Adarsh Jeevansathi Part-04 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ -04

કેમ છો ને તમારા જો અમે દૂર સુધી ન લઇ ગયા હોત ,
તો સંબંધો આપણા કેમ છો સુધી જ સીમિત રહી ગયા હોત ,


ઉતાવળ રાખતા તમે પણ જો સમજવામાં પ્રેમ નું ગણિત,
સાચા ખોટા ભલે પણ દાખલા બધાય ગણાઈ ગયા હોતા

( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )


નિશા ના પપ્પા તો હોસ્પિટલ માં જ હોય છે એટલે નિશા અને રાહુલ એમના આશીર્વાદ લઈને ઘરે જાય છે અને નિશા ના પપ્પા જોડે નિશા નો પિતરાઈ ભાઈ રોકાઈ જાય છે.


રાહુલ જયારે એના રૂમ માં આવે છે તો નિશા ને મૂંઝાઈને બેઠેલી જોવે છે. એ કોઈને ફોન કરતી હોય છે પણ સામેથી જવાબ આવતો નથી એ બાબતે કશીક ચિંતા માં હોય છે.


રાહુલ : શું થયું ?"


નિશા :" મોહિત ફોન નથી ઉપાડી રહ્યો. મને પપ્પા ની ચિંતા થાય છે "


રાહુલ :" ફોન ક્યાંક આઘોપાછો હશે. જોશે એટલે તને ફોન કરશે જ"


એટલામાં જ એના રૂમ નો દરવાજો ખખડે છે એટલે રાહુલ જઈને બારણું ખોલે છે તો એના પપ્પા હોય છે.


રાહુલ , બહાર આવ ને

રાહુલ :" હા. બોલો "


નંદલાલ :" નિશા ના પપ્પા ગુજરી ગયા છે. એને એમ જ કહેજે કે તબિયત ખરાબ છે "


રાહુલ :" ઓહ્હ..અચાનક શું થઇ ગયું ?"


નંદલાલ :" કંઈ જ ખબર નથી. ત્યાં જઈને ખબર પડશે "

અને પછી રાહુલ રૂમ માં જઈને નિશા ને હોસ્પિટલ જવાનું કહે છે.


નિશા :" પપ્પા ને અચાનક શું થયું ? તમે મને જે હોય એ કહો .પ્લીઝ "

રાહુલ :" સારું. તારા પપ્પા થોડી વાર પેહલા જ મૃત્યુ પામ્યા છે. આપણે એટલે જ જવાનું છે "


આ સાંભળીને નિશા પોક મૂકીને રડવા લાગે છે અને એનો અવાજ સાંભળીને ઘરના બધા પણ ત્યાં આવી જાય છે અને એને સાંત્વના આપે છે.


નંદલાલ ધીમેથી રાહુલ ની જોડે જઈને ," મેં તને કીધું હતું ને કે એને ના કેહતો "


રાહુલ :" હા..પણ એણે કીધું કે જે સાચું હોય એ કહું તો મેં એને કહી દીધું. આમ પણ પપ્પા એ કોઈ આશા સાથે હોસ્પિટલ જાય ને પછી એ ઠગારી નીવડે ને એના કરતા તો એ હકીકત ને સ્વીકારીને જાય ને એ વધારે સારું છે એના માટે "

નંદલાલ : " ભલે. વાંધો નહિ "


પછી બધા હોસ્પિટલ જાય છે અને પછી ત્યાંથી નિશા ના ઘરે અને પછી બધી વિધિ ના પતે ત્યાં સુધી નિશા ના ઘર જ રહે છે. નિશા ને કોઈ ભાઈ બહેન તો હોતું નથી એટલે જે હોય એ બધા સગાવહાલા અને સાસરિયા. રાહુલ પણ 12 દિવસ ત્યાં જ રહે છે અને ઓફિસ પણ બહુ ઓછું જાય છે. લગભગ 20 દિવસ પછી બધું પતાવીને રાહુલ , એના મમ્મી પપ્પા અને નિશા એમના ઘરે પાછા આવે છે. નિશા એના પપ્પા ના અવસાન ને કારણે ઘણી જ વ્યથિત અને દુઃખી હોય છે. એનું પોતાનું કહી શકાય એવું કોઈ રહેતું જ નથી એટલે એ આખો દિવસ એ એમ જ ઉદાસ રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં રાહુલ અને નિશા વચ્ચે કોઈ રીતની વાતચીત જ થતી ના હતી અને એ યોગ્ય સમય જ હતો નહિ.


હવે રાહુલ ફરીથી વ્યવસ્થિત ઓફિસ જવાનું શરુ કરે છે. બહુ બધા દિવસ ઓફિસ નિયમિત ના જવાને કારણે રાહુલ ને બહુ બધું કામ ભેગું થઇ ગયું હોય છે એટલે બપોર સુધી તો એ એમાં જ પડ્યો હોય છે. સાંજ પડે થોડો ટાઈમ મળે છે તો અનામિકા જોડે થોડી વાતચીત થાય છે

અનામિકા :" આજે બહુ કામ હતું ?"
રાહુલ : હા યાર , આ બધું આપણા પ્રોજેક્ટ નું કામ બાકી હતું. આપણને હવે કોન્ટ્રાક્ટ મળ્યો છે તો ટાઇમસર કામ પણ પતાવવું પડશે ને ?"

અનામિકા : હા, તારી વાત સાચી છે.

અને રાહુલ મોડે સુધી ઓફિસ બેસીને કામ પતાવે છે. એ ઓફિસમાં જ બેઠો હોય છે ત્યારે જ નિશાનો ફોન આવે છે.

નિશા :" તમને આવતા વાર થશે ?"

રાહુલ :" હા. ..અડધા કલાક માં આવું જ છું"

નિશા :" તમને એક વાત કહેવી હતી "

રાહુલ :" હા બોલ બોલ "

નિશા :" આજે છે ને મમ્મી અને પપ્પા વચ્ચે બહુ થઇ ગયો એટલે મમ્મી તો જમ્યા પણ નથી. મેં ખાસ એટલા માટે જ ફોન કર્યો "

રાહુલ :" ઓહ્હ.તું ગભરાઈશ નહી. એ લોકો ને તો દર 2 દિવસે ઝગડો થાય છે. હમણાં મમ્મી જમી એ લેશે ને સવારે બધું હતું એમ નું એમ. ચલ હું આવું છું "

નિશા :" હા ભલે "

અને રાહુલ તરત જ કામ પડતું મૂકીને પેહલા જ ઘરે જવા નીકળે છે. રાહુલ ઘરે પહોંચે છે અને દરવાજો ખખડાવે છે. નિશા દરવાજો ખોલે છે.

રાહુલ ઇશારાથી પૂછે છે કે ક્યાં છે મમ્મી ? એટલે નિશા એને ઇશારાથી જવાબ આપે છે કે રસોડા માં

રાહુલ :" નિશા જમવામાં શું બનાવ્યું છે ?"

નિશા :" ધીમેથી પૂછો ને. આ ઝગડો ખાવા નો જ થયો છે. દહીંવડા બનાવ્યા છે. મમ્મી ને બહુ ભાવે ને પપ્પા ને નથી ભાવતા ને એમાં જ મમ્મી ને પપ્પા ને ઝગડો થયો છે "

રાહુલ :" ઓહ્હ.હું હાથ મોં ધોઈને આવું. આપણે જમવા બેસીયે છીએ "

નિશા :" હા ભલે "

નિશા તો જમવાનું તૈયાર રાખે છે.

રાહુલ મોટેથી રસોડામાં સંભળાય એમ :" આ દહીંવડા તો શું અફલાતૂન બન્યા છે ? મમ્મી .બહુ જ મસ્ત બન્યા છે "

માલતીબેન :" જોયું નિશા , આ એક મારો દીકરો જ છે જે મને સમજ્યો. અને આ તારા પપ્પા , એમને ના ભાવે એટલે અમારે અમારું ભાવતું એ નહી ખાવાનું ?"

રાહુલ :" તો તું એ કંઈ ઓછી છે ? એ ઝગડો કરે એટલે આપણે નહી જમવાનું ? હું તો તારી જગ્યાએ હોઉં ને તો 2 પ્લેટ વધારે ખાઉં ને બતાવી દઉં. તને કશું આવડતું જ નથી મમ્મી. તું ત્યાં ની ત્યાં જ રહી. ને ક્યાં ગયા ડાકુ ગબ્બરસિંઘ ? "

માલતીબેન :" તે લે અમને ખોટું ના લાગે ? એ તો બોલી ને જતા રહ્યા ? અમારે કંઈ બોલવાનું જ નહિ ? અને પછી માલતીબેન લગભગ અડધા કલાક સુધી એમના ગબ્બરસિંઘ ની નિંદા કૂથલી કરે છે "

રાહુલ :" આવવા દે પપ્પા ને.તું જો હું આજે એમને સીધા કરી જ દઉં છું એવા સીધા કરીશ ને કે જીવન માં તને હેરાન કરવાની ખો ભૂલી જશે "

અને માલતીબેન રણચંડી નું રૂપ લઈને બોલ્યા ,

" સીધા કરી નાખું એટલે ? એટલે તું કેહવા શું માંગે છે ? તારા બાપ છે ..ખબરદાર જો એમને એમ સીધા કરવાની વાત કરી છે તો "

રાહુલ :" લે હમણાં તો નિંદા કરતી હતી ને હવે એમની બાજુ જતી રહી ?"

માલતીબેન :" હાસ્તો , એમને કોઈ કશું કહે એ મને ના ગમે ? ઝગડો થયો ને નિંદા કરી તો શું થઇ ગયું ? એમની સાથે કોઈ પણ ખરાબ વર્તન કરે એ હું નહી ચલાવી લઉં "

રાહુલ :" હા મારી માં. ભૂલ થઇ ગઈ ચાલ હવે તું ગુસ્સો મૂક અને જમી લે "

માલતીબેન :" પેલા એમને આવવા દે , એ જમ્યા વિના જ જતા રહ્યા છે. પછી જોડે જ જમી લઈશું"

રાહુલ :" હા ભલે "

અને પછી થોડી વાર માં તો એ બંન્ને ના અબોલા પણ પુરા થઇ ગયા.

રાહુલ :" જોયું નિશા..આ બે ના ચક્કરમાં ક્યારેક આપણે ફસાઈ જઈએ. ખબર જ નથી પડતી કે કેવી રીતનો સંબંધ છે "

નિશા :" અજાણ્યા પ્રેમ નો સંબંધ છે. ક્યારેક પ્રેમ એક અજાણ્યા એહસાસ ની અનુભૂતિ હોય છે એટલે આપણને એમ ખબર ના હોય પણ ક્યાંક હોય ખરા. એ ત્યારે જ સમજાય જયારે કોઈ બીજું આવે "

રાહુલ :" આપણને આ બધું કંઈ જ ખબર ના પડે હો "

નિશા હસીને :" મને ખબર છે. હવે હું તને બરાબર ઓળખી ગઈ છું "

રાહુલ :" ઓહો...સારું કહેવાય સંબંધો માં પી એચ ડી કર્યું લાગે છે તે "

નિશા :" ના ના..પી એચ ડી તો નથી કર્યું પણ મને એટલી ખબર છે કે તમને કોઈના માટે લાગણી હોય એટલે પછી એ હોય જ અને જ્યા ના હોય ત્યાં ના જ હોય "

રાહુલ :" ઓહ..અરે હા...અનામિકા તને એના ઘરે બોલાવતી હતી અરે હા .તારો મૂડ કેવો છે હવે ?"

