બ્લેક આઈ પાર્ટ - 9 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ પાર્ટ - 9

બ્લેક આઈ પાર્ટ 9
સાગર માટે દ્રષ્ટિ નો birthday એકદમ ખાસ હતો , કારણ કે ગયા વર્ષે તો તેને પ્યાર માં કોઈ ખાસ દિલચસ્પી ન હતી પણ જયારે હવે તે જાણી જ ચુક્યો છે ત્યારે આ મોકાને એકદમ special બનાવવા માંગતો હતો , અને બીજું કે દ્રષ્ટિ નો birthday પણ ખાસ દિવસે 13 ફેબ્રુઆરી ના હતો . તેનો બીજો દિવસ 14 ફેબ્રુઆરી પ્રેમીઓ માટેનો ખાસ દિવસ હતો , તે આ બંને દિવસ ની વચ્ચે જ દ્રષ્ટિ ને પ્રપોઝ કરવા માંગતો હતો . તેને તરત જ સાગર ને તેનો પ્લાન સમજાવ્યો .

દિવસો ધીમે ધીમે પાણી ની જેમ વહી રહ્યા હતા . અમર પણ તેની જેમ દ્રષ્ટિ ને તેમના પ્યાર નો અહેસાસ કરાવા માટે તેમની વચ્ચે ડિસ્ટન્સ વધારતો જતો હતો , તેને ખબર હતી આથી દ્રષ્ટિ ને ઘણું દુઃખ થશે પણ તે આ વિશે નહીં તેમની પુરી જિંદગી વિશે વિચારતો હતો . ધીમે ધીમે તેને દ્રષ્ટિ સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું , તે લાઈબ્રેરી માં પણ ઓછું જતો . ઘણીવાર દ્રષ્ટિ તેને પૂછતી મારાથી કઈ ભૂલ થઇ છે , તું કેમ મારી સાથે પહેલા જેવી વાત નથી કરતો , ત્યારે અમર તેની વાત ને ઉડાડી દેતો અને કહેતો એવું કઈ નથી પણ મારે પપ્પા ની ઓફિસ નું થોડું કામ હોય છે તેથી જ બીજું કઈ નહીં .

આવું થોડા દિવસ ચાલ્યું ત્યાં જ દ્રષ્ટિ ને અહેસાસ થવા લાગ્યો કે આ ખાલી દોસ્તી નથી દોસ્તી કરતા કઈ વધારે જ હોવું જોઈએ નહિતર અમર મારી સાથે સરખો વાત ન કરે તો મને કઈ ફેર ન પડે . તેને વિચારી લીધું કે મારા આ birthday જે થવું હોય તે થાય પણ તે મારી સામે આવે કે તરત જ હું તેને પ્રપોઝ કરી દઈશ . આમ બંનેએ વિચારી લીધું એકબીજા ને પ્રપોઝ કરવાનું , હવે જોવું એજ રહ્યું કે પહેલા પ્રપોઝ કરે છે કોણ ??

આમ ને તે બંને જે દિવસ ની રાહ જોતા હતા તે આવી ગયો એટલે કે દ્રષ્ટિ નો birthday 13 ફેબ્રુઆરી એટલે 12 તારીખ નો અંત અને 13 તારીખ ની શરૂઆત એટલે રાતે 12 વાગ્યે . દ્રષ્ટિ ને હતું કે અમર તેને સૌથી પહેલા વિશ કરશે , આથી જ જયારે 12 વાગ્યે તેનો ફોન રણક્યો ત્યારે તેને જોયા વગર જ કીધું હા અમર બોલ ત્યાં સામેથી હસવાનો આવાજ સમ્ભળાનો અને તે સમજી ગઈ કે આ સંધ્યા છે .

સંધ્યા : હેપી બર્થડે ડિયર , તું જિંદગી માં જે ઈચ્છે તે તને મળે અને તું હંમેશા હસ્તી રહે તેવી ભગવાનને પ્રાથના .

દ્રષ્ટિ : thank you ....thank you so much .

સંધ્યા : તું અમર ના ફોન ની રાહ જોતી હતી ? હું ક્યાંક તમારી ફોન ની વાત માં કબાબ માં હડી નથી બની ગઈને ?

દ્રષ્ટિ : ના .. ના એવું કઈ નથી હજી તેઓ આગળ વાત કરે ત્યાં જ તેના પપ્પા નો ફોન આવે છે તે
સંધ્યા ને byy કહીને તેના પપ્પા સાથે વાત કરે છે .
તેના પપ્પા પણ તેને વિશ કરે છે ત્યારબાદ તો સાગર નો , ઓમ નો અને બીજા ઘણા ફ્રેન્ડ નો બર્થડે વીશીશ માટે ફોન આવી ગયા પણ તે જેની કાગડોળે રાહ જોતી હતી તેવા મન ના માણીગળ નો હજુ સુધી ફોન નથી આવ્યો . કાલે જ તેની સાથે કોલેજ માં વાત કરીશ . એવું વિચારી ને તે સુઈ જાય છે .

સવારે ઉઠીને દ્રષ્ટિ નું મૂડ એકદમ મસ્ત હોય છે તે એવું વિચારે છે કે આજે તો અમર જ્યાં મળે ત્યાં પ્રપોઝ કરવું પછી ને ભલે તે કોલેજ માં બધાની વચ્ચે જ હોય . તે તરત જ ન્હાવા માટે જાય છે . બહાર આવીને તેને લીધેલો પંજાબી સૂટ પહેરે છે . વાળ ને open રાખે છે . હાથ માં મેચિંગ બેંગલ્સ પહેરે છે અને પગમાં જીણી જીણી ઘુઘરીવાળા સાંકળા પહેરે છે અને મેડિયમ હિલ ના સેન્ડલ પહેરી કોલેજ જાય છે .

દ્રષ્ટિ જેવી કોલેજ માં એન્ટર થાય છે તેવા જ ગેટ પાસે ઉભેલા બધા જ એકીટસે તેને જોવા લાગે છે , પણ દ્રષ્ટિ ને તો અમર ને મળવા ની ઉતાવળ હોય છે આથી અમર ના ડિપાર્ટમેન્ટ તરફ જવા લાગે છે . સંધ્યા , અમર ના ડિપાર્ટમેન્ટ ની બહાર ઉભી રહીને વીડિયોકોલ માં અમર ને ચીડવતા કહેતી હોય છે , આજ તો મેડમ બહુ તૈયાર થયા લાગે છે હજુ સુધી કોલેજ નથી આવ્યા . ત્યાં જ તે દૂરથી દ્રષ્ટિ ને આવતા જોવે છે અને અમર ને પાછી કોલ માં કહે છે આજ તો અમર તારા ભાગ્ય ઉઘડી ગયા , મેડમે તારી મનપસંદ ના કપડાં પહેર્યા છે અને ફોન માં અમર ને દૂરથી આવતી દ્રષ્ટિ ને બતાવે છે .
અમર તો દ્રષ્ટિ ને જોતો જ રહી ગયો ☺☺☺ . દ્રષ્ટિ એ white કુર્તો પેહર્યો હતો જે white કલર અમર નો ફેવરિટ હતો . અને તેની નીચ્ચે મરૂન કલર ની ફૂલ પટિયાલા સલવાર અને એવા જ કલર ની લેરિયા ની ચુની નાખી હતી . અમર હજી પણ દ્રષ્ટિ માં જ ખોવાયેલો હતો અને આ બાજુ દ્રષ્ટિ નજીક આવતી જતી હતી . આથી સંધ્યા એ ફોન પોતાની તરફ કરીને અમર ને byy કહીને ફોન મૂકી દીધો .

દ્રષ્ટિ હવે સંધ્યા ની બાજુમાં હતી . સંધ્યા હજી તો દ્રષ્ટિ ને birthday વિશ કરે તે પહેલાં તો તેના બીજા બધા ફ્રેન્ડ આવી ગયા અને દ્રષ્ટિ ને વિશ કરીને પાર્ટી માંગવા લાગ્યા અને દ્રષ્ટિ પણ તેમની વાત માની ગઈ અને પીઝા પાર્ટી માટે રાતે 7 વાગે મળવાનું નક્કી કર્યું .

પાર્ટી માં શું શું ધમાલ થાય છે ? અમર અને દ્રષ્ટિ એકબીજા ને પ્રપોઝ કરે છે ? તે જોવા માટે વાંચતા રહો બ્લેક આઈ .