પ્રેમ અગન 4 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 4

પ્રેમ-અગન:-4

એ પ્રેમ ની ઈમારત ઊંચી અને મજબૂત હોય જેનાં પાયામાં મિત્રતા હોય..અને આવી જ નિર્દોષ મિત્રતા શિવ અને ઈશિતા વચ્ચે બંધાઈ ચુકી હતી..ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર ની એસટી બસ ની સફરમાં ઈશિતા જોડે થયેલી મુલાકાત અને વાતોનાં લીધે શિવ માટે હવે આ સફર ઈશિતા જેવી હમસફર નાં લીધે હસીન બની ચુકી હતી.

હવે તો શિવ રોજ ઈશિતા ની જગ્યા પોતાની જોડે રાખતો અને ઈશિતા પણ એની બાજુમાં આવીને બેસી જતી..કોલેજમાં પણ શિવ અને ઈશિતા એકબીજા જોડે વાતચીત કરી લેતાં હતાં.શિવ અને ઈશિતા ની દોસ્તીને એક મહિનો વીતી ચુક્યો હતો..અને આ સમય દરમિયાન સાગર પણ શિવ અને ઈશિતા ની મિત્રતા નો સહભાગી બની ગયો હતો.

સાગર અત્યાર સુધી ઈશિતા ને ઘમંડી સમજતો હતો પણ ધીરે-ધીરે એનો ઈશિતા પ્રત્યેનો આ અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો..આમ પણ કોઈ વ્યક્તિ જોડે સમય પસાર કર્યાં વિના અને વધુ જાણ્યાં વગર તમે કોઈ અભિપ્રાય તમારી રીતે બનાવી લો તો એમાં તમારાં ખોટાં પડવાનાં ચાન્સ વધી જતાં હોય છે..અને જેમ-જેમ શિવ નાં કારણે સાગર ઈશિતા જોડે વાતો કરતો થયો તો એને સમજાયું કે ઈશિતા નું સ્કૂલ માં જે વર્તન હતું એનું કારણ હતું એનાં ઘરનું બંધિયાર વાતાવરણ અને એનો મોટો ભાઈ સહદેવ..એ કારણે જ ઈશિતા સ્કૂલમાં કોઈ છોકરાં જોડે વધુ બોલતી નહીં.

પણ હવે એનો ભાઈ સહદેવ દુબઈ ચાલ્યો ગયો હતો અને બીજી વાત કે એ સ્કૂલ હતી અને આ કોલેજ..આ બે કારણોથી હવે ઈશિતા થોડી ફ્રી થઈને છોકરાંઓ જોડે વાત કરતી.એમાં પણ શિવ તો ઈશિતા ને ખૂબ જ માસુમ લાગ્યો હતો એટલે શિવ જોડે એની મિત્રતા વધુ જામી હતી.શિવ,સાગર,ઈશિતા ની સાથે એમનાં ટોળામાં બીજાં બે લોકોની પણ એન્ટ્રી થઈ હતી..જેમાંથી એક હતી ઈશિતા ની ખાસ સહેલી નિધિ અને બીજો હતો નિધિ નો બોય ફ્રેન્ડ દેવ..દેવ એમની જ કોલેજમાં સેકન્ડ યર મિકેનિકલમાં અભ્યાસ કરતો હતો.

દેવ આમ તો લોફર ટાઈપનો યુવક હતો..બાપાનાં પૈસે KTM લઈને ફરવું,મોંઘા કપડાં પહેરવાં અને સિગરેટ ફૂંકવી..બધી જ પૈસાદાર નબીરા ની આદતો હતી આ દેવ માં..પણ આજકાલ ની યુવતીઓને ક્યાં સીધાં છોકરાઓ ગમે છે..એમનાં મન તો આમ લોફરની જેમ ફરતાં છોકરાંઓ ડેશીંગ કહેવાય.

દેવ ઘણીવાર નિધિ ની હાજરીમાં ઈશિતા જોડે ફ્લર્ટ કરતો..ત્યારે શિવ ને ઘણો ગુસ્સો આવતો..પણ ઈશિતા દેવ ની વાતને મજાકમાં લઈ રહી હોવાથી શિવ પોતાનાં ગુસ્સાને કાબુમાં રાખતો હતો..અને નિધિનો સ્વભાવ પણ સારો હોવાથી એનાં લીધે શિવ દેવ ની મસ્તી ને સહન કરી લેતો..આમ પણ દેવ એમનાં જોડે અઠવાડિયે માંડ એકાદ વખત આવીને બેસતો એટલે નકામો બખારો કરવાનું કોઈ કારણ જ નહોતું.

આમ ને આમ મિડ ટર્મ પણ પુરી થઈ ગઈ..દરેક ને સારું પરિણામ આવ્યું હતું એટલે એ બધાં એ મુવી જોવાં જવાનો પ્લાન બનાવ્યો..આ મુજબ એ લોકો જયશ્રી થિયેટરમાં રોમાન્ટિક કોમેડી મુવી મુઝસે ફ્રેન્ડશીપ કરોગે જોવાં માટે ગયાં..દેવ ને કોઈ અંગત કામ હોવાથી એને જોડે આવવાની ના પાડી..દેવ નાં ના આવવાની ખુશી સૌથી વધુ પોતાને છે એવું શિવ ને લાગતું હતું..પણ શિવ કરતાં દેવનાં એમની જોડે આવવાની ના કહેતાં સાગર સૌથી વધુ ખુશ હતો.

વાત જાણે એમ હતી કે સાગર ને ધીરે-ધીરે નિધિ પસંદ આવવાં લાગી હતી..પણ નિધિ પહેલેથી જ દેવ જોડે કમિટેડ હતી એ જાણ્યાં બાદ સાગરે પોતાની સઘળી લાગણીઓને હૃદયનાં એક ખૂણામાં બંધ કરી દીધી હતી.

થિયેટર માં શિવ અને સાગર છેડે બેઠાં..જ્યારે બંને છોકરીઓ વચ્ચે..ઈશિતા શિવની જોડે બેસી જ્યારે નિધિ સાગર ની જોડે..હળવી રોમાન્ટિક મુવી જોયાં બાદ એ ચારેય લોકો જ્યારે થિયેટરની બહાર નીકળ્યાં ત્યારે દેવ પોતાની બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યો હતો.

"અરે દેવ તું..તારું કામ પતિ ગયું એમ ને..?"દેવ ને જોતાં જ નિધિ ખુશ થઈને બોલી.

"હા મારી સ્વીટહાર્ટ..તારાં માટે જ આવ્યો છું..ચાલ મારી સાથે.."બાઈક ની પાછલી સીટ ઉપર બેસવાનો ઈશારો કરતાં દેવ બોલ્યો.

દેવ ની વાત સાંભળી નિધિ બીજાં કોઈને કંઈપણ કહ્યાં વગર જઈને દેવ ની પાછળ બેસી ગઈ..અને દેવે આંચકા સાથે એ રીતે બાઈક શરૂ કરી કે નિધિ ને ના છૂટકે એની સાથે ચીપકીને બેસવું પડ્યું..એમનાં જતાં જ શિવે ઈશિતાને ઉદ્દેશીને કહ્યું.

"ઈશિતા,આ દેવ એક નંબરનો બદમાશ છોકરો છે..તું નિધિ ને સમજાવ કે આની જોડે રિલેશન ના રાખે..."

"અરે મને ખબર છે આની..મેં સો વાર નિધિ ને કહ્યું છે આ વિશે પણ એ માને તો ને.."ઈશિતા બોલી.

"સારું ચલો હવે આપણે થોડો નાસ્તો કરીને ઘરે જવાં નીકળીએ.."સાગર થી નિધિ ની વાત સહન ના થતાં એ બોલ્યો.

"સારું ચલો.."શિવે પણ સાગરની વાત સાથે સહમત થતાં કહ્યું.

ત્યારબાદ એ લોકો ગયાં પાણીપુરી ખાવાં માટે..પાણીપુરી ખાઈ લીધાં બાદ ઈશિતા બોલી.

"હું તો એવો ઘરવાળો શોધીશ જે મને દર રવિવારે પાણીપુરી ખાવા લઈ જાય..અને મને ભાવતી પાણીપુરી પોતાનાં હાથથી ખવડાવે.."

શિવ મનોમન ઈશિતાની વાત સાંભળી બોલ્યો.

"અરે તું કહે તો તને રોજ પાણીપુરી ખવડાવીશ..બસ તું ખાલી લગ્ન માટે હા પાડી દે.."

"શિવ તે કંઈ કહ્યું..?"જાણે શિવ કંઈક મનોમન બબડતો હતો એ અનુભવતાં ઈશિતા એ પૂછ્યું.

"અરે ના ના..હું તો એમ કહેતો હતો કે તને એવો પતિ જરૂર મળશે..અને નહીં મળે તો એની ચોક્કસ ખાતરી છે મને કે તું એને તારી જરૂરિયાત મુજબ બનાવી જ દઈશ.."શિવ હસીને બોલ્યો.

"શિવ હું તને મારી નાંખીશ.."શિવની મજાક પર ખોટો ગુસ્સો કરતાં ઈશિતા બોલી..અને પછી શિવને ગમ્મતમાં મારવાં લાગી.

શિવ અને ઈશિતા વચ્ચેની આ મીઠી મસ્તી જોઈને સાગર મનોમન એમની જગ્યાએ પોતાને અને નિધિ ને કલ્પી રહ્યો હતો..આમ પણ તમારું કોઈ પ્રિય વ્યક્તિ તમારી સામે કોઈ બીજાનું થતું દેખાય ત્યારે એની તરફ તમે વધુ ને વધુ આકર્ષણ અનુભવો..શિવ તો ઈશિતા ની સાથે મિત્રતામાં ખુશ હતો.પણ પોતે તો શિવ નો મિત્ર હતો એટલે નિધિ એની સાથે ક્યારેક બોલતી એ વિચારી સાગર અકળામણ અનુભવી રહ્યો હતો.

ત્યારબાદ શિવ,સાગર અને ઈશિતા પોતપોતાનાં ઘરે ચાલ્યાં ગયાં..હવે એક વિક વેકેશન હોવાથી બધાં પોતપોતાની રીતે ક્યાંક ફરવા જવાનાં હતાં.

***********

એક અઠવાડિયા પછી કોલેજ શરૂ થઈ ગઈ..શિવ,સાગર અને ઈશિતા તો રોજની માફક એક જ બસમાં બેસી કોલેજ પહોંચી ગયાં પણ એમને નિધિ ક્યાંય નજરે નહોતી પડી.

"અરે ઈશિતા તારી ફ્રેન્ડ ક્યાં છે..?"સાગરે ઈશિતા ને નિધિ નાં ના દેખાવાનાં લીધે સવાલ કર્યો.

"ખબર નથી મને એ ક્યાં છે..હું તો એક વિક જામનગર હતી તો મને તો એ મળી જ નથી.."ઈશિતા સાગરનાં સવાલનો જવાબ આપતાં બોલી.

"ગઈ હશે ક્યાંક એનાં બોયફ્રેન્ડ જોડે.."શિવ બોલ્યો.

"હા શિવ,એવું હોઈ શકે છે..વાંધો નહીં હું એને ઘરે જતાં મળતી આવીશ.."ઈશિતા બોલી.

એ દિવસ તો સાગરે જેમ-તેમ કરી પસાર કરી જ લીધો..ભલે નિધિ બીજાં કોઈને પ્રેમ કરતી હતી પણ પોતે તો ફક્ત એને પ્રેમ કરતો હતો..નિધિ ને એ ક્લાસમાં આખો દિવસ જોઈ શકતો એટલું જ સાગર માટે મહત્વનું હતું..પણ નિધિ ની ગેરહાજરી એને બેચેન કરી રહી હતી.

બીજાં દિવસે ઈશિતા જેવી બસમાં ચડી એ સાથે જ ગુસ્સામાં અને વ્યગ્ર ચહેરે શિવ ની જોડે જઈને બેસી..બેસતાં જ એ આવેશમાં આવી બોલી.

"આ બધાં છોકરાઓ એક જેવાં જ હોય છે..ફક્ત છોકરીઓ જોડે સેક્સ જ જોઈએ..બીજું કંઈ નહીં.."

"અરે શું થયું ઈશિતા..તું કેમ આટલાં ગુસ્સામાં છો..?અને તું કોની વાત કરી રહી છો..?"શિવે આમ ઈશિતા ને પ્રથમ વખત આટલાં ગુસ્સામાં જોઈ ચિંતિત મુખમુદ્રા સાથે પૂછ્યું..બારી તરફ બેસેલો સાગર પણ ઈશિતા કેમ આવું કહી રહી હતી એ જાણવાં ઉત્સુક હતો.

"હું કાલે નિધિનાં ઘરે ગઈ હતી..ત્યાં નિધિ મને મળી..મને જોતાં જ નિધિ મને વળગીને રડવા લાગી..એનાં હીબકાં અને ડૂસકાં સાંભળી મેં એને શાંત કરાવતાં પૂછ્યું.

"એ નિધુ શું થયું કેમ આમ રડે છે.."

જવાબમાં નિધિ એ રડતાં રડતાં ત્રુટક ત્રુટક શબ્દે કહ્યું.

"દેવ અને મારું બ્રેકઅપ થઈ ગયું..દેવ હવે મારી સાથે કોઈ સંબંધ રાખવાં જ નથી માંગતો.."

નિધિ ની વાત સાંભળી સાચું કહું તો મને ખુબ આનંદ થયો કે એ હરામી જોડેથી નિધિનો છેડો ફાટ્યો એ એકરીતે સારી જ વાત હતી..પણ આવું તો હું નિધિ ને કહી શકું એમ નહોતી..એટલે મેં દેવ દ્વારા નિધિ જોડેનાં રિલેશનનો અંત કેમ કરવામાં આવ્યો એનું કારણ જાણવાં નિધિ ને પૂછ્યું.

"એ યાર કેમ પણ દેવે તારી જોડે બ્રેકઅપ કરી લીધો..?તારો કોઈ વાંક હતો..?"

ત્યારબાદ નિધિ એ એનાં અને દેવ વચ્ચેનાં સંબંધ નો એન્ડ કેમ આવી ગયો એનો વૃતાંત શબ્દશઃ કહી સંભળાવ્યો.

"થિયેટર થી નીકળી દેવ નિધિને બાઈક પર બેસાડી પોતાનાં એક મિત્ર નાં ફ્લેટ ઉપર લઈ ગયો..ત્યાં લઈ જઈ થોડી ઘણી રોમાન્ટિક વાતો બાદ દેવે અચાનક નિધિ ને કિસ કરી લીધી..અહીં સુધી તો વાત નોર્મલ હતી એટલે નિધિ એ કોઈ વાંધો ના ઉઠાવ્યો..પણ થોડીવાર પછી દેવ નિધીને પોતાની સાથે ફિઝિકલ રિલેશન બાંધવા દબાણ કરવાં લાગ્યો..નિધિ ને આ બધું યોગ્ય ના લાગ્યું એટલે એને દેવ નો વિરોધ કર્યો..દેવે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો તો નિધિ ને એને ગુસ્સામાં આવી ગાલ ઉપર તમાચો જડી દીધો.."

"નિધિ પોતાનાં તાબે ના થઈ એ વાતથી ઉશ્કેરાઈ દેવે એને જલીલ કરી રૂમની બહાર કાઢી મૂકી..દેવે એને જણાવી દીધું કે હવે એને નિધિ જોડે બ્રેકઅપ કરી લીધું છે અને આજ પછી નિધિ ક્યારેય પોતાને મળવાની કોશિશ પણ ના કરે."

"બસ એ દિવસથી નિધિ પોતાનાં રૂમમાં એકલી એકલી રડતી રહે છે..મેં મહાપરાણે એને કોલેજ આવવાં સમજાવ્યું તો છે..ખબર નહીં એ આવશે કે નહીં.."

ઈશિતા ની વાત સાંભળી શિવ બોલ્યો.

"આમપણ દેવ જેવાં હલકી કક્ષાનાં છોકરાં જોડે અપેક્ષા પણ શું રાખી શકાય.."

"દેવ ને સબક તો શીખવાડવો જ પડશે.."દાંત કચકચાવીને સાગર મનોમન બોલ્યો.

આ દરમિયાન કોલેજ આવી ગઈ હતી..એટલે શિવ,સાગર અને ઈશિતા બસમાંથી હેઠે ઉતર્યા અને કોલેજ તરફ પ્રયાણ કર્યું..કોલેજ નાં એન્ટ્રન્સ જોડે જ નિધિ ઈશિતા ની રાહ જોઈને ઉભી હતી..નિધિ ને જોતાં જ શિવ અને ઈશિતા નાં ચહેરા પર સ્મિત ફરકી ગયું..અને સાગરની ખુશીની તો કોઈ સીમા જ નહોતી.

"નિધિ,બહુ સારું કર્યું તું કોલેજ આવી એ..મેં શિવ અને સાગર ને પણ તારી જોડે જે થયું એ વિશે જણાવ્યું..એ બંને નું માનવું છે કે જે થયું એ સારું થયું..અને આમપણ દેવ તારાં લાયક નહોતો.."નિધિ ને ગળે લગાવી ઈશિતા બોલી.

"હા યાર..તમે સાચું જ કહો છો એ મારાં લાયક નહોતો.."નિધિ એ પણ મન મક્કમ કરી કહ્યું.

"સારું તો ચલો કેન્ટીનમાં..મારાં તરફથી બધાં ને માઝા પીવડાવું.."વાતાવરણ હળવું કરવાનાં ઉદ્દેશથી શિવ બોલ્યો.

શિવની વાત સાંભળી એ ચારેય સાથે જ કેન્ટીન તરફ આગળ વધી રહ્યાં હતાં..એ લોકો કેન્ટીન પહોંચવા જ આવ્યાં હતાં ત્યાં એમની આગળ દેવે જોરદાર બ્રેક લગાવી પોતાનું બાઈક ઉભી કરી દીધું.

**********

ભૂતકાળની ગલીઓમાં ખોવાયેલો શિવ વડોદરામાં પોતાનાં ક્લાયન્ટનનાં એડ્રેસ પર પહોંચતાં જ પાછો વર્તમાનમાં આવી ગયો..બપોરે ક્લાયન્ટ જોડે જ લંચ લીધાં બાદ શિવે ત્રણેક કલાક ચાલેલી લાંબી મિટિંગ બાદ પોતાનાં ક્લાયન્ટ ને કન્વેન્શ કરવામાં સફળતા મેળવી જ લીધી..આ બાબતમાં શિવ નો રેકોર્ડ 100% હતો.

ઓફિસ નાં ક્લાયન્ટ ને તો સરળતાથી કન્વેનશ કરી શકતો શિવ જ્યારે વડોદરાથી પાછો અમદાવાદ જવાં નીકળ્યો ત્યારે જ્યારે એને સૌથી વધુ જરૂર હતી ત્યારે પોતે કોઈને કન્વેન્શ નહોતો કરી શક્યો એ વાત વિચારી અકળામણ અનુભવી રહ્યો હતો.

मुबारक हो सबको समा ये सुहाना

मैं खुश हूँ मेरे आसूओंपे ना जाना

मैं तो दीवाना, दीवाना, दीवाना

हजारों तरह के ये होते हैं आँसू

अगर दिल में ग़म हो तो रोते हैं आँसू

खुशी में भी आँखे भीगोते हैं आँसू

इन्हे जान सकता नहीं ये ज़माना

કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગી રહેલાં મિલન ફિલ્મનાં આ સદાબહાર ગીત ને સાંભળતાં સાંભળતાં શિવનું મગજ ફરી પાછું ભૂતકાળની એ તંગ ગલીઓમાં ફરવા લાગ્યું જ્યાં એનું મન થોડાં કલાકો પહેલાં પણ હતું.

★★★★★★★

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

નિધિ અને સાગર વચ્ચે કોઈ વાત બનશે કે નહીં..?શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)