નિશા :" સારો છે"

રાહુલ :" સારું. તું કાલે સાંજે તૈયાર રહેજે. હું આવું પછી આપણે જઈશું અનામિકા ના ઘરે "

નિશા :" હા .ચોક્કસ "

અને પછી એ લોકો સુઈ જાય છે

સવારે વેહલા ઉઠીને નિશા બધા માટે ચા બનાવે છે અને ચા લઈને આવે છે.

નંદલાલ :" નિશા , બેટા જે બધું થવાનું હતું એ થઇ ગયું. હવે તું બધું જ ભૂલીને નવેસરથી તારા નવા જીવન ની શરૂઆત કર. ખુશ રહે , આનંદ કર. તારી હરવા ફરવાની ઉંમર છે. જે થઇ ગયું એ થઇ ગયું. હવે બધું જ ભૂલીને તું દિલ થી જીવ "

રાહુલ :" હા નિશા .પપ્પા એકદમ સાચું કહી રહ્યા છે. ચાલ , આપણે ક્યાંક ફરવા જઈએ. બોલ ક્યાં જઈશ તું ?"

નિશા :" તમે કહો ત્યાં જઈએ ?"

રાહુલ :" ચલ હું વિચારી રાખું. પછી તને કહીશ "

નિશા :" હા ભલે "


પછી રાહુલ તો ઓફિસે જવા નીકળે છે. એને સાંજ સુધી બધું કામ પતાવીને વેહલા ઘરે આવી જાય છે. નિશા પહેલેથી તૈયાર જ હોય છે એટલે એ અને નિશા અનામિકા ના ઘરે જાય છે.

અનામિકા :" અરે આવો આવો ..રાહુલ અને નિશા "

રાહુલ :" બસ શાંતિ થઇ તને ? લઈને આવ્યો નિશા ને "

અનામિકા :" કેમ છે નિશા ? "

નિશા :" બસ એકદમ મજામાં "

અનામિકા :" આ રાહુલ ને હું કેહતી હતી કે તું લગ્ન જ ના કરતો. તારા લગ્ન ના કરવાથી તું એક જિંદગી ને જે ખુશી આપીશ ને એમાં ઘણા પુણ્ય કમાઈ લઈશ "

નિશા :" ઓહો...તમે પેહલા મળ્યા હોત તો સારું થાત "

અને બધા હસવા લાગે છે. એ લોકો મોડે સુધી વાતો કરે છે અને પછી રાહુલ અને નિશા ત્યાં જ રોકાઈ જાય છે.

અનામિકા :" નિશા, મારે ખાસ તો તારી સાથે જ વાત કરવી હતી. કેમ ચાલે છે તારી અને રાહુલ ની વચ્ચે ? તમારા બંને વચ્ચે કોઈ પ્રેમ નો સેતુ સ્થપાયો ?"

નિશા :" ના અનામિકા. એમની તરફ થી કોઈ પ્રયત્ન જ નથી. હા, એ મારી સાથે સરખી જ વાત કરે છે પણ એક મિત્ર ના નાતે કે ફરજ નિભાવવા પૂરતું જ. મારે તમને એ પૂછવું હતું કે એમને કોઈની સાથે પ્રેમ તો નતો ને ?"

