પ્રેમ અગન 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 6

પ્રેમ-અગન:-6

"ભગવાનનો આ વ્યવહાર પણ કેવો વિચિત્ર છે..

હવા આપી મફતમાં પણ શ્વાસની કિંમત વસુલે છે."

ખરેખર ઈશિતા ની સાથે વાત કર્યાં વિનાનાં આ પંદર દિવસ શિવ જોડેથી એનાં દરેક શ્વાસની કિંમત વસૂલી રહ્યાં હતાં.આખરે જેમ-તેમ કરી આ પંદર દિવસ પસાર થઈ ગયાં અને બીજાં સેમેસ્ટરની શરૂવાત પણ થઈ ગઈ..શિવ આજે તો બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરી હીરોની માફક તૈયાર થયો હતો..સાગરે પણ બસમાં બેસતાં જ શિવને મેસેજ કરી દીધો હતો.

પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહેતાં શિવ બસમાં સાગરની આગળની સીટમાં આવીને ગોઠવાઈ ગયો..પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા પણ બસમાં ચડી..સાગરનાં આશ્ચર્ય વચ્ચે નિધિ પણ ઈશિતા ની જોડે જ બસમાં ચડી હતી..આ જોઈ સાગર તો સપ્રાઈઝ થઈ ગયો..નિધિ આવીને સાગરની બાજુમાં બેસી ગઈ અને ઈશિતા રોજની જેમ શિવની બાજુમાં.

આટઆટલાં દિવસ જે યુવતીની યાદ શિવને તડપાવી રહી હતી એ યુવતી આજે શિવની બાજુમાં હતી..ઉનાળામાં સખત તપેલી ધરા પર જાણે મેઘા વરસે અને ધરા ને જે શીતળતા નો અનુભવ થાય એથી પણ વધુ આહલાદક અનુભવ હાલ તો શિવને થઈ રહ્યો હતો.એને ઈશિતા ને આ પંદર દિવસ દરમિયાન શું કર્યું એ બધું કહી દીધું પણ એક વાત ના બોલી શક્યો કે બીજું બધું તો ઠીક પણ પોતે ઈશિતા ને આ દિવસોમાં બહુ મિસ કરી હતી.

સામે પક્ષે ઈશિતા પણ હવે આટલાં દિવસ સુધી પોતાનાં બધાં મિત્રોને ખૂબ જ મિસ કરી રહી હતી..એમાં પણ શિવ ની યાદ એને આ વેકેશનમાં વારંવાર આવતી હતી..ઈશિતા નહોતી જાણતી કે પોતે શિવ તરફ આટલી લાગણી કેમ ધરાવે છે..શાયદ આને જ પ્રેમ કહેવાય..જે ક્યારે થઈ જાય એની ખબર અમુક વાર તમને ખુદને પણ નથી હોતી.

જે મિત્રો એન્જીનીયરીંગ નાં સ્ટુડન્ટ્સ હશે એમને તો ખબર જ હશે કે જેવું બીજું સેમિસ્ટર શરૂ થાય એટલે કોલેજમાં એક પછી એક ડે શરૂ થઈ જતાં હોય છે..કેપ ડે, ટ્વીન્સ ડે, બ્લેક એન્ડ વ્હાઈટ ડે, મિસ-મેચ ડે, સિગ્નેચર ડે જેવાં અવનવાં ડે ની બીજાં સેમિસ્ટરનાં શરૂ થતાં ની સાથે જ ઉજવણી થતી હોય છે..આ બધાં ડે ઉજવાય જાય પછી કોલેજમાં એક ફંક્શન નું પણ આયોજન કરવામાં આવતું હોય છે..જ્યાં અલગ-અલગ ફેકલ્ટી અને અલગ-અલગ યરનાં સ્ટુડન્ટ્સ અવનવી કોમ્પીટેશનમાં પાર્ટીશીપેટ કરતાં હોય છે.

કોલેજ હોવાથી અમુક બાબતોની છૂટછાટ પણ વિધાર્થીઓ ને આપવામાં આવે છે..જેમકે ફિલ્મી સોન્ગ ઉપર છોકરાં-છોકરીઓ સાથે ડાન્સ કરી શકે છે..એ પછી ગ્રૂપ ડાન્સ હોય કે પછી કપલ ડાન્સ.ઈશિતા ને પણ ડાન્સ નો ખુબ શોખ હતો એટલે એને ડાન્સમાં ભાગ લેવાનું મન થયું..પણ એ ઈચ્છતી હતી કે એ ડુએટ એટલે કે કપલ ડાન્સ કરે..હવે આ માટે એ શિવ પર કળશ ઢોળવાની હતી એ નક્કી હતું.

જ્યારે ડેયસ ની શરૂઆત થઈ ને બધાં સ્ટુડન્ટ્સ જેમાં ભાગ લેવાનો હોય એ માટે નામ નોંધાવી જાય એવી જાહેરાત દરેક રૂમમાં આવી પ્રિન્સિપાલ કરી ગયાં..નામ નોંધાવાનાં શરૂ થયાં એ દિવસે શિવ,સાગર,ઈશિતા અને નિધિ કેન્ટીનમાં બેઠાં-બેઠાં કોણ કઈ-કઈ કોમ્પીટેશનમાં ભાગ લેશે એની ચર્ચા કરી રહ્યાં હતાં.

"સાગર તો શું નક્કી કર્યું તે..તું કંઈ કરવાનો છે કે બસ પ્રેક્ષક બની ફક્ત મજા લેવાનો છે.."ઈશિતા એ સાગર ને ઉદ્દેશીને કહ્યું.

"ઈશિતા,હવે હું પોતે ક્યાં કોઈ નિર્ણય લઉં છું..મારે તો મેડમ કહે એ સર આંખો ઉપર.."નિધિ નો હાથ પોતાનાં હાથમાં લઈ સાગર બોલ્યો.

"વાહ મારા મજનુ ભાઈ..તો મજનુ ની લૈલા હવે તું બોલ,કે તું અને સાગર શું કરવાનાં છો..?"નિધિ તરફ જોતાં ઈશિતા એ સવાલ કર્યો.

"વધુ કંઈ નક્કી તો નથી કર્યું..પણ અમે સાથે ઓલ્ડ બૉલીવુડ મુવીનાં સોન્ગ ગાવાનું વિચારીએ છીએ.."નિધિ બોલી.

"That's great.. સારો આઈડિયા છે.."શિવ નિધિની વાત સાંભળી બોલ્યો.

"અમારું તો લગભગ આ ફિક્સ છે પણ ઈશિતા તું શું કરવાની છો..?"સાગરે ઈશિતા તરફ જોઈને પૂછ્યું.

"મને તો ડાન્સ નો બહુ શોખ છે..એટલે હું તો ડાન્સ જ કરીશ..પણ મારી ઈચ્છા છે કે ડુએટ માં ડાન્સ કરું જો કોઈ સારો પાર્ટનર મળી જાય તો.."ઈશિતા સાગરની વાત નો જવાબ આપતાં બોલી.

"અરે મળી ગયો તારો ડાન્સ પાર્ટનર..આ શિવ છે ને તું એને બનાવી લે તારો ડાન્સ પાર્ટનર.."સાગરે જાણીજોઈને શિવનું નામ ઉચ્ચારતાં કહ્યું.

"પણ લ્યા મને ક્યાં ડાન્સ.."શિવ આટલું બોલવાં જતો હતો ત્યાં એનાં સાથળ પર હાથ મૂકી સાગરે એને અટકાવતાં કહ્યું.

"હવે જો ભાઈ તને થોડો ઘણો તો ડાન્સ આવડે જ છે..બાકીનો ઈશિતા શીખવાડી દેશે..ઈશિતા,તું શીખવાડી દઈશ ને આને ડાન્સ કરતાં..?"

"હા જો એ શીખવા રેડી હશે તો હું પણ રેડી છું એને ટ્રેઈન કરવાં..પણ શિવ તૈયાર થવો જોઈએ ને"ઈશિતા બોલી..એ પણ ઈચ્છતી હતી કે શિવ જ એની જોડે ડુએટ માં ડાન્સ કરે.

"અરે એમાં શિવ ને શું પુછવાનું હોય..તું બીજાં કોઈ છોકરાં જોડે ડાન્સ કરે એનાં કરતાં શિવ જોડે કરે એ સારું રહેશે..શિવ ભાઈ ના થોડી પાડવાનાં છે.."નિધિ એ કહ્યું.

"એ શિવલા..તું આની જોડે કપલ માં ડાન્સ કરીશ..?"સાગર જાણે ધમકાવતો હોય એમ શિવની તરફ જોઈને બોલ્યો.

"સારું પણ..ઈશિતા એ મને પ્રેક્ટિસ કરાવવી પડશે.."શિવ બોલ્યો.હકીકતમાં ડાન્સ કરવાનાં બહાને ઈશિતા ની વધુ નજીક આવવાનો અને એને વધુ બારીકાઈથી જાણવાનો મોકો મળવાનો હતો એ વિચારીને જ શિવ તો મનોમન નાચવા લાગ્યો હતો.

"હા..હું તને એવો ટ્રેઈન કરીશ કે બધાં એમ કહેશે કે આ શિવ નહીં પણ માઈકલ જેક્શન છે.."ઈશિતા ઉલ્લાસભેર બોલી.

આમ ને આમ વાતો કરતાં કરતાં એમને નક્કી કરી લીધું કે નિધિ અને સાગર સિગિંગ કોમ્પીટેશનમાં ભાગ લેશે જ્યારે ઈશિતા અને શિવ ડાન્સ સ્પર્ધામાં..એ મુજબ એમને પોતપોતાનું નામ પણ જઈને લખાવી દીધું..જુદાં-જુદાં ડે પર કોણ કેવાં કપડાં પહેરીને આવશે એ પણ બધાં સાથે મળીને ડિસ્કસ કરી લેતાં હતાં.

ડે ની સાથે સાથે ઈશિતા અને શિવની ડાન્સ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ હતી..અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મનાં ગીતો પર ડાન્સ પરફોર્મન્સ કરવાનું ઈશિતા એ વિચાર્યું.અને એ મુજબ એ બંને કુછ યાર નજર નહીં આતા,પ્રેમ કી નૈયા અને તેરા હોને લગા હું એમ ત્રણ ગીતોનાં રિમિક્સ પર ડાન્સ કરવાનાં હતાં.

ઈશિતા એ તો આ મુવીનાં સોન્ગ ઘરે જઈને ડીવીડી પર પચાસ વખત જોઈને એનાં ડાન્સ સ્ટેપ ગોખી નાંખ્યાં હતાં.. એને એકલીને ડાન્સ કરવાનો હોત તો એ આસાનીથી ડાન્સ કરી લેત પણ હવે એની જોડે શિવ પણ ડાન્સ કરવાનો હતો..અને શિવ એવાં છોકરાઓમાં સ્થાન ધરાવતો હતો કે જેમને ફક્ત વરઘોડામાં નાચતાં આવડતું હોય.

સૌ પ્રથમ તો પ્રેમ કી નૈયા સોન્ગ જેનાં ઉપર શિવ સ્ટેજ ઉપર એન્ટ્રી લેવાનો હતો એની ઈશિતા એ શિવને પ્રેક્ટિસ કરાવી.. શિવ અને ઈશિતા જ્યારે પ્રેક્ટિસ કરતાં ત્યારે સાગર અને નિધિ પણ એમને સપોર્ટ કરવાં આવી પહોંચતાં..સાગરે નિધિ ને જણાવી દીધું હતું કે શિવ તો કોલેજનાં પ્રથમ દિવસથી ઈશિતા ઉપર મરે છે પણ એને પોતાનાં દિલની વાત કહેતાં ડરે છે.

બે દિવસમાં તો ઈશિતા એ શિવ ને પ્રેમ કી નૈયા પાર તું કરા દે રે..આ ગીત પર રણવીર કપુરનાં મુવી માં કરેલાં સ્ટેપ પ્રમાણે ડાન્સ કરતાં શીખવાડી દીધું..હવે તો શિવ એ ગીત ઉપર એ રીતે ડાન્સ કરતો જાણે એ કોઈ પ્રોફેશનલ ડાન્સર ના હોય..આ તો સોલો ડાન્સ હતો એટલે શિવ માટે સરળ રહ્યું પણ આગળ બંને ગીતો પર તો ઈશિતા સાથે ડાન્સ કરવાનો હતો..અને આ માટે ઈશિતાનાં શરીર ને વારંવાર સ્પર્શ કરવો પડે એમ હતો..જે શિવ માટે આકરી કસોટી સમાન હતું.

આમ પણ તમે જેને પૂરાં દિલથી પ્રેમ કરતાં હોય એનો એક જરા અમથો સ્પર્શ પણ તમને ઝાટકો આપવાં કાફી હોય છે..પણ અહીં તો શિવ ને ક્યારેક ઈશિતા નો હાથ પકડવાનો હતો..તો ક્યારેક એની કમર પર હાથ રાખવાનો હતો..ક્યારેક ઈશિતાનો ચહેરો હાથમાં લેવાનો હતો તો ક્યારેક એને ગળે લગાવવાની હતી. પ્રેક્ટિસ કરતાં કરતાં અમુક વાર તો શિવ પરસેવે રેબઝેબ થઈ જતો.

સાગર તો શિવ ની આવી હાલત પર મનોમન હસી લેતો..પોતે જે યુવતી પાછળ પાગલ થયો હતો આજે એની સાથે આ હદે નજદીકી નો અવસર જ્યારે પ્રાપ્ત થયો ત્યારે પોતાની હાલત કેમ પાતળી થઈ ગઈ એ શિવને સમજાતું નહોતું..એ મહાપરાણે ઈશિતા ની સાથે કદમ થી કદમ મિલાવી ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો.

ડાન્સ પ્રેક્ટિસ માટે જ્યારે ઈશિતા ડાન્સ આઉટફિટ માં શિવ ની સામે આવતી તો એનાં શરીર જોડે ચીપકીને રહેલાં પોશાકમાં એનાં નાજુક અંગોની બનાવટ શિવને ના ઇચ્છવાં છતાં નજરે પડી જતી..અને પછી તો બકરી બરફ ખાઈ ગઈ હોય એવી હાલત શિવની થઈ જતી..ઈશિતા તો ખુલ્લાં મને શિવની સાથે ચીપકીને ડાન્સ કરી લેતી હતી..પણ શિવને તો ઈશિતા નાં દેહ નો સ્પર્શ થતાં જ તમ્મરિયા આવી જતાં.

"એ શિવ તારું ધ્યાન ક્યાં હોય છે..અને આમ હાથ મારી પીઠ ઉપર નહીં કમર ઉપર રાખ..શું છોકરો થઈને પણ આમ શરમાય છે.."ઘણીવાર તો ઈશિતા શિવ ઉપર ગુસ્સે થઈને બોલતી.

ઈશિતા નાં આવું કહેતાં જ શિવ પાછો મન મક્કમ કરી ઈશિતા કહે એમ ડાન્સ પ્રેક્ટિસમાં લાગી જતો..આમ ને આમ એક વિકની અંદર ઈશિતા એ ત્રણેય સોન્ગ ઉપર શિવ ને પરફેક્ટ ડાન્સ કરી દીધો હતો..ધીરે-ધીરે શિવ ઈશિતા ની સાથે ડાન્સ માં કમ્ફર્ટેબલ થઈ રહ્યો હતો..પહેલાં તો ઈશિતા શિવ ને પોતાની આંખમાં આંખ નાંખી ડાન્સ કરવાનું કહેતી ત્યારે તો શિવ ઈશિતા જોડે નજરો મેળવી જ નહોતો શકતો..જે વાંચક મિત્રો ને સાચો પ્રેમ થયો હશે એમને આ પરિસ્થિતિ ની ખબર હશે.

"ઈચ્છે એની એક ઝલક જોવાં મારી નજર હરઘડી

એની સાથે ક્યારેક આંખ મળે તો પણ જીરવાતું નથી.."

આખરે બધાં ડેયસ પૂર્ણ થઈ ગયાં અને કોલેજ નાં ફંક્શનનો દિવસ પણ આવી ચુક્યો..કુલ મળીને પાંત્રીસ પફૉર્મન્સ હતાં.. જેમાં સાગર અને નિધિ નો વારો બપોરે ગોઠવેલાં જમણવાર પહેલાં આવી જવાનો હતો..જ્યારે ઈશિતા અને શિવ નો વારો છેક તેત્રીસમાં નંબરે હતો..માટે શિવ અને ઈશિતા એ શરુવાતમાં બધાં પફૉર્મન્સ સાથે બેસી એન્જોય કરવાનું નક્કી કર્યું.

"તો હવે બોલિવુડનાં 80's અને 90's નાં ગીતો લઈને આવે છે સાગર અને નિધિ.."ઉદધોષક મિત્ર ની જાહેરાત થતાં જ બધાં એ તાળીઓનાં ગળગળાટ થી એમને વધાવી લીધાં.

जब कोई बात बिगड़ जाये,

जब कोई मुश्किल पड जाये,

तुम देना साथ मेरा, ओ हमनवा

ना कोई है, ना कोई था,

जिन्दगी में तुम्हारे सिवा

तुम देना साथ मेरा,

ओ हमनवा तुम देना साथ मेरा, ओ हमनवा..

જુર્મ મુવીનાં કુમાર શાનુનાં સ્વરમાં ગવાયેલાં ગીતથી પોતાની રજૂઆતની શરૂઆત કરીને સાગર અને નિધિ એ બીજાં ત્રણ ગીતો ની સુંદર રજુઆત કરી સમા બાંધી લીધો..શિવે તો ખુરશી પર ચડી,ચિચિયારીઓ પાડી સાગર અને નિધિ નાં આ સુંદર પફૉર્મન્સ ને વધાવી લીધું.

બપોરે જમ્યાં બાદ ફરીવાર એક પછી એક બીજાં પફૉર્મન્સ શરૂ થઈ ગયાં..પચ્ચીસ પફૉર્મન્સ પૂર્ણ થઈ ગયાં ત્યાં સુધી શિવ અને ઈશિતા પણ સાગર અને નિધિ જોડે ઓડિયન્સમાં જ બેઠાં હતાં..ત્યારબાદ ચેન્જ કરવાં માટે એ બંને પોતાને ફાળવવામાં આવેલાં રૂમ તરફ ચાલી નીકળ્યાં

ઈશિતા એ જ શિવ અને પોતે શું પહેરેશે એ ડ્રેસિંગ પણ ઈશિતા એ જ નક્કી કર્યું હતું..ડાહ્યા ડમરાં છોકરાની માફક શિવ પણ ઈશિતાની દરેક વાત સ્વીકારી લેતો...આખરે શિવ અને ઈશિતા ની આગળનું પફૉર્મન્સ ચાલુ થઈ ગયું એટલે એ બંને સ્ટેજની પાછળ જઈને ઉભાં રહી ગયાં.

"શિવ કેમ આમ ડિપ્રેશ છે..તારો ચહેરો કેમ ચિંતિત લાગે..?"શિવ ને ડરતો ને ધ્રૂજતો જોઈ ઈશિતા એ સવાલ કર્યો.

"ઈશિતા,મને ડર લાગે છે..ક્યાંક મારાં લીધે તારું પફૉર્મન્સ બગડે નહીં.."શિવ ઈશિતા નો સવાલ સાંભળી બોલ્યો.

"શિવ..હું છું ને તારી સાથે..બધું સારું જ થશે.."ઈશિતા એ શિવનો હાથ પોતાનાં હાથમાં લેતાં શિવની આંખોમાં આંખ નાંખીને કહ્યું.

ઈશિતા એ વિશ્વાસથી કહેલી આ વાત શિવનાં જોમજોમમાં ઉત્સાહ અને હૃદયમાં આત્મવિશ્વાસ જગાવી ગઈ હતી..એને પોતાની ગરદન હલાવી પોતે પફૉર્મન્સ માટે પૂર્ણરૂપે તૈયાર છે એનું સિગ્નલ આપી દીધું.

"હવે તમારી સામે ડુએટ ડાન્સ પફૉર્મન્સ લઈને આવી રહ્યાં છે શિવ અને ઈશિતા.."સ્ટેજ ઉપરથી જાહેરાત થતાં ન સર્વે સ્ટુડન્ટ્સ ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

પોતાને પહેલાં પરફોર્મ કરવાનું હોવાથી શિવ મન ને મક્કમ બનાવી સ્ટેજ ની તરફ આગળ વધ્યો..જતાં જતાં એને ઈશિતા ની તરફ જોયું..ઈશિતા એ આંખો ઝુકાવી એને ડર્યા વગર પરફોર્મ કરવાનો ઈશારો કર્યો.ઈશિતા નો આ સપોર્ટ જોઈ શિવ હવે પૂર્ણ આશ્વસ્થ થઈ સ્ટેજ ઉપર જઈ પહોંચ્યો..!!

આગળ શું થયું એ વિશે શિવ હજુ વધુ વિચારે એ પહેલાં એ અમદાવાદ આવી ગયું..શિવ વડોદરાથી લાવેલાં ડોક્યુમેન્ટ ઓફિસે આપી ઓફિસમાં પોતાનું થોડું કામ પતાવી જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રાતનાં દસ વાગી ગયાં હતાં..હમીર તો શિવ નાં વહેલાં આવી જતાં આશ્ચર્ય પામી ગયો..હમીરે ગરમાગરમ પરોઠા અને ટામેટાનું શાક શિવને બનાવીને જમાડયું.

શિવ જમીને પોતાનાં બેડરૂમમાં ગયો અને પુનઃ એ તસ્વીર અલમારીમાંથી નીકાળી પોતાની જોડે બેડ ઉપર રાખી અને એને જોતાં જોતાં પાછો પોતાનાં અને ઈશિતાનાં એ ડાન્સ પફૉર્મન્સ ની યાદમાં સરી પડ્યો..આ ડાન્સ પફૉર્મન્સ પૂર્ણ થતાં જ શિવની જીંદગી કઈ રીતે પૂર્ણપણે બદલાઈ ચુકી હતી એ વિચારી એ મનોમન ખુશ થઈ રહ્યો હતો..!!

એક બાજુ શિવ ને એ બધું વિચારવું નહોતું અને સુઈ જવું હતું.. પણ આ ઊંઘ છે ને બહુ વિચિત્ર છે..જો આવી જાય તો યાદ આવેલું બધું ભુલાવી દે..પણ જો ના આવી તો ભૂલેલું પણ યાદ કરાવતી જાય..હવે તો એ વાતો ને યાદ કરીને જ છૂટકો હતો.

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ અને ઈશિતા વચ્ચેની મિત્રતા કેવાં સંજોગોમાં ડાન્સ પફૉર્મન્સ દરમિયાન આગળ વધશે..?શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)