અનોખી પૂજા Kiran shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી પૂજા

શીર્ષક : અનોખી પૂજા
શબ્દો ૬૯૦
કિરણ પિયુષ શાહ

ચંચળ હરણા જેવી, પંખી જેમ મુક્ત ગગને ઉડતી, સરિતા પર્વતથી નીકળતી નદી જેમ આસપાસ હરિયાળી પાથરતી વહી જતી હતી. 

સરિતા એના નામ જેવી સરળ અને પ્રેમાળ હતી. કરુણાનો સાગર એ કોઈનું  દુઃખના જોઈ શકતી. સદા દરેકની મદદ કરવા તત્પર રહેતી. 

સરિતાના પિતા ખૂબ મોટું નામ ધરાવતા. અનેક ધાર્મિક સંસ્થામાં માનદ હોદો ધરાવતાં હતાં. મોટાપાયે પૂજાનું આયોજન કરી ધર્મનો મહિમા વધારવાની અને પુણ્ય કમાવવાની તક તેઓ છોડતાં નહીં. પણ સરિતા આ મોટા આયોજનોથી દૂર એક એનજીઓ ચલાવતી હતી. ખાસ કરી માનસિક રોગી અને રસ્તે રઝળતા બીમાર અશકત લોકોની મદદ કરતી. પિતા મંદિરમાં રાજભોગ ધરી પૂજા કરતાં રહેતા તેમને મન વૈભવશાળી રીતે પૂજા ભક્તિ કરવી એટલે ધર્મનો મહિમા વધારવાનું કામ અને એજ ધર્મ. 
સરિતા જુદી વિચારસરણી સાથે આ દરિદ્રનારાયણોની ભક્તિ કરતી હતી. માનસિક રોગીઓને નવડાવી ચોખ્ખા કપડાં પહેરાવી, વાળ કપાવી વ્યવસ્થિત ઓળી, તેમને ખવડાવવી અને તેમના ઈલાજની સગવડતા કરતી હતી.. 

મંદિરમાં ચડાવાની બોલી બોલતા તેના પિતા તેને કાયમ પૂજા માટે શોધ્યા કરતાં. ત્યારે આ બધાંથી દૂર સરિતા ચૂપચાપ પોતાની પસંદગી પ્રમાણે કાર્ય કરતી રહેતી.  તેને તો આ દરેક પીડિત વ્યક્તિમાં સાક્ષાત નારાયણ દેખાતા. અને તેને અપાર સંતોષ મળતો.

આવીજ  એક મહાપૂજાની તૈયારી સમયે શેઠ ધનસુખભાઈએ સરિતાને બોલાવી, “સરિતા, આમ આવતો બેટા..”
સરિતા પિતાના સાદ પર, “જી પિતાજી” કરતાં તેમની સામે ઊભી રહી. 
"જો સરિતા હું તને આ રખડતાં લોકોની મદદ કરવાની ના નથી પાડતો તારે જે કરવું હોય તે કર્યા કરજે. પણ હું કહું ત્યારે આયોજન અને મહાપૂજામાં મદદ માટે આવવું જ પડશે."
સરિતાએ મૌન રહી પિતાની વાત માની લીધી હતી.

એ સમયની મહાપૂજામાં આચાર્યજી પધારવાના હતાં. અને તેની સેવાની જવાબદારી  સરિતા પર હતી. આમતો આચાર્ય જી પધારતા ત્યારે સરિતા જ તેમની દેખરેખ રાખતી. તેમના રહેવાની વ્યવસ્થા પણ તે  
 બંગલાના આઉટહાઉસમાં કરતી જેથી તેમને મળવા આવનાર  આરામથી મળી શકતાં અને આચાર્યજીને તેમના ધ્યાનને ભક્તિ માટે જરૂરી એકાંત મળી જતું.
 સરિતા હંમેશા પિતાનો આદેશ  ચૂપચાપ માથે ચડાવતી.  એ સમયે પણ તેણે ચૂપચાપ આચાર્યજીના સ્વાગત અને રહેવાની વ્યવસ્થા સંભાળી લીધેલ.

 તેણે તેનું કામ તેના સાથી ડોકટર વિવેકને સમજાવી તેમને એનજીઓની જવાબદારી સોપેલ. વિવેક મધ્યમવર્ગીય પરિવારનો એકનો એક દીકરો હતો. તે નોકરી પછીના ફાજલ સમયમાં એનજીઓમાં સેવા આપતો હતો. વિવેક સરિતાના પરિચયમાં આવ્યા પછી તેની સાદગી અને તેના કામથી પ્રભાવિત થઈ તેના તરફ આકર્ષાયો હતો. પણ તે સરિતા પાસે કયારેય તેના દિલની વાત નથી કરી શકતો. 
સરિતા એ મદદ માટે કહ્યું ત્યારે તેણે ખુશી ખુશી હા પાડી દીધેલ. 

ત્યારે તેને આવનારી તકલીફનો ખ્યાલ જ નહોતો આવ્યો ..

એનજીઓમાં એક સોળ સતર વર્ષની યુવતી મીતા જે ત્રણેક મહિનાથી આવી હતી. આવી ત્યારથી તે કોઈ સાથે વાત ના કરતી માત્ર ઈશારાથી સમજાવતી..તેના પર અત્યાચાર કરનાર કોણ હતાં તે પણ જણાવી  નહોતી શકી.

સરિતા પિતાના આદેશ મૂજબ આચાર્યજીના આગમન સાથે તેની સેવામાં લાગી ગયેલ. મહાપૂજાની તૈયારીના સમાચાર અખબારમાં છપાતા રહેતા  શેઠ અને આચાર્યજી સાથે એકવાર સરિતાની તસ્વીર પણ અખબારમાં છપાયેલ. 

વિવેક ઓફિસમાં બેસી સરિતાની તસ્વીર જોતો હતો ત્યાં પાછળથી મીતા આવી ઉભી રહી ગયેલ. મીતાની તેની નજર અખબારની તસ્વીર પર પડતાં ગુસ્સામાં અખબાર ખેંચી તેણે તેના લીરેલીરા ઉડાવી દીધાં અને રડવા લાગી. તેને શાંત કરવા વિવેક તેની નજીક જવા ગયો તો તેને તેણે હાથમાં આવ્યું તે મારી ઝખ્મી કરેલ. 

વિવેક મીતાને કોઈ રીતે શાંત ન કરી શકયો એથી એણે ના છુટકે  સરિતાને ફોન કરી પરિસ્થિતિની જાણ કરવી પડેલ.
સરિતા સમાચાર મળતા તરત જ એનજીઓ પર પહોંચી ગઈ હતી.  તેને જોઈ મીતા રડતાં રડતાં તેને વળગી તુટક તુટક અવાજે “આચાર્ય આચાર્ય” કરતાં બેભાન થઈ ગયેલ..

સરિતા મીતાની વાતથી અવાક થઈ ગઈ વિચારતા તેને સાચી મહાપૂજાનો અવસર મળ્યો માની તેણે વિવેકની મદદથી ગૂન્હેગારને જહેરમાં ઉઘાડો પાડવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો વિવેકે હિચકિચાટને ડરથી ના પાડી દીધી હતી. પણ સરિતાની હિંમત જોઈ તેણે હા પાડેલ.

મહાપૂજાના દિવસે લાખોની ભીડ વચ્ચે સરિતા મીતાને લઈ આચાર્યજી પાસે પહોંચી ગઈ.  મીતાને જોઈ આચાર્યજીના  ચહેરાનો રંગ ઉડી ગયો. શરૂઆતમાં આનાકાની કર્યે રાખેલ. પણ સરિતાના સાથથી નિર્ભય બનેલ મીતાએ જયારે જાહેરમાં તેની પર પ્રહારો કર્યા ત્યારે આચાર્યજી પાસે બચવા માટે કોઈ રસ્તો જ નહોતો રહ્યો. જાહેરમાં આચાર્યજી એ પોતાની ભૂલને (પાપને) સ્વીકારી સૌ સામે માફી માંગલ. આમ સરિતા મીતાને ન્યાય અપાવવામાં સફળ થઈ હતી. ત્યારે સરિતા સાથે સંકળાયેલ સૌને સાચી મહાપૂજાનો આનંદ મળ્યો હતો. 

આ બધામાં એક સરિતાના પિતા શરૂઆતમાં  તેનાથી ખૂબ નારાજ થયેલ. પણ પછી તેને પણ આ પૂજા સાચી લાગી હતી.  સરિતાના પિતાએ બાહ્ય આડંબર ત્યજી સદામાટે  સરિતાનો રાહ અપનાવી લીધો.

અસ્તુ….

“કાજલ”
કિરણ પિયુષ શાહ 
૧૫/૧૧/૧૮