prem agan - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અગન 8

પ્રેમ અગન:-8

"મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,

‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધેકાંધે,

જીવન પણ ગયું છે સહારેસહારે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે."

શ્રી ઈન્ફ્રાટેક જેવી સફળત્તમ કંપનીનો માલિક શિવ પટેલ આજે પણ પોતાની ભૂતકાળની મીઠી યાદોનું સ્મરણ કરતાં થાકતો નહોતો.પોતાનાં પ્રથમ અને આખરી પ્રેમ ઈશિતા જોડે ની મુલાકાત,ઓળખાણ,મિત્રતા અને પછી પ્રેમ ની દાસ્તાન વાગોળ્યા બાદ શિવ સુઈ ગયો.

સવારે જ્યારે શિવની આંખ ખુલી ત્યારે એ થોડી નાદુરસ્તી અનુભવી રહ્યો હતો..શિવ નું માથું ભારે ભારે થઈ ગયું હતું..આજે શિવ ને ઉઠતાં જ વિચાર થયો કે આજે એને કામ ઉપરથી બ્રેક લેવો જોઈએ..એ સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી નાસ્તો કરવાં માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો.. હમીરે બનાવેલી આમલેટ શિવ ખાતો હતો ત્યાં એનાં ફોનની રિંગ વાગી.

શિવે ફોનની સ્ક્રીન ભણી જોયું તો સ્ક્રીન પણ જય નું નામ દેખાયું..ફોન રિસીવ કરતાં જ શિવ બોલ્યો.

"બોલ ભાઈ,કેમ આજે સવાર સવારમાં કોલ કરવાનું કારણ..?"

"અરે ભાઈ એ તો તને યાદ કરાવવા માટે કોલ કર્યો હતો કે આજે CNBC નો વાર્ષિક એવોર્ડ સમારંભ યોજવાનો છે ઇન્કમટેક્સ ખાતે આવેલી હોટલ હયાતમાં તો તને પણ એવોર્ડ મળવાનો છે..તો તારે ત્યાં જવાનું છે.."જય બોલ્યો.

"અરે હા,હું તો ભૂલી જ ગયો હતો..સારું કર્યું તે યાદ કરાવ્યું..ક્યારે જવાનું છે..?"જય ની વાત સાંભળી શિવ બોલ્યો.

"ભાઈ સાંજે સાત વાગ્યાનું ફંક્શન છે..તું ઓફિસે આવવાનો છે તો પછી આપણે જોડે જ જઈશું.."જય બોલ્યો.

શિવ આજે ઓફિસ જવા ઈચ્છતો નહોતો પણ ના છૂટકે એને જય ની વાત માનવી પડી..અને એને કહ્યું.

"Ok, પણ હું થોડો મોડો આવીશ..બપોરે જમ્યાં બાદ.."શિવ બોલ્યો.

રોજ સમય કરતાં વહેલો આવનાર શિવ આજે મોડું આવવાનું જણાવી રહ્યો હતો એ સાંભળ્યાં બાદ જયે ચિંતિત સ્વરે કહ્યું.

"ભાઈ બધું ઠીક તો છે ને..?તારો અવાજ પણ ઢીલો ઢીલો જણાય છે.."

"ના ભાઈ બધું સારું જ છે..આતો માથું થોડું ભારે લાગતું હતું એટલે બપોરે જમીને જ આવું.."શિવ બોલ્યો.

"સારું ત્યારે..હું ફોન રાખું ત્યારે..જય ગોગા.."આટલું બોલી જયે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

નાસ્તો કરીને શિવ પોતાનાં બેડરૂમમાં ગયો અને લેપટોપ પર થોડું કામ કરવાં લાગ્યો.દુનિયાભરમાં ટેકનોલોજીની દુનિયામાં શું અપડેટ આવતી હતી એનાંથી શિવ પોતાની જાતને હંમેશા માહિતગાર રાખતો.દોઢેક કલાક બાદ શિવ ને કંટાળો આવ્યાં લાગ્યો..પોતાની ખરાબ તબિયત આજે શિવને બરાબરની પજવી રહી હતી..એની આંખોમાંથી પણ સતત પાણી નીકળી રહ્યું હતું.

શિવને અચાનક કંઈક યાદ આવ્યું અને એને પોતાનાં whatsup નંબર પરથી કોઈકને મેસેજ કર્યો..અને સામેથી રીપ્લાય આવતાં જ શિવે પોતાનાં HP OMEN લેપટોપમાં સ્કાયપ એકાઉન્ટ ઓપન કર્યું અને સાગરને વીડિયો કોલ કર્યો..શિવે whatsup પર સાગરને જ મેસેજ કર્યો હતો કે એ ફ્રી હોય તો સ્કાયપ પર આવે.

"Hi શિવ..કેમ છો..?"સ્કાયપ પર ઓનલાઈન આવતાં જ સાગર બોલ્યો.

"બસ ભાઈ અહીં ઈન્ડિયામાં જલસા છે..તું બોલ કેનેડા માં કેવું છે..?સાગર કોલેજ બાદ IELTS એક્ઝામ આપીને કેનેડાનાં ટોરેન્ટો જઈને વસી ગયો હતો..ત્રણ મહિના પહેલાં જ એ ત્યાંનો P.R થઈ ગયો હતો.

"બસ ભાઈ આપણે પણ હવે ચકાચક છે..જોબ પણ સારી એવી સેટ થઈ ગઈ છે.."સાગર બોલ્યો.

"ક્યાં ગઈ નિધિ..દેખાતી નથી આજુબાજુ..નહીં તો તારો પીછો મુકતી જ નથી.."શિવે કહ્યું..નિધિ અને સાગર નાં લગ્ન થઈ ગયાં હતાં અને એ બંને અત્યારે સાથે જ કેનેડામાં વસી ગયાં હતાં.

"આ રહી હું.."શિવનો અવાજ સાંભળી નિધિ બધું કામ પડતું મૂકી કોમ્પ્યુટર સ્ક્રીન સામે ગોઠવાઈ ગઈ.

"મસ્ત લાગે છે..હજુ પણ ફિગર મેઇન્ટેઈન રાખ્યું છે.."શિવે નિધિનાં વધી ગયેલાં શરીર પર કટાક્ષ કરતાં કહ્યું.

"શિવલા,હવે તું પણ આની જેમ બોલવા લાગ્યો..મને ખબર છે મારું શરીર હવે થોડું વધી ગયું છે.."નિધિ ગુસ્સો કરતાં મોં મચકોડી બોલી.

"આને થોડું ના કહેવાય..પહેલાં માલ લાગતી હતી અને હવે માલગાડી.."સાગર આંખ મારતાં બોલ્યો.

સાગરનાં આમ બોલતાં નિધિ એ એને રીતસરનો ધીબી જ નાંખ્યો..એ બંને વચ્ચેનો આ પ્રેમ જોઈ શિવ મનોમન એક તરફ તો ખુશ થઈ રહ્યો હતો અને બીજી તરફ એનું મન ભરાઈ આવ્યું હતું.

"ભાઈ હવે તું બોલ..કેવું ચાલે છે..અંકલ આંટી કેમ છે..?"સાગરે પૂછ્યું.

"બસ ભાઈ બધાં મજામાં.."શિવ ટૂંકમાં જવાબ આપતાં બોલ્યો.

ત્યારબાદ થોડી અહીં તહીં ની વાતો બાદ નિધિ એ કહ્યું.

"શિવલા,હવે તો તું બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે..અને ટોટલી સેટ પણ થઈ ગયો છે તો તે લગ્ન માટે કોઈ છોકરી જોઈ કે નહીં..?"

નિધિનો પુછાયેલો આ અવાજ સાંભળી શિવ થોડો વિહ્વળ બની ગયો..એનાં માનસપટલ પર બે દિવસથી ઉભરી આવેલી ઈશિતા ની યાદો અને હવે નિધિ એ પુછેલાં આ પ્રશ્ન એ એને અંદર સુધી ઝકઝોરી મુક્યો હતો..આમ છતાં વર્ષોથી ઘણું બધું સહન કરતો આવતો હોવાંનાં લીધે શિવે પોતાનાં ઇમોશન ઉપર કાબુ મેળવી નકલી સ્મિત સાથે નિધિનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"બસ કોઈ તારાં જેવી મસ્ત મળી જાય એટલે વિચારું.."

"તો તો ભાઈ તું લગન જ ના કરતો..આ લગ્ન પહેલાં જેવી હતી એવી નથી રહી..મને રોજ ધમકાવે છે અને ડરાવીને રાખે છે.."સાગર મજાક કરતાં બોલ્યો.

"શિવલા,હું તને એવી લાગું છું..?"નિધિ શિવની તરફ જોતાં બોલી.

"ના હો..એ સાગરીયા તું હવે નિધિ ને હેરાન ના કર.."શિવ નિધિનો પક્ષ લેતાં બોલ્યો એ બાબતથી નિધિ ખુશ થઈ ગઈ.

"સારું ત્યારે ચલ હવે તું તારું કામ કર..અમે બંને હવે જમી લઈએ.."સાગર બોલ્યો.

"સારું ભાઈ..આવજે.."આટલું કહી શિવે વીડિયો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

સ્કાયપ કોલ ડિસ્કનેક્ટ થતાં જ ટોરેન્ટોમાં પોતાનાં ઘરે હાજર સાગર નિધિ પર થોડો ગુસ્સો કરીને બોલ્યો.