અનામિકા :" ના ના નિશા. એને કોઈ સાથે પ્રેમ તો નતો. એને છે ને એના મન માં એક કલ્પના કરી રાખેલી કે આવી છોકરી સાથે લગ્ન કરીશ અને બહુ જ જલ્દી અને અમુક સંજોગોમાં તારી સાથે લગ્ન થઇ ગયા. બીજું એવું છે ને નિશા , હું રાહુલ ને નાનપણ થી ઓળખું છું. એને સંબંધો વ્યક્ત કરતા આવડતું નથી. એની લાગણીયો ઓળખાતા પણ નથી આવડતું. એ તને પ્રેમ કરતો હશે ને તો પણ એને ખબર પડશે નહિ અને પડશે ને તો કેહ્શે નહિ. તું જે રીતે કહે છે કે એ તારી સાથે સરખી રીતે વાત કરે છે એટલે તારે ચિંતા કરવાની જરૂર જ નથી. એ બહુ ઓછા લોકો સાથે સરખી વાત કરે છે સારું કહેવાય કે એ સરખી વાત કરે છે “

નિશા :" ખબર નહિ પણ મારાથી પણ કોઈ પ્રયત્નો થઇ રહ્યા નથી. મને એની તરફ થી કોઈ તરંગો કે આવકાર જ મળતો નથી. આમ જોવા જઈએ ને તો અમે બન્ને જણા એક નવા સંબંધ નો સેતુ બાંધી શકીયે એવા નથી. બંને જણા ને પ્રયત્નો કરતા જ આવડતું નથી. આ પરિસ્થિતિમાં શું થઇ શકે અનામિકા ? "


અનામિકા :" જો તું પણ પ્રયત્નો કરી શકે એમ નથી અને તું પણ એના જેવી જ છે તો મને લાગે છે મારે જ કંઈક વિચારવું પડશે. હું કંઈક વિચારીને તને કહીશ. અરે હા..એ તને ખબર છે અમે લોકો એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. અમને એક ટેમ્પલ નો glass mosaic નો પ્રોજેક્ટ મળ્યો છે. એમાં અમારે આખો પ્રોજેક્ટ બનાવવાનો છે અને પછી એની આખી cad બનાવીને પછી હમણાં સેમ્પલ અને પછી ફાઇનલ પ્રોજેક્ટ બનાવવવનો છે "


નિશા :" હા , મને રાહુલ એ કીધું હતું. મેં પણ એક કંપની માં થોડો સમય એઝ અ કો-ઓર્ડીનેટર કામ કરેલું છે. કંઈક કામકાજ હોય મારે લાયક તો કેહજો "


અનામિકા :" અરે હા.ચોક્કસ જો હું તને અમે ગાંધીનગર ગયા હતા એ ફોટોસ બતાવું "


અને અનામિકા એના મોબાઈલમાં આખી ટીમ ના ફોટોસ બતાવે છે

નિશા તો એકદમ ખુશ થઈને

"અરે , હેમંત ? હેમંત તમારી સાથે કામ કરે છે ? વાહ વાહ ..આ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે .."

અનામિકા :" શું વાત કરે છે ? સરસ યાર. બહુ જ ખુશી થઇ જાણીને. એ એક મિનિટ ...આઈડિયા .જોરદાર આઈડિયા ...આ હેમંત તારો કેવો સારો ફ્રેન્ડ ?"

નિશા :" કેવો સારો ફ્રેન્ડ એટલે ?"

અનામિકા :" જો નિશા ..જો તું અમારી ઓફિસ જોઈન કરે અને ખાલી અમથું રાહુલ ને જલાવવા અને એની અંદર તારી માટે પ્રેમ છે કે નહિ એ જાણવા માટે થઈને ખાલી ખાલી હેમંત ને રાહુલ કરતા વધારે મહત્વ આપે તો ?"

નિશા :" ના ના....અનામિકા ..આપણે એવું કશું જ નથી કરવું. મને બહુ બીક લાગે અને એવું હું હેમંત ને ના કહું "

અનામિકા :" હમણાં તે મને કીધું કે હું કોઈ રસ્તો શોધુ તો બસ , આ જ એ રસ્તો છે તું બસ આગળ આગળ જો શું થાય છે. હેમંત ને હું વાત કરી લઈશ તું બધું મારી પર છોડી દે અને તું જો હું શું કરું છું "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED