સંબંધ નાં સથવારે - આઈ લવ યૂ મેમ ankita chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ નાં સથવારે - આઈ લવ યૂ મેમ

ડિયર કવિતા મેમ, 

જ્યારે જ્યારે કોઈ મારી સાથે નહોતું ત્યારે તમે જ તો હતાં મારી સાથે
સાચો રસ્તો બતાવવા, સાચો નિર્ણય લેવા,
સાચી દિશા બતાવવા,
જિંદગી જીવવાની રીત થી માંડીને સંબંધો સાચવવા ની દોડ માં તમે જ તો પ્રોત્સાહન આપ્યું મને..
સંબંધો ના સથવારે જીવતા શીખવાડ્યું મને
સાચું શું? ખોટું શું? એ સમજ ક્યાં હતી મારાં માં?
બંને નો ફર્ક તમે જ તો સમજાવ્યો મને
કદાચ મને આટલી સમજણ ના હોત અત્યારે પણ ઘણી બધી તકલીફો માં પણ લોકો સામે કેમ રહેવું એ તમે જ તો શીખવાડ્યું મને 
પોતાની દીકરી સમજી વ્હાલ, પ્રેમ, હુંફ, લાગણી જ્યારે જ્યારે જે વસ્તુ ખૂટી મને એ બધું તમે જ તો અપાવ્યું મને...
દુનિયાના કોઈ પણ ખૂણે રહી તન અને ધન નું સુખ મેળવી શકીશ હું પણ મન નું સુખ તો તમારી પાસેથી જ મળે છે.
દરેક મુસીબત નો સામનો કરવાની હિંમત તમે જ તો આપો છો મને....
તમને ક્યારેક કંઈક કહેવું હોય પણ શબ્દો ના હોય તો આંખો થી પણ સમજી જાવ છો બધું..
હું મને ખુદ ને નથી ઓળખી શકી એટલું તમે ઓળખો છો મને.....
ભગવાને મને મમ્મી પપ્પા, પરિવાર, મિત્રો, શિક્ષકો જે પણ આપ્યું એમાની સૌથી અમૂલ્ય ભેટ તમે જ તો છો....

22 વર્ષ ની ઉંમરે સંબંધો ની ઓળખાણ કરાવી મારા એક શિક્ષકે જે ૧૧ - ૧૨ માં ધોરણ માં મને ગુજરાતી ભણાવતાં.. અને ત્યારથી જ એમનો અને મારો એક શિક્ષક વિદ્યાર્થી કરતાં પણ વધારે કાંઈક અલગ સંબંધ હતો.. એમનું નામ કવિતા.. 

બધાં જ વિદ્યાર્થી એમનાં માટે સરખાં ક્યારેય કોઈ પણ જાતનો ભેદભાવ નહી.. એ ખીજાય એમાં પણ મીઠાશ હોય.. બધાં વિદ્યાર્થી આમ તો એનાં માટે સરખાં પણ એમનાં માટે ક્યારે હું ખાસ બની ગઈ એની મને તો ખબર જ નથી.. 

હજુ પણ જ્યારે જ્યારે મને કોઈ તકલીફ હોય ત્યારે ત્યારે હું એમની પાસે જાઉં અને મારા કંઈ કહ્યા પહેલાં જ જાણે મારી આંખો વાંચી હોય એમ એમને મારી પ્રોબ્લેમ ખબર પડી જ જાય... 


સ્વભાવે હું બહુ જિદ્દી પણ કઈ વાત મારા ગળે કેમ ઉતારવી? એ કવિતા મેમ ને બહુ સારી રીતે આવડે.. કોઈ પણ કામ કે કોઈ પણ વાત માં કોઈ મારી સાથે હોય કે ના હોય પણ કવિતા મેમ હમેશાં મારી સાથે હોય.. મારી સફળતા, મારી નિષ્ફળતા, મારા સંબંધો, મારી નોકરી આ બધું જ ભૂલી જવાય જ્યારે કવિતા મેમ મારી પાસે હોય.. 

કોઈ પર ક્યારેય હક ના જતાંવે પણ મારા માટે એમણે ખાસ નિયમો બનાવેલાં.. ૧૨ મુ ધોરણ પૂરું થયાં પછી મહીના માં બે વખત મારે એમને મોઢું બતાવવા જવાનું. મને જ્યારે પણ કાંઈ પણ probelm હોય હું એમને કોઈ પણ ટાઈમ એ call કરી શકું.. કદાચ હું problem માં હોય ને મેં કીધું ના હોય તો પણ એમને ખબર પડી જ જાય.. 

આજ  સુધી ક્યારેય મેં કીધું નથી પણ આજે એમના માટે કંઈ કહું તો એટલું જ કહીશ કે મને બધાં વગર ચાલશે પણ કવિતા મેમ તમારાં વગર નહીં ચાલે.. એક માતા ૧૦૦ શિક્ષક ની ગરજ સારે છે એ વાત તો સાચી છે પણ કવિતા મેમ તમને મળીને હું એટલું જ કહીશ કે ક્યારેક એક શિક્ષક પણ એક માતા ની ગરજ સારે છે એ વાત સાચી છે.. 
તમારાં આ જન્મ દિવસ પર આ લાગણી ભરેલો પત્ર એ જ મારી ભેટ અને હા તમારી દીકરી તો દરેક જન્મ માં હું જ રહીશ.... 
                                              લી. તમારી દીકરી 
                                                   (દ્રષ્ટિ)... 


   લેખક : અંકિતા છાંયા (અનેરી) 

        જો તમારી પાસે પણ કોઈ દ્રષ્ટિ ને કવિતા મેમ ના સંબંધ જેવો સંબંધ હોય તો મારી સાથે ankitachhaya165@gmail.com પર share કરી શકો છો... જ્યારે  જ્યારે સમય મળશે આવી જ સાચી વાર્તા ઓ અને પત્રો લાવતી રહીશ તમારાં માટે....