આદર્શ જીવનસાથી ભાગ -૦૬ Ankur Shah Ashka દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આદર્શ જીવનસાથી ભાગ -૦૬

ના આપો અમને સલાહ સમજદારી ની, ક્યાં થાય છે પ્રેમ સમજી વિચારીને ,
હું સાચવું છું મારો પ્રેમ, તમે સાચવો તમારી સમજદારી ને

(સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )

નિશા :"ઓકે..આશા રાખું કે આ પ્લાન સફળ રહે"

હેમંત :" અરે નિશા..સફળ જ રેહશે..હું અને અનામીકા તારી સાથે જ તો છીએ.."

નિશા:"..તમે બંન્ને છો એટલે જ હું આ સાહસ કરી રહી છું બાકી ખબર નહીં આગળ શું થશે."

હેમંત :"તું કોઈ વસ્તુમાં સારું નથી વિચારી શકતી.?.હકારાત્મક વલણ રાખ. તું જો બધું મસ્ત જ થવાનું છે"

અનામિકા :"હા..એકદમ સાચું કહે છે હેમંત'.

અને પછી અનામિકા, નિશા અને હેમંત ત્યાંથી છુટા પડે છે.

બીજે દિવસે સવારે રાહુલ ઑફિસ આવે છે અને જેવો એ ફ્રી પડે છે કે તરત જ અનામિકા એને મળવા જાય છે.

અનામિકા :"રાહુલ..નિશા આપણી ઓફિસ જોઈન કરે તો?"

રાહુલ :"નિશા ?.કેમ..?"

અનામીકા :" અરે ..એ અહિંયા આવશે તો થોડી ફ્રેશ થશે. એ આખો દીવસ ઘરે કંટાળી જાય છે "

રાહુલ :"હા..એને આવવું હોય તો મને કોઈ વાંધો નથી"

અનામિકા :" એની બહુ ઈચ્છા છે ઓફિસ જોઈન કરવાની "

રાહુલ મનમાં વિચારે છે કે નિશા એ મને કદી પણ ના કીધું કે એને ઓફિસ ચાલુ કરવી છે કે એ ઘરે કંટાળે છે ને અનામીકા ને એક જ વખત મળી ને એને કીધું. આટલા સમય થી હું એની આટલી નજીક રહુ છું અને મારી સાથે આટલું અંતર.?..એણે મને કેહવું જોઈતું હતું ને .?

અનામિકા :"..એ ક્યાં ખોવાઈ ગયો તું..?ને આ તારું મોઢું કેમ પડી ગયું..? સાચું કહેજે હો"

રાહુલ ગુસ્સામાં :" નિશા એ મને ના કહેવાય કે એને ઓફિસ ચાલુ કરવી છે..?..કેટલા મહીના થી મારી સાથે રહે છે.?..હું એને મારા જીવન નું બધું જ કહું છું તો એણે પણ કેહવું જોઈએ ને.?.તને કીધું તો મને કેમ નહીં.?"

અનામિકા :"..રાહુલ..હાથ માં કશુંક જોઈતું હોય તો એના માટે બે હાથ ની હથેળી ખોલવી પડે..સાથે રહેવાથી નહીં પણ કોઈના અંગત બનવાથી કોઈ પોતાના દિલ ની વાત કરે."

રાહુલ :" તું કેહવા શુ માંગે છે ? તું મારી દોસ્ત છે કે એની? તને શું લાગે છે કે એમ લગ્ન થઈ જાય એટલે ગમે તેમ બે જણ વચ્ચે પ્રેમ થઈ જ જાય..?હા હું માનું છું કે અમારા સંબંધો ને આગળ વધારવામાં હું ઊણો ઉતર્યો છું પણ લાગણીના સંબંધો તો છે અમારા..એ નાતે જ કહી દેતી."

અનામીકા :"..જો રાહુલ.. બહુ સિમ્પલ છે યાર.. તમે ત્યાં જ દિલ ખોલી શકો છો જ્યાં તમને ખબર છે કે સામેવાળું તમને પરખશે નહીં. તમારા વિચારો પર તર્ક વિતર્ક નહીં કરે...વી ઓલ કોલ ધીસ અ વમ્ફર્ટ ઝોન. તારો કૅમ્ફર્ટ ઝોન નિશા હોય પણ જરૂરી નથી કે નિશા નો તું જ હોય, એનો કોઈ બીજો પણ હોય અને તને કેમ આટલું લાગી આવ્યું?"

રાહુલ :".હા..માનું છું કે બધાનો કૅમ્ફર્ટ ઝોન અલગ અલગ હોય પણ મને એમ હતું કે હું નિશા નો કૅમ્ફર્ટ ઝોન છું પણ હું ખોટો હતો. મને પણ નથી ખબર કે મને કેમ લાગી આવ્યું"

અનામીકા :"પણ તને કઇ વાત નું વધુ ખોટું લાગ્યું ? એણે તને ના કીધું એનું કે એણે મને કીધું એનું.?"

રાહુલ :" બંન્ને વાત નું"

અનામીકા :" ઓહ..એની જોડે વાત કરી લેજે"

રાહુલ : "હા."

અને પછી રાહુલ નું મન કેમ એ કરીને નિશા ના વિચારોમાંથી બહાર આવતું જ નતું.. એને એટલું બધું ખરાબ લાગ્યું હતું કે જાણે કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય. રાહુલ કંટાળીને ઓફિસ થી નીકળીને ગાર્ડન માં જઈને બેસે છે.

આ બાજુ અનામિકા નિશા ને ફોન કરીને એની અને રાહુલ વચ્ચે થયેલી વાતચીત નું વર્ણન કરે છે.

નિશા :"અરે રે..એટલે આજે મારે લીધે એને ખોટું લાગી ગયું એમ ને ?"

અનામિકા :" હા..આ રાહુલ એ એના મન આગળ એક દીવાલ ઉભી કરી દીધી છે કે મારો જીવનસાથી આવો જ હોવો જોઈએ પણ એના ધ્યાન બહાર ક્યારે તું એના દિલ માં જઈને વસી ગઈ છે એની એને પણ ખબર નથી"

નિશા :"વાહ..મારે તો હવે કોઈ નાટક જ કરવું નથી. હું તો આટલામાં જ ખુશ છું"

અનામિકા :"ના હો..હવે એહસાસ કરાવવો જ છે તો પૂરેપૂરો જ કરાવીએ ને ?"

એટલામાં તો રાહુલ ઘરે આવે છે.

નિશા :"અનામીકા , રાહુલ આવી ગયો લાગે છે . હું મુકું."

અનામીકા :"હા ,ચોક્કસ"
રાહુલ ગુસ્સામાં ઘર માં પ્રવેશે છે.