adarsh jeevansathi bhag -11 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ - 11

આદર્શ જીવનસાથી ભાગ - 11


આશ્ચર્ય સુખદ હમણાંથી જિંદગી રોજ આપી રહી છે,
કેમ ના આપે , તારી યાદ મારો આજકાલ રસ્તો કાપી રહી છે
( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )


રાહુલ : " હાશ, સારું થયું મેં ઓડિયો ડીલીટ કરી દીધો. હવે વાંધો નહિ"'


અને પછી નિશા ના વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. સવારે ઉઠીને રાહુલ ફટાફટ ઓફિસ જવાની તૈયારી કરે છે અને નિશા પણ ઘરના બધા કામ પતાવવા લાગે છે.


નિશા અને રાહુલ ઓફિસે જાય છે. નિશા ને અનામિકા એ પહેલેથી જ ઓવર એકટિંગ કરવાનું કીધું હોય છે એટલે ઓફિસ માં આવતા જ હેમંત જોડે વાતો કરવા જતી રહે છે. એમના પ્લાન મુજબ અનામિકા હાથેકરીને રાહુલની ઓફિસમાં એને મળવા અને એના હાવભાવ જાણવા જાય છે.


અનામિકા :" અરે રાહુલ, આ નિશા અને હેમંત ને તો બહુ સારું બને છે નહી ?"


રાહુલ :"હા અનામિકા , સરસ બને છે "


અનામિકા હાથેકરીને રાહુલ ને ચીડવવા અને એના મનના હાવભાવ જાણવા માટે :" રાહુલ, આજે એ લોકો સાંજે મુવી જોવા જવાનું પ્લાન કરતા હતા. તારે કંઈ વાત થઇ ?"


રાહુલ :"" વાહ .ગ્રેટ .ના મારે નિશા જોડે કોઈ વાત તો નથી થઇ પણ એ બન્ને ને જવું હોય તો એ જઈ શકે છે. મને કોઈ વાંધો નથી "


અનામિકા :" અરે .તને કઈ વાંધો નથી ? તું જ તો મને કેહતો હતો કે આ હેમુ-નીશું એ બધું વેવલાવેળા છે અને ગુસ્સામાં પણ હતો અને આજે તું નિશા ને આમ હેમંત જોડે મુવી જોવા જવા દે છે ? બધું બરાબર તો છે ને રાહુલ ?"


રાહુલ :" હા .બધું બરાબર જ છે અનામિકા જો , નિશા ને પૂરો હક છે એની જિંદગી એની રીતે જીવવાનો અને એને કદાચ હેમંત ગમતો હોય અને એને હેમંત સાથે લગ્ન પણ કરી લેવા હોય તો પણ મને કોઈ વાંધો નથી "


અનામિકા :" અરે રાહુલ , તું શું બોલે છે ? તું એનો પતિ છે. તું આવી રીતે કેમનુ વિચારી શકે છે યાર ? તું તો આવો નતો ?"


રાહુલ :" હા, હું સમજી શકું છું. તને મારા આ વિચારો ગળે ઉતરે એવા નથી પણ હકીકત આ જ છે. જ્યારથી હું પણ પ્રેમમાં પડ્યો ત્યારથી મને સમજાઈ ગયું છે કે પ્રેમ કોઈને પણ ગમે ત્યારે કોઈનાથી થઇ શકે છે "


અનામિકા :" જ્યારથી હું પ્રેમ માં પડ્યો ? કોના પ્રેમ માં ? મને માંડીને વાત કર "


રાહુલ :" અરે યાર...એમાં એવું છે ને કે થોડા દિવસ પેહલા હું નમ્રતા ને મળ્યો અને એને જોતા જ એના પ્રેમ માં પડી ગયો એ તો જતી રહી પણ હું મારા મન ને એના વિચારોથી અળગો ના કરી શક્યો. એનો એ સોહામણો ચેહરો અને એનો નટખટ સ્વભાવ મારા દિલ ને સ્પર્શી ગયો. એના એક સ્પર્શ નો એહસાસ એટલો અદભુત હતો ને કે હું હજી પણ એ એહસાસ ના સ્પંદનો ને ભૂલી શક્યો નથી "


અનામિકા :" નમ્રતા ? રાહુલ .યુ આર મેરીડ. ગાંડો થઇ ગયો છે કે શું ? તે નિશાનો વિચાર કર્યો છે ? એનું શું થશે ? તું આવું વિચારી પણ કેમ શકે "


રાહુલ :" પ્રેમ એવું બધું જોતો નથી. એ બસ થઇ જાય છે. મને ખબર છે કે મારા અને નિશા ના લગ્ન થઇ ગયા છે અને મને એ પણ ખબર છે કે નિશા ના આખા જીવન નો આધાર મારા આગળ ના નિર્ણય પર રહેલો છે પણ જે સંબંધ નો જન્મ જ થયો નથી એનું શું મૃત્યુ થાય ? અને આમ પણ નિશા મારા કરતા વધારે ખુશ હેમંત સાથે રહેશે અને હું નમ્રતા સાથે. હું ખોટો હોય તો કહે મને "

અનામિકા :" નિશા કોની સાથે વધારે ખુશ રહેશે એ નિર્ણય તું કેમ કરતા કરી શકે છે ? તું કેટલું ઓળખે છે એને ? એના મન માં શું છે એ જાણવાનો પ્રયત્ન તો કર ?

રાહુલ " એના મન માં હું તો નથી જ "
અનામિકા :" એ જાતે ધારી ના લઈશ ? કદાચ એ તને પ્રેમ કરતી હોય ને તને ખબર જ ના હોય "


રાહુલ :" ખબર નહિ અનામિકા પણ મને નથી લાગતું. હું એને કોઈ બંધન માં રાખવા માંગતો નથી "


અનામિકા :" પેહલા તું એ જાણવાનો વિચાર તો કર કે એના મનમાં કોણ છે "


રાહુલ :" હવે કોઈ મતલબ નથી. મારા મન માં હવે બીજું કોઈક વસી ગયું છે"


અનામિકા :" રાહુલ, તું ખોટા રસ્તે જઇ રહ્યો છે અને મને લાગે છે કે તારે અહિંયા થી પાછા વળી જવું જોઈએ અને તારી અને નિશાની ઘર ગૃહસ્થી પર ધ્યાન આપવું જોઈએ "


રાહુલ :" તારે જે કેહવું હોય એ તું કહી શકે છે "


અનામિકા ત્યાંથી ગુસ્સામાં જતી રહે છે અને પછી એનું કામ કરવામાં લાગી જાય છે. સાંજ પડતાં જ નિશા રાહુલ ને મુવી જોવાનું પૂછે છે અને રાહુલ કોઈ વધારે ગુસ્સા ના હાવભાવ વિના જ એકદમ શાંત ચિત્તે એને અને હેમંત ને જઈ આવવા માટે કહે છે. રાહુલ ના આવા વર્તન થી નિશા તો ડઘાઈ જાય છે અને એને સમજાઈ નથી રહ્યું હોતું કે એ રાહુલ ના મનમાં શું ચાલી રહ્યું છે અને એ વિચારમાં પડી જાય છે ,
" એક બાજુ મારી સાથે રિવર ફ્રન્ટ ફરવા આવે છે , બીજી બાજુ હું હેમંત સાથે વાત કરું તો ગુસ્સે થાય છે , એને નહિ અને અનામિકા ને મન ની વાત કરું તો એને માઠું લાગી જાય છે અને આજે આમ મુવી જોવા માટે મને અને હેમંત ને કેટલી આરામ થી જવા માટે કહી દીધું ? આમ તો હું કદી જાણી જ નહિ શકું કે રાહુલ મને પ્રેમ કરે પણ છે કે નહિ "

રાહુલ ને દેખાડવા માટે થઇ ને નિશા અને હેમંત ઓફિસ થી નીકળે છે અને પછી નિશા ત્યાંથી અનામિકા ના ઘરે જાય છે.
નિશા :" અનામિકા , આપણા પ્લાન બનાવવાના કોઈ મતલબ નથી લાગતા મને. રાહુલ ને મારા માટે કોઈ લાગણી જ નથી લાગતી બાકી કોઈ આમ પોતાની પત્ની ને એના ફ્રેન્ડ જોડે મુવી જોવા મોકલે?"

અનામિકા :"અરે નિશા , હું તને કોઈ ખોટા સપના જોવડાવવા નથી માંગતી. આજે જ મને રાહુલ એ કીધું કે એ કોઈ નમ્રતા નામ ની છોકરી ના પેમ માં છે "
નિશા :" શું વાત કરો છો અનામિકા ?"
અને નિશા તો ત્યાં જ આઘાત માં ફસડાઇને બેસી જાય છે અને એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે.

અનામિકા એને શાંત પાડે છે અને કહે છે ,
" તું શું કરવા રડે છે ? જયારે એને જ તારી પડી નથી તો તારે શું છે ? રાહુલ આવું કશુંક કેહ્શે એવું તો મેં પણ નતું વિચાર્યું. એક રીતે જોઈએ ને તો સારું જ છે જે આપણને ખબર પડી ગઈ કે રાહુલ ના મનમાં તો કોઈ છોકરી છે. આપણે નાહક ના એના માટે આટલી બધું મહેનત કરતા હતા. તું રડ નહિ નિશા , જેને તારું મૂલ્ય જ નથી એની માટે આંસુ સરવાનો કોઈ મતલબ જ નથી યાર "


નિશા :" પણ હું શું કરું મેં આવું કશુંક પણ થશે એવું સપનામાં પણ નતું વિચાર્યું. ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું ? અને કરતા તો હું પેહલા સારી હતી જેમાં મેં મન થી અમારા સંબંધ ને એ જેમ છે એમ જ સ્વીકારી લીધો હતો. હું ખોટા આશાના તાંતણે બંધાઈ ગઈ અને છેવટે તો મારા ભાગ માં નિરાશા જ સાંપડી ""


અનામિકા :"એક રીતે જોઈએ ને તો એના માટે આડકતરી રીતે હું જ જવાબદાર છું. મેં જ તારા મનમાં આશાના પ્રાણ પૂર્યા પણ મને શું ખબર કે રાહુલ આવું કશુંક કરશે ?"


નિશા :" કંઈ નહી. મને હવે સમજાઈ ગયું છે કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ કોઈને તમારા માટે પ્રેમ ના હોય ને તો એ ના જ હોય. એક કામ કરીશ અનામિકા ?"

અનામિકા :"" હા બોલ "


નિશા :" રાહુલ ને ફોન કરીને કહી દેજે ને કે મારે આવતા મોડું થઇ ગયું છે ને તો હું આજે તારે ત્યાં જ રોકાઈ જાઉં છું. મારામાં નથી હિમ્મત એ ઘરમાં જવાની અને રાહુલ સામે આવવાની. હું નહિ રોકી શકું મારા આંસુ ને. મારે થોડો સમય જોઈએ છે મારી જાત ને સંભાળવા માટે "


અનામિકા :" હા .કહી દઉં "


અને અનામિકા રાહુલ ને ફોન કરે છે અને નિશા એના ઘરે જ રોકાશે કહે છે.


રાહુલ " મારી નિશા જોડે વાત કરાવીશ અનામિકા ?"


અનામિકા :" હા .આપું "


અને અનામિકા નિશા ને ફોન આપે છે,


નિશા :" હા રાહુલ, બોલો "


રાહુલ :" તારો અવાજ કેમ આવો આવે છે ? બધું બરાબર તો છે ને ?"


નિશા :" મને શું થવાનું ?"


રાહુલ :" અરે ના .હું એમ જ પૂછું છું "


નિશા :" બધું બરાબર છે "


રાહુલ :" તું સવારે કેટલા વાગે આવીશ ? લઇ જાઉં તને વેહલા ?"
નિશા :" ના .હું મારી રીતે આવી જઈશ "


રાહુલ :" ઓકે "


અને રાહુલ ફોન મૂકે છે. આ બાજુ અનામિકા અને નિશા આખી રાત સુઈ જ શકતા નથી. એ બન્ને જણા રાહુલ ના આવા વર્તન થી ખરેખર ખુબ જ દુઃખી હતા


વધુ આવતા ભાગ માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED