પૂર્વાભાષ કે સંયોગ? Kiran shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂર્વાભાષ કે સંયોગ?

 પૂર્વાભાષ કે સંયોગ?

કિશન આજ પાછો ઝબકીને જાગી ગયો. વારંવાર આવતા ભયંકર એકસીડન્ટના સપના એ તેને હેરાન પરેશાન કરી દીધેલ. ઊંધ ઊડાડી દીધી હતી તેની, જાગતા પણ એ સ્વપ્ન યાદ કરતાં પસીને રેબઝેબ થઈ જતો. ડરથી શરીરમાં લખલખું પસાર થઈ જતું. કિશન છેલ્લાં છ મહિનાથી વારંવાર આવતા એ સ્વપ્નનો મતલબ સમજવા પ્રયત્ન કર્યા કરતો, પણ નિષ્ફળતા જ હાથ લાગતી. 


કિશન મધ્યમ વર્ગીય માતા પિતાનો નાનો દિકરો. મોટી બહેન લગ્ન પછી કેનેડા સ્થાયી થયેલ. કિશનને અભ્યાસ દરમ્યાન જ  સરકારી નોકરી મળી જતાં તેણે સ્વીકારી લીધી. તેનું નોકરીનું સ્થળ અમદાવાદથી ખાસુ દુર અને આદિવાસી પ્રદેશમાં હતું. કિશન ત્યાં બે ત્રણ મિત્રો સાથે નાનું મકાન ભાડે રાખી રહેતો હતો. 

શનિ રવિ અને રજા સિવાય તે અમદાવાદમાં ઘરે આવી ન શકતો.

સાપુતારાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં તેની નોકરી હતી. આ વિસ્તાર ગુજરાતને મહારાષ્ટ્રની સીમા પર હતો. અહીંયા પ્રવાસીઓ  સાથે પીનારા વર્ગની અવર જવર પણ ખૂબ રહેતી.


સીધો સાદો કિશન તેના મળતાવડા સ્વભાવને કારણે જલ્દી બધાં સાથે ભળી ગયો. નાની ઉંમર અને ઉત્સાહી સ્વભાવ. દરેકનું કામ એ પ્રેમથી કરતો. બીજાને મદદ કરવામાં કાયમ પહેલો.


નોકરીના ત્રણ ચાર મહિનામાં સાપતારામાં પણ મોટું મિત્ર વર્તુળ થઈ ગયું હતું. હવેતો આ મિત્રો તેને શનિ રવિ અમદાવાદ ન જવા આગ્રહ કર્યા કરતાં. કિશન સૌની વાત હસીને ટાળી દેતો.  તો કયારેક મઝાકમાં કહેતો કે, "અમદાવાદ અમદાવાદ જ છે તેની તોલે આ સાપુતારા ન આવે."

આ વખતે પણ તે શનિ રવિની રજામાં ઘરે આવ્યોને આ સ્વપ્નએ તેને પરેશાન કરી દીધો હતો. સોમવારે જોબ પર  જવાની ઈચ્છા નથી થતી, પણ મિત્રનો ફોન આવતાં તે ઘરે સૌને એક પાર્ટી છે જવું પડશે કહી ઘરેથી નીકળી ગયો..
આ સમયે અમદાવાદ બધાં એ રજા છે નથી જવું રહેવા દે. ત્યાં બધાંને ફોન કરી ના પાડી દે કહીં ખૂબ રોકવા કોશિશ કરી. કિશનની મમ્મી તો તેની સાથે લડી પણ ખરી. 
કિશન તે કહ્યું હતું કે આ વખતે અઠવાડિયું રોકાઈશ. પણ તું તો બે દિવસમાં પાછો ચાલ્યો,"
મમ્મી, અમારા સાહેબ વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધી એનો વિદાય સમારંભ રાખેલ છે. એ પછી તે સ્ટાફને તેના તરફથી પાર્ટી આપે છે. નહીં જાઉં તો તેમને ખરાબ લાગશે. ખૂબ વગદાર અને ભવિષ્યમાં કામ પડે તો આ સંબંધ કામ લાગે. મમ્મી, હવે અવીશ એટલે લાંબી રજા લઈને આવીશ. તું કહીશ જા હવે તોય નહીં જાઉં જોજે."

કિશનની મમ્મી કિશનની બેગ પેક કરાવતાં મનમાં બબડતા જતાં હતાં, આતો સરકારી નોકરીને દીકરાના ભવિષ્ય સારું નજરથી દૂર મોકલ્યો. મારી તો ઈચ્છા જ નહોતું એકનો એક દીકરો આમ હેરાન થાય ન ખાવાનું ઠેકાણું ન રહેવાનું વનવગડામાં સાવ એકલો.  પણ આ મારું સાંભળે કોણ?  બાપ દીકરો ઘુસરપુસર કર્યા કરે. મારું ચાલે ને તો હું  એને કયાંય જવા ન દઉં. બળ્યું આ નોકરી ને કમાવાનું એના વગર જીવાય પણ નહીં એટલે કામ તો કરવું જ પડે. આ કિશન જ જો કેટલો લેવાય ગયો, હાડકા દેખાવા લાગ્યા છે મારા લાલનાં."
મમ્મીનો બબડાટ સાંભળી કિશન, "બસ મમ્મી હવે તું દરવખતે આવું જ બોલે. કયારેક કંઈક નવીન બોલને. તારી વહુ લાવવાની કે મારી ફ્રેન્ડને મળવાનું નક્કી કરવાની વાત કર તો મજા આવે." કહેતાં એની મમ્મીને વળગી પડયો. 

"મારો દીકરો સારું જા પણ ખબર નહીં આ વખતે મન નથી માનતું... સારું સારું ચાલ મંદિરમાં દર્શન કરી નીકળ ઈશ્વર સૌનું સારું કરે."

"મમ્મી, મન મારું ય નથી જવાનું પણ આ સાહેબ સાથેના સંબંધને લીધે જ જવું પડશે. હું આ વખતે આવીશ એટલે રજા લઈને આવીશ ને તું જા હવે એમ કહીશ તોય નહીં જાઉં જો જે."
કહીં કિશન ઘરેથી નીકળ્યો.


કિશન અને તેના મિત્રો વિદાય સમારંભ પછી સાંજે પાર્ટી મનાવવા સાપુતારા સીટી કારમાં પાછા ફરી રહ્યા હતાં. પાર્ટીમાં કિશન સિવાય બધા મિત્રો એ નશો કર્યો હતો. આમ એ લોકો છ વ્યક્તિ ઈનોવામાં પાછા ફરી રહ્યાં હતાં.  ત્યારે સરખે સરખા છ મિત્રો અને છ માંથી ચાર નશામાં ધુત જેવી હાલાતમાં..

એમાં ગાડી ચલાવનાર મિત્ર પણ થોડો નશામાં હતો. મસ્તી કરતાં ગાડી કયારે સ્પીડને લીધે બેકાબુ બની તેનો ખ્યાલના રહ્યો..

આજ સમયે કિશનની આંખ સામે જાણે તે વારંવાર જોતો હતો તે સ્વપ્નનું દ્રશ્ય  ભજવાતું હોય તેવું લાગ્યું.. અને તેનાં ધબકારા વધી ગયાં હવે શું થવાનું છે એ વિચારતા મગજ ફાટ ફાટ થવા લાગ્યું. ત્યાં તો બેકાબુ ગાડી રસ્તે બે ત્રણ રાહદારીને અડફટે ચડાવી ઘુમરી ખાતી રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ.. અને ત્યારે કિશનની સામે તેના સ્વપ્નનું દ્રશ્ય યાદ આવતા તેણે પગની લાત મારી દરવાજો તોડી નાખ્યો.

દરવાજો તુટતા તે રોડની એક સાઈડ ફેંકાઈ ગયો. ગાડી ત્રણ -ચાર ગુલાટી ખાઈ ભયંકર રીતે આમતેમ અથડાતા અંતે એક ઝાડ અથડાઈ. એ સાથે તેના મિત્રોની ચીસો ગુંજી અને વાતાવરણમાં ભેંકાર શાંતિ છવાઈ. કિશને ઊભા થવાની કોશિશ કરી પણ તે પોતાનું શરીર હલાવી ન શક્યો દરદ અને ભયથી તેની આંખે અંધારા આવવા લાગ્યાં હતાં. અને તે બેભાન થઈ ગયો.

આંખ ખૂલ્લી ત્યારે તે હોસ્પિટલમાં હતો ...

સંયોગ કહો કે રામ રાખે તેને કોણ ચાખે કહો…

કિશન તેના વારંવારના ભયંકર સપનાંને કારણે એકલો બચી ગયો. કદાચ આ પૂર્વાભાષ હતો. જે કિશનને બચાવવા નિમિત્ત બન્યો.

મોતને હાથતાળી આપી હોસ્પિટલમાં કિશન વિચારે છે કે આને કે સંયોગ  કહું કે પૂર્વાભાષ જે સપનું ડરાવતું હતું તેણે જ જીવ બચાવવાનું કામ કર્યુ.


અસ્તુ…

“કાજલ”
કિરણ પિયુષ શાહ