બ્લેક આઈ પાર્ટ - 11 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ પાર્ટ - 11

બ્લેક આઈ પાર્ટ - 11

સાગર અને સંધ્યા દ્રષ્ટિ ને લઈને આગળ ની સાઈડ આવે છે . તેની આંખે હજી પણ પટ્ટી બાંધેલી હોય છે . તેઓ આગળ ના ગેટે હોય છે , સંધ્યા તેને સેન્ડલ ઉતારવા માટે કહે છે ,દ્રષ્ટિ સવાલ પૂછું છે તો જવાબ આપ્યા વગર તેના સેન્ડલ ઉતરાવે છે . તેને ખુલા પગે આગળ લઇ જાય છે . દ્રષ્ટિ ને પગ માં કંઈક ભીનું પણ સોફ્ટ સોફ્ટ મહેસુસ થયું . તે ખુશ થઇ ગઈ . દ્રષ્ટિ ને સંભાળીને કાફે ના ગેટે લઇ ગયા ત્યાં જઈને તેની પટ્ટી ખોલી નાખી . હજુ દ્રષ્ટિ આંખ ખોલે તે પહેલા સાગર અને સંધ્યા ત્યાંથી ચાલ્યા ગયા

દ્રષ્ટિ ધીમે ધીમે આંખ ખોલે છે તો આજુ બાજુ કોઈ ન હતું . આથી તેને અંદર નજર કરી તો હોલ માં અંધારું હતું પણ પ્રોજેક્ટર જેવું કઈ ચાલુ હતું . તે જોવા માટે આગળ ગઈ તો પ્રોજેક્ટર ઉપર તેના નાનપણ ની યાદ થી લઇ અત્યારે જે વનપીસ પહેરેલું છે તેની ફોટા સ્વરૂપેની સ્લાઈડ ધીમે ધીમે ફરતી હતી . એમાંથી અમુક ફોટા પોતાના ફોન માના જ હતા અને અમુક કોલેજ ના અને એવા ઘણા ફોટોઝ હતા જે પોતાના ધ્યાન બહાર લેવાના હોય . આ જોઈને તેની આંખ માં ખુશી ના આશુ વહેવા લાગ્યા .

તે હજુ ત્યાં જ ઉભી હતી , તેને આખા હોલ માં નજર દોડાવી તો પોતાના અલગ અલગ ફોટા નું કટિંગ હતું , તેને સામે નજર કરી તો તેની માટે birthday વિશીસ લખેલી હતી અને તેની નીચ્ચે પણ કંઈક લખેલ હતું પણ ત્યાં લાઈટ ન હતી તેથી દેખાણું નહીં . દ્રષ્ટિ ખુબ જ ખુશ હતી . દ્રષ્ટિ પાછળ વાળીને ને જોવે છે ત્યાં તે જે રસ્તે થી આવી હતી ત્યાં ગુલાબ ની પાંદડી થી કેડી બનાવેલી હતી અને તે કેડી પરથી જ પોતે આવેલી .

દ્રષ્ટિ : સંધ્યા , સાગર હવે તો બહાર નીકળી જાવ , તમારી સરપ્રાઈઝ ખરેખર જોરદાર હતી , આવી સરપ્રાઈઝ તો મને જિંદગી માં કોઈ એ નથી આપી (મનમાં હું તો બીજું કોઈ સરપ્રાઈઝ આપશે તે આશાએ હતી પણ તમારા જેવા દોસ્ત મળી ગયા આથી મને કોઈ શિકાયત નથી )

ત્યાં જ કોઈ કેક લઈને આવે છે તેની ઉપર કેન્ડલ સળગતી હોય છે પણ તેનો ફેસ દેખાતો નથી . તે ધીમે ધીમે હેપી બર્થડે ટુ યુ , હેપી બર્થડે ટુ યુ કહે . દ્રષ્ટિ અવાજ ઓળખી જાય છે પણ ફેસ હજુ દેખાતો નથી . તે ચોકલેટ કેક લઈને એકદમ નજીક આવી જાય છે , દ્રષ્ટિ તેનો ફેસ જોવે છે તે અમર હોય છે , તે નજીક આવી ને તેને બર્થડે વિશ કરે છે , દ્રષ્ટિ સ્ટેચ્યુ બનીને તેને જોયાજ રાખે છે .ત્યાં જ રાત ના બાર વાગ્યા ના ટકોરા ઘડિયાળ માં પડે છે . દ્રષ્ટિ કઈ બોલે એ પહેલા જ અમર ઈશારો કરી ને જ્યાં બર્થડે વિશિઝ લખેલી હોય છે ત્યાં જોવા કહે છે .
દ્રષ્ટિ એ સાઈડ જોવે છે ત્યાં નીચે હાર્ટ શેપ ના બલૂન થી i love you લખેલ હોય છે અને બાજુમાં અમર અને દ્રષ્ટિ નો મસ્ત ફોટો હોય છે . દ્રષ્ટિ આશ્ચર્ય થી સામે જોવે છે તો અમર ત્યાં ન હોય , તે આમ તેમ જોતી હોય છે ત્યારે અમર બોલે છે નીચે તો જો મારા પગ દુખવા લાગ્યા , અમર પ્રપોઝ કરવાની સ્ટાઇલ માં નીચે બેઠો હોય છે ???

અમર : દ્રષ્ટિ હું તને ઘણા દિવસો થી કહેવા માંગતો હતો પછી મેં વિચાર્યું આજના દિવસ જેવો કોઈ દિવસ નહીં રહે . શું તું ઝીંદગી ભર મારી સાથે રહીશ .
My name is "I" ,
My problem is " love " ,
Solution is "you" ,
" i love you "
Do you love me ?

દ્રષ્ટિ હજુ સુનમુન જ ઉભી હોય છે , ત્યાં પાછો અમર બોલે છે , દ્રષ્ટિ હા કે ના કંઈક તો બોલ મારા પગ દુઃખી ગયા .

દ્રષ્ટિ કઈ બોલવાની જગ્યા એ તે પણ અમર ની સામે તેની જેમ નીચે બેસી જાય છે અને તેને જોરથી hug કરે છે . તે બંને તે અવસ્થા માં ઘણીવાર એમનમ બેઠા રહે છે . આથી વગર કહ્યે સાગર અને સંધ્યા ને બહાર નીકળવું પડે છે , તે બને આવે છે અને કહે છે ઓ પ્રેમીપંખીડા હવે તો ઉભા થાવ તમારે લીધે આ કેન્ડલ પણ બુજાવા લાગી છે , આ કેન્ડલ બધી બુજી જાય તે પહેલા આ કેક કટ કરો .

અમર અને દ્રષ્ટિ આ સાંભળીને ભાનમાં આવ્યા હોય તેમ તરત જ ઉભા થાય છે પછી તેઓ કેક કટ કરે છે અને ત્યારબાદ દ્રષ્ટિ ની બધી ફેવરિટ વાનગી જે અમરે મંગાવેલી હોય છે તે જમે છે .

અમર અને દ્રષ્ટિ આજની રાત સાથે જ રહેવા માંગતા હોય છે આથી સંધ્યા અને સાગર તેમને મૂકી ને ચાલ્યા જાય છે .

તેમના ચાલ્યા ગયા બાદ તેઓ બહાર ના ગાર્ડન માં આવે અને ઝૂલા માં એકબીજા ના હાથ પકડી ને બેસે છે . ત્યારબાદ અમર , તેને દ્રષ્ટિ સાથે કેવી રીતે લવ થયો , સાગરે કેવીરીતે અહેસાસ કરાવ્યો અને ત્યારબાદ કેવીરીતે આ સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન થયું એના વિશે દ્રષ્ટિ ને જણાવે છે અને દ્રષ્ટિ પણ તેને કહે છે મને પણ અહેસાસ થઇ ગયો હતો કે હું તને પ્રેમ કરવા લાગી હતી , જો આજે તું મને પ્રપોઝ ન કરત તો હું જ તને જણાવવાની હતી . આથી જ સવારે તારા ફેવરિટ કલર ના સલવાર સૂટ પહેરીને કોલેજ આવી હતી , પણ તું તો આવ્યો જ નહીં ને મારો મૂડ ઓફ થઇ ગયો અને મારી મહેનત બેકાર ગઈ .

અમર : મેડમ તમે એ સલવાર સૂટ માં જકાકસ લાગતા હતા ???.મને એમ જ થતું હતું કે ઉડી ને તારી પાસે આવી જાવ પણ તમને સરપ્રાઈઝ આપવાની હતી . આથી મન મારી ને બેસી રહેવું પડ્યું .

દ્રષ્ટિ : એમ ! તે મને ક્યારે જોઈતી ?

અમર : હું સંધ્યા સાથે વિડીઓ કોલ માં વાત કરતો હતો અને તમારી એન્ટ્રી થઇ તો સંધ્યા એ બતાવી મને.

આમને આમ વાત કરતા કરતા બંને ત્યાં સુઈ જાય છે . અમર ઉઠે છે તો સવાર થઇ ગઈ હોય છે અને દ્રષ્ટિ તેના ખભે માથું રાખી ને સૂતી હોય છે . એના મોઢા પર એક લટ હોય છે , અમર તેને ધીમેથી કાન ની પાછળ મૂકે છે અને તેને જગાવ્યા વગર ધીમેથી તેના કપાળ પર કિસ કરે છે , ત્યાં જ દ્રષ્ટિ ઉઠી જાય છે , અમર તેને વેલન્ટાઇ ડે વિશ કરે અને પછી તેને રૂમ પર મુકવા જાય છે .

આગળ સ્ટોરી માં શું થાય છે તે જાણવા માટે વાંચતા રહો બ્લૅક આઈ .