આરોહી ankita chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આરોહી

આરોહી લોકો શું કહેશે બેટા? મીનાબેન દર વખત ની જેમ આજે પણ લોકો શું કહેશે ને સમાજ શું કહેશે ની વાર્તા આરોહી સામે કરતાં હતાં પણ આરોહી ના મન માં તો business woman બનવાના અને ઘણા બધા awards જીતવાના સપના હતા..


આરોહી ખૂબ જ સુંદર ને સુશીલ છોકરી. બીજી બધી છોકરી ઓ ની જેમ મેક અપ નો શોખ નહીં સીધી ને સરળ સ્વભાવ ની પણ બાળપણ થી લઈને 21 વર્ષની થઈ ત્યાં સુધી પોતાના એક એક સપનાં ને ધૂળ માં મળતાં જોતી રહી તે કઇંક કરવા માંગતી હતી કાંઈક બનવા માંગતી હતી પણ મહેશભાઈ ની સામે કાંઈ વધુ બોલી ના શકે..


મહેશભાઇ એટલે કે આરોહી ના પપ્પા ને મહેશભાઈ ને સમાજસેવા કરવી ગમતી. એટલે એમના સમાજ મા મહેશભાઇ નું બહુ મોટું નામ પણ ખરા ને માન પણ ખરાં એટલે જ વારે ઘડીએ મીનાબેન સમાજ શું કહેશે ની વાર્તા આરોહી ને એની નાની બેહનો ને સંભળાવ્યાં કરતાં..


દેખાવે શ્યામ વરણી આરોહી ના મન માં આજે જાણે પ્રશ્નો નું વાવાઝોડું ઉઠયું હતું સૌથી પેહલા થિએટર કરવું હતું આરોહી ને પણ ત્યારે પણ સમાજ શું કહેશે ના લીધે એમ કહી મીનાબેન ને મહેશભાઈ એ રોકી લીધી.. પછી કવિયત્રી બનવું હતું એમાં પણ લોકો શું કહેશે? સમાજ શું કહેશે? આ વાર્તા ને સાંભળી કાંઇ બોલી નહીં.. બસ થોડા દિવસો રડી પછી પાછી નવાં સપનાં સાથે જોડાઈ ગઈ..


આરોહી ને પોતાનું નામ બનાવવું હતું ઘણાં બધાં પૈસા કમાવવા હતાં અને ઘણાં બધાં awards પણ જોઈતા હતાં.. પણ દરેક વખતે સમાજ શું કહેશે ની વાર્તા માં બધું ધૂળ માં મળી જતું...


પણ આ વખતે આરોહી એ નિર્ણય કરી લીધો હતો કે કદાચ ઘર છોડવું પડે તો છોડી દઈશ પણ મારે business women બનવું છે એટલે બનવું જ છે.. હજી તો એ પોતાનાં business નું પ્લાનિંગ કરતી જ હોય છે ત્યાં તો મહેશભાઈ એક છોકરાં નો બાયોડેટા લઈ ને આવે છે ને આરોહી ને વાત કરે છે.. સામાન્ય રીતે હસ્તી રમતી આરોહી કઈ પણ બોલ્યા વગર જ પોતાનાં રૂમ માં ચાલી જાય છે મહેશભાઇ આ જોઈને નવાઈ પામે છે.


બીજાં દિવસે સવારે જ્યારે મહેશભાઈ આરોહી ને લગ્ન વિશે પૂછે ત્યારે પણ આરોહી માત્ર એટલું જ કહે છે કે મારે લગ્ન નથી કરવા અને આરોહી ઘરે થી નીકળી જાય છે ત્યારબાદ મહેશભાઈ ને મીનાબેન અનેક વાર આરોહી ને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ આરોહી એક ની બે ના થઈ... કારણ માત્ર એટલું જ કે એને હવે business woman બનવું હતું અને આરોહી એ આમ પણ લાઇફ ટાઇમ સિંગલ રેહવાનો નિર્ણય કર્યો હતો. એટલે એણે હવે ત્યાં સુધી નું કહી દીધું કે મરી જઈશ પણ લગ્ન તો કોઈ સાથે નહીં જ કરું...


તે પછી પણ વારંવાર મહેશભાઈ ને મીનાબેન આરોહી ને સમજાવે છે પણ એ કાંઈ માનતી નથી ને ઘર છોડીને ચાલી જાય છે અને કાગળ માં માત્ર એટલું જ લખતી જાય છે કે મમ્મી પપ્પા આ સમાજ ને આ લોકો પૈસા છે ત્યાં સુધી જ આપણા છે પછી નહીં અને મને કોઈ જ્ગ્યાએ શોધતા નહીં હવે મારે આ ઘર માં એક પણ ક્ષણ નથી રહેવું...હું ખાસ કઈ ઘરેથી નથી લઈ જતી માત્ર ૨૦૦૦ રૂપિયા, મારાં પ્રમાણપત્રો ને મારા થોડા કપડાં લઈ જાવ છું ને આજ પછી તમારાં રૂપિયા કે મિલ્કત માં મારો કોઈ હક નથી એ પણ કહ્યું.


આમ તો અમદાવાદ માં રહેતી આરોહી ક્યાં જશે શું કરશે એની કાંઈ જ ખબર વિના થોડા કપડાં, રૂપિયા ને પ્રમાણપત્રો સાથે રેલ્વે સ્ટેશન પહોંચે છે અને ટિકિટ બારી એ પુછે છે કે પેહલી ટ્રેન ક્યાં ની આવશે... ટિકિટ બારી ની બીજી બાજુ થી ભાવનગર એવો જવાબ મળે છે અને આરોહી બીજા દિવસે ભાવનગર પહોંચી જાય છે.. ત્યાં કોઈ સગાં વ્હાલાં કે ફ્રેન્ડ હતા નહીં એટલે મુશ્કેલી થી એક જ્ગ્યાએ રહેવા જમવા ની વ્યવસ્થા થઈ અને બીજી બાજુ મહેશભાઈ એ આરોહી એના માટે મરી જ ગઈ એમ સમજી લીધું. ધીમે ધીમે ૪-૫ દિવસ ની મહેનત પછી આરોહી ને એક નાની સ્કૂલ માં નોકરી મળી ગઈ ને સાથે સાથે એ માર્કેટિંગ consultancy નું કામ પણ કરતી.. ધીમે ધીમે એક મહિનો, બે મહિના, ત્રણ મહિના એમ સમય વિતવા લાગ્યો.. ને આરોહી ને સ્કૂલ માંથી તો કાંઇ વધુ પગાર નહોતો મળતો પણ માર્કેટિંગ માંથી મહિને 10-15 હજાર મળી રહેતા. એટલા માટે આરોહી એ એક માર્કેટિંગ agency ચાલુ કરી ને એક વર્ષ પછી તો દર મહિને 60-70 હજાર રૂપિયા કમાતી થઈ ગઈ.. ધીમે ધીમે માર્કેટિંગ એજંસી ની બીજા સિટી માં બીજી બ્રાન્ચો પણ ચાલુ કરી..


25 વર્ષ ની ઉંમરે તો એ મહિને 10 લાખ રૂપિયા કમાતી થઈ ગઈ. આ સમય માં આરોહી ને ઘર ની ખૂબ યાદ આવતી અને કદાચ એટલે જ હવે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના થઈ હતી કારણ કે આરોહી ને મહેશભાઈ ની એક વાત બહુ સારી રીતે યાદ હતી કે કોઈ પણ ને મદદ ની જરૂર હોય ને તમે તન મન કે ધન જે પણ રીતે સક્ષમ હોય એ રીતે મદદ કરવી... એટલે આરોહી એ ટ્રસ્ટ બનાવ્યું ને એવી મહિલા ઓ ને પગભર કરી કે જે વિધવા હોય અથવા તો જે અનાથ હોય...


ધીમે ધીમે આરોહી ની પ્રગતિ થતી ગઈ ને બીજી તરફ મહેશભાઈ ને મીનાબેન એ પણ ભૂલી ગયા હતાં કે આરોહી નામની એમને કોઈ દીકરી પણ હતી.. પણ એક દિવસ મહેશભાઈ ના સમાજ માં એક દીકરી ઓ ને પગભર કરવાનો કાર્યક્રમ હતો જેમાં આરોહી ને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવી મહેશભાઈ ને મીનાબેન આ વાતથી અજાણ હતાં... જ્યારે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારે એક બાજુ થી આરોહી મહેશભાઈ ચૌહાણ નું સ્વાગત ને બીજી બાજુ તાળીઓ નો અવાજ સાંભળી મહેશભાઈ ને મીનાબેન ગળગળા થઈ ગયા...જ્યારે આરોહી ને બે શબ્દો કહેવા માટે માઇક આપવામાં આવ્યું ત્યારે આરોહી એ માત્ર એટલું જ ક્હ્યું કે "જિંદગી જો બીજાની રીતે જીવવી હોય તો લોકો ને પરિસ્થિતિ ઓ સાથે સમાધાન કરતાં શીખી લેવું ને જો પોતાની રીતે જીવવી હોય તો લોકો અને સમાજ નો ડર ન રાખવો "... આટલું કહેતાં તો તાળીઓ પડવા લાગી ને સાથે સાથે મહેશભાઈ ચૌહાણ ને મીનાબેન ચૌહાણ ના સમાજે આરોહિ‌ ને સન્માનિત કરી..