પ્રણય ચતુષ્કોણ - 11 Ekta Chirag Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ચતુષ્કોણ - 11


આ વાર્તા કોલેજના મિત્રોની છે જેમાં રાજ , મિલન, પિયા અને માહી મુખ્ય પાત્રો છે. રાજ અને મિલન કોલેજ માં પોતાનીધાક જમાવીને રહે છે..પિયા નામની છોકરી એ જ કોલેજમાં એડમિશન લઈને ધીરે ધીરે એમને બધી વાતોમાં હરાવે છે. રાજનું ગ્રુપ અને રાજ એમની સાથે બદલો લેવા થનગની રહ્યા છે. પિયાની આવડત જોઈ રાજને તેના માટે સોફ્ટ કોર્નર છે પણ બદલાની ભાવના યથાવત છે. માહી ગભરુ છોકરીને પિયા રાજ ગ્રૂપના કહેરથી બચાવે છે અને બંને સારા ફ્રેન્ડ્સ બની જાય છે. દિવસે ને દિવસે રાજને પિયા માટે ફીલિંગ્સ વધતી જાય છે....અને એક દિવસ પિયા કોલેજ નથી આવતી..તો રાજ ની શુ હાલત થાય છે..ત્યાંથી વાંચો આગળ....
*********************************************

પિયા મમ્મી અને પપ્પાને લઈને ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને કોલેજમાં અત્યાર સુધી શુ બન્યું, માહી, માહિના ફેમિલી એમ અતઃ થી ઇતિ સુધીની બધી વાત સ્મિતાબહેન અને રસિકભાઈને કરી. " વાહ મારો દીકરો બહુ હોશિયાર અને બહુ જબરો હો" બધી વાત સાંભળી રસિકભાઈ પિયાની પીઠ થાબડી બોલ્યા. પિયાએ મમ્મી પપ્પા આવવાના હોય છે એટલે નાસ્તામાં પૌવા બનાવવાની તૈયારી કરી રાખી હોય છે. એ પૌવા અને ચા બનાવે છે. ત્રણેય નાસ્તો કરે છે અને સાથે સાથે નડિયાદની અને અહીંની વાતો થતી રહે છે.

રાજ સ્ટેશન બહાર પિયા માટે રાહ જોતો હોય છે. 8.30
થવા છતાં પિયા આવતી નથી. રાજ કંટાળીને ગુસ્સે થઈને
કોલેજ જતો રહે છે. પણ, કોલેજ પહોચીને એને શાંતિ થતી નથી. એનું કલાસમાં પણ મન નથી લાગતું. બ્રેેેકમાં એ સીધો માહીને ગોતીને તેની પાસે પહોંચી જાય છે અને કહે છે "hi માહી", માહી જવાબ આપે છે "hi". રાજ પૂછે છે , "આજે તું એકલી ? પિયા નથી આવી ? " માહી આ સાંભળી મન માં જ હસે છે, અને કહે છે, "ના, પિયા ના પેરેન્ટ્સ આવ્યા છે એને મળવા એટલે એ આજે નથી આવી. મે બી કાલે પણ નહીં આવે. Oh I see, ok. કહી એ ત્યાંથી જતો રહે છે મનમાં ઘણા પ્રશ્નો સાથે. એ પ્રશ્નોના જવાબ મેળવવા એને પિયા સાથે વાત કરવી હતી . ઘણું વિચારીને એ છૂટીને
માહી પાસે જાય છે પિયાનો નંબર મેળવવા. માહી એને કહે છે એ રીતે પિયાની પરમીશન વગર હું તને પિયાનો નમ્બર ન આપી શકું બટ તું મને તારો નમ્બર આપ એ હું પિયા સુધી પહોંચાડી દઈશ. એ તારી સાથે વાત કરી લેશે. રાજ તેનો નમ્બર માહીને આપે છે.

પિયા મમ્મી પપ્પા સાથે બધી વાતો કરે છે. કોલેજની અને માહી અને તેના ફેમિલીની. માહી ઘરે પહોંચીને પિયાને ફોન કરે છે કે હું ઘરે આવી ગઇ છું તો હવે તું અંકલ આંટીને લઈને ઘરે આવ. પિયા કહે છે એ સાંજે 4 વાગ્યા પછી આવશે.

રાજને બપોરે જમવાનું નથી ભાવતું. એને પિયાને મળ્યા વિના અધૂરું અધૂરું લાગે છે. એ આખો દિવસ પિયાના ફોનની રાહ જોતો રહે છે. દરરોજ બપોરે ફોન silent કરીને સૂતો રાજ આજે ફોન રિંગ પર રાખીને સુવાની try કરે છે. 10 મિનિટમાં જ તેને ઊંઘ આવી જાય છે. ત્યારે જ ફોનની રિંગ વાગે છે, રાજ ખુશ થઈને મોબાઈલ હાથમાં લે છે પણ એ ફોન પિયાનો નહીં મિલનનો હોય છે. રાજ ફોન રિસિવ કરે છે, સામેથી મિલન કહે છે, "hi bro, સોરી ટુ ડિસ્ટર્બ યુ. પણ આજે તું એક બહુ મોટી વાત ભૂલી ગયો છે." રાજ કાંટાળા સાથે પૂછે છે, શુ ?? મિલન કહે છે, ડફર આજની ડેટ યાદ કર, આજે 25 જુલાઈ છે. રાજ કહે છે, I am so sorry yaar, wishing you a very happy birthday. મિલન કહે છે, thanks યાર but I didn't expect this from you. મારુ તો છોડ ખેર સારાનો birthday પણ તું ભૂલી ગયો? સારાનો આજે સવારથી મૂડ ઓફ હતો પણ તું કાઈ સમજી જ ન શક્યો. એ કોલેજથી છૂટીને રડતી હતી. એને માંડ સમજાવી છે મેં. હવે સાંભળ હું તારા ઘરે આવું છું અત્યારે અને આગળનો પ્લાન કહું છું.

પિયા તેના મમ્મી પપ્પા સાથે માહિના ઘરે આવે છે. સુરજ અને માહિના પપ્પા પણ પિયાના મમ્મી પપ્પાને મળવા ઘરે જ રહે છે. માહી અને સુરજ બંને તેમને પગે લાગે છે, ત્યાંજ સ્મિતા બહેન સમજી જાય છે કે છોકરાઓના સંસ્કાર તો સારા છે. બધા બેસે છે, ઘણી વાતો કરે છે, ચા- નાસ્તો કરે છે. બધું જોઈને રસિકભાઈને લાગે છે પિયાને રહેવા માટે આનાથી સારી જગ્યા ન મળી શકે. એ સ્મિતા બહેનને પોતાનો વિચાર જણાવે છે. સ્મિતા બહેન પણ એમની સાથે સહમત થાય છે. પિયા રહેશે તો અહીં જ તમારી સાથે પણ .....એટલું સાંભળતા જ સુરજ બોલી ઉઠે છે..પણ શું અંકલ? પણ ફ્રી માં નહીં રહે. એ તમને જમવાના અને રહેવાના બંને પૈસા ચૂકવશે. ના ના એ અમારાથી ન લેવાય...અશોક ભાઈએ ના પાડી. તો પછી પિયા પણ અહીં ન રહી શકે..રસિકભાઈ એ વળતો જવાબ આપ્યો. છેવટે રસિક ભાઈની જીત થાય છે અને બધા બહુ ખુશ હોય છે. બધા પિયાનો સામાન લેવા જાય છે ત્યારે જ વચ્ચે મોકો ગોતીને માહી પિયાને રાજનો નમ્બર આપે છે અને રાજ સાથે વાત કરી લેવા જણાવે છે.

અરે યાર રાજ સાવ આવું? એક છોકરી સાથે ફ્રેન્ડશીપ શુ કરી તું મારો birthday ભૂલી ગયો ? આવી તો કેટલી છોકરી તારી લાઈફમાં આવી ને ગઈ..but I think આ પિયા special લાગે છે..આવીને તરત જ મિલન પોતાની ભડાશ કાઢે છે....

નો ..nobody is special in my life...specially any girl..કહીને..પ્રોટીન શેક પીતો પીતો રાજ મિલનને જવાબ આપે છે અને રૂમ બે વ્યક્તિના અટ્ટહાસ્ય ના અવાજથી ભરાઈ જાય છે.
વેલ, આજે સાંજે મેં જુહુની એક રેસ્ટોરન્ટ બુક કરાવી છે આપણી ગેંગને પાર્ટી આપવા માટે. પણ આ વાત ખાલી તારા અને મારા વચ્ચે, ફ્રેન્ડસને અને specially સારાને એમ જ કહેવાનું છે કે બધું તે પ્લાન કર્યું છે..બિચારી સવારથી રડી રડીને ખરાબ હાલત કરી છે..મિલને રાજને પ્લાન જણાવ્યો.

You are my real bro...thank you so ...much...ખબર નહીં તું ન હોત તો મારું શું થાત ? ગળે મળીને રાજ મિલનને કહે છે.

ક્રમશઃ