પ્રેમ અગન 7 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 7

પ્રેમ-અગન:-7

"એની ધારણામાં,એની ગણતરીમાં એનાં હિસાબમાં

સદાયને માટે કોઈક તો ભૂલ હોય છે.

એ આશિક છે સાહેબ,

એની બંદગીમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે.."

શિવ સફળતાની બધી જ સીડીઓ ચડીને મંજીલને આંબી ગયો હતો..બધું જ હતું એની જીંદગીમાં પણ આ બધું પણ કોઈકની કમી આગળ ફિક્કું હતું..પોતાની ઈશિતા તરફની મિત્રતા ને કઈ રીતે પ્રેમમાં પરિવર્તિત થવાનું કારણ મળ્યું એ વિશેની મીઠી યાદોને વાગોળતાં શિવ પોતાની કોલેજનાં ફંક્શનનાં ડાન્સ પફૉર્મન્સ સુધી પહોંચી ગયો હતો.

ઈશિતા એ ઘણી મહેનત પછી શિવને ડાન્સ શીખવાડી તૈયાર કર્યો હતો આ પરફોર્મન્સ માટે..જેવી ઉદગોષક મિત્ર એ જાહેરાત કરી કે હવે સ્ટેજ ઉપર આવનાર છે શિવ અને ઈશિતા..તો પોતાની એન્ટ્રી પહેલી હોવાનાં લીધે શિવ સ્ટેજ ઉપર જઈ પહોંચ્યો..અને જેવું મ્યુઝિક સ્ટાર્ટ થયું એ સાથે જ દર્શકો ની બુમો અને ચિચિયારીઓ વચ્ચે શિવ એ પોતાનો ડાન્સ શરૂ કરી દીધો.

सपनों में आईके जाईके ओ री गोरिया,

हमारी चुराई ले निंदिया..

हम पे गिराईके हाय रे तू बिजुरिया,

हमसे चुराइले हम का..

बहारों में तू है, नज़रों में तू है..

देखूं जिधर मैं वहाँ तू दिखाई दे..

प्रेम की नैय्या है राम के भरोसे

अपनी इ नैया को पार तू लगाई दे..

ગીત ની સાથે શિવ હવે સ્ટેપ થી સ્ટેપ મિલાવીને નાચી રહ્યો હતો..સાગરે તો શિવ નું આ પફૉર્મન્સ ચાલુ હતું ત્યારે નિધિ ને કાનમાં કીધું.

"પ્રેમ ની તો ખબર નથી..પણ શિવ ની મઝધારે ઉભેલી નાવડીને દ્વારકાધીશ કિનારે લાવે તો સારું.."

જેવું આ ગીત નું મ્યુઝિક અટક્યું એટલે દર્શકો એ તાળીઓથી શિવને વધાવી લીધો..હજુ તો શિવનાં પફૉર્મન્સમાંથી દર્શકો બહાર આવે એ પહેલાં તો બીજું ગીત શરૂ થઈ ગયું અને સ્ટેજ ઉપર એન્ટ્રી થઈ ઈશિતા ની..ફિલ્મમાં કેટરીના કૈફ અને રણવીર કપૂર પર ફિલ્મવેલા ગીત નો ટ્રેક શરૂ થયો એ સાથે જ ઈશિતા ની સાથે સાથે શિવે ડાન્સ શરૂ કરી દીધો.

धरती हिला लादे लश्करे रब नु हिला दे,

नाचके दिखा दे तू सोनिया..

मैं तेरा धड़कन तेरी ये दिन तेरे रातें तेरी.

अब बचा क्या?अब बचा क्या ?

हर घड़ी ख़ुद से ही मैं करता रहूँ बातें तेरी

अब बचा क्या? अब बचा क्या ?

इश्क़ का रोग है ये, ऐसा जोग है ये..

इससे बचने का अब आसार नजर नहीं आता

कुछ यार नजर नहीं आता घर-बार नजर नहीं आता..

संसार नज़र नहीं आता, जब प्यार होता है ..

આ એવું ગીત હતું જેમાં ઈશિતાનું ગ્લેમર,એની અદાઓ,એનાં નખરાં અને એનાં દરેક ડાન્સ મુવ પ્રેક્ષકો ને રીતસરનાં પાગલ બનાવી રહ્યાં હતાં..હવે દૂર બેસેલાં દર્શકો ની આ દશા હતી તો ઈશિતા ની જોડે ડાન્સ કરનારાં શિવ ની તો હાલત વિશે તો પૂછવું જ શું રહ્યું..?..ડાન્સ પ્રેક્ટિસ માં તો ઠીક હતું પણ આજે તો ઈશિતા રીતસરની કાતીલ અદાઓથી શિવ નો વગર તલવારે શિકાર કરી રહી હતી.

