવી રીતે જંગલ ને નુંકસાન થતા બચી ગયું...
બોધ:-
1.સમાજ માનવ નો હોઈ અથવા પશુઓ નો જો એકતા હશે તો સમાજ ને રાક્ષણ મળશે... એકતા ની શક્તિ અનેક ગણી હોઈ છે...
2. સમાજ નો વિકાસ અને રક્ષા કરવી હોય તો બધા ને પોતાની જવાબદારી ચોકીદાર જેવી લઇ ને ચાલવું પડશે..