પ્રણય ચતુષ્કોણ - 6 Ekta Chirag Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ચતુષ્કોણ - 6

સૂરજના આઈડિયા પ્રમાણે માહી અને પિયા એક છત્રી અને એક રેઇનકોટ ખરીદીને કોલેજ પહોંચે છે પણ એ લોકો બ્રેક પછી આવવામાં લેટ હતા અને લેક્ચર હતો પ્રોફેસર મહેતાનો. આમતો કોઈ પ્રોફેસર એટલા કડક ન હતા પણ પ્રોફેસર મેહતા હિટલર ટાઈપ હતા માટે એને માહી અને પિયાને કલાસમાં આવવા ન દીધા  અને બંને એ એક લેક્ચર કલાસની  બહાર ઉભું રહેવું પડયું.

મક્કમ હૃદયની પિયા કે જે રાજ જેવા રાજનો પણ સામનો કરવા સક્ષમ છે એ માત્ર 5 મિનિટ બહાર ઉભી રહીને રડવા લાગે છે. માહી એને શાંત કરવા માટે એનું રડવાનું કારણ પૂછે છે તો પિયા કહે છે કે નાનપણથી આજ સુધી ક્યારેય એને કોઈ સજા સ્કૂલમાં મળી નથી. આ ફર્સ્ટ ટાઇમ છે કે એ કલાસની બહાર ઉભી છે અને એ એને બહુ અપમાનજનક લાગે છે. સાથે સાથે આ બધી વાત માટે એ રાજને જવાબદાર ગણાવે છે. પ્રોફેસર મેહતા કલાસમાં રાઉન્ડ લેતા લેતા જુએ છે કે બહાર માહી રડે છે માટે એ બહાર આવીને કહે છે. "I am proud of you" , કોલેજમાં કોઈને પનિશમેન્ટ મળી હોય અને સ્ટુડન્ટ રડે એવું પહેલીવાર જોયું છે બાકી આજકાલના સ્ટુડન્ટ બહાર જવા માટે સામેથી એવું વર્તન કરે છે કે એમને પનીશમેન્ટ મળે. પણ તું અલગ છો..આગળથી આ વાતનું ધ્યાન રાખજો કે મારા લેકચર માં 5 મિનિટ વહેલું કલાસમાં આવી જવાનું. બંને સરને સોરી કહી કલાસમાં જાય છે.

1.30 વાગ્યે બધા ફ્રી થાય છે અને પિયા માહી સાથે છત્રી અને રેઇનકોટ લઈને ગેટ પાસે ઉભી રહે છે અને રાજ અને તેના મિત્રોના આવવાની રાહ જુએ છે. 10 મિનિટ પછી એ બધા ત્યાં આવી પહોંચે છે અને રાજ હાજી કાંઈ બોલે એ પહેલાં જ પિયા ત્યાં હાજર બધાને સંબોધીને કહે છે, દોસ્તો  આજે સવારે મારા કપડાં ગંદા જોઈ તમે બધાએ મારા પ્રત્યે સહાનુભૂતિ દેખાડી, ખાસ કરીને રાજ તમે..એ માટે હું તમારી સૌની આભારી છું. પરંતુ મારી પાસે પહેરવા માટે વ્યવસ્થિત અને પૂરતા કપડાં છે અને રહી વાત  આજની તો આજે તો કિચડના લીધે મારા કપડાં ગંદા થયા હતા. માટે મેં વિચાર્યું કે તમે આપેલું દાન વ્યર્થ ન જવું જોઈએ અને મેં આપણી કોલેજના ચોકીદાર બહાદુર ચાચા માટે એક છત્રી અને એક રેઇનકોટ ખરીદ્યો. સાચી જરૂર તો એમને છે બિચારા આટલી ઉંમરે પણ વરસતા વરસાદમાં સતત ગેટ પાસે ઉભા રહીને કોલેજની અને આપણી રક્ષા કરે છે. તો આજે હું આપણા સહુ તરફથી એમને આ ભેટ અર્પણ કરું છું અને પિયા બહાદુર ચાચાને પગે લાગીને એમને આ વસ્તુઓ આપે છે. બહાદુર ચાંચની આંખમા ખુશીના આંસુ આવી જાય છે અને કહે છે, "શુક્રિયા બિટીયા, આજ પતા ચલા કોઈ હમારે બારે મેં ભી સોચતા હૈ, ઔર યહ જાનકર બહુત અચ્છા ભી લગા. મુજે દોનો ચીજો કી જરૂરત થી પર તનખ્વા મેં સે કભી કુછ બચતા હું નહીં હૈ કી મેં કુછ ખરીદ પાઉં. મેં આપ લોગો કા યહ એહસાન કભી નહીં ભુલુંગા . એટલું કહી અને બહાદુર ચાચા બધાનો બે હાથ જોડી આભાર વ્યક્ત કરે છે. બધા પિયાના આ કાર્યને તાળીઓથી વધાવી લે છે. કરણ તો જતા પહેલા પિયાને salute કરીને જાય છે. જે કોઈ વ્યક્તિએ સવારે રૂપિયા આપ્યા હતા એ બધાના મનમાં એક સારું કાર્ય કર્યાનો આનંદ અને સંતોષ હતો. રાજને પણ આ કામ માટે પિયા માટે માન થઈ આવે છે. અવની અને સારા રાજને ચડાવાની કોશિશ કરે છે પણ આજે રાજ પર એમની વાતોની કોઈ અસર નથી થતી. એ ફક્ત પિયા માટે ગર્વ અનુભવે છે અને પિયા માટેની નફરત થોડી ઓછી થાય છે.

અહીં પિયા ટ્રેનમાં દહીંસર જવા માટે નીકળે છે. સદભાગ્યે આજે તેને બેસવા માટેની જગ્યા મળે છે. બારી પાસે બેઠી બેઠી એ વિચારે ચડી જાય છે. અને  કહે છે આજે એણે એક સારું કાર્ય કર્યાની વાહવાહી તો મેળવી લીધી પણ એણે જે કર્યું એ નિઃસ્વાર્થ ભાવે કર્યું ન હતું પણ જે કાંઈ કર્યું એ પોતાનું સન્માન પાછું મેળવવા કર્યું હતું. આ માટે એને guilty fill થાય છે. અને ત્યારે જ એક નિર્ણય કરે છે કે એ નિઃસ્વાર્થ સેવા માટે એક campain ચાલુ કરશે અને એ માટે કાલે જ પ્રિન્સિપાલ સાથે વાત કરશે. 

ક્રમશઃ
..........................................................................
શુ રાજની નફરત પ્રેમમાં બદલાશે કે પછી હાજી એવું કંઈ બનશે જે નફરતમાં વધારો કરશે? રાજ મિલન કરણ પિયા માહી અવની સારા સુરજ....કોને કોની સાથે પ્રેમ થશે ? પ્રણય ચતુષ્કોણ કઈ રીતે રચાશે? જાણવા માટે વાંચતા રહો પ્રણય ચતુષ્કોણ.