Brain tumer books and stories free download online pdf in Gujarati

બ્રેઈન ટ્યુમર

       હંમેશાં હસતી રમતી આરાધ્યા આજે કાંઈક ઉંડા વિચારો માં ખોવાયેલી હતી. સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં હતી આરાધ્યા..શું કરવું શું નહીં કંઇ સમજ નહોતી પડતી. 

        ચંચળ સ્વભાવ નટખટ ને નાજુક આરાધ્યા એ સમજવા મથતી હતી કે અધૂરા સપના પૂરા થશે કે નહીં?એ કાંઈ સમજે એ પહેલાં હોસ્પિટલ ની નર્સ આવી ને આરાધ્યા ના પપ્પા ને રિપોર્ટ આપી ગઈ અને કહી ગઈ ડોક્ટર એ તમને મળવા બોલાવ્યા છે.. 

        આરાધ્યાના પપ્પા એટલે આરાધ્યા ની દુનિયા.. આરાધ્યા એનાં પપ્પા માટે કાંઈ પણ કરી શકે..... જેવાં આરાધ્યા ના પપ્પા ડોક્ટર ને મળવા જતાં હતાં કે આરાધ્યા એ ક્હ્યું કે પપ્પા હું પણ તમારી સાથે આવીશ...

        આરાધ્યા ને એના પપ્પા દિનેશભાઈ ડૉ. ને મળવા જાય છે. ડૉ. પ્રણવ આરાધ્યા ના ફેમિલી ડોક્ટર હતાં.. આરાધ્યા ને દિનેશભાઈ ને સાથે જોઈ ડૉ. પ્રણવ મુંજવણ માં મુકાયા કે આરાધ્યા સામે ખુલાસો કરવો કે નહીં?  

         22 વર્ષ ની આરાધ્યા ડૉ. પ્રણવ નો ચેહરો વાંચી એની મુંજવણ સમજી ગઈ હોય એમ બોલી ડૉ. કંઈ પણ હોય બોલો... આરાધ્યા એટલી કમજોર નથી કે કોઈ એક રોગ નું નામ સાંભળી નાં શકે... ડૉ. પ્રણવ હજું બધું સમજાવવા જતાં હતાં ત્યાં જ આરાધ્યા ને અચાનક મગજ માં દુખાવો ઉપડ્યો... આરાધ્યા થી એ સહન નહોતું થતું એટલે ચીસો પાડવા લાગી.. આરાધ્યા ના કપાળે પરસેવો વળી ગયો હતો પણ બે મિનિટ પછી આરાધ્યા એટલી સ્વસ્થ હતી કે જાણે કંઈ બન્યું જ નથી. દિનેશભાઈ આ બધું જોઈ રહ્યા પણ કંઈ સમજી ના શક્યા.. 

         આરાધ્યા એ ફરી ડૉ. ને કહ્યું ડૉ. પ્લીઝ મને જણાવો શું થયું છે મને? ડૉ. પ્રણવ આરાધ્યા અને દિનેશભાઈ ની સામે જોઈ ને કહ્યું જો આરાધ્યા આ બધા લક્ષણ તો બ્રેઇન ટ્યુમર ના લાગે છે પણ જ્યાં સુધી સિટીસ્કેન ના રિપોર્ટ ના આવે ત્યાં સુધી કંઈ ચોક્કસ કહી ના શકાય. આરાધ્યા ધીમું ધીમું મલકાઈ અને કહેવા લાગી કે તો તો હજી સીટીસ્કેન ની રાહ જોવી પડશે હે ને ડૉ. અંકલ....

              ડૉ. પ્રણવ ને દિનેશભાઈ એ આંખ માં આંખ પોરવી જાણે વાત કરી લીધી હોય કે હવે આરાધ્યા પાસે જેટલો ટાઇમ છે એને ખુશ રાખવાની. દિનેશભાઈ એ આરાધ્યા ને ટપલી મારતાં ક્હ્યું કે એ રિપોર્ટ પણ નોર્મલ જ આવશે આધું આ ડૉ. પ્રણવ ખાલી ખોટું સસપેન્સ ક્રીએટ  કરે છે.. આરાધ્યા નું ધ્યાન બીજી તરફ વાળવા ડૉ અને દિનેશભાઈ મથી રહ્યા હતાં.. પછી ઘરે જવા માટે ડૉ પ્રણવ ની રજા લઈ દિનેશભાઇ અને આરાધ્યા ઘરે જવા નીકળી ગયા.

              ઘરે પહોંચી ને દિનેશભાઈ આરાધ્યા ના ચેહરા ને નિહાળી રહ્યાં જાણે પોતાની આધું જન્મો જન્મો સુધી જોવા ના મળવાની હોય...

આરાધ્યા : શું થયું ડેડી? કેમ આમ જુઓ છો?

દિનેશભાઈ : અરે કંઈ નહીં આધું. એમ જ..

આરાધ્યા : ડેડી તમે ડૉ. અંકલ ની વાત seriously લઈ લીધી. અને પપ્પા તમે જાજુ ટેન્શન ના લો હું આમ પણ તમને છોડીને ક્યાંય નથી જવાની..

દિનેશભાઈ એની આધું ને જોઈ રહ્યાં અને કંઈ કહેવા જતાં હતાં એ પહેલાં જ દિનેશ ભાઈ ને ડૉ. પ્રણવ નો call આવ્યો. ડૉ. પ્રણવ નાં હાથ માં આરાધ્યા ના સિટીસ્કેન નો રિપોર્ટ હતો અને દિનેશભાઈ ને કહેવા લાગ્યાં કે સ્થિતિ બહુ ગંભીર છે આધુ ની....

                   વધું આવતાં અંકે....... 

આધું ની સ્થિતિ કેટલી ગંભીર હશે?

શું આધું વધારે જીવશે કે પછી દિનેશ ભાઈ ની દુનિયા માં કોઈ તોફાન આવી એની આધું ને લઈ જશે.. 

                               - અંકિતા છાંયા (અનેરી) 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED