Adarsh Jeevansathi Part-08 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ 08

આદર્શ જીવનસાથી ભાગ 08


બંધાય છે વાદળ અને ફરી વિખરાય છે ,
વરસાદ પ્રેમનો હજુયે ખેંચાય છે એક ,
એક હા જ એમની બદલી શકે છે મૌસમ ,
પણ લાગણી એમના દિલ માં ક્યાં હજી સર્જાય છે

( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )

અનામિકા :" અરે યાર...એવું કશું ના હોય. ખાલી આપણે જ સાચા એવું ના હોય રાહુલ. તને ના ગમે લાડમાં નામ પાડવા એનો મતલબ એવો નથી કે બીજા પાડે એ ખોટા "


રાહુલ :" બસ હવે લેક્ચર ના ચાલુ કરીશ પ્લીઝ. ..મારે કંઈ જ સાંભળવું નથી. બધા ગાંડા થઇ ગયા છે "


અને ગુસ્સામાં જ એની ઓફિસમાં જતો રહે છે. અને મન માં બબડે છે ,


"બધા ગાંડા થઇ ગયા છે અને ખાસ કરીને તો નિશા. ખબર નહિ એને શું થઇ ગયું છે આજકાલ ? એ જાણે મને ઇગ્નોર કરતી હોય ને એવી ફીલિંગ આવવા લાગી છે. આજકાલ હું એના સ્વભાવ ના નવા નવા પાસા જોઈ રહ્યો છું. પણ આ શું...હું કેમ આટલું બધું વિચારું છું ? એ પણ તો મારી જેમ માણસ છે. કેટકેટલું થઇ ગયું એની સાથે , ઘરનું કોઈ પોતાનું નથી, મારી સાથે ના લગ્ન , લગ્ન પછીની ઘરની જવાબદારી. આ બધામાં પણ અગર એ ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે તો મારે તો એનો સાથ આપવો જોઈએ પણ હું કેમ આટલો ગુસ્સે થઇ જાઉં છું ? ખબર નથી પડતી કે મારી સાથે શું થઇ રહ્યું છે "

એટલામાં તો નિશા આવે છે.


" થૅન્ક યુ રાહુલ..તને નથી ખબર કે હું આજે કેટલી ખુશ છું. હું આજે વર્ષો પછી મારા બેસ્ટ ફ્રેન્ડ હેમંત ને મળી. બહુ જ સારું લાગી રહ્યું છે "
રાહુલ " તું હવે મને થૅન્ક યુ કહીશ? હા મેં જોયું તમારા બંન્ને નું હેમુ-નીશું વાળું કર્ન્વર્ઝશન .હાહા .ચાલ તને ઓફિસમાં એક જૂની કંપની મળી ગઈ "
નિશા :" હા. એ છે. મારા માટે કામ ?"
રાહુલ :" તને શું ફાવશે ?"
નિશા :" મેં કો-ઓર્ડીનેટર તરીકે એક સેલ્સ ઓફિસમાં કામ કરેલું છે એટલે customer inquiry , follow -up , order preparation આ બધું ફાવે છે મને."
રાહુલ :" ઓ ..તું મારી ઓફિસમાંથી સીધી જઈને જમણી બાજુ વળીશ એટલે ત્યાં તને ધ્રુવી મળશે. એને મળી લેજે. એ તને તારું કામ સમજાવી દેશે. હું એને વાત કરી લઉં છું અને હા અહીંયા તું એકે એમ્પ્લોયી છે ફેમિલી નહી "
નિશા :" હા .હું મળી લઉ છું અને હા.. .મને ધ્યાન રેહશે કે હું એમ્પ્લોયી છું. તમને નિરાશ નહી કરું. વિશ્વાસ રાખજો "
રાહુલ કશુંક કેહવા જાય છે ત્યાં જ તો એનો ફોન રણકે છે ,
રાહુલ :" સોરી નિશા .તું મળી લે ધ્રુવી ને , હું પછી વાત કરું એને તે કરેલું કામ કહેજે એ સમજી જશે "
નિશા :" હા .ચોક્કસ"
રાહુલ :" અરે સંદીપ બોલ યાર "
સંદીપ :" રાહુલ , પેલો સેમિનાર ..મનોચિકિત્સક નું? મેં કીધું તું ને પાસ એ મોકલાવ્યા તા ને "
રાહુલ :" અરે હા...ભૂલી જ ગયો હું તો..ક્યારે છે ?"
સંદીપ :" આજે જ ..3 વાગ્યે જ છે તું આવે છે ? "
રાહુલ :" મારો આમ પણ મૂડ ઑફ છે .હું આવું છું ચાલ "
સંદીપ :" હા..આવ"
અને રાહુલ ઓફિસ થી પેલા સેમિનાર માં પહોંચી જાય છે અને એના ફ્રેન્ડ સંદીપ ને મળે છે,
રાહુલ :" અરે સંદીપ...શું કરે છે યાર...આ સેમિનાર ?"
સંદીપ :" હા યાર...બહુ મોટા મનોચિકિત્સક છે. અમે છે ને દર મહિને એક સેમિનાર રાખવાનું વિચાર્યું છે . માનવજીવન ને સ્પર્શતા જુદા જુદા વિષયો પર. આજે પેહલો જ સેમિનાર છે હવે આગળ જોઈએ કેવો પ્રતિસાદ મળે છે "
રાહુલ :" ઓહ્હ..આપણને એમાં બહુ ખબર પડે નહી તે કીધું ને આવી ગયો "
એટલામાં તો સેમિનાર નો સમય થઇ જાય છે અને બધા જ દર્શકો પોતાની જગ્યા એ ગોઠવાઈ જાય છે ,
મનોચિકિત્સક નિર્ભય મેહતા પોતાનું પ્રવચન ચાલુ કરે છે,
" ગુડ ઇવનિંગ મિત્રો. ચિંતા નહિ કરો હું સીધો મારા આજના વિષય પર જ જઈશ. યુવા પેઢી અને લગ્નજીવન.
તમે બધા એ નાનપણ માં આ વાર્તા સાંભળી હશે અને ના સાંભળી હોય તો હું કેહવા માંગીશ. એક ગામ હોય છે ત્યાં બધા જ મૂર્ખ. તમે સમજી જ શકો છો કે બધા મૂર્ખ હોય એટલે કેવું ગામ હશે ? હવે એ ગામ માં એક વખત એક નાનું બાળક થાંભલા પર હથેળી રાખીને ને ફરતા ફરતા ગોળ ફરતો હોય છે એને એમ કરવામાં મજા આવતી હોય છે અને એ કરે જાય છે અચાનક જ એની મમ્મી આવે છે અને એને કહે છે કે લે ખાઈ લે ..તો એ કહે છે કે ના..મારે નથી ખાવું .હું કઈ રીતે ખાઉં ? મારા હાથ તો થાંભલાએ પકડ્યા છે એની મમ્મી તો ચિંતાતુર અને જોર જોર થી રડવા લાગે છે અને એ જોઈને છોકરો પણ જોર જોર થી રડવા લાગે છે. પછી તો એ બન્ને ને આમ રડતા જોઈને આખું ગામ ત્યાં ભેગું થઇ જાય છે અને પાછું આ તો મુરખાઓનું ગામ એટલે બધા એમના જેવા જ ઉપાયો બતાવે છે. એક કહે છે કે આપણે બે હાથ કાપી નાખીયે , બીજો કહે કે જ્યાંથી થાંભલાએ હાથ પકડ્યો છે એના સિવાય નો ભાગ કાપી નાખીયે , કોઈ કહે કે થાંભલો જમીન થી અલગ કરીયે અને છોકરો જ્યાં જાય ત્યાં થાંભલા સાથે જશે ..આ બધું ચાલતું હોય છે ત્યારે જ નસીબજોગે એક સમજદાર કોઈ કામે એ ગામે આવ્યો હોય છે અને આ લોકોની મુર્ખામી જોઈને ગુસ્સે થાય છે અને પેલા છોકરા ને ફરી થી ગોળ ફરવા કહે છે અને પછી એ થાંભલા પર વાંદરું કહે છે તો છોકરો ગભરાઈને અચાનક જ દૂર ખાંસી જાય છે અને એનો હાથ થાંભલા થી દૂર ખસી જાય છે. છોકરાને થાંભલાએ બાંધ્યો જ નથી હોતો , એને તો એના મને બાંધ્યો હોય છે ....એ છોકરા ને તો કોઈ સમજદાર માણસ મળી ગયો એમાં એ બચી ગયો પણ આપણે ? આપણે પણ વણજોઇતી માન્યતાઓ , ધારણાઓ અને વિચારોથી આપણી જાત ને એવી બાંધી લીધી છે ને કે આપણે એમાંથી બહાર જ આવતા નથી.

આજકાલ આપણા સમાજ માં લગ્ન સંબંધો તૂટી રહ્યા છે. છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે અને જેમને છૂટાછેડા લીધા નથી એમના વચ્ચે પ્રેમ સમાપ્ત થઇ ગયો છે , ક્યાંક લોકોને બતાવવા કે સમાજ ની શરમે ઘણા એ લગ્નજીવન ચાલી રહ્યા છે પણ મન માં તો એ મરી જ પરવાર્યા છે. ખાસકરીને યુવા પેઢી માં આ પ્રમાણ બહુ જ વધારે છે. આવું કેમ થાય છે ? ક્યાંક તો કોઈ પ્રોબ્લેમ હશે ને ? હા..હું કહું છું તમને પ્રોબ્લેમ ક્યાં છે.

આજનો યુવાન નોકરીમાં ગુલામી કરશે , ધંધામાં તનતોડ મેહનત કરશે પણ સંબંધો માટે મેહનત નહિ કરે. આજના દરેક યુવાન મિત્ર ને ગોરી, સુંદર, સુશીલ, હોશિયાર, ભણેલી, કમાતી, મોર્ડન , શોભે એવી, સારા ફીગરવાળી, કામકાજ માં હોશિયાર છોકરી જોઈએ છે અને સામે દરેક યુવતી ને પૈસાવાળો, ખુબ જ હોશિયાર, ખુબ જ ભણેલો, સુશીલ, સંસ્કારી, ચપળ , હૅન્ડસમ છોકરો જોઈએ છે. ટૂંક માં કહું ને તો બધાને દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જોઈએ છે ..એ ભલે ગમે તેવા કેમ ના લાગતા હોય.


બધાને તો દીપિકા અને જ્હોન ના જ મળે અને પછી જે પાત્ર મળે છે એની સાથે સમાધાન નથી થતું ? સારો દેખાવ તમને થોડા દિવસ ગમશે પણ જો સ્વભાવ સારો નહિ હોય તો એ જીવનસાથી સાથે રહી શકશો ? મને દુઃખ એ વાત નું છે કે આપણે બીજા માણસ ને પ્રેમ કરવાનો, એને જાણવાનો, એની સાથે સમય વિતાવીને એને સમજવાનો ક્યારેય પ્રયત્ન જ નથી કરતા અને બસ આ મરાથી અલગ છે કહીને પૂરું. આપણા મમ્મી પપ્પા એક જેવા છે ? પણ એમનો સંસાર કેમ ચાલે છે ? કેમ કે એ લોકો એ એકબીજાને જેવા છે ને એવા જ સ્વીકારી લીધા છે પણ આપણે આટલી નાની હકીકત નથી સ્વીકારતા.

આપણા ભારતીય સંસ્કૃતિમાં તો કેટલું સુંદર આયોજન છે લગ્ન સંબંધ નું. ઘરના આપનો જીવનસાથી શોધે. એનો પરિવાર એનું કુટુંબ એ બધાનું એક સગપણ થાય છે. ચલચિત્રમાં બતાવે છે એમ પ્રેમ માં બાઈક પર બેસીને ગીતો ગાવા ને સરસ જગ્યા એ ફરવા જવું ને એ બધું જ પ્રેમ નથી હોતો ..આપણા જીવનસાથી ને પૂરતું સમજી શકીયે ને એ પ્રેમ છે. આપણને કીધું હોય કે જીવનસાથીની ખામીયો કહો તો આપણને વાર પણ નહિ લાગે અને આપતા . કેમ ના આપણે એક નવી શરૂઆત કરીયે ? પ્રેમ ના હોય તો પ્રેમ કરવાની, વાતચીત ના હોય તો શરુ કરવાની, કોઈ રિસાયું છે તો મનાવવાની ..એક આદર્શ જીવનસાથી બનવાની !!!!

આપણે બધા કેમ આદર્શ જીવનસાથી શોધીયે છીએ ? આપણે એ બનવાની જરૂર છે અને મિત્રો જે દિવસે આપણે એ બની જઈશું ને એ દિવસે આપણને આપણા જીવનસાથી ચોક્કસ થી આદર્શ જ લાગશે. સંબંધ ની આ જ મજા છે. આપણે લીધે જ રાખીયે છીએ , ક્યારેક દિલ ખોલીને આપીને તો જુઓ, પ્રેમ વહેંચી તો જુઓ...જીવન મહેકી ઉઠશે.


વધુ આવતા ભાગ માં

બીજા રસપ્રદ વિકલ્પો