રૂમાલ Kiran shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમાલ

રૂમાલ

કવિતા સવારમાં કેતનનાં કપડાં ધોવા માટે મશીનમાં નાખતી હતી. તેને તેના ખિસ્સા તપાસતાં એક રૂમાલ મળ્યો.


કેતન કવિતા અને મયુરનું એકમાત્ર સંતાન. મયુર અને કવિતાના પ્રેમલગ્ન આજ લગ્નના પચ્ચીસ વર્ષે પણ બંનેના સંબંધમાં તાજગી હતી. તેમના પ્રેમમાં ઉતરોત્તર વધારો જ થતો હતો. કેતનના જન્મસમયે થોડી સમસ્યા થવાથી તેનું  ગર્ભાસય કાઠી નાખવું પડયું હતું.. કવિતા કેતનની આળપંપાળ જ અટવાઈ ગઈ. બે માળનો વિશાળ બંગલો. આગળ સરસ મઝાનો કાળજી લઈ તૈયાર કરરાવેલો ગાર્ડન અને ગાર્ડનમાં તેનો પ્રિય હિંચકો.

મા દીકરાની સાંજ મોટેભાગે હિંચકા પર જ પસાર થતી. કેતન પોતાની માતાથી કયારેય કોઈ વાત છુપાવતો નહીં. મયુરને તેના બિઝનેસને કારણે વારંવાર બહારગામ જવાનું થતું. મા દીકરો મોટે ભાગે ઘરે એકલા જ હોય.

કવિતા થોડીવાર તે રૂમાલ સામે જોઈ રહી.. આતો કેતનનો નથી..તો ..કોનો હશે? કેતનને કોઈનું વાપરેલ નેપકીન કે રૂમાલ કયારેય વાપરવા ગમતાં નહીં. તો આ રૂમાલ તેની કોઈ મિત્રનો હશે? કેમકે આવા રૂમાલ તો કોઈ છોકરી જ વાપરતી હોય. કે કોઈને તેણે કારમાં લિફટ આપી હોય અને તેનો રહી ગયો હોય. આમ કવિતા હશે કોઈ દોસ્તનો વિચારી કામે વળગી. કવિતાને ઘરમાં નોકર ચાકર હોવા છતાં ઘરના કામ જાતે કરવાનું ગમતું.. મશીનમાં કપડાં તેજ નાખતી અને પછી તેના રૂટીન કામે વળગતી. 

કેતન તેનો એકનો એક કુળદીપક હતો.. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને સાથે સાથે પિતાની ઓફિસમાં કામ પણ શીખતો હતો.
કવિતાએ રૂમાલ બાબત કેતન સાથે વાત કરવાની કોશિષ કરી પણ.
"મોમ તું પણ દરવખતે બાલની ખાલ નીકાળે છે. અરે કોઈ ફ્રેન્ડનો હશે. ...રીઅલી આઈ ડોન્ટ નો."

"ઓકે સનીબોય નારાજ કેમ થાય છે?.હવેથી તારા કલોથ સાથે રૂમાલ મૂકતી જઈશ. સો યુ નો નીડ કે તારે કોઈનો રૂમાલ યુઝ કરવો  પડે આમ પણ તને કોઈનો યુઝ કરેલ રૂમાલ નથી ગમતો રાઈટ બેટા?"
કેતને કવિતાની વાત ટાળી દીધી. પોતાના રૂમમાં જઈ મોબાઈલ પર,
"હેય, દિશા આજતો તારા રૂમાલે મારો કલાસ લેવાઈ ગયો..મોમ રૂમાલ બાબત પૂછતી હતી. હે યુ બી કેરફૂલ બીજીવાર તારી કોઈ ચીજ આમ ના ભૂલતી. યુ નો મને મોમથી કોઈ વાત છુપાવાની આદત નથી. અને આપણી વાત હું હજી મોમને નથી કરી શક્યો.” 


આ વાત દરવાજામાં દૂધના ગ્લાસ સાથે આવતી કવિતા સાંભળી ગઈ..
તે દરવાજેથી પાછી ફરી ગઈ. પણ આ રૂમાલ તેને વર્ષોની યાત્રા કરાવી ગયો..
તેના હોઠ પર ગીત આવી ગયું..”રસિયા રૂમાલ મારો દેતા જાજો.."


આ સાથે તેની નજર સમક્ષ તેની યુવાનીનો સમય આવી ગયો. કોલેજ અને શહેર બંને તેના માટે નવા હતાં. કવિતાના પિતાની બદલી થતાં તેઓ આ શહેરમાં આવ્યાં હતાં ત્રણ ભાઈ બહેનમાં કવિતાનો વચલો નંબર હતો. મોટી બહેનના લગ્ન થઈ ગયેલ અને નાનો ભાઈ હાઈસ્કૂલમાં ભણતો હતો. કવિતા કોલેજ સાયકલ પર આવતી હતી. તે દિવસે તેની સાયકલ સ્લીપ થતાં તે પડી ગઈ અને હાથ પગ છોલાઈ ગયેલ. ત્યારે ત્યાંથી પસાર મયુરે પોતાનું બાઈક ઉભું રાખી કવિતાને ઉભી કરી. અને તેના હાથે અને પગે વાગ્યું હતું ત્યાંથી માટી સાફ કરી સ્વસ્થ થવા કહ્યું હતું. પણ હાથમાં વધારે વાગ્યું હોય તે હાથ હલાવી શકતી નહોતી. ત્યારે મયુરે તેના હાથ પર તેનો રૂમાલ બાંધતા, “તમને હાથમાં ફ્રેકચર થયું હોય તેવું લાગે છે. ચાલો તમને હું ડોકટર પાસે લઈ જઉં.” તેની આનાકાની છતાં તે સાયકલ અને બાઈકને સાઈડમાં રાખી રીક્ષામાં ડોકટર પાસે લઈ ગયો. પ્રાથમિક સારવાર બાદ તેને ઘરે મૂકવા આવ્યો હતો. ત્યારે તેનો રૂમાલ કવિતા પાસે રહી ગયેલ. આ રૂમાલે બંનેનો પરિચય વધાર્યો હતો અને એ પ્રણયથી પરિણય સુધી પહોચેલ. કવિતા થોડી ક્ષણોમાં પોતાની મયુર સાથેની પ્રણયયાત્રા જીવી ગઈ. 


મનમાં મયુર સાથે વાત કરવી પડશે વિચારતાં તેણે આ રૂમાલ પ્રકરણને પરંપરામાં બદલવાનો નિર્ણય કર્યો. કેતન અને દિશાના સંબંધને એક નવી દિશા આપવાનું મનોમન નક્કી કરી નાખ્યું.

મનમાં મલકાટ સાથે કવિતા વિચારવા લાગી કે  આ રૂમાલે કેટલા પ્રેમી પંખીડાનો માળો બાંધવામાં કારણભૂત બન્યાં હશે. અને આગળ બનશે
વાહ રે..રૂમાલ તારી માયા.


એક નાનકડો રૂમાલ પ્રેમનું પ્રતિક કે પ્રેમની અભિવ્યક્તિ કારણ બનશે. 

ત્યાં રૂમમાંથી કેતનની બૂમ સંભળાય, “મોમ... મોમ મારો બ્રેકફાસ્ટ રેડી? આઈ એમ ગેટીંગ લેટ ...મોમ પ્લીઝ હરીઅપ.” 


ડાઈનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ કરતાં, “મોમ, મને આજ સાંજે લેઈટ થશે. અને ડીનર હું મારા ફ્રેન્ડસ સાથે કરવાપનો. તો ડોન્ટ વેઈટ ફોર મી મોમ.”

કવિતા ઓકે સની તારી પેલી ફ્રેન્ડ દિશા હમણાં ઘણાં સમયથી નથી આવી તો એને મારી યાદી આપજે..”

કેતન સરપ્રાઈઝ થઈ  એની મોમ સામે જોઈ, ઓકે મોમ બટ તને એકદમ દિશા કેમ યાદ આવી?”

કવિતા કંઈજ જવાબ આપ્યા વગર સ્મિત સાથે તેની સામે જોઈ રહી..

અને કવિતાના સ્મિતથી કેતન પણ વાત સમજાય હોય તેમ,

“શાયદ મેરી શાદી કા ખ્યાલ દિલમેં આયા હૈ ઈસી લિયે તુમ્હે ચાય પેં બુલાયા હૈ.” ગણગણતો બહાર જવા ભાગ્યો.

કવિતા તેના ગણગણાટ પર ખડખડાટ હસી પડી.


"કાજલ"
કિરણ પિયુષ શાહ
અમદાવાદ