Adarsh Jeevansathi Part-07 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 07

શીદ ને કરું પ્રયાસ એમને સમજાવવાનો,
અફસોસ એમને પણ થવા દો મુજને ગુમાવવાનો
( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )

નિશા :" કેમ શું થયું રાહુલ ? ગુસ્સામાં લાગે છે "

રાહુલ :" અરે...આપણને શું થવાનું ? એ તો થોડું માથું દુખે છે "

નિશા :" ઓહ. હું ચા બનાવી દઉં ?"

રાહુલ :" ના ના .ચાલશે રહેવા દે.. અરે હા...તારે ઓફિસ જોઈન કરવી હતી તે અનામિકા ને કીધું હતું ?"

નિશા :" હા...આપણે અનામિકા ના ઘરે ગયા ને ત્યારે મારે વાત થઇ હતી"

રાહુલ :" હા...એણે મને આજે કીધું. તારે કાલથી જ ઓફિસ જોઈન કરવી હોય તો તું કરી શકે છે"

નિશા :" મેં હજી મમ્મી અને પપ્પા ને વાત નથી કરી "

રાહુલ :" તે તો મને પણ ક્યાં વાત કરી હતી ? એનીવે , મમ્મી પપ્પા ને હું વાત કરી દઈશ "

નિશા :"' તમને ખરાબ લાગ્યું કે મેં તમને ના કીધું ?"

રાહુલ :" તો શું ઉત્સવ મનાવું ? તે કામ જ એવું કર્યું છે તો ખરાબ જ લાગે ને ? તારે ઓફિસ જોઈન કરવી છે એ મને કોઈ બીજા મારફતે ખબર પડે છે. આવું નાનું નાનું તો ખબર નહિ કેટલું હશે ?"

નિશા :" અરે પણ રાહુલ , તમારી સાથે એવી કોઈ વાત જ ના નીકળી અને અનામિકા સાથે વાત નીકળી તો મેં એમને કીધું. સોરી...મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નતો "

રાહુલ :" દુઃખ તો તે પહોંચાડી દીધું"

નિશા :" પ્લીઝ રાહુલ, હું આગળ થી ધ્યાન રાખીશ "

રાહુલ :" ના ના... હવે તારે કંઈ પણ હોય ત્યારે અનામિકા ને જ કહેવાનું. અમે તો તારી કમ્ફર્ટ ઝોન માં ક્યાંય છીએ જ નહીં પછી"

નિશા :" તમે વાત ને વગર કામ ની વધારી રહ્યા છો. એટલી મોટી કોઈ વસ્તુ જ નથી "

રાહુલ :" તારા માટે નહી હોય પણ મારા માટે છે "

અને રાહુલ ગુસ્સામાં જ જતો રહે છે. લગ્ન પછી પેહલી જ વખત રાહુલ એ નિશા પર આટલો ગુસ્સો કર્યો હતો પણ એ વાત થી નિશા ખુશ હતી કેમ કે ગુસ્સો તો પોતાના પર જ આવે છે. નિશા મન માં વિચારવા લાગી કે એ નાહક નું જ માની લીધું હતું કે રાહુલ ના મન માં મારે માટે કોઈ લાગણી નથી પણ એવું નથી. એક માત્ર અનામિકા જોડેથી મારી ઓફિસ જોઈન કરવાની વાત માં જે રીતે એને ખોટું લાગી ગયુ એ પુરવાર કરે છે કે એના મન માં મારી માટે લાગણી તો છે અને એનાથી પણ વધુ મહત્વની વાત કે એ એણે વ્યક્ત પણ કરી , એના તીખા ગુસ્સા સ્વરૂપે. હવે મને ચોક્કસ થઈ લાગી રહ્યું છે કે મારે અને હમંત ને બહુ નાટક પણ નહીં કરવું પડે અને બધું જ સરસ થઈ જશે..હે ભગવાન, તે અનામીકા થકી મને મારા લગ્નજીવન ને શરૂ કરવાનો મોકળો માર્ગ બતાવી આપ્યો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે માર્ગ બતાવ્યો છે તો તું મને મારી મંઝીલ અપાવીને જ રહીશ. આજે ઘણા દિવસો પછી નિશાના ચેહરા પર ખુશી છલકાઈ રહી હતી.

ઘરના બધા જમવા બેઠા અને રાહુલ પણ જમવા આવ્યો. એકદમ ચૂપચાપ અને કંઈ જ બોલ્યા વિના ચૂપચાપ જમી લીધું. આ બાજુ નિશા અને માલતીબેન રસોડું અટોપવા લાગ્યા.


નંદલાલ :"..આ આજે તું કેમ આટલો ચૂપચાપ છે.? શુ થયું..?"

રાહુલ :"મને શુ થવાનું વળી..? બસ એમ જ ચુપચાપ છુ."

નંદલાલ :" ના કેહવું હોય ને તો ના પાડી દે "

રાહુલ :"અરે પપ્પા , સાચે જ કશું થયું નથી..અરે હા.. પપ્પા..કાલ થી નિશા આપણી ઓફિસ જોઈન કરે તો તમને કોઈ વાંધો નથી ને ?"

નંદલાલ :"ના બેટા ના..અમને શુ વાંધો હોય.? હા , મને નિશા કહેતી હતી કે એને થોડો જોબ નો અનુભવ છે ને ઘરે આખો દિવસ કંટાળો આવે છે તો ઓફિસ જવાનું વિચારું છું."

રાહુલ ગુસ્સામાં :".ઓકે..એટલે તમને પણ પહેલેથી કીધું હતું . એક હું જ હતો જેને ખબર નતી."

નંદલાલ :".ઓહ..હવે મને સમજાણુ કે તું કેમ ગુસ્સામાં છે
સંબંધ ની સાચી પરખ ત્યારે જ થાય છે જ્યારે આપણા કરતા સહેજ પણ વધારે મહત્વ બીજા માણસ ને મળે છે અને ત્યારે જ સમજાય છે કે વ્યક્તિ આપણી માટે કેટલો મહત્વનો છે. મેં ક્યાંક એક બહુ જ મસ્ત વાત સાંભળેલી
," ખરાબ પત્ની મળે ને તો તરત જ ખબર પડી જાય છે પણ સારી પત્ની મળે ને તો એ સમજતા વર્ષો ના વર્ષો વીતી જાય છે.". તું મને કહેતો હતો કે નિશા તો તારી પસંદ થી તદ્દન વિરૃદ્ધ છે તો તને આટલી નાની વાત એણે તને ના કીધી એનું ખોટું કેમ લાગી ગયું.?"

રાહુલ :"એ મને નથી ખબર પણ મને ખોટું તો લાગ્યું જ છે અને થોડું નહીં પણ બહુ બધું ખોટું લાગ્યું છે"

નંદલાલ :" જો ખબર ના હોય તો ખબર કર અને તો પણ જવાબ ના મળે ને તો મને કહેજે "

રાહુલ :"હા પપ્પા, ચોક્કસ."

પછી રાહુલ તો ગુસ્સામાં જ રૂમ માં જઈને આડો પડે છે અને સુઈ જાય છે. નિશા એ રાતે સુવાનો પ્રયત્ન કરે છે પણ કાલે શુ થશે. ? રાહુલ કેવું રીએક્ટ કરશે એના જ સતત વિચારોથી એનું મન ઘેરાઈ જાય છે. નિશા બીજા દિવસ ની અતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી અને એની આખી રાત પડખા ફેરવીને જ જતી રહે છે. વહેલી સવારે ઉઠીને નિશા વહેલા જ તૈયાર થઈ જાય છે અને એ અને રાહુલ ઓફીસ એ પહોંચે છે.

ઑફિસે પહોંચતા જ નિશા અને હેમંત એકબીજાને જુવે છે અને મોટેથી બુમો પાડીને એક બીજાને મળે છે.

હેમંત :" અરે નિશુ.. તું રાહુલ ની વાઈફ છે..?..વાહ યાર..કેટલા બધા વર્ષો પછી જોઈ તને ?"

નિશા :" હા યાર..હેમુ ..બહુ બધા વર્ષો પછી.. બહુ જ મજા પડશે કેમ કે મેં આજ થી જ ઓફિસ ચાલુ કરી છે "

રાહુલ ત્યાં જ સાઈડ માં ઉભો ઉભો અનામીકા ને ,
"નિશું.. હેમું.. આ બે એકબીજાને બોલાવે છે કે પાળેલા કુતરાને .?"

અનામિકા ;"કેમ તને ના ગમ્યું.."

રાહુલ ગુસ્સામાં :"ના..જરા પણ નહીં..બંને ના નામ છે તો ખરા અને પાછા એને એ નાના કરે છે..આને વેવલાવેળા કહેવાય.."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED