વસી ગયાં અમે મનમાં,
હવે જીવન છે ઉમંગમાં,
ન રહો ઉદાસ તમે,
અમે છીએ તમારા સંગમાં,
આવે વિઘ્ન કે કોઈ મોટી ઉપાધિ,
અમે અડગ ઉભા રહેશું સાથે આ જીવનમાં,
પ્રેમભરી વાતોથી દિલનાં ઘાવ ધોઈ,
હસી મજાક કરતાં રહીશું આ જીવનમાં,
વિખેરાઈ જશે એક'દી દુઃખના વાદળો,
બસ એવો વિશ્વાસ રાખજો મનમાં,
ખાલી હાથે આવ્યા'તા ખાલી હાથે જ જવાના,
તો શાને ભરીએ ઉદાસી ને દુઃખ આ જીવનમાં,
મળશે તમને સમજનાર લોકો,
કોશિસ તો કરો કોઈએક પળમાં,
ઈરફાન નિભાવશે સાથ તમારો,
તમે પણ સંગ રહેજો આ જીવનમાં..
તારા વગર..
શબ્દો સજાવતા ગયા
તારા વગર...
અંધારે ચાલતા ગયા
પ્રકાશ વગર...
ક્યારેક તો યાદ આવતી હશે
મારા વગર...
એવું વિચારીને જ ખુશ થયા
તારા વગર...
મધુર વાણીથી યાદ કર્યા
નામ વગર...
પણ તમે સમજી ગયા
કહ્યા વગર...
બસ વીતી જશે જિંદગી આમ'જ
તારા વગર...
રહી જશે તારી પાસે યાદો
મારા વગર...
***
ઈરફાન જુણેજા "ઇલ્હામ"
અમદાવાદ
***
વિનંતિ:
તો મિત્રો આપ સૌ એ મારી કવિતાઓ વાંચી જશે. તમને એમાં કોઈ કવિતા ખુબ ગમી હશે એવી આશા રાખું છું. આપ મને કોઈ સલાહ આપવા માંગતા હોય અથવા કોઈ સુધારાની જરૂર જણાય તો મને મારા ઈમેલ આઈડી પર આપનો મંતવ્ય જરૂર જણાવજો.
મારુ ઈમેલ આઈડી છે: iajuneja@gmail.com
તમને કોઈ રચના ગમી હોય તો પણ મને ઈમેલ કરી જણાવશો. તમારા પ્રતિભાવો મારી લખવાની જિજ્ઞાશામાં વધારો કરશે. હું કોશિશ કરીશ આપને કંઈક ને કંઈક નવું વાંચવા માટે આપું. સાહિત્યની મારી આ સફર લગભગ બે વર્ષ પહેલા શરૂ થયેલી અને આજે માતૃભારતીમાં હું મારી ઘણી એપિસોડિક સ્ટોરી અને ટૂંકી વાર્તાઓ લખી ચુક્યો છું. કવિતાઓનો માતૃભારતી પર મારો આ પહેલો પ્રયાસ હતો. આશા છે આપને એ પ્રયાસ પસંદ આવ્યો હશે.
તમારા ધ્યાનમાં કોઈ વિષય હોય જેના પર કવિતા, ટૂંકી વાર્તા, લેખ, એપિસોડિક નોવેલ કે પછી પ્રેમ કથા લખી શકું તો મને ઈમેલ કરી જરૂરથી જણાવજો. મને આપના મંતવ્યો, આપના વિચારો અને આપ દ્વારા મળતા પ્રેરણાત્મક અભિપ્રાયોનો ઇન્તેજાર રહેશે.
બસ એ જ અસ્તુ..
? ?
***