ઈશિતા તો ઠીક પણ આજે તો શિવ એ બધો ડર,બધો ભય,બધી ચિંતાઓ મૂકીને મન મુકીને ઈશિતાની સાથોસાથ કદમથી કદમ મિલાવી થિરકી રહ્યો હતો..વગર પેટ્રોલ અને વગર ચીંગારી એ શિવ અને ઈશિતા સ્ટેજ પર આગ લગાવી ચુક્યાં હતાં. એમનો આ ઈન્ટીમેટ પફૉર્મન્સ જોઈને તો સ્ટેજ ની સામે બેસેલી બધી ઓડિયન્સ મોં માં આંગળા નાંખી ચુકી હતી.

આ ગીત પૂર્ણ થતાં તો બધાં પોતપોતાની જગ્યાએથી ઉભાં થઈને શિવ અને ઈશિતા નો હોંસલો વધારવાં લાગ્યાં.. આ બધાં ની સાથે એ પણ સત્ય હતું કે કોલેજનાં બીજાં છોકરાંઓ માટે શિવ પ્રત્યે ઈર્ષા પેદા થઈ રહી હતી..આટલી હોટ અને બ્યુટીફૂલ છોકરી જોડે શિવ જે રીતે નજદીકી પ્રાપ્ત કરી ચુક્યો હતો એ જોઈ સિંગલ તો ઠીક પણ કમિટેડ છોકરાંઓ પણ મનોમન ઈર્ષાથી સળગી રહ્યાં હતાં.

હવે શરૂ થયું એ ગીત જે ખૂબ જ રોમાન્ટિક હતું અને એમાં ડાન્સ મુવ કરતાં પણ એક્ટિંગ અને રોમાન્સ વધુ જોવાં મળવાંનો હતો..

Shining in the shade in sun

like A pearl upon the ocean

Come and feel me, girl feel me

Shining in the shade in sun

like A pearl upon the ocean

Come and heal me, girl heal me

Thinking about the love We making

and the life we sharing

Come and feel me, girl feel me

Shining in the shade in sun

like A pearl upon the ocean

Come and feel me,com’on heal me

ओ आजा तू भी मेरा,

मेरा तेरा जो इकरार हुआ

तो क्यूँ ना मैं भी कह दूं,

कह दूं हुआ मुझे भी प्यार हुआ

तेरा होने लगा हूँ, खोने लगा हूँ जब से मिला हूँ..

तेरा होने लगा हूँ, खोने लगा हूँ जब से मिला हूँ..

આતીફ અસલમ નાં અવાજમાં ગવાયેલાં આ રોમાન્ટિક ગીત ની સાથે શિવ અને ઈશિતા એકબીજાની આંખોમાં આંખ નાંખીને કપલ ડાન્સ કરી રહ્યાં હતાં..આ ગીત માં શિવ પણ હજારો લોકો પોતાને જોઈ રહ્યાં છે એ ભૂલીને ફક્ત ઈશિતા ની આંખોમાં ડૂબીને ડાન્સ કરી રહ્યો હતો..હવે તો ઈશિતાનું દિલ પણ એને વારંવાર કહી રહ્યું હતું કે શિવ શાયદ એનાં માટે જ બન્યો હતો..એક એવું રોમાન્ટિક વાતાવરણ ત્યાં સર્જાયું હતું જેની અસરમાંથી થોડો સમય તો કોઈ નીકળી શકે એમ નહોતું.

શિવ નાં મનની વાત કહેતાં આ ગીત નાં પૂર્ણ થવાં છતાં શિવ અને ઈશિતા હજુ એન્ડિંગ પોઝ માં ઉભાં હતાં.. જ્યાં ઈશિતા શિવનાં હાથ ઉપર ઝુકેલી હતી અને શિવ કમરથી એને પકડીને એનો સુંદર ચહેરો પોતાની નજરમાં કેદ કરી રહ્યો હતો..એ બંને ને એમ હતું કે અહીં એમનું પફૉર્મન્સ પૂર્ણ થઈ ગયું..પણ જે વ્યક્તિ મ્યુઝિક સેટ કરતો હતો અને કોઈકનો કોલ આવી ગયો અને અજબ પ્રેમ કી ગજબ કહાની મુવી નું પ્લે લિસ્ટમાં આગળનું ગીત ચાલુ થઈ ગયું.

ઈશિતા અને શિવ બંને હવે એ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યાં હતાં..જ્યાં પરસ્પર પ્રેમ હોવાં છતાં કોઈ સામેથી કંઈપણ કહી નહોતું રહ્યું..પણ કહેવાય છે ને.

"તું મારી કહેલી વાત સાંભળે એમાં વાત ના બને..

મૌનની ભાષા તું સમજે, તો જ ખરી વાત બને.."

શિવ અને ઈશિતા પોતાનો એન્ડિંગ પોઝ મૂકીને સરખાં ઉભાં રહ્યાં ત્યાં નવું ગીત શરૂ થઈ ગયું..અને આ ગીત નાં શબ્દો હતાં.

कैसे बताये क्यूँ तुझको चाहें,

यारा बता न पाएं बातें दिलों की,

देखो जो बाकी,आँखें तुझे समझाएं

तू जाने ना…तू जाने ना…

मिलके भी हम ना मिले तुमसे न जाने क्यूँ

मीलों के हैं फासले तुमसे न जाने क्यूँ

अनजाने हैं सिलसिले तुमसे न जाने क्यूँ

सपने हैं पलकों तले तुमसे न जाने क्यूँ

कैसे बताये क्यूँ तुझको चाहें,

यारा बता न पाएं बातें दिलों की,

देखो जो बाकी, आँखें तुझे समझाएं

तू जाने ना…तू जाने ना…

શિવ અને ઈશિતા જાણતાં હતાં કે આ ગીત તો એમનાં પફૉર્મન્સમાં હતું જ નહીં..પણ ગીત વાગતાં જ શિવ તો લાગણીનાં પુરમાં તણાઈ ગયો..પોતાનાં દિલની વાત રાખવાનો આ સુવર્ણ અવસર હતો એ વિચારી શિવે ઈશિતા નાં હાથ પોતાનાં હાથમાં લઈ લીધાં.. ઈશિતા એ પણ શિવની આ હરકત નો કોઈ વિરોધ ના કર્યો.

શિવે ઈશિતા ની આંખોમાં જોયું..એની નજરો સાથે નજર મિલાવી ને ઈશિતા નાં મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરી જોયો.. બીજી તો શિવને ખબર ના પડી પણ ઈશિતા ની આંખમાં એને પોતાની જાતને જોઈ..ઈશિતા પણ શિવ નો માસુમ ચહેરો એકીટશે જોઈ રહી હતી..અત્યાર સુધી શિવ પોતાની સાથે મિત્રતામાં પણ કોઈ મતલબ ના રાખતો અને દિલથી પોતાની સંભાળ રાખતો એ વિશે વિચારતાં જ ઈશિતા નું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું.

ઓડિયન્સ ને તો હજુ એમ જ હતું કે શિવ અને ઈશિતા પરફોર્મ કરી રહ્યાં છે..પણ નિધિ અને સાગર જાણતાં હતાં કે એ બંને નું આ પફૉર્મન્સ બીજાં લોકો માટે નહીં પણ પોતપોતાનાં માટે હતું..એ બંને તો હવે આગળ શું બનશે એનો બેતાબી પૂર્વક ઇંતજાર કરી રહ્યાં હતાં.

શિવ ની નજર પોતાને એ રીતે જોઈ રહી હતી જાણે એનાં માટે પોતાની પુરી દુનિયા ઈશિતા જ હતી..આંખોની અને મૌન ની આ ભાષા ઈશિતા થોડી તો સમજી ચુકી હતી..શિવ પણ પોતાને ચાહતો હતો એ મનમાં આવતાં જ ઈશિતા ની આંખો શરમથી ઝૂકી ગઈ..અત્યાર સુધી બેખૌફ બની શિવ ને ડાન્સ દરમિયાન પોતાની તરફ જોવાં વારંવાર બોલતી ઈશિતા ની નજર આજે ઝૂકી ગઈ.

દોસ્તો આ ઝુકેલી નજર એ વાત નો ઈશારો હતી કે ઈશિતા નાં હૃદયમાં પણ શિવ પ્રત્યે પ્રેમનાં બીજ અંકુરિત થઈ ચુક્યાં હતાં..શિવે પણ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાની બધી જ હિંમત ને એકઠી કરી..ઓડિયન્સમાં બેસેલાં નિધિ અને સાગર તરફ શિવે જોયું અને પછી સ્ટેજ પર એમનાં પફૉર્મન્સ દરમિયાન રાખવામાં આવેલાં ફુલોમાંથી એક ફુલ ઉઠાવી ઈશિતા ની સામે ઘૂંટણભેર બેસી ને કહ્યું.

"Ishita, i love you.."

આ જ દરમિયાન મ્યુઝિક બંધ થઈ ગયું..ઈશિતા એ શિવ આવું કંઈ કરશે એની અપેક્ષા નહોતી રાખી..પણ હવે જો શિવે પોતાનાં દિલની વાત રાખી જ દીધી હતી તો એનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે ને કેમકે આજે નહીં તો કાલે પોતે સામે ચાલીને શિવ ને પ્રપોઝ કરવાની હતી.

"I love you too, shiv"શિવનાં હાથમાંથી ગુલાબ લઈને ઈશિતા શરમથી લાલ લાલ થઈ જતાં બોલી.

ઈશિતા નો જવાબ સાંભળી શિવ ઉભો થયો અને એને ઈશિતા ને પોતાની બાહોમાં સમાવી દીધી.ઓડિયન્સ હજુ સુધી એ જ વિચારમાં હતી કે આ બધું એક એક્ટ નો ભાગ છે અને એમને જોરદાર તાળીઓ અને ચિચિયારીઓથી વાતાવરણને ભરી દીધું..સાગર અને નિધિ તો આ દ્રશ્ય જોઈ હરખભેર એકબીજાની સામે જોતાં ભગવાનનો આભાર માની રહ્યાં હતાં પોતાનાં બંને મિત્રો વચ્ચેનાં આ સુંદર મિલન માટે.

ઈશિતા અને શિવ ઓડિયન્સનું માથું ઝુકાવી અભિવાદન કરી સ્ટેજ નાં પાછળનાં ભાગમાંથી ઉતરી નીચે આવ્યાં એ દરમિયાન તો સાગર અને નિધિ પોતાની ખુરશીઓ ખાલી કરી એમને મુબારક વાત દેવાં પહોંચી ચુક્યાં હતાં.

"આખરે તે ઈશિતા ને તારાં દિલની વાત કહી જ દીધી.."ઈશિતા અને શિવ ચેન્જ રૂમ પહોંચ્યા ત્યાં તો સાગરે શિવને ગળે લગાડીને કીધું.

"અને એ પણ બધી ઓડિયન્સ ની સામે..અને ઈશિતા તે પણ આનો પ્રપોઝ સ્વીકારી લીધો.."ઈશિતા નાં ખભા જોડે ખભો અથડાવી નિધિ બોલી.

"આજકાલ આવાં સીધાં છોકરાં મળે જ ક્યાં છે..હવે કોઈકને તો હા પાડવાની જ હતી તો આ બબુચક શું ખોટો.."શિવની ઝુલ્ફોમાં હાથ ફેરવી ઈશિતા બોલી.

"કંઈ સીધો નથી આ શિવલો..પહેલાં દિવસથી જ તને જોતો હતો.."સાગર બોલ્યો.

સાગર ની વાત સાંભળી શિવ ગુસ્સે થઈ એની તરફ મોટી આંખો કરી જોવાં લાગ્યો..આ જોઈ નિધિ અને ઈશિતા બંને હસી પડ્યાં.

"ચલો ત્યારે હવે તમે બંને ચેન્જ કરી લો..પછી વિજેતાઓનાં નામ જાહેર થશે.."નિધિ એ કહ્યું.

થોડીવારમાં એ ચારેય દોસ્તારોનું ટોળું ઓડિયન્સમાં ગોઠવાઈ ગયું હતું..સિગિંગ ડુએટ માં સાગર અને નિધિ વિજેતા બન્યાં જ્યારે ડુએટ ડાન્સ માં તો પ્રેક્ષકો એ જ વિજેતા નું નામ જાહેર કર્યાં પહેલાં જ પોતાની બુમો વડે શિવ અને ઈશિતા ને વિજયી ઘોષિત કરી દીધાં હતાં.

આજે શિવ અને ઈશિતા નો પ્રેમ પરિપૂર્ણ બન્યો હતો..એમની વચ્ચેની મિત્રતા હવે પ્રેમમાં પરિવર્તિત થઈ ચૂકી હતી..આ બધી મીઠી યાદોને સ્મરણ કરતાં-કરતાં શિવ પોતાની ઈશિતાની તસ્વીર ને જોડે રાખીને સુઈ ગયો.

"હવે એની ઉપરથી આપ મારી દુઃખ કથા સમજો..

કે જવાનીમાં યાદ કરું છું વીતેલી જવાનીને.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)