"નિધિ,યાર તને કેટલી વાર કહ્યું કે તું શિવ જોડે એનાં લગ્ન ની વાત નહીં કરે..એ હજુ ઈશિતાને નથી ભુલ્યો અને શાયદ ભૂલશે પણ નહીં.."

"તો શું કરું..આમ જ શિવ ને એકલો અને વિરહમાં ઝુરતો જોઈ રહું..હું જાણું છું કે આજે પણ શિવનાં માટે ઈશિતા જ બધું છે..છતાં આજે નહીં તો કાલે શિવને બધું ભૂલી આગળ વધવું જ પડશે.."નિધિ રડમસ સ્વરે સાગરનાં ખભે પોતાનું માથું રાખી બોલી.

નિધિનાં માથે પોતાનો હાથ મૂકી નિઃસાસો નાંખતાં સાગર બોલ્યો.

"હે ભગવાન જો કિસ્મતમાં કોઈ મળવાનું ના લખાયું હોય તો મહેરબાની કરીને એમને મેળવવાનો તને કોઈ હક નથી..કોઈ હક નથી.."

**********

સાગર અને નિધિ જોડે વાત કરી મન હળવું થવાનાં બદલે શિવ નું મન વધુ ભારે થઈ ગયું હતું..હમીરે બનાવેલું જમવાનું પણ એ મહાપરાણે ખાઈ શક્યો..શિવનો જીવ આજે મૂંઝાઈ રહ્યો હતો..કોઈ અજાણ્યું કારણ એને સતત પરેશાન કરી રહ્યું હતું..બપોરે જમીને ઓફિસ જવાનાં બદલે શિવ થોડો આરામ કરવાનું મન બનાવીને આંખો બંધ કરીને સોફામાં બેસી રહ્યો.

"દરેક સમસ્યાનું ક્યાં કોઈ નિવારણ હોય છે..

અમુક નું તો અમૃત પણ ઝેર કે મારણ હોય છે..

દરેક ઘટના ક્યાં એમજ અકારણ હોય છે..

મૃગજળનો ભ્રમ થવાનું પણ કારણ હોય છે."

લગભગ ત્રણ વાગે શિવ સોફામાંથી બેઠો થયો અને પોતાનો ચહેરો પાણી વડે ધોઈને ઓફીસ જવા માટે નીકળ્યો..હમીરનાં ના કહેવા છતાં પણ શિવ ઓફિસ જવા માટે નીકળ્યો હતો.

શિવ ઓફિસે પહોંચીને ગઈકાલે બરોડાથી લાવેલાં ક્લાયન્ટ માટે જે સિક્યુરિટી સોફ્ટવેર બનાવવાનું હતું એનું કામ ક્યાં પહોંચ્યું હતું એ ચેક કરવાં પોતાનાં સ્ટાફ ને મળી આવ્યો..શિવ પોતાનાં સ્ટાફ જોડે કઈ રીતે કામ કઢાવવું એ વિશે જાણતો હતો..ઓફિસનો સ્ટાફ કામ કરવાં માટે ફ્રેશ રહે અને કામ ઉપર પૂરતું ધ્યાન આપે એ હેતુથી શિવે પોતાનાં સ્ટાફ ને ઘણી વસ્તુઓની છૂટ આપી રાખી હતી..જેમકે જેને આરામ કરવો હોય એ ઓફિસમાં જ આવેલાં અલગ બનાવેલાં રૂમમાં જઈ અમુક સમય આરામ પણ કરી શકે છે.. જમવાનું પણ ઓફિસ તરફથી પૂરું પાડવામાં આવતું.

"ચલ ભાઈ હવે છ વાગી ગયાં.."છ વાગતાં જ જયે શિવને ઉદ્દેશીને કહ્યું.

"બસ ભાઈ પાંચ મિનિટ..આ રૂતુલને કોડિંગ સમજાવી દઉં પછી નીકળીએ.."પોતાનાં ઓફિસનાં સ્ટાફમાં સામેલ રૂતુલ નામનાં છોકરાને સોફ્ટવેર કોડિંગ સમજાવતાં શિવ બોલ્યો.

"સારું..હું પાર્કિંગમાં તારો વેઈટ કરું છું..તું જલ્દી પહોંચી જજે.."જય આટલું બોલી ત્યાંથી નીકળી ગયો.

થોડીવારમાં રૂતુલને બધું સમજાવી શિવ CNBC ફંક્શનમાં ભાગ લેવાં માટે નીચે પાર્કિંગમાં આવ્યો..જ્યાં જય એની રાહ જોઇને ઉભો હતો.

"હાલ મારાં ભાઈ..બેસી જા.."શિવને ઉદ્દેશીને જય બોલ્યો.

શિવ જય ની જોડે કારમાં ગોઠવાયો એ સાથે જ જયે પોતાની કારનાં એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને ભગાવી મુકી હોટલ હયાત તરફ.શિવ અને જય જ્યારે હોટલ હયાત પહોંચ્યા ત્યારે પોણા સાત વાગી ગયાં હતાં..અમદાવાદ અને ગુજરાતનાં અગ્રણી બિઝનેસમેન નો અત્યારે હોટલ હયાતનાં હોલમાં જમાવડો થયો હતો.

બરાબર સાત વાગે ફંક્શન સ્ટાર્ટ થઈ ગયું હતું..એક પછી એક અલગ-અલગ ઈન્ડસ્ટ્રીનાં અનુસંધાનને લગતાં એવોર્ડ આપવામાં આવી રહ્યાં હતાં..આખરે હવે આઈ.ટી ઈન્ડસ્ટ્રી ને લગતી કંપનીઓએ એવોર્ડ આપવામાં આવી રહ્યો હતો..એ મુજબ સ્ટેજ ઉપરથી હોસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી.

"તો સતત ત્રીજા વર્ષે મોસ્ટ ગ્રોસિંગ આઈ.ટી કંપનીનો એવોર્ડ જાય છે શ્રી ઈન્ફ્રાટેક નાં ફાળે.. અને શ્રી ઈન્ફ્રાટેક તરફથી સ્ટેજ ઉપર એવોર્ડ લેવાં આવશે mr.શિવ પટેલ.."

પોતાનું નામ જાહેર થતાંની સાથે જ શિવ પોતાનાં સ્થાનેથી ઉભો થઈને સ્ટેજ તરફ આગળ વધ્યો..સ્ટેજ ઉપર પહોંચી એવોર્ડ સ્વીકાર્યા બાદ શિવે ત્યાં હાજર બધાં લોકોનું માથું નમાવી અભિવાદન કર્યું અને પછી પોતે બેઠો હતો એ તરફ આગળ વધ્યો ત્યાં ઉદધોષક દ્વારા શિવને બે-ચાર વાક્યો પોતાની અને પોતાની કંપનીની સફળતા વિશે બોલવા માટે વિનંતી કરવામાં આવી..આમ થતાં શિવ પાછો સ્ટેજ ની મધ્યમાં આવ્યો અને પોડિયમ જોડે ઉભો રહી બોલવાનું શરૂ કર્યું.

"સૌ પ્રથમ તો CNBC ની ટીમ નો ખુબ ખુબ આભાર જે દર વર્ષે આ પ્રકારનાં એવોર્ડ આપી નવાં ઉભરતાં બિઝનેસમેન ને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.."

"હું વાત કરું મારી કંપનીની સફળતા ની..તો એની પાછળ એક જ વસ્તુ છે અને એ છે સખત પરિક્ષમ..સફળતા માટે પરસેવે ભીંજાવું જરૂરી છે તો જ તમારાં કપડામાંથી સમય જતાં અત્તર ની સુવાસ આવે.."

"વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતાં.. બસ દરેક કામને એ અલગ રીતે કરે છે..જે મેં કર્યું અને એથી જ મારી કંપની શ્રી ઈન્ફ્રાટેક આજે સફળતાનાં શિખરે છે..thanks.."

આટલું કહી શિવે પોતાની વાત પૂર્ણ કરી એ સાથે જ હોલમાં તાળીઓનો ગળગળાટ થઈ ગયો.શિવ ચહેરા પર સ્મિત સાથે એવોર્ડ હાથમાં લઈ પોતાની જગ્યા તરફ પુનઃ અગ્રેસર થયો..હજુ શિવ સ્ટેજનાં પગથિયાં ઉતરી રહ્યો હતો ત્યાં એનું માથું ભમવા લાગ્યું..ઉપર રાખેલું ઝુમ્મર શિવને ગોળ-ગોળ ફરતું લાગ્યું..એનાં હાથમાંથી એવોર્ડ નીચે પડી ગયો..શિવ ની આંખો આગળ અંધારું થઈ ગયું..એ માથાં ઉપર હાથ મૂકી પોતાની જાતને સ્વસ્થ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો..ત્યાં એ ચક્કર ખાઈને નીચે ફર્શ ઉપર ગબડી પડ્યો.

"શિવ.."શિવ નાં નીચે પડતાં જ જય મોટેથી સાદ પાડી શિવ તરફ ધસી ગયો.

"હૈયું મારુ રડી રહ્યું..હું તો દિલથી આપું તને સાદ

તારાં વિનાની આ જીંદગી થઈ બેઠી છે બરબાદ.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ ને આખરે શું થયું હતું..?શિવ અને ઈશિતાની પ્રેમ કહાની નો શું અંજામ આવ્યો હતો..?આખરે ઈશિતા ક્યાં હતી..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED