kalam thi kagal sudhi part 1 books and stories free download online pdf in Gujarati

કલમ થી કાગળ સુધી (ભાગ - ૧)

આવડી ગયું છે

શું ફરક પડે હવે શ્વાસ લેવા કે ના લેવાથી?
બધાં ની ખુશી માં ખુશ રહેતાં આવડી ગયું છે.

પાનખર હોય કે વસંત શું ફરક પડશે?
બધાં નાં સ્વભાવ માં ખુદ ને ઢાળતાં આવડી ગયું છે.

વાંસળી ને મોરપીંછ ના હોય તો શું ફરક પડશે?
મને એ શ્યામ વગર જીવતાં આવડી ગયું છે.

કાગળ ને કલમ ની કોને જરૂર છે હવે?
શબ્દો વગર બધું સમજતાં અાવડી ગયું છે.

ના કર ફિકર સ્વાર્થી લોકો ની 'અનેરી'
માણસોને પણ રંગ બદલતાં આવડી ગયું છે.

                         - અંકિતા છાંયા (અનેરી)

   


દર્દ  અને હું


હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

દિલ મારું લોહી ના બદલે ઝખ્મ પીવે છે...

જન્મો જન્મ ની દુવા માંગી'તી તારી સાથે રહેવા માટે

છતાંય આ જન્મ માં તો તારા વગર જીવવું પડે છે.

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

છુટ્યો છે જ્યારથી હાથ તારા હાથ માંથી

તુટ્યો છે શ્વાસ મારો મારા ધબકાર થી...

છતાંય જીવતી લાશ બની બધાંની સામે જીવવું પડે છે

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

નહોતું કહેવું તને મારે કાંઈ પણ

પણ જ્યારે તું પુછે "કેમ છે"

એટલે હવે કહેવું પડે છે કે

હું દર્દ માં અને દર્દ મારા માં જીવે છે

દિલ મારું લોહી ના બદલે ઝખ્મ પીવે છે...

- અંકિતા છાંયા (અનેરી)




ફરજ તો એમને પાડી

મારે તો એની રુકમણી બનવું હતું
રાધા બનવાની ફરજ તો એમને પાડી.

મારે તો બસ એમના નામ નું થોડું  કંકુ જોઈતું હતું
ખાલી વાંસળી ને મોરપીંછ આપી એકલા રહેવાની ફરજ તો એમને પાડી.

મારે તો બસ એની સાથે ચાર ફેરા ફરવાં હતાં
આ જન્મોજન્મ નાં ફેરાં લેવાની ફરજ તો એમને પાડી.

મારે તો બસ એમનાં હૃદય માં નાનું એવું સ્થાન જોઈતું હતું
એ જ હૃદય થી દૂર રહેવાની ફરજ તો એમને પાડી.

'અનેરી ' ને તો બસ માત્ર એનાં કાન્હા નું નામ જોઈતું હતું
પણ અનેરી ને એકલાં જ રહેવાની ફરજ તો એમને પાડી.

    - અંકિતા છાંયા (અનેરી)


તારું હું શું નામ આપું ?

તારું હું શું નામ આપું ?

નદી નામ આપીશ તો ખળખળ વહી જઈશ

આકાશ આપીશ તો અનંત પથરાઈ જઈશ

પવન આપીશ તો પળભર માં

અડકીને ચાલ્યો જઈશ

સાગર આપીશ તો ચોમેર ફેલાઈ જઈશ

પ્રેમ આપીશ તો તું જ તડપાવીશ

જિંદગી આપીશ તો દૂર થઇ જઈશ

આટલા બધા નામ હોવા છતાંય

'અનેરી' એક મૂંઝવણ કે

તારું હું શું નામ આપું ?

- અંકિતા છાંયા 'અનેરી'


વહેતી ગઝલ

એક તરસ્યો શબ્દ હું બનું,

એક વહેતી ગઝલ તું બને .

એક ખાલી કલમ હું બનું ,

ને એની રંગબેરંગી શાહી તું બને .

એક નાનું ફુલ હું બનું ,

ને એ ફૂલ ની ફોરમ તું બને.

એક ધબકતું હ્રદય હું બનું

ને એ હ્રદય ની ધડકન તું બને.

ખ્વાઈશ બસ એ જ છે કે
હર એક જન્મ માં તારું સપનું હું બનું 
ને 'અનેરી' ની હકીકત તું બને ...

   - અંકિતા છાંયા (અનેરી)


તારા વિના આજે મને સૂનુ સૂનુ લાગે

તારા વિના આજે મને સૂનુ સૂનુ લાગે

આસપાસ આટલો ઉલ્લાસ

છતાંય મન ઉદાસ લાગે...

તારા વિના આજે મને સૂનુ સૂનુ લાગે

  

વસંત ની મોસમ પણ પાનખર જેવી લાગે

તારા વિના આજે મને સૂનુ સૂનુ લાગે

થઈ ગયું છે આ દિલ પર તારું 'રાજ'

તારા વિના ' અનેરી' પણ હવે જીવતી લાશ લાગે.

તારા વિના આજે મને સૂનુ સૂનુ લાગે

            અંકિતા છાંયા ' અનેરી '




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED